શાહરુખની સાથે આ એક્ટ્રેસને બેસ્ટ રિલેશન છે. સામાન્ય રીતે શાહરુખના પરિવાર સાથે આ એક્ટ્રેસ જાેવા મળતી હોય છે. એક્ટ્રેસ સાઉથનું એક મોટું નામ છે. આ એક્ટ્રેસ અનેક બોલિવૂડ હિરોઇનોને ટક્કર આપે છે. ખાસ વાત તો એ છે કે શાહરુખની સાથે બોલિવૂડમાં પણ હવે પગ મુકવાની તૈયારીમાં છે. આમ, અમે જે એક્ટ્રેસની વાત કરી રહ્યા છે એ નયનતારા છે. આ ફિલ્મ જવાનમાં શાહરુખની સાથે જાેવા મળશે. ફિલ્મમાં આ કોપની ભૂમિકામાં જાેવા મળશે. જાે કે ટ્રેલરમાં આ એક્ટ્રેસનો અંદાજ લોકોને ખૂબ પસંદ પડી રહ્યો છે. ફિલ્મનું ટ્રેલર ૩૧ ઓગસ્ટના રોજ મોટી ઇવેન્ટ દરમિયાન લોન્ચ કરવામાં આવ્યુ હતુ, પરંતુ આ સમયે નયનતારા હાજર…
Author: Shukhabar Desk
૬૦૦ કરોડની ‘આદિપુરુષ’ બાદ ફિલ્મ નિર્માતા નિતેશ તિવારીએ જાહેરાત કરી કે તે હવે ‘રામાયણ’ પર ફિલ્મ બનાવશે. આ ફિલ્મની જાહેરાત પછી લોકોએ તેમને સલાહ આપવામાં પણ મોડું ન કર્યું કે ફિલ્મ ‘આદિપુરુષ’ જેવી બિલકુલ ન હોવી જાેઈએ. નિતેશ તિવારીએ ફિલ્મની જાહેરાત સાથે જ કહ્યું હતું કે આ ફિલ્મમાં રણબીર કપૂર રામના રોલમાં અને આલિયા ભટ્ટ સીતાના રોલમાં જાેવા મળશે. પરંતુ પછી સમાચાર આવ્યા કે આલિયા આ ફિલ્મનો ભાગ નથી. હવે જે સમાચાર સામે આવી રહ્યા છે, તે બોલીવુડની તમામ અભિનેત્રીઓને પરેશાન કરી શકે છે. કારણ કે આ ફિલ્મમાં રણબીર સાથે બોલિવૂડ નહીં પરંતુ સાઉથની હસીના જાેવા મળશે. આલિયા ભટ્ટ નહીં…
જાે તમે હોલીવુડની ફિલ્મો જાેવાના શોખીન છો, તો તમે ચોક્કસપણે જીમ કેરીને ઓળખતા હશો. સિલ્વર સ્ક્રીન પર કોમેડીના મામલે જીમનો કોઈ મુકાબલો નથી. તેણે તેની કારકિર્દીમાં એકથી એક સુપરહિટ ફિલ્મો આપી છે, જે કલ્ટ ક્લાસિક પણ સાબિત થઈ છે. કોમેડિયન અને એક્ટર જિમ કેરીની ગણતરી મોંઘા સ્ટાર્સમાં થાય છે. ૧૫ વર્ષ પહેલા તે એક ફિલ્મ માટે એટલો ચાર્જ લેતો હતો કે મેકર્સ તેને કાસ્ટ કરતી વખતે પરસેવો પાડી દેતા હતા. આજે ભલે બોલિવૂડ સ્ટાર્સ ૧૦૦ કરોડ અથવા ૧૦૦ કરોડથી વધુની ફી લે છે, પરંતુ જિમ કેરીએ આ કામ ઘણા સમય પહેલા કરી દીધું છે. હોલીવુડ સુપરસ્ટાર જિમ કેરી વિશ્વના સૌથી…
