Author: Shukhabar Desk

ઉત્તર પ્રદેશના બરેલીની એક મિશનરી સ્કૂલમાં વિદ્યાર્થીઓના હાથમાંથી રાખડી કાપી નાખવાનો મામલો સામે આવ્યો છે. ઘટના બાદ વિદ્યાર્થીઓના વાલીઓ અને હિન્દુ સંગઠનોએ શાળાએ પહોંચીને હોબાળો મચાવ્યો હતો. હિંદુ સંગઠનોએ સ્કૂલ પર ધાર્મિક લાગણીઓને દુભાવવાનો આરોપ લગાવ્યો છે.મળેલા અહેવાલો અનુસાર મામલો બરેલીના અમલા પોલીસ સ્ટેશન વિસ્તારના ભમોરા રોડ સ્થિત એક કોન્વેન્ટ સ્કૂલનો છે. અહીં વિદ્યાર્થીઓ રાખડી પહેરીને શાળાએ પહોંચ્યા હતા. જે બાદ વિરોધ કરતાં એક શિક્ષકે વિદ્યાર્થીઓના હાથમાંથી રાખડી અને કલાવ ઉતરાવી નાખ્યા હતા. તેઓની રાખી અને કલાવ કાતર વડે કાપી નાખવામાં આવી હતી. આ અંગેની માહિતી મળતા જ હિંદુ સંગઠનો શાળાએ પહોંચ્યા અને હંગામો મચાવ્યો હતો. મામલાની માહિતી મળતાં જ…

Read More

શ્રીનગરના મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટની અદાલતે મહાઠગ કિરણ પટેલની જામીન આપતા નોંધ્યું હતું કે ચાર્જશીટના અવલોકનથી સ્પષ્ટ થાય છે કે આઈપીસીધારા ૪૬૭ હેઠળના ગુનો કે જેમાં આજીવન કેદની સજા છે તેને તપાસ એંજન્સી દ્વારા દૂર કરવામાં આવી છે. કોર્ટે નોંધ્યું હતું કે ધારા ૪૬૭ હેઠળના ગુનાને દૂર કર્યા બાદ આરોપી વ્યક્તિ દ્વારા કરવામાં આવેલા બાકીના ગુનામાં માત્ર ૭ વર્ષની સુધીની સજાની જાેગવાઈ છે. ધારા ૪૬૭ તે જેમાં બનાવટી વીઆઈપી સિક્યોરિટી, વિલ, વગેરેની સાથે સંબંધિત છે, તેમાં આજીવન કેદ અથવા ૧૦ વર્ષ અને દંડની સજાની જાેગવાઈ છે. કોર્ટે નોંધ્યું હતું કે માર્ચમાં પટેલની પ્રથમ જામીન અરજી ફગાવી દેવાના મુખ્ય કારણો પૈકીનું એક…

Read More

હિંડેનબર્ગ બાદ હવે ઓર્ગેનાઈઝ્‌ડ ક્રાઈમ એન્ડ કરપ્શન રિપોર્ટિંગ પ્રોજેક્ટ (ઓસીસીઆરપી) નામની એક ગ્લોબલ સંસ્થાએ ગૌતમ અદાણીના ગ્રૂપ પર ગોટાળા કરવાનો મોટો આરોપ મૂક્યો છે. ઓસીસીઆરપીના રિપોર્ટ અનુસાર પ્રમોટર પરિવારના બિઝનેસ પાર્ટનર્સે મોરેશિયસ સ્થિત ‘બેનામી’ રોકાણ ફંડોના માધ્યમથી અદાણી ગ્રૂપના શેરોમાં કરોડો ડૉલરનું રોકાણ કર્યું હતું. ઓસીસીઆરપીએ તેના રિપોર્ટમાં કહ્યું છે કે તેની તપાસમાં ઓછામાં ઓછા બે કેસ પકડાયા હતા જ્યાં અનામી રોકાણકારોએ ઓફશ્યોર સ્ટ્રક્ચરના માધ્યમથી અદાણી ગ્રૂપના સ્ટોકને ખરીદયા અને વેચ્યા હતા. ઉલ્લેખનીય છે કે ઓસીસીઆરપીને અબજપતિ જ્યોર્જ સોરોસ અને રૉકફેલર બ્રધર્સ ફંડ જેવી સંસ્થાઓ દ્વારા ફન્ડિંગ મળે છે. જ્યોર્જ સોરોસ એ જ અબજપતિ છે જે સમયાંતરે કેન્દ્રની મોદી સરકારની…

