Author: Shukhabar Desk

રાજકોટમાં આરોગ્ય વિભાગના દરોડા દરમિયાન કેટલાક ખાદ્ય પદાર્થોમાં કપડા ધોવાનો પાવડરનો ઉપયોગ કરવામાં આવે છે. એકના એક તેલમાં જ ફરસાણ તળવામા આવતુ હોય છે. વિમલ નમકીનનો પાંચ હજાર કિલો અખાદ્ય જથ્થો આરોગ્ય વિભાગે ઝડપીને તેને નાશ કરવામાં આવ્યો છે.ચટપટો સ્વાદ તમને મોંઘો પડી શકે છે. તહેવારો દરમિયાન ચટપટા ફરસાણ સહિતના ચટાકા લેતા પહેલા સાવચેતી દાખવવી જરુરી છે. રાજકોટમાં આરોગ્ય વિભાગના દરોડા દરમિયાન કેટલાક ખાદ્ય પદાર્થોમાં કપડા ધોવાનો પાવડરનો ઉપયોગ કરવામાં આવે છે. એકના એક તેલમાં જ ફરસાણ તળવામા આવતુ હોય છે. વિમલ નમકીનનો પાંચ હજાર કિલો અખાદ્ય જથ્થો આરોગ્ય વિભાગે ઝડપીને તેને નાશ કરવામાં આવ્યો છે. તહેવારોને લઈ આરોગ્ય વિભાગ…

Read More

રાજ્યમાં લાઉડ સ્પીકર ધ્વનિ પ્રદૂષણ મામલે થયેલી અરજીનો રાજ્ય સરકારે કોર્ટ સમક્ષ સ્વીકાર કર્યો છે. પૂર્વ મંજૂરી મેળવ્યા વિના લાઉડ સ્પીકરના થતા ઉપયોગ સામે રાજ્ય સરકાર હવે કાર્યવાહી કરશે.અત્રે ઉલ્લેખનીય છે કે, લાઉડ સ્પીકરના ઉપયોગ અંગેના નિયમો ધાર્મિક સ્થાનોને પણ સરખી રીતે જ લાગુ પડશે. સ્થાનિકોને અગવડ પડે તે રીતના લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવા પર અંકુશ મુકાશેલગ્ન પ્રસંગ, રાજકીય મેળાવડા સહિતના ઉત્સર કે ધાર્મિક રેલી પ્રસંગોમાં ડીજે ટ્રક, મોટા લાઉડસ્પીકર કોઈ પણ જાતના નિતિ નિયમો વગર રાજ્યભરમાં ધ્વનિ પ્રદૂષણ ખૂબ જ ગંભીર રીતે ફેલાઈ રહ્યું છે. જેનાથી નાગરિકોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે. તેમજ ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા મ્યુઝિક સિસ્ટમને…

Read More

આર્મેનિયા અને અઝરબૈજાન વચ્ચે ફરી એક વખત યુધ્ધ જેવી સ્થિતિ પેદા થઈ છે અને તેના કારણે યુરોપના દેશો ચિંતામાં છે. આર્મેનિયાની સરકારે અઝરબૈજાન પર આરોપ મુકતા કહ્યુ છે કે, અઝરબૈજાનની સેનાએ ૨ સપ્ટેમ્બરે સાંજે આર્મેનિયાની સૈન્ય પોસ્ટ પર તોપો વડે ફાયરિંગ કર્યુ હતુ. આ પહેલા અઝરબૈજાને આરોપ મુકયો હતો કે, આર્મેનિયાએ અમારા વિસ્તારમાં ડ્રોન હુમલા કરવાની તૈયારી કરી છે. અઝરબૈજાને જવાબમાં તુર્કી પાસેથી ખરીદેલા ડ્રોન વડે આર્મેનિયા પર હુમલો પણ કર્યો હતો. આર્મેનિયાની સરકારના કહેવા અનુસાર બોર્ડર પર થયેલા ફાયરિંગના કારણે અમારા ચાર સૈનિકો માર્યા ગયા છે તો બીજી તરફ અઝરબૈજાને આર્મેનિયાના આરોપ ફગાવી દઈને કહ્યુ છે કે, આર્મેનિયાના હુમલાના…

