સરકાર પાસેથી હસ્તક લેવાયેલ એર ઈન્ડિયાની માલિકી ધરાવતા ટાટા ગ્રુપ માટે આ સારા સમાચાર નથી. એવિએશન રેગ્યુલેટર ડીજીસીએએ અમુક ક્ષતિઓને કારણે એર ઈન્ડિયાના ફ્લાઈટ સેફ્ટી ચીફને આપવામાં આવેલી મંજૂરીને એક મહિના માટે અટકાવી દીધી છે એટલે કે, એવિએશન રેગ્યુલેટરે ફ્લાઈટ સેફ્ટી ચીફને એક મહિના માટે સસ્પેન્ડ કરી દીધા છે. એવિએશન રેગ્યુલેટર ડીજીસીએએ એર ઈન્ડિયાના એક્સીડેંટ પ્રિવેંશન પ્રોટોકોલમાં કેટલીક ખામીઓ શોધી છે, જે બાદ આ કેરિયરની ફ્લાઈટ સેફ્ટી ચીફને ૧ મહિના માટે સ્થગિત કરી દેવામાં આવ્યા છે. એક નામી ન્યુઝ સંસ્થાના અહેવાલ પ્રમાણે,ડીજીસીએની બે સભ્યોની ઈન્સ્પેક્શન ટીમને એર ઈન્ડિયાની ઇન્ટરનલ સેફ્ટીને લઈને કરવામાં આવેલા ઓડિટમાં ઘણી ખામીઓ જાેવા મળી છે.જે બાદ તપાસ શરૂ કરવામાં આવી.