બોરસદની સબજેલમાંથી ચાર કેદી ફરાર થઈ જતાં ચકચાર મચી ગઈ હતી. મોડી રાત્રે બેરેકના સળીયા નીચેનો લાકડાંનો ભાગ કાપી સળિયા ઊંચા કરી ચાર કેદી ફરાર થયા હતા. બેરેક બહાર ઓરડીના પતરાં પર ચઢી ૨૦ ફૂટ ઊંચી દીવાલ કૂદી કેદી ફરાર થઈ ગયા હતા. એક હત્યાનો આરોપી, એક પ્રોહિબિશન અને બે બળાત્કારના આરોપી ફરાર થઈ જતાં જેલતંત્ર દોડતું થયું હતું. રાત્રીના બે વાગ્યાના સુમારે બેરેક નં ૩ માંથી આ કેદીઓ ફરાર થયા હતા. જેલમાંથી કેદીઓ ફરાર થતાં પોલીસ તંત્રની કામગીરી પણ સવાલ ઉઠી રહ્યા છે. નડિયાદ શહેરમાં અમદાવાદી બજાર વિસ્તારમાં આવેલા એક ઝૂંપડામાં છેલ્લા એક વર્ષથી ધમધમતા જુગારના અડ્ડા ઉપર સ્ટેટ…
Author: Shukhabar Desk
પ્રાચીન ઇમારતો, ઐતિહાસિક મંદિરો અને અદભુત સ્મારકો માટે સંસ્કારધાની આખા ભારતમાં વિખ્યાત છે. એ જ કડીમાં જબલનપુરના કોતવાલી થાણા અંગ્રેજી શાસન કાળમાં નિર્માણ કરાવ્યું હતું. એમાં એકદમ સામે આખા શહેરમાં વિખ્યાત હનુમાન લલાનું એક સુંદર મંદિર સ્થાપિત છે, કહેવામાં આવે છે કે આ મંદિરની સ્થાપના અંગ્રેજી શાસન કાળમાં સૈનિક પદ પર રહેવા વાળા નાથુરામ વ્યાસ દ્વારા કરાવવામાં આવી હતી. આ હનુમાન મંદિર પર્યાપ્ત જગ્યા છે જેનાથી ભક્ત પૂજન અર્ચન કરવા સાથે સાથે અહીં ભજન કીર્તન પણ કરી શકે છે, સ્થાનિક જણાવે છે કે આ કોતવાલી હનુમાન મંદિરમાં એમની પાછલી પેઢી ઘણા વર્ષોથી દર્શન કરી રહી છે, અને રામલાલ બજરંગબલીના આશીર્વાદ…
ઘરની નાની-નાની બાબતોમાં સાસરિયાએ પરિણીતાને શારીરિક અને માનસિક ત્રાસ આપ્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. ઘરમાં ફર્નિચર કરાવવા માટે દહેજ પેટે રૂપિયા ૧૫ લાખ લઇ આવવા માટે દબાણ કરતાં હતા અને જાે રૂપિયા નહીં લઇ આવે તો છૂટાછેડા આપી દેવાની પણ ધમકી આપતા હતાં. એટલું જ નહીં, પરિણીતાનો પગાર પણ તેઓ લઇ લેતા હતા. પર્સનલ ખર્ચ કરવા માટે રૂપિયા પણ આપતા ન હતા. કૃષ્ણનગર વિસ્તારમાં રહેતી પરિણીતાએ મહિલા પૂર્વ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે કે, લગ્નના દોઢેક મહિના સુધી તેના સાસરિયાએ તેને સારી રીતે રાખી હતી. બાદમાં ઘરની નાની-નાની વાતોમાં તેમજ ખાવાપીવાની બાબતમાં તેનો પતિ તેની સાથે બોલાચાલી…
ગુજરાતમાં વધુ એક મોટી બિમારીએ માજા મુકી છે. તાજેતરમાં જ મહેસાણા જિલ્લામાં ગર્ભવતી મહિલાઓમાં એક ખતરનાક રોગે દેખા દીધી છે. રિપોર્ટ છે કે, મહેસાણામાં અત્યારે ગર્ભવતી મહિલાઓમાં સિફિલિસ નામનો રોગ દેખાઇ રહ્યો છે. મળતી માહિતી પ્રમાણે, મહેસાણા જિલ્લામાં છેલ્લા આઠ મહિનામાં ૩૬ લોકોને આ સિફિલિસ નામનો જાતીત રોગ દેખાયો છે, આ રોગ દેખાતા હાલમાં આરોગ્ય તંત્ર દોડતુ થયુ છે. ખાસ વાત છે કે, હાલમાં મહેસાણા જિલાલમાં સિફિલિસ નામનો જાતીય રોગ ૧૭ સગર્ભા મહિલાઓ શિકાર બની છે. આ રોગના કારણે જિલ્લામાં સગર્ભા મહિનાના જન્મનાર બાળકનો મોતનો ખતરો રહે છે. સિફિલિસ નામનો રોગ અચાનક દેખાતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યુ છે, અને તપાસ…
