વરસાદની અછતના કારણે ઘઉંના પાકોમાં અછત આવી અને આગામી તહેવારોની સીઝનમાં ઘરેલુ પુરવઠો વધારવા માટે સરકાર ખાંડના નિકાસ પર પ્રતિબંધ લગાવી શકે છે. સમાચાર એજન્સી રૉયટર્સના એક રિપોર્ટ મુજબ, સરકારના સૂત્રોએ માહિતી આપી છે કે, ભારત ઓક્ટોબરથી આગામી ૧૧ મહિના સુધી ખાંડ નિકાસ પ્રતિબંધિત કરી શકે છે. ૭ વર્ષમાં આ પહેલીવાર હશે જ્યારે ભારત ખાંડ નિકાસ પર પ્રતિબંધ લગાવશે.જ્યારથી આ માહિતી સામે આવી છે કે ભારત આગામી મહિનાથી ખાંડ નિકાસ પર પ્રતિબંધ લગાવી શકે છે, ત્યારથી અરબ દેશોની ચિંતા વધી ગઈ છે. કારણ કે ભારત પહેલાથી જ ચોખા અને ઘઉંની નિકાસ પર પ્રતિબંધ અને ડુંગળીના નિકાસ પર મોટા ચાર્જ લગાવ્યા…
Author: Shukhabar Desk
સુરત એરપોર્ટ ખાતેથી ગૃહરાજ્ય રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી તથા સાંસદશ્રી સી.આર.પાટીલના હસ્તે સુરતની વેન્ચુરા એરકનેક્ટના નવા ચાર્ટડ પ્લેન ‘‘દેવ વિમાન’’ને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાયું હતું. આ પ્રસંગે વેન્ચુરા એરલાઇન્સના મેન્ટર અને પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા, લવજીભાઈ બાદશાહ પણ ઉપસ્થિત રહ્યા હતા.રાજ્ય સરકારના આંતરરાજ્ય વિમાન સેવાના પ્રોજેક્ટમાં સેવા પૂરી પાડવા વધુ એક વિમાનની ફાળવણીથી ગુજરાત રાજ્યની દુરંદેશી પૂર્વકની પ્રજાલક્ષી યોજનાઓ અંતર્ગત સુરતની વેન્ચુરા એરકનેક્ટ અને ગુજસેલ વચ્ચે થયેલા કરાર મુજબ વેન્ચુરા એરકનેક્ટ દ્વારા સુરત થી અમદાવાદ, ભાવનગર, રાજકોટ અને અમરેલી વચ્ચે દૈનિક હવાઈ સેવા પૂરી પાડવામાં આવે છે. જેમાં વધુ એક ચાર્ટડ પ્લેનનો ઉમેરો થવાથી રાજ્યના નાગરિકો વધુ સારી અને ઝડપી હવાઈ…
કરજણમાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમા માતાએ દારૂ પીવાના રુપિયા ન આપ્યા તો પુત્રએ ગુસ્સામાં જાતે પોતાની બાઇક સળગાવી દીધી. શહેરના મહમંદ નગરી કેનાલ પાસે સળગતી બાઇકનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. હાલ આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. રાજ્યમાં દારૂબંધી છે પરંતુ યુવાધન દારૂના રવાડે ચડ્યું હોય તેવા અનેક કિસ્સા અવારનવાર સામે આવી રહ્યા છે. ત્યારે કરજણમાંથી પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. કરજણનાં જુના બજાર વિસ્તારના આવાસમાં આ ઘટના બની છે. મહમંદ નગરી કેનાલ પાસે યુવાન પુત્રએ પોતાની જ બાઇક સળગાવી દીધી છે. માતાએ દારુ પીવા માટે રૂપિયા આપવાની ના પાડી…