Read More

ઓગસ્ટ સિરીઝ એક્સપાયરી પર માર્કેટમાં વેચવાલી જાેવા મળી હતી. ૩ દિવસની તેજી પછી બજાર ઘટાડા પર બંધ થયું. મિડકેપ, સ્મોલકેપ ઈન્ડેક્સ વધીને બંધ થયા હતા જ્યારે પીએસઈ, એનર્જી, મેટલ શેરોમાં વેચવાલી જાેવા મળી રહી હતી ત્યારે બેન્કિંગ, મેટલ, ફાર્મા ઈન્ડક્સ ઘટાડા સાથે બંધ થયા હતા. સ્થાનિક શેરબજારની શરૂઆત આજે તેજી સાથે થઈ હતી, પરંતુ બંધ થવાના સમયે તે લાલ નિશાન સાથે બંધ થયું. આજે ઓગસ્ટ સિરીઝની એક્સપાયરીનાં દિવસે શેરબજારમાં ઘટાડા પર બંધ થવાને કારણે શેરબજારમાં બંધના ધોરણે નિરાશા જાેવા મળી હતી. અદાણી ગ્રૂપ પર ઓસીસીઆરપીના અહેવાલ બાદ અદાણીના તમામ શેરો ઘટ્યા હતા, જેની અસર બજાર પર પણ જાેવા મળી હતી.…

Read More

હરિયાણાના હિસારમાં રહેતી ઈન્ટરનેશનલ રેસલર રૌનક ગુલિયાએ આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે રેસલર રૌનક ગુલિયા અને તેમના પતિ અંકિત ગુલિયા વિરુદ્ધ દિલ્હીની તિહાડ જેલના જેલર દીપક શર્માએ છેતરપિંડીનો આરોપ લગાવતા કેસ દાખલ કરાવ્યો હતો. તેનાથી પરેશાન થઈને રૌનક ગુલિયાએ હિસારના ૧૬-૧૭ સેક્ટરમાં સ્થિત પોતાના ઘરે નસ કાપીને પોતાનું જીવન ટૂંકાવવાનો પ્રયત્ન કર્યો હતો. આત્મહત્યાનો પ્રયત્ન કરતા પહેલા રૌનકે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો હતો. જેમાં તેણે પોતાને નિર્દોષ ગણાવી હતી. ઈન્સ્ટાગ્રામ વીડિયો રેસલર ગુલિયાના કોચે જાેઈ લેતા તે ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને તેમણે રૌનકને એક પ્રાઈવેટ હોસ્પિટલમાં દાખલ કરી હતી. બીજી તરફ…

Read More

અત્યાર સુધી રેલવે સ્ટેશન પર મુસાફરો તેમના મોબાઈલ ફોન ફ્રીમાં ચાર્જ કરતા હતા. એક વીજ બોર્ડમાં ઘણી જગ્યાએ એકસાથે ડઝનેક મોબાઈલ ચાર્જ થાય છે. આ રેલવેની ફ્રી પેસેન્જર સુવિધાઓમાંથી એક છે. હવે રેલ્વે કિઓસ્ક મશીનો દ્વારા મોબાઈલ ચાર્જિંગ સુવિધાથી પણ આવક મેળવશે. એટલે કે, હવે તમારે નોર્થ સેન્ટ્રલ રેલવે (એનસીઆર) સ્ટેશન પર તમારો મોબાઈલ સુરક્ષિત રીતે ચાર્જ કરવા માટે પૈસા ખર્ચવા પડશે. ઉત્તર મધ્ય રેલ્વે પ્રથમ તબક્કામાં ૨૨ કિઓસ્ક મશીનો સ્થાપિત કરશે. પ્લેટફોર્મ પર ચાર્જિંગ માટે સોકેટ બોર્ડ શોધવાની જરૂર રહેશે નહીં. આ સમયગાળા દરમિયાન મોબાઈલ પડવાની કે ચોરાઈ જવાની સમસ્યા પણ ખતમ થઈ જશે. કિઓસ્કથી ચાર્જ કરતી વખતે મોબાઈલ…

Read More

રેલવે મંત્રાલય દેશભરમાં ૫૦૮ રેલવે સ્ટેશનને ડેવલપ કરી રહી છે. આ તમામ સ્ટેશનો ૨૭ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં આવેલા છે. મુસાફરોને ટ્રેન પકડવામાં મુશ્કેલી ન પડે અને તેમને વધુમાં વધુ સુવિધા મળે તે માટે રેલવે આ સ્ટેશનો ડેવલપ કરી રહ્યું છે, જાેકે આ તમામ સ્ટેશનોમાંથી રેલવે માટે એક સ્ટેશન ડેવલપ કરવું સૌથી પડકારજનક બન્યું છે… આ બાબતને ખુદ રેલવે મંત્રીએ સ્વિકારી અને તેનું કારણ પણ જણાવ્યું છે… સારી વાત એ છે કે, પડકારજનક સ્ટેશન પર કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે.રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવના જણાવ્યા અનુસાર આમ તો તમામ સ્ટેશનો ડેવલપ કરવા પડકારજનક હોય છે… કારણ કે વર્તમાન…

