આપણા ભારતવર્ષમાં વેદની અંદર જેમ ગાયને માતા તરીકે પુજ્ય મનાય છે તેમ ગાયનાં છાણ-ગૌમૂત્રની પણ આયુર્વેદમાં મહત્વતા દર્શાવાઇ છે. ભારતમાં ગાયનાં છાણ-ગૌમૂત્રનો ઔષધિય દવા તરીકે પણ ઉપયોગ કરવામાં આવે છે. ગાયનું દૂધ પ્રોટીનથી ભરપૂર હોય છે જે માનવશરીરની રોગપ્રતિકારકને મજબૂત બનાવી અનેક ચેપી રોગોના સંક્રમણથી બચાવે છે. આમ, ગાય આપણને અનેક રીતે ઉપયોગી છે તેમ છતાં આપણે શહેરી વિસ્તારમાં ઘણી જગ્યાઓએ ગાયોને રસ્તામાં અડફેટાતી અને તરછોડાયેલી-બિમાર હાલતમાં જોવા મળે છે.હા, અહીં આપણે વાત કરીએ છીએ એવી દંપતીની કે જેઓ બિમાર અને તરછોડાયેલી ગાયોની સાચવણી કરીને તેની સેવા કરે છે. અત્યારે આ દંપતી પાસે ૧૮ જેટલી ગાયો છે જે તેમણે શહેરમાં…
Author: Shukhabar Desk
પરમહંસો માટેનું તીર્થ એટલે પ્રાગજીબાપાનો આશ્રમ કે જ્યાં, માનસિક રીતે દીવ્યંગોને આશરો આપવામાં આવે છે સાથે તેમને રહેવા, જમવા સહિતની વ્યવસ્થા પણ આપવામાં આવે છે. આ આશ્રમ ખાતે માતૃ શકિત, દુર્ગા વાહિની અને રાષ્ટ્રીય સેવિકા સમિતિની બહેનો દ્વારા રક્ષાબંધનના તહેવારની ઉજવણી કરવામાં આવી હતી. આ આશ્રમમાં રહેતા ૪૦ જેટલા પરમહંસોને બહેનો દ્વારા રાખડી બાંધવામાં આવી હતી. બહેનોએ કુમકુમનું તિલક કરી મોઢું મીઠું કરી અને કાંડે રાખડી બાંધતા પરમહંસોના ચહેરા પર ખુશી જાેવા મળી હતી. બહેનો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ભલે આ ભાઈઓ માનસિકરીતે દિવ્યાંગ હોય પરંતુ, તેમનામાં પણ કયાંક ને ક્યાંક લાગણીઓ જીવિત છે. જયારે અમેં આ પરમહંસોને રાખડી…
રાજ્યમાં હાલ સાળંગપુર મંદિર ખાતેનો વિવાદ ઘણો જ ચર્ચામાં છે. સાળંગપુર કષ્ટભંજન હનુમાન મંદિરમાં ૫૪ ફૂટ મૂર્તિ નીચે હનુમાનજીની તકતી અને ચિત્રોને કારણે વિવાદ સર્જાયો છે. છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયામાં આ ભીંતચિત્રોને કારણે વિવાદ જાેવા મળી રહ્યો હતો. આ અંગે હિંદુ ધર્મના સાધુ સંતો દ્વારા ઉગ્ર વિરોધ દર્શાવાયો છે. આ ભીંતચિત્રો હટાવી દેવાની માંગણી કરવામાં આવી રહી છે. જાે આ ભીંતચિત્રો નહીં હટે તો અનેક વિરોધ કાર્યક્રમો યોજાય તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. આપને જણાવીએ કે, બોટાદ જિલ્લામાં સાળંગપુર હનુમાનજીનું મંદિર આવેલું છે. જ્યાં કિંગ ઓફ સાળંગપુરની ૫૪ ફૂટની ભવ્ય પ્રતિમા બનાવવામાં આવી છે. આ પ્રતિમાની નીચે કણપીઠમાં…
ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં સૌથી પ્રાચીન ભગવાન રણછોડરાયજીનું મંદિર આવેલું છે. ભાવનગરનાં હાર્દસમાં વિસ્તારમાં આવેલા સામુદ્રી માતાજીનાં મંદિરની બાજુમાં જુની હવેલીમાં રણછોડરાયજીનું મંદિર આવેલું છે. અહીં ગુજરાતની પ્રાચીન રણછોડરાયજીની અષ્ટભુજા વાળી મૂર્તિ આવેલી છે. આ મૂર્તિ ૧૨૦૦ વર્ષ પુરાણી હોવાનું કહેવાય છે. મંદિરનું બાંધકામ અને નકશીકામ પ્રાચીન ઢબનું છે. મહુવા શહેરનું નિર્માણ ચાવડા વંશના શાસનમાં થયુ હોવાનું કહેવાય છે. પ્રાચીન યુગમાં આ સ્થળ ગાઢ જંગલથી ઘેરાયેલ હતું અને તેને મધુવનનાં નામે ઓળખવામાં આવતુ હતુ. તેમજ અહીં મહાલક્ષ્મી માતાજીના મંદિરના નિર્માણ બાદ નગરની સ્થાપના થઈ હોવાનું મનાઈ છે. આ જ સ્થળ પર સામે રણછોડરાયજીના મંદિરની સ્થાપના અને તેનું નિર્માણ કરવામાં આવ્યુ…
તહેવારો તેમજ રજાઓના દિવસોમાં લોકો ફરવા માટે હિલ સ્ટેશનો તેમજ યાત્રાધામોમાં જતા હોય છે પરંતુ હવે ગુજરાતીઓનો ટ્રેન્ડ બદલાયો છે. તહેવારોના સમયમાં નડાબેટ તેમજ ભારત પાક ઇન્ટરનેશનલ બોર્ડર પાસે આવેલ ઝીરો પોઇન્ટ પર પ્રવાસીઓની ભીડ જાેવા મળે છે. આ વખતે રક્ષાબંધનના તહેવારમાં પણ અહીં ભીડ જાેવા મળી હતી. રાજ્ય સરકાર અને ગુજરાત ટુરિઝમ દ્વારા જ્યારથી નડાબેટનો વિકાસ કરવામાં આવ્યો છે અને પ્રવાસીઓ માટે ભારત પાકિસ્તાન ઇન્ટરનેશનલ બોર્ડર પાસે આવેલ ઝીરો પોઇન્ટને ખુલ્લો મુકવામાં આવ્યો છે ત્યારથી તહેવારોના સમયમાં પ્રવાસીઓની ભીડ નડાબેટ તેમજ ઇન્ટરનેશનલ બોર્ડર પર જાેવા મળી રહ્યો છે. તહેવારોના સમયમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ નડાબેટ ખાતે ઉમટતા દેશભક્તિનું અનોખો વાતાવરણ…
હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વરસાદ થવાની સંભાવનાઓ બહુ જ ઓછી હોવાની આગાહી ૭ દિવસ માટે કરેલી આગાહીમાં વ્યક્ત કરી છે. બીજી તરફ હવામાન નિષ્ણાત દ્વારા ૫મી સપ્ટેમ્બર સુધી વરસાદની સંભાવનાઓ નહિવત રહેવાની આગાહી કરી હતી. હવામાન વિભાગે રાજ્યના માત્ર દક્ષિણ ભાગમાં જ વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે. આ સિવાયના ભાગો સૂકા રહેવાની તથા આગામી સમયમાં ગરમીમાં સામાન્ય વધારો થવાની શક્યતાઓ પણ જાેવાઈ રહી છે. હાલ રાજ્ય પર વરસાદ આપતી એક્ટિવ સિસ્ટમ નથી અને નજીકના દિવસોમાં કોઈ સિસ્ટમ બનવાની શક્યતાઓ પણ નથી જેના કારણે વરસાદ માટે રાહ જાેવી પડી શકે છે. રાજ્યના હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના વૈજ્ઞાનિક દ્વારા બુધવારના રોજ…
વિદ્યાર્થીઓના હેન્ડ રાઇટિંગનું તેમની કારકિર્દીમાં ઘણું મહત્ત્વ હોય છે. જાે હેન્ડ રાઇટિંગ સારા હોય તો સરેરાશ વિદ્યાર્થી પણ પરીક્ષામાં સારા માર્ક્સ મેળવી શકે છે. શિક્ષકો પણ આવા વિદ્યાર્થીઓના હસ્તાક્ષરના કારણે વખાણ કરે છે. આજે અમે તમને એવા જ એક વિદ્યાર્થી વિશે જણાવીશું જેના હેન્ડ રાઇટિંગ વિશ્વમાં શ્રેષ્ઠ ગણાય છે. તે વિદ્યાર્થિની નેપાળની છે અને તેનું નામ પ્રકૃતિ મલ્લા છે. રિપોર્ટ અનુસાર, પ્રકૃતિ મલ્લા હાલમાં ૧૬ વર્ષની છે. ૧૪ વર્ષની ઉંમરે જ્યારે તે આઠમા ધોરણમાં ભણતી હતી ત્યારે તેનું એક પેપર સોશિયલ મીડિયા પર વાયરલ થયું હતું. તે કાગળમાં પ્રકૃતિના એવા હેન્ડ રાઇટિંગ હતા કે તેણે સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું હતું.…