Read More

ખાલિસ્તાન જનમત સંગ્રહના આયોજકોને મોટો આંચકો લાગ્યો છે. કેનેડિયન સત્તાવાળાઓએ પબ્લિક સ્કૂલમાં જનમત સંગ્રહ કરવાની પરવાનગીને પાછી ખેંચી લીધી છે. અગાઉ ઓસ્ટ્રેલિયામાં પણ ખાલિસ્તાન જનમત રદ કરવામાં આવ્યો હતો. કેનેડામાં જનમત ૧૦ સપ્ટેમ્બરના રોજ બ્રિટિશ કોલંબિયાના સરે શહેરની એક માધ્યમિક શાળામાં યોજવાનો હતો.ગઈકાલે સરે શહેરના ડિસ્ટ્રિક્ટ સ્કૂલ બોર્ડના પ્રવક્તાએ કહ્યું હતું કે, અમે અમારા રેન્ટ કરારના ભંગમાં સમુદાયના કાર્ય માટે શાળા ભાડે આપવાનો કરાર સમાપ્ત કર્યો છે. જાહેર કરેલા પ્રકાશનમાં સમજાવવામાં આવ્યું હતું કે, શાળામાં ઇવેન્ટ યોજવાની પરવાનગી પાછી ખેંચી લેવાનું સ્પષ્ટ કારણ એ હતું કે ઇવેન્ટ માટેની પ્રમોશનલ સામગ્રીએ શસ્ત્રોની છબીઓ તેમજ શાળાના ફોટા પ્રકાશિત કર્યા હતા. લોકમત માટેના…

Read More

ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ જેવા રાજ્યોમાં આ વખતે ચોમાસું કાળ બનીને આવ્યો હતો. અહીં જાન-માલનું મોટાપાયે નુકસાન થયું. ઉત્તરાખંડમાં આ વર્ષે આપત્તિ ૧૫ જૂનથી અત્યાર સુધીમાં ૧૦૦થી વધુ પરિવારો ક્યારેય ન પૂરાઈ શકે તેવા ઘા આપી ગઈ. આ પરિવારોએ ૯૩ જેટલા સ્વજનોને ગુમાવી દીધા. જાેકે ૧૬ની તો હજુ ભાળ જ મળી નથી. આટલું જ નહીં ૫૧થી વધુ લોકો ઘવાયાનો આંકડો પણ છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા ૮૦ દિવસ સમગ્ર રાજ્ય પર ભારે વીત્યા હતા. ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગના આંકડા પર ધ્યાન આપીએ તો આપત્તિમાં ન ફક્ત જાનહાનિ થઈ છે પણ ૧૯૧૪ ઘરો ધરાશાયી થઈ ગયા છે. તેમાં ૫૬ નો તો નામોનિશાન જ…

Read More

તમિલનાડુના સીએમ એમ.કે.સ્ટાલિનના દીકરા અને ડીએમકે સરકારમાં યુવા કલ્યાણ અને ખેલ વિકાસમંત્રી ઉદયનિધિ સ્ટાલિનના સનાતન ધર્મની ડેન્ગ્યુ મલેરિયા સાથે તુલના કરવા પર હોબાળો યથાવત્‌ છે. ભાજપના નેતા સતત ઉદયનિધિ સામે નિશાન તાકી રહ્યા છે ત્યારે ઉદયનિધિએ આ મામલે સ્પષ્ટતા કરી હતી. ઉદયનિધિએ કહ્યું હતું કે મારા નિવેદનમાં ક્યાંય નરસંહારની વાત કરાઈ નથી. તેમણે ફક્ત સનાતન ધર્મની ટીકા કરી હતી. તેમણે આ મામલે વડાપ્રધાન મોદીનું ઉદાહરણ આપતાં કહ્યું હતું કે જે રીતે પીએમ મોદીએ કોંગ્રેસમુક્ત ભારતની વાત કરી હતી, જેનો એ અર્થ નથી કે તે કોંગ્રેસની હત્યાની વાત કરી રહ્યા છે એજ રીતે મેં કોઈના નરસંહારની વાત નથી કરી. તેઓ તેમના…

