વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ન્યૂઝ એજન્સી પીટીઆઈને ઈન્ટરવ્યુ આપ્યો છે. ૯-૧૦ સપ્ટેમ્બરે નવી દિલ્હીમાં ય્-૨૦ દેશોની બેઠક યોજાવા જઈ રહી છે અને કેન્દ્રએ ૧૮-૨૨ સપ્ટેમ્બર દરમિયાન સંસદનું વિશેષ સત્ર બોલાવ્યું છે તેવા સમયે જ તેમણે ઈન્ટરવ્યું આપ્યો છે. ભારતના ય્૨૦ પ્રમુખપદની ઘણી સકારાત્મક અસરો થઈ છે, જેમાંથી કેટલીક મારા હૃદયની ખૂબ જ નજીક છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઁ્ૈંને આપેલી એક વિશિષ્ટ મુલાકાતમાં જણાવ્યું હતું.વડાપ્રધાને કહ્યું કે, વિશ્વનો જીડીપી-કેન્દ્રિત દૃષ્ટિકોણ હવે માનવ-કેન્દ્રિતમાં બદલાઈ રહ્યો છે. ભારત આમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. તેમણે કહ્યું કે, સબકા સાથ, સબકા વિકાસ પણ વિશ્વના કલ્યાણ માટે માર્ગદર્શક સિદ્ધાંત બની શકે છે. પીએમ મોદીએ ઈન્ટરવ્યુ દરમિયાન…
Author: Shukhabar Desk
ઇશાનના રાજ્ય મણિપુરમાં હિંસા અટકવાનું નામ નથી લઈ રહી જેણે કેન્દ્ર સરકારના નાકમાં દમ કરી દીધો છે. કેન્દ્ર સરકાર હવે કોઈ પણ ભોગે મણિપુરમાં કુકી અને મેઈતી સમુદાય વચ્ચેની હિંસા અટકાવવા માંગે છે અને આ માટે આર્મીના એક રિટાયર્ડ ઓફિસરને જવાબદારી સોંપી છે. આ એ જ ઓફિસર છે જેણે તાજેતરમાં મ્યાનમાર (બર્મા)માં સર્જિકલ સ્ટ્રાઈક કરીને આતંકવાદીઓના છક્કા છોડાવી દીધા હતા.આર્મીના નિવૃત કર્નલ નેક્ટર સંજેનબમને મણિપુર પોલીસમાં સિનિયર સુપરિન્ટેન્ડન્ટ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તાજેતરમાં મ્યાનમારમાં કરવામાં આવેલી સર્જિકલ સ્ટ્રાઈકમાં તેમની મુખ્ય ભૂમિકા હતી.મણિપુર છેલ્લા ત્રણ મહિનાથી સળગ્યું છે જેમાં સેંકડો લોકોની હત્યા કરવામાં આવી છે, મહિલાઓ પર રેપ કરવામાં આવ્યા…
રવિવાર: સુરત શહેરના અબ્રામા, મોટા વરાછા સ્થિત ગોપીન ગામ ખાતે કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખભાઈ માંડવીયાના અઘ્યક્ષ સ્થાને પાલીતાણા તાલુકા સામાજીક સમરસતા મંચ – સુરત આયોજીત ‘જન્મભૂમિનું જતન’ કાર્યક્રમ થકી વિચારોનું વાવેતર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ગામડાના ભૌતિક વિકાસની સાથે ગામનું શહેર સાથે જોડાણ થાય તે હેતુ વ્યક્તિમાં પોતીકાપણાના ભાવ સાથે થયેલ કાર્યમાં હંમેશા સફળતા જ મળતી હોય છે એમ કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખભાઈ માંડવીયાએ જણાવ્યું હતું. પ્લાસ્ટિક તેમજ ગાંડા બાવળ મુક્ત ગામડાઓ બને અને અમૃત સરોવર થકી ગામડાઓના કુવા રિચાર્જ થાય તેવા ઉમદા હેતુંથી ગામડાનો વિકાસ કરવો આવશ્યક છે. સમૃધ્ધ ગામડાના નિર્માણ માટે સૌને પોતીકાપણાના ભાવ સાથે કાર્ય કરવા અનુરોધ કર્યો…
