Author: Shukhabar Desk

ચંદ્ર બાદ હવે ઈસરોના સૂર્ય મિશન પર વિશ્વની નજર ટકેલી છે. ઈસરો દ્વારા સૂર્ય મિશન આદિત્ય-એલ૧(આદિત્યએલ૧)નું સફળ લોન્ચિંગ બાદ હવે તેના દ્વારા મોકલવામાં આવતા ડેટાને લઈ વિશ્વની મોટી મોટી એજન્સીઓ આંખ ટકાવીને બેઠી છે. આ સૂર્યયાન પૃથ્વીથી ૧૫ લાખ કિલોમીટર દૂર આવેલ એલ-૧ પોઇન્ટ પરથી સૂર્યનો અભ્યાસ કરશે. જાે કે સૂર્યના આકરા તાપ વચ્ચે આ કામ જરા પણ સરળ નથી. સૂર્યની તીવ્ર ગરમીનો સામનો કરવા માટે આ મિશનની ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે. સૂર્યનું ઉપરનું વાતાવરણ મુખ્યત્વે ત્રણ સ્તરોમાં વહેંચાયેલું છે. ફોટોસ્ફિયર, ક્રોમોસ્ફિયર અને કોરોના. કોરોના એ સૌથી બહારનું સ્તર છે. આદિત્ય એલ૧ને એલ-૧ પોઈન્ટ પર પહોંચવા માટે ૧૪૫ દિવસનો…

Read More

ભારતની યુવા ઓફ સ્પિનર શ્રેયંકા પાટિલ હાલ મહિલા કેરેબિયન પ્રીમિયર લીગમાં એમેઝોન વોરીયર્સ તરફથી રમી રહી છે. શ્રેયંકા સીપીએલમાં રમનાર પ્રથમ ભારતીય ખેલાડી છે. તેણે અત્યાર સુધી ભારત માટે ડેબ્યૂ પણ નથી કર્યું. તે પ્રથમ એવી ભારતીય મહિલા ખેલાડી છે જે ભારત માટે ડેબ્યૂ કર્યા વગર જ વિદેશી લીગમાં રમી રહી છે. હવે શ્રેયંકાએ સીપીએલમાં પોતાની કરામતી બોલિંગથી ઈતિહાસ રચી દીધો છે. ગુયાના એમેઝોન વોરીયર્સ તરફથી રમતા ૨૧ વર્ષીય શ્રેયંકાએ બાર્બાડોસ રોયલ્સ વિરુદ્ધ મહિલા પ્રીમિયર લીગ માં ઈતિહાસ રચ્યો હતો. તેણે સીપીએલમાં પોતાની ચાર ઓવર દરમિયાન ૮.૫૦ની ઈકોનોમીથી બોલિંગ કરતા ૩૪ રન આપીને ૪ ખુબ જ મહત્વપૂર્ણ વિકેટ ઝડપી હતી.…

Read More

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ વિરુદ્ધ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. એવામાં જમ્મુ કાશ્મીર પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે લશ્કર-એ-તૈયબાના બે ઓવર ગ્રાઉન્ડ વર્કર્સની ધરપકડ કરી છે. પોલીસે માહિતી આપી હતી કે બંને આરોપીઓ, બારામુલ્લાના રહેવાસીઓ છે, લશ્કર-એ-તૈયબા માટે કામ કરતા હતા. આરોપી પાસેથી મેગેઝીન સાથે એક ચાઈનીઝ પિસ્તોલ અને એક હેન્ડ ગ્રેનેડ પણ મળી આવ્યો છે.આ લશ્કરના આતંકવાદીઓએ ખુલાસો કર્યો હતો કે તેઓ સતત લશ્કર-એ-તૈયબાના માસ્ટર્સના સંપર્કમાં હતા અને પાકિસ્તામાં બેઠલા આતંકવાદી માસ્ટરમાઈન્ડને તમામ માહિતી આપતા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, આ આતંકવાદીઓ સુરક્ષા દળો પર હુમલો કરવાની અને ટાર્ગેટ કિલિંગ કરવાની યોજના બનાવી રહ્યા હતા. થોડા દિવસ પહેલા સુરક્ષા દળોએ જમ્મુ-કાશ્મીરના…