દુનિયામાં એવા કેટલાય વૈજ્ઞાનિક છે, જે પોતાની શોધમાં ઈચ્છિત પરિણામ પ્રાપ્ત કરવા માટે કોઈ પણ હદે જવા તૈયાર થઈ જાય છે. ત્યારે જ તેમને સફળતા પ્રાપ્ત થાય છે. કેટલાય લોકોએ પોતાની જાતને મહિનાઓ સુધી રુમમાં બંધ કરીને ફક્ત રિસર્ચ જ નહીં પણ ખાવા-પીવાનું ત્યાગ કરી દીધું. પણ હાલમાં જાપાનમાંથી એક વૈજ્ઞાનિક ખૂબ જ ચર્ચામાં છે, જેમણે શોધના નામ પર કંઈક એવું કર્યું છે, જેને લઈને સૌ કોઈ ચોંકી ગયા છે. આ શખ્સે ૧ વર્ષ સુધી ચકલીનું મહોરું પહેરીને બેઠો છે. તેની પાછળનું કારણ પણ ખૂબ જ રસપ્રદ છે. ઓડિટી સેન્ટ્રલ વેબસાઈટના રિપોર્ટ અનુસાર યુનિવર્સિટી ઓફ ટોક્યોના અસોશિએટ પ્રોફેસર તોશીતાકા સુઝુકીએ…
અમેરિકાના વિઝા મેળવવા માગતા ભારતીયોને સૌથી મોટી સમસ્યા એપોઈન્ટમેન્ટ બૂક કરાવવાને લગતી નડે છે. વિઝા માટે ઈન્ટરવ્યૂની તારીખ મેળવવામાં મહિનાઓ કે વર્ષો લાગી જતા હતા. ખાસ કરીને કોવિડના કારણે સમસ્યા ઘણી ગંભીર બની ગઈ હતી. જાેકે, હવે એપોઈન્ટમેન્ટ બૂક કરવાનું કામ સરળ થઈ ગયું છે અને તેમાં વેઈટ કરવાની જરૂર નથી. મુંબઈ સ્થિત યુએસ કોન્સ્યુલેટે પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે કોવિડ-૧૯ના કારણે વિઝા માટે જે બેકલોગ સર્જાયો હતો તે સમાપ્ત થઈ ગયો છે. હવે અરજકર્તાઓ સ્ટાન્ડર્ડ ટાઈમમાં જ પોતાના ઈમિગ્રેશન વિઝા ઈન્ટરવ્યૂ માટેના એપોઈન્ટમેન્ટને શિડ્યુલ કરી શકે છે. કોન્સ્યુલેટનું કહેવું છે કે લગભગ ૯ લાખથી વધારે નોન-ઇમિગ્રન્ટ વિઝા હાલમાં પ્રોસેસ…
નાઈજીરિયાના ઈમૈનુએલ નુડેના નામે નોંધાયેલ છે દુનિયાની બેન્કીંગ ઈતિહાસમાં સૌથી મોટા સ્કેમનો રેકોર્ડ. તેની આગળ ઈરાકી સેન્ટ્રલ બેન્કને લુટનારા ક્યૂસે હુસેન અને બેરિંગ્સ બેન્ક લુટનારા નિક લીસન તેની આગળ છે. અબગાનાના ઓવેલે નામથી પ્રસિદ્ધ ઈમૈનુઅલ ન્યૂડ ઓડિનિગ્વેએ બ્રાઝિલના સાઓ પાઉલોમાં આવેલી બેન્ક નોરોએસ્ટેના ડિરેક્ટર નેલ્સન સાકાગુચીને ખુદને નાઈજીરિયાની સેન્ટ્રલ બેન્કના અધ્યક્ષ બતાવીને ૨૪૨ મિલિયન ડોલરનો ચૂનો લગાવી દીધો. ઈમૈનુઅલે પોતાના આ સ્કૈમને અંજામ આપવા માટે મેન પાવરનો પણ ઉપયોગ કર્યો. તેણે એક કપલ કિશ્ચિયન ઈકેચુકુ અનાઝેમ્બા અને અમાકા અનાઝેમ્બા સાથે સાથે ઈમૈનુઅલ ઓફોલૂ, નઝેરિબે ઓકોલી અને ઓબમ ઓસાકવેને પોતાની ટીમમાં સામેલ કર્યા હતા. આ બધાએ મળીને ઈન્ટરનેશનલ બેન્કને ચૂનો લગાવ્યો.…