Author: Shukhabar Desk

રજનીકાંતની જેલર રિલીઝ થયાના ઘણા દિવસો બાદ પણ ચર્ચામાં છે. ફિલ્મનું વર્લ્ડવાઈડ કલેક્શન ૫૬૪ કરોડ રૂપિયાને પાર કરી ગયું છે. અહેવાલ છે કે, સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશને ફિલ્મ નિર્માતાઓને તેમાં કેટલાક ફેરફારો કરવા કહ્યું છે, જેમાં તે દ્રશ્ય પણ સામેલ છે જેમાં રાકેશ રોશન વિશે વાંધાજનક વાતો કહેવામાં આવી છે. બોલિવૂડ હંગામાના અહેવાલ મુજબ, સેન્સર બોર્ડની તપાસ સમિતિએ ફિલ્મના હિન્દી વર્ઝનને તે ભાગ દૂર કરવા કહ્યું છે, જ્યાં રાકેશ રોશનનો અપમાનજનક ઉલ્લેખ કરવામાં આવ્યો છે. નેલ્સન દિલીપકુમાર દ્વારા નિર્દેશિત ‘જેલર’માં રજનીકાંત લીડ રોલમાં છે. રામ્યા કૃષ્ણન, યોગી બાબુ, વિનાયક, તમન્ના ભાટિયા અને માસ્ટર રિત્વિકે પણ ખાસ ભૂમિકાઓ ભજવી છે.…

Read More

જામનગરમાં શ્રાવણી મેળો વિવાદનો મેળો બન્યો છે. મેળાના ૫૮ સ્ટોલ પૈકી ૩૩ સ્ટોલના વીજ કનેકશન તંત્ર દ્વારા કાપવામાં આવ્યા છે. નિયમભંગ બદલ નોટીસ આપ્યા બાદ પણ કોઈ કાર્યવાહી ના કરતા મનપા દ્વારા ૩૩ પ્લોટને દંડ ફટકારી વીજ કનેક્શન કાપવામાં આવ્યા છે.જામનગર શહેરમાં મહાનગર પાલિકા સંચાલિત શ્રાવણી મેળામાં એક બાદ એક વિવાદ સામે આવ્યા છે. મેળામાં કુલ ૫૮ પ્લોટ આવેલા છે. જેમને આપવામાં આવેલી નિયત જગ્યા કરતા વધુ જગ્યાનો ઉપયોગ કરતા હોવાનું મહાનગર પાલિકાના ચેકીંગમાં સામે આવ્યું હતું. જે ૨૦ ટકાથી વધુ જગ્યાનો ઉપયોગ કરતા હોય તેવા ૩૩ પ્લોટ ધારકોને નોટીસ આપવામાં આવી હતી. જેમાં કુલ ૧૩.૫૦ લાખનો દંડ ભરવા આદેશ…

Read More

વદેશમાં ગુજરાતીઓ પર હુમલાની ઘટનાઓ સતત સામે આવતી રહે છે. વધુ એકવાર આવી ઘટના સામે આવી છે. દક્ષિણ આફ્રિકાના વેન્ડા ટાઉનમાં ગુજરાતી પર હુમલો કરવામાં આવ્યો છે. સ્ટોરમાં લૂંટના ઈરાદે આવેલા નિગ્રો લૂંટારાઓએ હુમલો કર્યો છે. હુમલાનો ભોગ બનનાર વ્યક્તિ મૂળ કરજણના સાંસરોદ ગામનો વતની છે. નિગ્રો લૂંટારાઓએ ફાયરિંગ કરતા યુવકને ઈજા થઈ છે અને તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના સાંસરોદ ગામના વતની દાઉદભાઈનો પુત્ર મુખ્તાર, તેની પત્ની સાથે આફ્રિકામાં રહે છે. મુખ્તાર છેલ્લા ૩૦ વર્ષથી વેન્ડામાં દુકાન ચલાવી પોતાનું ગુજરાત ચલાવે છે. તેના સ્ટોરમાં નિગ્રો લૂંટના ઈરાદાથી આવ્યા અને ફાયરિંગ કર્યું હતું. આ ફાયરિંગમાં…