શિક્ષણ રાજ્યમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરિયાના અધ્યક્ષસ્થાને વિદ્યાદીપ યુનિવર્સિટી, લાઈફ મોલ્ડીંગ એકેડેમી અને માતૃશ્રી દવલબેન આર. મુંજાણી ફાઉન્ડેશન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે કતારગામ, આંબાતલાવડી સ્થિત રામકૃષ્ણ હોલ ખાતે શિક્ષક દિન ‘પર્વત્રયી’ કાર્યક્રમ યોજાયો હતો. શિક્ષણમંત્રીશ્રીના હસ્તે સ્વામી વિવેકાનંદ વ્યાખ્યાનમાળામાં જોડાયેલી શાળાઓને રૂ.૩.૨૦ લાખનો ચેક અર્પણ અને જિલ્લા પંચાયત સંચાલિત શાળાઓમાં ૫૦૦ જેટલી ફર્સ્ટ-એડ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રંસગે શિક્ષણ રાજ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, સ્વામી વિવેકાનંદ એ એક વિચાર અને તેજસ્વી આત્માની વાણી છે. એમનું આદર્શ જીવન સૌ માટે પ્રેરણાસ્ત્રોત છે. તેમના આદર્શ વિચારોને અનુસરવાથી ૧૦૦ % સિધ્ધિ અવશ્ય પ્રાપ્ત થશે. અમેરિકાની ધરતી પર સ્વામી વિવેકાનંદે ભારતીય સંસ્કૃતિના અદ્દભુત વારસાથી વિદેશીઓને અવગત કરાવ્યા…
સુરતને સાયબર સેફ બનાવવા અને સુરતીઓને ઓનલાઈન છેતરપિંડીથી બચાવવા માટે સુરત શહેર પોલીસ વિભાગ દ્વારા અઠવાલાઈન્સ સ્થિત ઈન્ડોર સ્ટેડિયમમાં ગૃહરાજયમંત્રીશ્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં અને કેન્દ્રીય રેલ્વે અને ટેક્ષટાઈલ રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ, શિક્ષણરાજ્ય મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરિયાની વિશેષ ઉપસ્થિતિમાં “સાયબર સંજીવની ૨.૦” જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશે જણાવ્યું હતું કે, સાયબર ઈન્ટેલિજન્સમાં ટેક્નોલોજીનો ખૂબ મોટા પ્રમાણમાં ઉપયોગની સાથે તેનો દૂરૂપયોગ પણ થઈ રહ્યો છે. સુરતમાંથી દરેક ક્ષેત્રમાં સર્વશ્રેષ્ઠ કામગીરી થઈ રહી છે અને વિકાસમાર્ગે તેજ ગતિએ આગળ વધી રહેલા સુરતની સુરક્ષા અને સલામતી સાથે સાયબર સિક્યોરિટી પણ ખૂબ જ જરૂરી બની છે, ત્યારે સુરત પોલીસના પ્રયાસોથી…
શિક્ષણથી માનવ જીવનનું કલ્યાણ છે. શિક્ષણના માધ્યમથી એક ગુરૂ શિષ્યના સારા ચરિત્રનું ઘડતર કરે છે. તેથી જ કહેવાય છે કે ‘ગુરૂ બ્રહ્મા , ગુરૂ વિષ્ણુ, ગુરૂ દેવો મહેશ્વરા. ગુરૂ સાક્ષાત પરબ્રહ્મ, તસ્મૈ: શ્રી ગુરૂદેવ નમ:. દર વર્ષે પાંચ સપ્ટેમ્બરના રોજ આજીવન શિક્ષક અને દેશના પૂર્વ રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનની યાદમાં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે. શિક્ષક દિવસે પ્રાથમિકથી લઈ ઉચ્ચતર માધ્યમિક શાળાના શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરવામાં આવે છે. ત્યારે આ પ્રસંગે જો શિનોર તાલુકાની સાધલી ગામની પ્રાથમિક શાળાના આચાર્યશ્રી અશોકભાઈ પ્રજાપતિને યાદ ન કરીએ, તો શિક્ષક દિવસની ઉજવણીને આપણે પરિપૂર્ણ ના કરી શકીએ ! મહા કૌટિલ્ય ચાણક્યનું સૂત્ર છે…
વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે દર વર્ષે યોજાતો ભાદરવી પૂનમનો મહામેળામાં સ્વસ્થતા માટે તંત્ર એ નવી પ્રયોગ હાથ ધર્યો છે. આ મહામેળાના આયોજન માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અત્યારથી તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ વર્ષે મેળામાં સ્વચ્છતા પર વિશેષ ભાર મુકવામાં આવ્યો છે. ત્યારે કલેક્ટર વરૂણકુમાર બરનવાલે જણાવ્યું છે કે અંબાજી ભાદરવી પૂનમના મેળામાં સ્વચ્છતા માટે સેવા કેમ્પો વચ્ચે સ્પર્ધા યોજાશે. સૌથી સ્વચ્છ સેવા કેમ્પને અંબાજી મંદિર અને વહીવટી તંત્ર તરફથી એવોર્ડ અપાશે. યાત્રાધામ અંબાજી ખાતે દર વર્ષે યોજાતો ભાદરવી પૂનમનો મહામેળો આ વર્ષે તા. ૨૩ થી ૨૯ સપ્ટેમ્બર-૨૦૨૩ દરમ્યાન યોજાનાર છે. ત્યારે તંત્ર દ્વારા અત્યારથી આ વર્ષે મેળામાં…
સુરત શહેરના મહિધરપુરા પોલીસના ચોપડે વર્ષ ૧૯૯૭માં નોંધાયેલા હત્યાના પ્રયાસના ગુનામાં છેલ્લા ૨૭ વર્ષથી ફરાર આરોપીની સુરત પીસીબી દ્વારા સચિન ખાતેના ઇન્ડસ્ટ્રીયલ ખાતામાંથી ઝડપી પાડવામાં આવ્યો છે. આરોપીએ ગુનો આચર્યો હતો તે વેળાએ તેની ઉંમર ૨૫ વર્ષ હતી. જ્યાં આજે આરોપીની ઉંમર ૫૧ વર્ષ છે. ગુનાને અંજામ આપી આરોપી ઓરિસ્સામાં વતને નાસી છૂટ્યો હતો. જ્યાં આરોપી ખૂબ જ શાતિર હોવાથી પોલીસ પકડવા માટે જાય ત્યારે ભાગી છૂટતો હતો. જાે કે, પોતે હવે પોલીસના હાથે નહીં પકડાય તેવા વિશ્વાસ સાથે આરોપીને હતો. જ્યાં સચિન ખાતે આવેલ સંચા ખાતામાંથી આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપી કેટલો પણ શાતિર હોય પરંતુ ‘કાનૂન કે…
રિવરફ્રન્ટ પર તૈયાર કરાયેલા બે સ્પોર્ટસ કોમ્પલેક્ષનું આખરે લોકાર્પણ કરાયું છે. હવે શહેરીજનો આ સ્પોર્ટસ કોમ્પલેક્ષનો ઉપયોગ કરી શકશે. ત્યાર શું છે અહીંની વ્યવસ્થા અને તેના માટેના ચાર્જ? અમદાવાદના રિવરફ્રન્ટ પાસેથી પસાર થતા લોકોની નજર આ સ્પોર્ટસ પાર્ક પર અચૂક પડતી હશે. છેલ્લા બે વર્ષથી આ સ્પોર્ટસ કોમ્પલેક્ષ બનીને તૈયાર હતું. જેનું હવે લોકાર્પણ કરાયું છે. હવે તમે અહીં સન્નાટાની જગ્યાએ બાળકો અને યુવાનોને જુદી જુદી રમતો રમતા જાેઈ શકશો. શનિવારે યોજાયેલા સ્પોર્ટસ પાર્કના ઉદ્ઘાટનમાં કોર્પોરેશનના સત્તાધીશો ઉપરાંત ભારતની મહિલા ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મિતાલી રાજ પણ ઉપસ્થિત રહ્યા હતા. છસ્ઝ્ર અને સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશને દ્ગૈંડ્ઢની પાછળની બાજુએ ૨૫…
ઇન્સ્પેક્ટર જનરલ એકે હરબોલા ઉત્તર પશ્ચિમ ક્ષેત્રના કમાન્ડર આ દરમિયાન ફ્લેગ ઓફિસર સાથે હતા બ્રીફિંગ દરમિયાન ડાયરેક્ટર જનરલે વિસ્તૃત ચર્ચા હાથ ધરી હતી. બંને ફ્રન્ટલાઈન એકમો અને ઓપ, એડમિન અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરલ સજ્જતાની સમીક્ષા કરી. તેમણે પોરબંદર ખાતે ઈન્વેન્ટરી ડેપો અને એર એન્ક્લેવની મુલાકાત લીધી હતી.ભારતીય કોસ્ટ ગાર્ડના ડાયરેક્ટર જનરલ રાકેશ પાલ હાલમાં આઈસીજી નોર્થની મુલાકાતના ભાગરૂપે ગાંધીનગર, ઓખા અને પોરબંદરની મુલાકાતે છે. આઈસીજી નોર્થની મુલાકાતના ભાગરૂપે પશ્ચિમ ક્ષેત્રે ૩૦ ઓગસ્ટ થી પોરબંદર ખાતે ૈંઝ્રય્ જિલ્લા મુખ્યાલયની મુલાકાત લીધી અને ઓપરેશનલ સજ્જતાની સમીક્ષા કરી. ઇન્સ્પેક્ટર જનરલ એકે હરબોલા ઉત્તર પશ્ચિમ ક્ષેત્રના કમાન્ડર આ દરમિયાન ફ્લેગ ઓફિસર સાથે હતા બ્રીફિંગ દરમિયાન ડાયરેક્ટર…