ગુજરાતમાં ઓગસ્ટ મહિના દરમિયાન ચોમાસાએ સંતાકૂકડી રમ્યા પછી સપ્ટેમ્બરની શરુઆત પણ કોરી રહી છે. હજુ પણ ગુજરાતમાં સારા વરસાદની કોઈ સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી નથી. અલનીનોની અસરના કારણે ઓગસ્ટ મહિનો લગભગ કોરો ધાકોર રહ્યો હતો. હવે સપ્ટેમ્બરમાં અન્ય હવામાન નિષ્ણાતો દ્વારા જુન-જુલાઈની યાદ અપાવનારો વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે પરંતુ હવામાન વિભાગે હજુ સુધી આવી કોઈ શક્યતાઓ વ્યક્ત કરી નથી. હાલ રાજ્ય પર વરસાદી સિસ્ટમ નથી અને આગામી સમય માટે પણ હજુ સુધી હવામાન વિભાગે કોઈ શક્યતાઓ દર્શાવી નથી. રાજ્યના અમદાવાદ હવામાન કેન્દ્રના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણ દ્વારા રાજ્યનું હવામાન મોટાભાગે સૂકું રહેવાની સંભાવનાઓ શુક્રવારે કરેલી…
ગુજરાતમાં હવે પોલીસકર્મીઓને વર્દી પહેરીને રિલ્સ બનાવવા પર પાબંધી લગાવી દેવામાં આવી છે. તે ઉપરાંત તેઓ વાહનોમાં પોલીસ લખેલી નેમ પ્લેટ રાખીને વીડિયો પણ નહીં બનાવી શકે. રાજ્યના પોલીસ વડા દ્વારા પરિપત્ર જાહેર કરીને આ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. જાે કે પોલીસવડાના આદેશને ઘોળીને પી જનારા પોલીસ કર્મીઓ સામે હવે સોશિયલ મીડિયાની ગાઈડલાઈન્સનો ભંગ કરવા મુદ્દે કાર્યવાહીના આદેશ આપી દેવાયા છે. જેમાં ૧૭ પોલીસ કર્મીઓ સામે એક્શન લેવામાં આવી શકે છે. પોલીસ વડા દ્વારા આપવામાં આવેલા આદેશનું ઉલ્લંઘન કરનારા ૧૭ પોલીસ કર્મીઓ સામે એક્શન લેવા માટે આદેશ આપી દેવામાં આવ્યો છે. આ પોલીસ કર્મીઓમાં ૪ પીએસઆઈ અને ૧૩ કોન્સ્ટેબલનો…
ચંદ્રયાન-૩ની ડિઝાઈન પોતે બનાવી હોવાનો દાવો કરનારા ઈસરોના કથિત વૈજ્ઞાનિક મિતુલ ત્રિવેદીની ધરપકડ બાદ વધુ ખુલાસા થઈ રહ્યાં છે. સુરત ક્રાઈમ બ્રાંચ દ્વારા મિતુલ ત્રિવેદીની ધરપકડ કરાયા બાદ હવે તેણે કેમ્બ્રિજ યુનિ.નું સર્ટિફિકેટ પણ બોગસ બનાવ્યાનો ખુલાસો થયો છે.પ્રાપ્ત વિગતો પ્રમાણે પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે, મિતુલ ત્રિવેદીએ યુકેની કેમ્બ્રિજ યુનિ.ના નામે બોગસ ડિગ્રી બનાવી હતી. તેણે ઈસરોના ૨ બોગસ એપોઇન્મેન્ટ લેટર બનાવ્યા હતા.ડૉક્ટર ઓફ ડિવિનીટી ઈન ક્વૉન્ટમ ફિઝીક્સનું બોગસ સર્ટી બનાવ્યું હતું. મિતુલના મોબાઈલમાં બોગસ ડિગ્રી બનાવવાનું સામે આવતાં તેનો ફોન એફએસએલમાં મોકલવામાં આવ્યો હતો. તેણે સાયન્ટિસ્ટ બનીને નર્મદા યુનિવર્સિટીમાં ૨૦૨૧માં એક સેમિનાર પણ કર્યો હતો. તેણે જેટલી…