Read More

કેનેડાએ તાજેતરમાં જ ભારત સાથે વર્ષોથી ચાલતી વેપાર સમજૂતી અંગેની મંત્રણાને અટકાવવાનો ર્નિણય કર્યા બાદ હવે બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકે ભારત સાથે તાત્કાલિક વેપાર કરવાનો ઈનકાર કરી દીધો છે. જી-૨૦ શિખર સંમેલન પહેલાં ભારત અને મોદી સરકાર માટે આ સતત બીજાે આંચકો મનાઈ રહ્યો છે. માહિતી અનુસાર જી-૨૦ શિખર સંમેલન સમયે હવે બ્રિટન અને ભારત વચ્ચે વેપાર સમજૂતી થવી મુશ્કેલ થઈ જશે. બની શકે કે હવે આગામી વર્ષે ચૂંટણી યોજાવા સુધી પણ આ સમજૂતી થઈ શકશે નહીં. કેટલાક અહેવાલોમાં સૂત્રોના હવાલાથી જણાવાયું હતું કે બ્રિટનના વડાપ્રધાને અર્લી હાર્વેસ્ટ ડીલના વિચારને ફગાવી દીધો છે. વડાપ્રધાન મોદી ચાલુ અઠવાડિયાના અંતે નવી દિલ્હી…

Read More

સની દેઓલની ફિલ્મ ‘ગદર ૨’ ૧૧ ઓગસ્ટના રોજે સિનેમાઘરોમાં રિલીઝ થઇ હતી. ૨૨ વર્ષ પહેલા આવેલી ફિલ્મ ‘ગદરઃ એક પ્રેમ કથા’ની આ સીક્વલ હતી. અનિલ શર્મા દ્વારા ડાયરેક્ટ આ ફિલ્મે રિલીઝ થવાના પહેલાથી જ બોક્સ ઓફિસ પર ધૂમ કમાણી કરવાની શરૂઆત કરી દીધી હતી. તારા સિંહ અને સકીનાની જાેડીએ સિલ્વર સ્ક્રીન પર આગ લગાવી દીધી હતી. જાે કે આ ફિલ્મની ટક્કર અક્ષય કુમારની ફિલ્મ ‘ઓએમજી ૨’ સાથે થઇ હતી પરંતુ સની દેઓલની આ ફિલ્મે બોક્સ ઓફિસ પર જબરદસ્ત પરફોર્મ કર્યું અને કમાણીના ઘણાં રેકોર્ડ તોડ્યા હતા.અનિલ શર્માની ફિલ્મ ‘ગદર ૨’એ હવે વધુ એક માઈલસ્ટોન સ્થાપિત કર્યું છે. ફિલ્મે ચોથા અઠવાડિયામાં…

Read More

ઉત્તરપ્રદેશની ભાજપ સરકારના મંત્રી સતીશ શર્માના શિવલિંગ નજીક હાથ ધોવા મામલે હોબાળો મચી ગયો છે. કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીએ સોશિયલ મીડિયા પર આ મામલે વીડિયો કરતાં આક્રમક વલણ અપનાવ્યું હતું. કોંગ્રેસે ભાજપના નેતાઓની આસ્થાને રાજકીય ગણાવી તો સમાજવાદી પાર્ટીના નેતાએ સવાલ કર્યો કે જાે આ જ કામ કોઈ અન્ય જાતિની વ્યક્તિએ કર્યો હોત તો શું થાય? કોંગ્રેસ અને સપા નેતાઓએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર સતીશ શર્માનો વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં શિવલિંગની ઠીક બાજુમાં તેમના અર્ધ્યની અંદર તેમના હાથ ધોતા દેખાય છે. આ વીડિયોમાં તેમની બાજુમાં મંત્રી જિતિન પ્રસાદ દેખાય છે. જે હાથ જાેડીને ઊભા છે. વીડિયો શેર કરતા…

Read More

એશિયા કપ ૨૦૨૩માં આજે ભારત-નેપાળ વચ્ચે ટક્કર થશે. ભારતીય ટીમના સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ આજની મેચમાં ટીમની ભાગ નહી હોય. બુમરાહ ગઈકાલે મુંબઈ પરત ફર્યો હતો. હવે સમાચાર મળી રહ્યા છે કે બુમરાહ પિતા બની ગયા છે. તેમની પત્ની અને જાણીતી સ્પોર્ટ્‌સ પ્રેઝેંટર સંજના ગણેશને પુત્રને જન્મ આપ્યો છે. બુમરાહ પુત્રના જન્મ માટે જ મુંબઈ આવ્યો હતો. તે ત્રણ દિવસ બાદ ફરી ટીમ સાથે જાેડાઈ જશે. ભારતીય ટીમના સ્ટાર બોલર જસપ્રીત બુમરાહે સોશ્યલ મીડિયા પર પત્ની સંજના સાથે પુત્ર અને પોતાના હાથની એક ફોટો શેર કરી છે. આ ફોટો શેર કરતા તેણે પોતાના પુત્રનું નામ પણ જણાવ્યું હતું. બુમરાહ…

Read More