Read More

ચંદ્ર પર ચંદ્રયાન-૩ ના સફળ લેન્ડિંગના થોડા દિવસો બાદ ઈસરોનો વધુ એક પ્રયોગ સફળ રહ્યો છે, વિક્રમ લેન્ડરે ફરી ઉડાન ભરી ચંદ્રની સપાટી પર ફરી સોફ્ટ-લેન્ડિંગ કર્યું છે. ઈસરોએ ફરી એકવાર ચંદ્રયાન-૩ના લેન્ડર વિક્રમના એન્જીન સ્ટાર્ટ કર્યા હતા અને લેન્ડરે ઉડાન ભરીને જગ્યા બદલી હતી. ઈસરોએ કહ્યું, “વિક્રમ લેન્ડરે ચંદ્રયાન-૩ મિશનના ઉદ્દેશ્યોને પાર કરી લીધા છે અને તેણે ‘હોપ એક્સપેરિમેન્ટ’ સફળતાપૂર્વક પૂર્ણ કર્યો છે.” ઈસરોએ આ ઉડાનનો વિડીયો પણ શેર કર્યો છે .ઈસરોએ જણાવ્યું કે, “કમાન્ડ મળતાં જ, વિક્રમે એન્જીનને ફાયર કર્યા, અનુમાન મુજબ પોતાને ચંદ્રની સપાટીથી લગભગ ૪૦ સેમી જેટલી ઉપર ઉઠાવી અને ૩૦-૪૦ સેમીના અંતરે સુરક્ષિત રીતે લેન્ડીંગ…

Read More

મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા ઉમા ભારતી પાર્ટી દ્વારા યોજવામાં આવનાર ‘જન આશીર્વાદ યાત્રા’નું આમંત્રણ ન મળવા બદલ એટલે હદે નારાજ થઈ ગયા છે કે તેમણે કહ્યું કે જાે હવે આમંત્રણ મળશે તો પણ હું આ યાત્રામાં જાેડાવાની નથી. ખરેખર તો મધ્યપ્રદેશમાં ભાજપ પ્રજા વચ્ચે સરકારની સિદ્ધીઓ પહોંચાડવા માટે જનસંપર્ક યાત્રા યોજી રહ્યો છે પણ આ યાત્રામાં રાજ્યના પૂર્વ સીએમઉમા ભારતીને આમંત્રણ જ નથી અપાયું. ભોપાલમાં એક કાર્યક્રમમાં પહોંચેલા ઉમા ભારતીને જ્યારે સવાલ કરાયો તો તેમનું દર્દ છલકાયું હતું. તેમણે કહ્યું કે મને યાત્રામાં ક્યાંય બોલાવાઈ નથી. તેનાથી કોઈ ફેર પડતો નથી, પણ હાં મારા મનમાં એક સવાલ…

Read More

સપ્તાહના પ્રથમ દિવસે જ શેર માર્કેટમાં તેજીનો માહોલ જાેવા મળ્યો છે. આજે કારોબારી દિવસના અંતે સેન્સેક્સ અને નિફ્ટી બન્ને તેજી સાથે બંધ થયા હતા. બીએસઇ ઇન્ડેક્સ સેન્સેક્સ દિવસના અંતે આજે ૦.૩૭ ટકા અપ સાથે ૨૪૦.૯૮ પૉઇન્ટના ઉછાળા સાથે ૬૫,૬૨૮.૧૪ના સ્તર પર બંધ રહ્યો હતો, તો વળી, એનએસઇ ઇન્ડેક્સ નિફ્ટી પણ અપ રહ્યું, આજે નિફ્ટી ૦.૪૮ ટકાના વધારા સાથે ૯૩.૫૦ પૉઇન્ટ ઉછળ્યો અને ૧૯,૫૨૮.૮૦ ના સ્તરે બંધ રહ્યો હતો.સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે ભારતીય શેરબજારમાં જબરદસ્ત ઉછાળો જાેવા મળ્યો છે. વૈશ્વિક સંકેતો, બેન્કિંગ અને આઈટી શેરોમાં જાેરદાર ખરીદી જાેવા મળી હતી. આજે ટ્રેડિંગના અંતે બીએસઈસેન્સેક્સ ૨૪૧ પોઈન્ટના ઉછાળા સાથે ૬૫,૬૨૮ પોઈન્ટ અને…

Read More

સમગ્ર દેશમાં હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે. વરસાદના આ મોસમમાં પણ દેશના ઘણાં રાજ્યોમાં લોકોને ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે. ગયા મહિને વર્ષ ૧૯૦૧ પછી સૌથી ગરમ અને સૂકું તાપમાન નોંધવામાં આવ્યું હતું. જાે કે સેપ્ટેમ્બર મહિનામાં પણ સામાન્ય કરતા વધુ તાપમાન નોંધાઈ રહ્યું છે. આ મહિનાની શરૂઆતથી જ ભારતના ઘણાં રાજ્યોમાં તાપમાન ૪૦ ડિગ્રી પાર કરી ગયું હતું. હવામાન નિષ્ણાંતોએ આ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. આ વધી રહેલા તાપમાનને ક્લાઈમેટ ચેન્જનો વધતો પ્રકોપ માનવામાં આવી રહ્યો છે.સેપ્ટેમ્બર મહિનામાં અત્યાર સુધી હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ અને સિક્કિમના કેટલાંક ભાગોમાં તાપમાન સામાન્ય કરતા ૩થી ૫ ડિગ્રી…