રાજ કુમારે ૧૯૫૨માં આવેલી ફિલ્મ રંગીલીથી ડેબ્યૂ કર્યું હતું, ત્યારબાદ તે મધર ઈન્ડિયા અને ‘લાલ પથ્થર’ જેવી સુપરહિટ ફિલ્મોમાં જાેવા મળ્યા હતા. તેઓ તેમના સ્પષ્ટવક્તા સ્વભાવ માટે પણ પ્રખ્યાત હતા, પરંતુ તેમના અંગત જીવનને લાઈમલાઈટથી દૂર રાખતા હતા. તેમના અફેર અને રિલેશનશિપના ઓછા સમાચાર સાંભળવા મળે છે, જાે કે માત્ર થોડા જ લોકો જાણે છે કે તે ડ્રીમ ગર્લ હેમા માલિની સાથે ખૂબ જ પ્રેમમાં હતા. રાજ કુમાર હેમા માલિનીથી એટલા પ્રેરિત હતા કે તેમણે ‘લાલ પથ્થર’ના દિગ્દર્શક એફસી મેહરાને વૈજયંતિમાલાને બદલે નવી અભિનેત્રી હેમા માલિનીને કાસ્ટ કરવા કહ્યું. પરંતુ જ્યારે હેમા માલિનીને ‘લાલ પથ્થર’ની ઓફર મળી ત્યારે તેણે ના…
દિઘા (પશ્ચિમ બંગાળ)માં રહેતા માછીમારો લાખો રૂપિયાની દુર્લભ પ્રજાતિની માછલી ‘તેલિયા ભોલા’ મળ્યા બાદ હિલ્સા માછલીનું દુઃખ ભૂલી ગયા છે. ભારે વરસાદ અને તેજ પવનને કારણે, દિઘામાં માછલી ઉત્પાદન માટે અનુકૂળ પરિસ્થિતિઓને અસર થઈ છે, તેથી દિઘામાં હિલ્સા માછલીનું ઉત્પાદન ઘટ્યું છે. દિઘા એસ્ટ્યુરી ફિશ ઓક્શન સેન્ટર એ પૂર્વ ભારતમાં સૌથી મોટું દરિયાઈ માછલીનું હરાજી કેન્દ્ર છે, પરંતુ હવામાનની વિસંગતતાને કારણે આ વર્ષે દરિયામાં હિલ્સા માછલી અને અન્ય માછલીઓ પકડવામાં ઘટાડો થયો છે. ઓગસ્ટ મહિનાના અંતમાં અતિશય ગરમ વરસાદ પડ્યો હતો, પરિણામે દરિયામાં માછીમારી કરવી મુશ્કેલ બની ગઈ હતી. જેના કારણે દિઘા એસ્ટ્યુરી ફિશ ઓક્શન સેન્ટરમાં દરિયાઈ માછલીની હરાજીમાં નોંધપાત્ર…
તેગાણાના રાજન્ના સરસિલ્લા જિલ્લાના મુસ્તાબાદ મંડલના બદનકલ ગામની એક વૃદ્ધ મહિલા મલ્લવા છેલ્લા ૧૫ વર્ષથી નિયમિત ખોરાકને બદલે ચોકના ટુકડા ખાય છે. તેમને જાેઈને આસપાસના દરેક લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે. સામાન્ય રીતે, ખાદ્ય પ્રેમીઓને બે શ્રેણીમાં વહેંચવામાં આવે છે, પ્રથમ શાકાહારી, જેઓ ફળો અને શાકભાજી ખાવાનું પસંદ કરે છે અને બીજું માંસાહારી, જેઓ ચિકન, મટન, માછલી, બીફ અને સી ફૂડ ખાવાનું પસંદ કરે છે. પરંતુ આ વૃદ્ધ મહિલા દરેક માટે કુતૂહલનો વિષય છે કારણ કે તેના ગામના લોકો મૂંઝવણમાં છે કે વૃદ્ધ મહિલાને કઈ કેટેગરીમાં મૂકવી જાેઈએ. આ મહિલાના જીવનમાં આ બદલાવ ૧૫ વર્ષ પહેલા આવ્યો જ્યારે તે પોતાના…
એશિયા કપનો સૌથી રોમાંચક મુકાબલો આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે જાેવા મળશે. આ મેચમાં ભારતના બેસ્ટમેન અને પાકિસ્તાની પેસ શાહીન આફ્રિદી, નસીમ શાહ, હારિસ રઉફ વચ્ચે સીધી ટક્કર હશે. આને આ વર્ષનો સૌથી હાઇપ્રોફાઇલ મુકાબલો માનવામાં આવે છે. આ મેચ પલ્લેકેલમાં બપોરે ૩ કલાકે શરૂ થશે. આ મેચ પહેલા ભારત અને પાકિસ્તાનના ખેલાડીઓની મુલાકાતનો વીડિયો ચર્ચામાં છે. જેમાં હારિસ રઉફ અને વિરાટ કોહલી એકબીજાને ગળે મળતાં જાેવા મળે છે. એકબીજાના ખબર પૂછી રહ્યા છે. આ દરમિયાન બન્ને પચાસ ઓવર ફોર્મેટને લઇને વાત કરી હતી. વિરાટ અને રઉફ એકબીજાને મળીને ખુશ લાગી રહ્યા હતા. આ દરમિયાન રઉફે મોહમ્મદ સિરાજ સાથે પણ…
