Blood Donation : લોહીનું દાન જીવ બચાવતું કાર્ય છે, પણ દરેક વ્યક્તિ માટે યોગ્ય નથી – જાણો કઈ પરિસ્થિતિઓમાં રક્તદાન ટાળવું જોઈએ.
Blood Donation : રક્તદાન એ માનવતાનું મહત્ત્વપૂર્ણ કાર્ય છે. એક યુનિટ બ્લડથી ત્રણ લોકોનો જીવ બચી શકે છે. દર વર્ષે લાખો લોકોને અકસ્માત, થેલીસીમિયા, કેન્સર, સર્જરી કે ગંભીર બીમારીઓમાં લોહીની જરૂર પડે છે. તેમ છતાં, દરેક વ્યક્તિ માટે રક્તદાન યોગ્ય અને સુરક્ષિત હોય એવું નથી. કેટલાક શારીરિક અને આરોગ્ય સંબંધિત કારણોને લીધે ચોક્કસ લોકો બ્લડ ડોનેટ કરી શકતા નથી. આવા પરિસ્થિતિઓને ઓળખવી અને સમજવી ખૂબ જરૂરી છે, જેથી યોગ્ય અને સલામત રક્તદાન શક્ય બને.
- ઉંમર અને વજનની મર્યાદા: રક્તદાન માટે વ્યક્તિની ન્યૂનતમ ઉંમર 18 વર્ષ હોવી જોઈએ અને વજન ઓછામાં ઓછું 45 કિલોગ્રામ હોવું જોઈએ. ઓછું વજન અથવા ઉંમર હોવા પર રક્તદાન તેમના સ્વાસ્થ્ય માટે જોખમકારક બની શકે છે.
- હિમોગ્લોબિનનું ઓછાપણ (એનિમિયા): જે વ્યક્તિઓને હિમોગ્લોબિન ઓછું હોય – સામાન્ય રીતે પુરૂષો માટે 13 ગ્રામ/ડીએલ અને મહિલાઓ માટે 12.5 ગ્રામ/ડીએલથી ઓછું હોય – તેઓ રક્તદાન માટે યોગ્ય નથી. તેઓ પોતે જ ઓક્સિજનની ઓછી માત્રાથી પીડાય છે, તેથી વધુ રક્ત ગુમાવવું હાનિકારક થઈ શકે.
- ગર્ભાવસ્થા અને પ્રસૂતિ: ગર્ભવતી મહિલાઓ કે ડિલિવરીના પછીના કેટલાક મહિના સુધી મહિલાઓને રક્તદાન કરવાની ભલામણ થતી નથી. આ અવધિમાં શરીર નબળું હોય છે અને રક્ત દાનથી તંદુરસ્તી પર આંચ આવી શકે છે.
- ચેપ કે તાવના સમયમાં: વાઈરલ ફીવર, મલેરિયા, ટાઈફોઈડ, ડેંગ્યુ જેવી ચેપજનક બીમારીઓની અસર વખતે અથવા તેમાંથી સાજા થયા પછી તરત રક્તદાન કરવું યોગ્ય નથી. રક્તથી ચેપ બીજાને પણ ફેલાઈ શકે છે.
- ગંભીર ચેપ – HIV, હેપેટાઈટિસ B/C; જે લોકોને HIV/AIDS, હેપેટાઈટિસ B અથવા C, TB કે અન્ય ગંભીર ચેપ હોય, તેઓ જીવનભર રક્તદાન કરી શકતા નથી. તેમનું લોહી બીજાને જીવલેણ ચેપ આપી શકે છે.
- નશાની આદત (ડ્રગ્સ અથવા એલ્કોહોલ)
જે લોકો ઈન્જેક્ટેબલ ડ્રગ્સ લે છે અથવા હદથી વધુ દારૂ પીતા હોય, તેઓ પણ રક્તદાન માટે યોગ્ય નથી. તેમનાં લોહીમાં ઝેરી પદાર્થો કે ચેપજનક તત્વો હોઈ શકે છે.