Read More

પ્રગટેશ્વર ધામ આછવણીમાં પવિત્ર શ્રાવણ માસના ત્રીજા સોમવારની શિવપૂજા, લઘુરુદ્ર યજ્ઞ તેમજ સત્યનારાયણ ભગવાનની કથા એમ ત્રિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે ભક્તિભાવથી ઉજવણી કરવામાં આવી હતી. ધર્માંચાર્ય પરભુદાદા અને રમાબાના સાનિધ્યમાં યોજાયેલા આ કાર્યક્રમોમાં કાશી માર્કેન્ડેય મહાદેવ મંદિરના મહંત શ્રી મહેશ્વરનંદજી મહારાજ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પ્રગટેશ્વર દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ ઉજવણી અંતર્ગત વહેલી સવારે લઘુરુદ્ર યજ્ઞમાં સુરતના હિતેશભાઈ ચૌહાણ અને તેમના પરિવારે આહુતિ આપી ભગવાન શિવની આરાધના કરવા ઉપરાંત અન્નદાન પણ કર્યું હતું. આ શુભ અવસરે આયોજિત એક કુંડી લઘુરુદ્રયજ્ઞની વિધિ પ્રગટેશ્વર ધામના ગોર મહારાજ કશ્યપભાઈ જાની સહિત ચિંતનભાઈ જોષીએ વૈદિક મંત્રોચ્ચાર સાથે સંપન્ન કરાવી હતી,…

Read More

બાળકના જીવનમાં શાળા જ સૌ પ્રથમ પગથિયુ છે કે જ્યાંથી તે પા પા પગલી ભરીને આગળ વધે છે. આ સમયગાળામાં બાળકને શિક્ષણ પ્રત્યે રસ જળવાય રહે તે માટેની સૌથી મોટી જવાબદારી શિક્ષકોના શિરે હોય છે. પરંતુ વાત જ્યારે આદિવાસી વિસ્તારમાં બાળકોના શિક્ષણની આવે તો તે કામગીરી અનેક મોટી ડિગ્રીધારી શિક્ષકો માટે પણ કપરી બની જાય છે. ત્યારે વલસાડ જિલ્લાના સંપૂર્ણ આદિવાસી એવા ધરમપુર, કપરાડા અને ઉમરગામ તાલુકામાં શિક્ષકોએ બાલવાટિકા અને ધો. ૧- ૨ ના બાળકોને ગુજરાતી ભાષામાં ભણાવવા પહેલા ત્યાંની સ્થાનિક બોલી શીખવી પડે છે. આજે શિક્ષક દિન નિમિત્તે કપરાડા તાલુકાના એવા શિક્ષકોની વાત કરવા જઈ રહ્યા છે કે, જેઓએ…

Read More

સાળંગપુર હનુમાનજી મંદિરમાં ભિંતચિત્ર વિવાદ મામલો વધુ ગરમાયો છે. સમાધાનની વાતોની વચ્ચે વડતાલના સ્વામીએ ઉશ્કેરણીજનક નિવેદન આપ્યું છે. વડોદરા ગુરૂકુળના દર્શન સ્વામીએ કહ્યું હતું કે ચલમ પિનારા સનાતનીની વાતો ના કરે. તારા જેટલા સંતો ભેગા થાય તો પણ સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી છે. મારા ઈષ્ટદેવ સર્વોપરી છે. સ્વામિનારાયણ ભગવાન વિરૂદ્ધ સાખી લેવામાં આવશે નહીં. અન્ય સંતો કરતા પહેલા અમે સનાતની છીએ. સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી છે. દર્શન સ્વામીએ કહ્યું હતું કે મિત્રો આપણે કોઈનાથી દબાવાનું નથી. એ લોકો ચલમ પીને પોતાને સનાતની કહેતા હોય તો અમે છાતી કાઢીને તિલક કરીએ છીએ એટલે તમારા કરતા પહેલા અમે સનાતની છીએ. મહેરબાની કરી સ્વામિનારાયણ વાળાને…

Read More