સાબરકાંઠા જીલ્લામાં આ વર્ષે ચોમાસાની શરૂઆતમાં ખેડૂતોએ સારું વાવેતર કરી દીધું પરંતુ ગત વર્ષની સરખામણીએ આ વર્ષે પાણીની અછતને લઈ ખેડૂતોના પાકને ભારે નુકસાન થવાની ભીતી સેવાઈ રહી છે. વરસાદ ન પડતા ફુવારા ચાલુ કરાયા છે તો પાકમાં પણ વિવિધ પ્રકારની જીવાત જાેવા મળી છે. સાબરકાંઠા જીલ્લામાં આ વર્ષે શરૂઆતમાં સારો એવો વરસાદ પડ્યો પરંતુ છેલ્લા એક મહિના કરતા વધુ સમયથી વરસાદ ન પડતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ જાેવા મળ્યો છે. આમ તો ખેડૂતોએ મહામહેનતે ખેતી કરી છે પરંતુ આ વર્ષે ખેડૂતો ને કંઈ વળતર મળી શકે તેમ નથી. મોઘીંદાટ દવાઓ બિયારણ, ખાતરનો છંટકાવ કર્યા બાદ પણ જાે વરસાદ ન પડે…
કેરોલિન હર્ટ્ઝ ઓસ્ટ્રેલિયાની છે. ૭૬ વર્ષની હોવા છતાં તે તેના સ્લિમ ફીટ અને પરફેક્ટ બોડી માટે આખી દુનિયામાં ખૂબ જ ફેમસ છે. જાેકે, તેણે સોશિયલ મીડિયા પર તેના યુવા દેખાવ અને ફિટનેસનું રહસ્ય જાહેર કર્યું છે. વ્યવસાયે બેકર હર્ટ્ઝનો દાવો છે કે, તેણે છેલ્લા ૩૫ વર્ષથી ખાંડ ખાધી નથી. તેમણે જણાવ્યું કે, ૪૧ વર્ષની ઉંમરે તેમને પ્રી-ડાયાબિટીક રોગ હોવાનું નિદાન થયું હતું, ત્યારબાદ તેમણે ખાંડવાળી બધી વસ્તુઓ છોડી દીધી હતી. હર્ટ્ઝે જણાવ્યું કે, તે તેના ભોજનમાં મીઠાશ ઉમેરવા માટે ખાંડને બદલે ઝાયલિટોલનો ઉપયોગ કરે છે. ઠઅઙ્મૈર્ંઙ્મ ખરેખર એક કૃત્રિમ ખાંડ છે. તે કુદરતી ખાંડથી ખૂબ જ અલગ છે. ઠઅઙ્મૈર્ંઙ્મ એ…
નોકરી માટે અરજી કરવા અને માગવા માટે તો આપે સાંભળ્યું હશે, મોટા ભાગે એવા સમાચાર પણ વાંચ્યા હશે કે એક પદ માટે કેવી રીતે હજારો લોકોની અરજી આવે છે, કેમ કે પૈસા કમાવાનું તે સાધન છે. જાે કે, આજે અમે આપને એક એવી છોકરી વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જે નોકરી માટે નહીં પણ પોતાના બોયફ્રેન્ડ બનવા માટે લોકો પાસેથી અરજીઓ મગાવી રહી છે. આપ લોકો માટે પાર્ટનર શોધવાની તમામ રીત અપનાવતા જાેયા હશે. કોઈ ડેટિંગ એપ્સની મદદ લેતા હોય છે, તો અમુક લોકો સોશિયલ મીડિયા પરથી પોતાના પાર્ટનરની શોધ કરતા હોય છે. જાે કે, એક છોકરીએ આ તમામ…
કંબોડિયાના અંગકોરમાં આવેલ અંગકોરવોટ મંદિર. આ મંદિરને ૧૨મી શતાબ્દીમાં રાજા સૂર્યવર્મન દ્વિતીયએ બનાવ્યું હતું. યૂનેસ્કોએ આ મંદિરને વર્લ્ડ હેરિટેજ સાઈટમાં સામેલ છે. હજારો વર્ગ માઈલમાં ફેલાયેલ આ મંદિર ૬૨૦ એકર અથવા ૧૬૨.૬ હેક્ટરમાં બનાવ્યું છે. આ મંદિર કંબોડિયાનું રાષ્ટ્રીય પ્રતીક પણ છે. આ ભવ્ય મંદિરમાં કુલ ૬ શિખર છે. દીવાલો પર પણ હિન્દુ દેવી દેવતાઓની મૂર્તિઓ કોતરવામાં આવી છે. આ મંદિરના મધ્ય ભાગના શિખરની ઊંચાઈ લગભગ ૧૫૦ ફુટ છે. તેની આસપાસ અન્ય ૫૦ શિખર છે. અન્ય શિખરોની ઊંચાઈ થોડી ઓછી છે. આ શિખરોની ચારેતરફ સમાધિમાં લીન શિવની મૂર્તિઓ સ્થાપિત છે. મંદિરની વિશાળતા અને નિર્માણ કલા આશ્ચર્યજનક છે. તેની દીવાલોને પશુ,…