દુનિયાભરમાં જાણીતી મેસેન્જિંગ એપ વોટ્સએપ તેના યુઝર્સ માટે અવારનવાર નવા ફીચર્સ બહાર પડતું હોય છે. વોટ્સએપે હાલમાં જ સ્ક્રીન શેરિંગ, એચડી ફોટોસ શેરિંગ અને ઘણાં અન્ય ફીચર્સ બહાર પડ્યા છે. હવે વોટ્સએપ એક મોટો ફેરફાર કરવા જઈ રહ્યું છે. કંપની ટૂંક સમય જ પોતાના યુઆઈમાં ફેરફાર કરી શકે છે, જેનાથી વોટ્સએપને એક નવો લુક મળશે. આ રિડિઝાઇન વોટ્સએપ યુઆઈ એન્ડ્રોઈડ યુઝર્સ માટે સ્પોટ કરવામાં આવ્યું છે. વેબટાઈન્ફોના અહેવાલ મુજબ, મેટાના ઇન્સ્ટન્ટ મેસેન્જિંગ પ્લેટફોર્મ વોટ્સએપના એન્ડ્રોઈડ બેટા વર્ઝન ૨.૨૩.૧૮.૧૮ પર નવા યુઆઈને સ્પોટ કરવામાં આવ્યો છે. વોટ્સએપ તેના યુઝર્સને ગ્રીનની જગ્યાએ વ્હાઈટ કલરનું ટોપ બાર આપી શકે છે. આ રિવૈમ્પ મટીરીયલ…
મહારાષ્ટ્રમાં હવે એમએ ઈતિહાસના અભ્યાસક્રમને લઈને રાજકીય વિવાદ ઉભો થયો છે. નાગપુર યુનિવર્સિટીએ તેના એમએ ઇતિહાસના અભ્યાસક્રમમાંથી સીપીઆઈ વિષેના ચેપ્ટરને બદલીને ભાજપ પરના એક ચેપ્ટરનો ઉમેરો કરવામાં આવ્યો છે. તે જ સમયે, અગાઉના અભ્યાસક્રમમાં સમાવિષ્ટ જનસંઘ અને રિપબ્લિકન પાર્ટીને યથાવત રાખવામાં આવી છે. યુનિવર્સિટી પ્રશાસનનું કહેવું છે કે, નવા અભ્યાસક્રમનો હેતુ વિદ્યાર્થીઓને ભાજપની સ્થાપના, કાર્યપ્રણાલી અને ઈતિહાસ વિશે શીખવવાનો છે. આટલું જ નહીં યુનિવર્સિટીએ કોંગ્રેસના સહયોગી ડીએમકે પરનું એક ચેપ્ટર હટાવીને એઆઈએડીએમકે ને સ્થાન આપવામાં આવ્યું છે. એઆઈએડીએમકે એ હાલમાં બીજેપીની સાથે જાેડાયેલી પાર્ટી છે. ખાલિસ્તાનની વિષય પરનું પણ એક પ્રકરણ અત્યાર સુધી શીખવવામાં આવતું હતું, તે પણ હટાવી દેવામાં…
મોદી સરકાર ખેડુતો, ગરીબ પરિવાર અને સામાન્ય નાગરિકો સહિત દર વર્ગની સુરક્ષા માટે કલ્યાણકારી યોજના ચલાવી રહી છે. આ સ્કીમ વિશે હજુ પણ કેટલાક લોકોને તેની માહિતી નથી. કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી આ ૨ યોજના મુજબ દેશના દરેક નાગરિકોને વર્ષના માત્ર ૪૫૬ રુપિયાના પ્રિમિયમ ભરવાથી ૪ લાખનો વીમો મળે છે. આ યોજનામાં મહત્વની વાત એ છે કે આ સ્કીમનો લાભ મેળવવા માટે તમારે ક્યાય જવાની જરૂર નથી. તમારા ખાતામાંથી ઓટોમેટિક પૈસા કપાઈ જશે અને તમને વીમા સુરક્ષાનો લાભ મળી રહેશે. પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના (પીએમજેજેબીવાય)માં માત્ર ૪૩૬ રુપિયાના વાર્ષિક પ્રિમિયમ પર ૨ લાખનો વીમાની સુરક્ષા મળી રહે છે.…