Bank Holidays July 2025: જુલાઈમાં બેન્ક કેટલા દિવસ બંધ રહેશે
Bank Holidays July 2025: જુલાઈ 2025 માં રજાઓ હોવાથી બેંક ગ્રાહકોએ થોડું સાવધ રહેવાની જરૂર છે. જો કે તમે મોટાભાગના મહત્વપૂર્ણ કામ ઓનલાઈન બેંકિંગ વિકલ્પો દ્વારા પૂર્ણ કરી શકો છો, તેમ છતાં જો કોઈ કામ ફક્ત શાખામાં જઈને જ શક્ય હોય, તો તે સમયસર પૂર્ણ કરવું સમજદારીભર્યું રહેશે.
Bank Holidays July 2025: જૂનનો મહિનો હવે સમાપ્ત થવા આવ્યો છે અને નવો મહિનો જુલાઈ 2025 અનેક મહત્વપૂર્ણ બદલાવ સાથે દસ્તક આપવા જઈ રહ્યો છે. ખાસ વાત એ છે કે જુલાઈમાં સમગ્ર દેશમાં બેંકોમાં કુલ 13 દિવસ કામકાજ બંધ રહેશે. તેથી જો તમને કોઈ જરૂરી બેંકિંગ કામ કરવાનું હોય તો આ રજાઓને ધ્યાનમાં રાખીને યોજના બનાવવી શ્રેષ્ઠ રહેશે.
રવિવાર, શનિવાર અને તહેવારો – આ કારણે બેંકો બંધ રહેશે
બેંકોની રજાઓમાં ચાર રવિવાર અને બે શનિવાર (બીજું અને ચોથું) સામેલ છે. ઉપરાંત અનેક રાજ્યોમાં સ્થાનિક તહેવારો, મેળા અને ઐતિહાસિક પ્રસંગોની કારણે બેંકિંગ સેવાઓ પર અસર પડશે.
બેંક ક્યારે અને કેમ બંધ રહેશે?
-
૩ જુલાઈ (ગુરુવાર): અગરતલા માં ખર્ચી પૂજા ના કારણે બેંક બંધ રહેશે.
-
૫ જુલાઈ (શનિવાર): જમ્મુ-કાશ્મીર માં ગુરુ હરગોબિંદ સિંહ જયંતી ની રજા રહેશે.
-
૬ જુલાઈ (રવિવાર): સમગ્ર દેશમાં સાપ્તાહિક રજા.
-
૧૨ જુલાઈ (શનિવાર): બીજું શનિવાર, બેંક બંધ રહેશે.
-
૧૩ જુલાઈ (રવિવાર): સાપ્તાહિક રજા.
-
૧૪ જુલાઈ (સોમવાર): શિલાંગ માં બહુ દિંખલામ પર્વની ઉજવણીને કારણે બેંક બંધ રહેશે.
-
૧૬ જુલાઈ (બુધવાર): દેહરાદૂન માં હરેલા તહેવારને કારણે બેંક બંધ રહેશે.
-
૧૭ જુલાઈ (ગુરુવાર): શિલાંગ માં યુ તિરોત સિંહની પુણ્યતિથિ પર રજા.
-
૧૯ જુલાઈ (શનિવાર): અગરતલા માં કેર પૂજાના કારણે બેંક બંધ રહેશે.
-
૨૦ જુલાઈ (રવિવાર): સાપ્તાહિક રજા.
-
૨૬ જુલાઈ (શનિવાર): ચોથો શનિવાર, દેશભરમાં બેંક બંધ રહેશે.
-
૨૭ જુલાઈ (રવિવાર): સાપ્તાહિક રજા.
-
૨૮ જુલાઈ (સોમવાર): ગંગટોક માં દ્રુક્પા ત્સે-જી પર્વને કારણે બેંક બંધ રહેશે.