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીથી અડીને આવેલા ગાજિયાબાદમાં એક છોકરી બિલ્ડિંગના ટેરેસ પર ચડીને હાઈ વોલ્ટેજ ડ્રામા શરુ કરી દીધો. છોકરી ટેરેસ પર એવી જગ્યાએ ઊભી હતી, જ્યાંથી થોડી ચૂક થઈ તો તેનો જીવ જઈ શકતો હતો. તેને ટેરેસ પર જાેઈને ભારે ભીડ એકઠી થઈ ગઈ હતી. લોકો તેનો વીડિયો બનાવવા લાગ્યા હતા. સૂચના મળતા પોલીસ પહોંચી અને ભારે મુશ્કેલીથી તેને સમજાવીને નીચે ઉતારી હતી. જાણવા મળ્યું છે કે, તેની માતાનું નિધન થઈ ચુક્યું છે અને તેના પિતા અભ્યાસ છોડાવવા માગે છે. આ ઘટના ઈંદિરાપુરમ વિસ્તારના અભય ખંડ પોલીસ ચોકીની નજીકની છે. પોલીસના જણાવ્યા અનુસાર ઘટનાની જાણ થઈ હતી કે, એક છોકરી…
ભારતીય રિઝર્વ બેન્કે ૨૦૦૦ રૂપિયાની નોટને જમા કરાવવા માટે ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૩ની ડેડલાઈન નક્કી કરી છે. જાે તમારી પાસે હજુ પણ ૨૦૦૦ રૂપિયાની નોટ હોય તો આને ડેડલાઈન પહેલા બેન્કોમાં જમા કરાવી દેજાે. કેમ કે ૨૦૦૦ રૂપિયાની નોટને જમા કરાવવાની ડેડલાઈન સરકાર લંબાવાની નથી. ભારતીય રિઝર્વ બેન્કે મે મહિનામાં સૌથી મોટી કરન્સી ૨૦૦૦ રૂપિયાની નોટ પર ર્નિણય લીધો હતો, જાેકે રિઝર્વ બેન્કે કહ્યુ હતુ કે ૨૦૦૦ રૂપિયાની નોટ ૩૦ સપ્ટેમ્બર સુધી માન્ય રહેશે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ ૨૦૦૦ રૂપિયાના નોટને ક્લીન નોટ પોલિસી હેઠળ બંધ કરવાનો ર્નિણય કર્યો હતો. આ પોલિસી હેઠળ આરબીઆઈ ધીમે-ધીમે ૨૦૦૦ની નોટ બજારમાંથી પાછી મંગાવી રહ્યા…
તાજેતરમાં જ રક્ષાબંધનનો તહેવાર ઉજવાઇ ગયો છે, સમગ્ર દેશ અને રાજ્યમાં લોકોએ ભાઇ-બહેનનો આ પવિત્ર તહેવાર ભારે ધામધૂમથી ઉજવ્યો છે. હવે આ રક્ષાબંધનના પર્વને લઇને એસટી વિભાગને માટે એક મોટા સમાચાર સુરતમાંથી સામે આવ્યા છે. અહીં એસટી વિભાગને અઠવાડિયાની આવકમાં જબરદસ્ત બમ્પર ઉછાળો નોધાયો છે. મળતી માહિતી પ્રમાણે, રક્ષાબંધન પર્વ પર સુરત એસટી વિભાગે મોટી આવક થઇ છે. છેલ્લા સાત દિવસમાં સુરતમાં આ આંકડો જબરદસ્ત રીતે વધ્યો છે. છેલ્લા ૭ દિવસના ૮ લાખ લોકોએ એસટી બસની મુસાફરી કરી છે, અને આ દરમિયાન એસટી વિભાગને ૪ કરોડની આવક થઇ છે. એસટી વિભાગની રેગ્યૂલર ૪૦૦ બસ દોડે છે. ખાસ વાત છે કે,…