અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસ બાદ હવે પોલીસ તંત્ર કડક કાર્યવાહી કરી રહ્યો છે. શહેરના અનેક વિસ્તારોમાં પોલીસ દ્વારા ડ્રાઈવનું આયોજન કરી દંડની વસૂલાત કરવામાં આવી રહી છે. આ દરમિયાન સમાચાર સામે આવ્યા છે કે, પોલીસ દ્વારા માત્ર એક મહિનામાં ૧૪૪૨ વાહન ચાલકો પાસેથી ૪૭.૬૦ લાખનો દંડ વસૂલવામાં આવ્યો છે. અમદાવાદમાં વિવિધ વિસ્તારમાં પોલીસ દ્વારા ડ્રાઇવ યોજી વાહનચાલકોને દંડ કરવાની સાથે અનેક વાહન જપ્ત કરવામાં આવી રહ્યા છે. જાેકે શહેરના પશ્ચિમ વિસ્તારમાં સૌથી વધુ વાહનચાલકો સામે કેસ કરવામાં આવ્યા હતા. જાેકે અલગ-અલગ ગુનાઓ નોંધી અનેક વાહનો પણ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યા હતા. આ સાથે હજી પણ જપ્ત કરેલ વાહનચાલક સામે ઇ્ર્ં દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. વિગતો મુજબ ૨૧ જુલાઈથી ૨૦ ઓગસ્ટ સુધી ૧ મહિના દરમિયાન ઇ્ર્ંમાં ૧,૪૪૨ વાહન જપ્ત કરવામાં આવ્યા હતા. આ જપ્ત કરેલા વાહનચાલકો પાસેથી ૪૭,૬૦,૧૫૭ રૂપિયા દંડ વસૂલવામાં આવ્યો છે. ઇસ્કોન બ્રિજ અકસ્માત બાદ ૧ મહિનામાં કેસ કરીને ૪૭ લાખથી વધુની રિકવરી કરવામાં આવી છે. મહત્વનું છે કે, હજી અત્યારઇ્ર્ંની કામગીરી ૨૪ કલાક ચાલુ જ છે.