Read More

એક ચોંકાવનારા ર્નિણયમાં કેન્દ્ર સરકારે સંસદનું વિશેષ સત્ર બોલાવ્યું છે. આ સત્ર ૧૮ થી ૨૨ સપ્ટેમ્બર સુધી ચાલશે. કહેવામાં આવી રહ્યું છે કે આમાં ૫ બેઠકો થશે. આ ૧૭મી લોકસભાનું ૧૩મું સત્ર અને રાજ્યસભાનું ૨૬૧મું સત્ર હશે. મંત્રી પ્રહલાદ જાેશીએ આ વિશેષ સત્રની જાણકારી આપી હતી.બંધારણના અનુચ્છેદ ૮૫માં સંસદનું સત્ર બોલાવવાની જાેગવાઈ છે. આ અંતર્ગત સરકારને સંસદના સત્ર બોલાવવાનો અધિકાર છે. સંસદીય બાબતોની કેબિનેટ સમિતિ એવા ર્નિણયો લે છે જે રાષ્ટ્રપતિ દ્વારા ઔપચારિક કરવામાં આવે છે, જેના દ્વારા સાંસદોને આ વિશેષ સત્રમાં બોલાવવામાં આવે છે. વિશેષ સત્ર નવી સંસદમાં યોજાશે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ સત્રમાં ૧૦થી વધુ મહત્વપૂર્ણ બિલો રજૂ…

Read More

પ્રજ્ઞાન રોવર’ દિવસેને દિવસે તેના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યું છે… તો તેની સાથે વિક્રમ લેન્ડર પણ સાથે સાથે જાેવા મળી રહ્યું છે… ત્યારે ભારતીય અવકાશ સંશોધન સંસ્થા – ઈસરોએ વધુ એક અપડેટ લોકો સમક્ષ રજુ કર્યું છે… આજે ઈસરોએ ચાંદા મામાના આંગણામાં રમી રહેલા ‘પ્રજ્ઞાન રોવર’નો ક્યૂટ વીડિયો શેર કર્યો છે…. આ વીડિચો વિક્રમ લેન્ડર દ્વારા કેમેરામાં કેદ કરવામાં આવી છે. અગાઉ પ્રજ્ઞાન રોવરે વિક્રમ લેન્ડરની તસવીર ખેંચી હતી, તો હવે વિક્રમ લેન્ડરે પ્રજ્ઞાન રોવરનો ક્યૂટ વીડિયો ઉતાર્યો છે. ચંદ્રની સપાટી પર પ્રજ્ઞાન રોવર ચક્કર લગાવી રહ્યું છે. આ દરમિયાન વિક્રમ લેન્ડરે તેની વીડિયો શૂટ કરી હતી. ઈસરોએ આજે…

Read More

વડાપ્રધાન મોદી આગામી ૧૭ સપ્ટેમ્બરના રોજ તેમના જન્મદિને કેન્દ્ર સરકારની એક મહત્વપૂર્ણ યોજના અમલમાં મૂકવા જઇ રહ્યા છે. પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ્ય સન્માન યોજના થકી શહેરી અને ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોના નાના કારીગરોને નાણાકીય સમાવેશન દ્વારા અર્થવ્યવસ્થામાં જાેડવાનું ભગીરથ કાર્ય થવાનું છે. આ યોજનામાં ૧૮ પ્રકારના કારીગરોને આવરી લઇ તેને તાલીમબદ્ધ કરી ૩ લાખ સુધીની લોન આપવાનું આયોજન છે. પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ્ય સન્માન યોજનાને મિતાક્ષરમાં પીએમ વિકાસ નામ આપવામાં આવ્યું છે. જેમાં ૧૮ પ્રકારના કારીગરોનો સમાવેશ કરવામાં આવ્યો છે. સુથાર, બોટ-નાવડી બનાવનાર, સરાણિયા (બખ્તર-ચપ્પુ બનાવનાર), લુહાર, હથોડી અને ટૂલકિટ નિર્માતા,તાળાના કારીગર, કુંભાર, શિલ્પકાર, મોચી, કડિયા, વાળંદ, ટોપલી ટોપલા કે સાવરણીના કારીગર,…

Read More