અમેરિકન ગ્રીન કાર્ડ માટેનો વેઈટિંગનો સમય એટલો લાંબો છે કે ઘણા ભારતીયોને દાયકાઓથી અમેરિકામાં રહેવા છતાં ગ્રીન કાર્ડ મળ્યું નથી. અમેરિકા દરેક દેશ માટે એક ક્વોટા નક્કી કરે છે અને જે તે દેશમાંથી ક્વોટા કરતા વધારે ગ્રીન કાર્ડની અરજીઓ મળે ત્યારે તેમાં ઘણી લાંબી રાહ જાેવી પડે છે. ભારતીયોએUS Green Card મુદ્દો વારંવાર ઉઠાવ્યો છે અને અમેરિકન રાજકારણીઓ પણ આ મામલે વચનો આપતા રહે છે. પરંતુ હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી. યુએસ ગ્રીન કાર્ડ માટે ભારતીયોની અરજીઓમાં એટલું બધુ વેઇટિંગ ચાલે છે કે આ ઝડપે અરજીઓનો નિકાલ કરવામાં આવશે તો હજુ ૧૯૫ વર્ષ લાગી જશે. અમેરિકન સરકારના એક અધિકારીએ…
ગુનાખોરીની વાત આવે ત્યારે ઉત્તર ભારતના કેટલાક રાજ્યોમાં અલગ જ રંગ જાેવા મળે છે. બે દિવસ અગાઉ દિલ્હીમાં બાઈક અથડાવાના સામાન્ય ઝઘડામાં એમેઝોનના મેનેજર હરદીપ ગિલની હત્યા કરવામાં આવી તેની પાછળ માયા ગેંગનો હાથ હોવાનું બહાર આવ્યું છે. નવાઈની વાત એ છે કે આ ગેંગની આગેવાની માત્ર ૧૮ વર્ષનો મોહમ્મદ સમીર ઉર્ફે માયા નામનો છોકરો કરે છે અને અત્યાર સુધીમાં તેના નામે ચાર મર્ડર બોલે છે. આ ગેંગના બીજા સભ્યો પણ નાની વયના છે અને ગમે તેનો જીવ લેતા ખચકાતા નથી. પોલીસને જાણવા મળ્યું છે કે મોહમ્મદ સમીર એટલે કે માયાએ નાની વયથી જ ગુનાખોરી શરૂ કરી દીધી હતી અને…
આજે એકવાર ફરી ગેસ સિલિન્ડરની કિંમતોમાં ઘટાડો થયો છે. આ સાથે લોકો માટે ખુશીનો ડબલ ડોઝ આવ્યો છે. જાેકે આજનો ઘટાડો કોમર્શિયલ એલપીજી સિલિન્ડરમાં થયો છે. સરકારી તેલ કંપનીઓ દર વખતે મહિનાની પહેલી તારીખે ગેસની કિંમતોનો રિવ્યુ કરે છે અને તે મુજબ વધારો ઘટાડો કરે છે. તેવામાં આ કંપનીઓએ ૧ સપ્ટેમ્બરથી લાગુ કિંમતોને અપડેટ કરી દીધી છે. જે મુજબ ડોમેસ્ટિકની કિંમતોમાં ૩ દિવસ પહેલાં કરવામાં આવેલ ફેરફાર યથાવત રાખ્યો છે પરંતુ સાથે સાથે કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં પણ ૧૫૭ રુપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે આજ સપ્તાહમાં મંગળવાર એટલે કે ૨૯ ઓગસ્ટના દિવસે ડોમેસ્ટિક ગેસ સિલિન્ડરમાં ૨૦૦ રુપિયાનો…