જસપ્રીત બુમરાહ કેપ્ટન બનવા માંગે છેઃ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સિરીઝ શરૂ થવા જઈ રહી છે. આ શ્રેણીની પ્રથમ મેચ 25 જાન્યુઆરીથી 29 જાન્યુઆરી વચ્ચે રમાશે. રોહિત શર્મા ગમે ત્યારે ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ શકે છે. વર્લ્ડકપ 2023 બાદ ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માની નિવૃત્તિની ચર્ચા છે. એવી અટકળો છે કે તે T20 વર્લ્ડ કપ 2024 પછી ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ શકે છે. આવી સ્થિતિમાં ભારતીય ટીમને નવા કેપ્ટનની જરૂર પડશે. ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરીઝ પહેલા જસપ્રીત બુમરાહનું નિવેદન વાયરલ થઈ રહ્યું છે. બુમરાહે કેપ્ટનશિપને લઈને મોટું નિવેદન આપ્યું છે. ‘હું ટીમની કેપ્ટનશીપ સ્વીકારું છું’ – બુમરાહ. ભારતીય ફાસ્ટ બોલર જસપ્રિત…