મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. વાલીઓના વિરોધ બાદ GMERS મેડિકલ કોલેજનો ફી વધારો મોકૂફ રખાયો છે. સરકારી ક્વોટામાં ૬૬.૬૬ ટકાનો ફી વધારો કરાયો હતો. જે વાલીઓના વિરોધ બાદ ફી વધારો મોકૂફ રખાયો છે. ૧૩ GMERS કોલેજની ૨૧૦૦ બેઠક પર ફી વધારો કરાયો હતો.
રાજ્ય સરકારની ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રીસર્ચ સોસાયટી (GMERS) હેઠળ ખાનગી અને અર્ધસરકારી એવી ૧૩ મેડિકલ કોલેજાેની MBBS કોર્સની ચાલુ શૈક્ષણિક વર્ષ ૨૦૨૩- ૨૦૨૪ની ફીની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં મેનેજમેન્ટ ક્વોટાની બેઠકો માટે ૧૭ લાખ, સરકારી ક્વોટાની બેઠકો માટે ૫.૫૦ લાખ તથા NRI ક્વોટાની બેઠકો માટે ૨૫ હજાર યુએસ ડોલર ફી નક્કી કરવામાં આવી હતી. આ બેઠકો પર ૬૬.૬૬ ટકા જેટલો ફી વધારો કરવામાં આવ્યો હોવાથી વાલીઓએ વિરોધ નોંધાવ્યો હતો. જેના પગલે હાલ ફી વધારો મોકૂફ રાખવામાં આવ્યો છે.