Read More

અહીંયાના લોકો જીવન શાનથી જીવે છે પણ રંગીલા નામે ઓળખાતા રાજકોટ શહેરમાં આ વખતે મોંઘવારીની માર દેખાઈ રહી છે. દર વર્ષે જન્માષ્ટમી પહેલા રાજકોટના ધર્મેન્દ્ર રોડ પર તેજીનો માહોલ જામતો હોય છે. પરંતુ આ વખતે બજારમાં સુસ્તીનો માહોલ નજરે પડી રહ્યો છે. એવું લાગી રહ્યું છે કે, જાણે રાજકોટવાસીઓને મંદીનો માર નડી રહ્યો છે. આ વખતે બજારમાં ખૂબ ઓછા લોકો પ્રમાણમાં લોકો ખરીદી કરી રહ્યા છે જેના કારણે વેપારીઓને હાલ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ધર્મેન્દ્ર રોડ વેપારી એસોસિએશનના પ્રમુખ પ્રાંત કલ્યાણીએ જણાવ્યું હતું કે, સાતમ-આઠમ પર જે ઘરાકી આ રોડ પર જાેવા મળતી એ ઘરાકી આજે આ રોડ…

Read More

તાપીના વાલોડ તાલુકાના વિરપોર ગામે ફેકટરીમાં બ્લાસ્ટની ઘટના બની છે. આ ઘટનામાં બે લોકોના મોત થયા છે. નવનિર્મિત ફેકટરીમાં મશીનરીના ઇન્સ્ટોલેશન સમયે બ્લાસ્ટ થયો. ફ્રુટ ફેકટરીમાં બ્લાસ્ટ થતા બેના મોત થયા છે જાેકે ત્રણ લોકો ઘાયલ થયા છે. રાજકોટની કમ્પનીના કર્મચારીઓ મશીનરી ઇન્સ્ટોલેશનની કામગીરી કરી રહ્યા હતા.તાપીના વાલોડ તાલુકાના વિરપોર ગામે ફેકટરીમાં બ્લાસ્ટની ઘટના બની છે. આ ઘટનામાં બે લોકોના મોત થયા છે. નવનિર્મિત ફેકટરીમાં મશીનરીના ઇન્સ્ટોલેશન સમયે બ્લાસ્ટ થયો. ફ્રુટ ફેકટરીમાં બ્લાસ્ટ થતા બેના મોત થયા છે જાેકે ત્રણ લોકો ઘાયલ થયા છે. રાજકોટની કમ્પનીના કર્મચારીઓ મશીનરી ઇન્સ્ટોલેશનની કામગીરી કરી રહ્યા હતા. પ્રાથમિક તબક્કે મૃતકો રાજકોટના હોવાનું બહાર આવ્યું…

Read More

આધારકાર્ડ,પાનકાર્ડ, ચુંટણીકાર્ડ,જન્મપ્રમાણપત્ર જેવા ભારતીય નાગરિક તરીકેના આવશ્યક ઓળખના બનાવટી પુરાવાઓ બનાવી, દેશની સુરક્ષા સામે પ્રશ્નો ઉભા કરનારાઓના મુખ્ય સુત્રધારોને રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ ખાતેથી પકડી પાડી રાષ્ટ્રવ્યાપી ગુનાનો પર્દાફાશ ઇકો સેલ દ્વારા કરવામાં આવ્યો છે. આરોપીઓ પાસેથી ૨ લાખ જેટલા આધારકાર્ડ, પાનકાર્ડ, ચૂંટણી કાર્ડ તથા જન્મ દાખલો કબ્જે કરવામાં આવ્યો છે. હાલના સમયમાં સમગ્ર ભારત દેશ અને તેમાં પણ ગુજરાત રાજ્યમાં બોગસ અને બનાવટી ઓળખના પુરાવાઓ બનાવી તેના આધારે ડી સીમકાર્ડ, લોન કૌભાંડો વ્યાપક માત્રામાં થઇ રહ્યાં છે. આ બાબતો ધ્યાને આવતા ગુજરાત પોલીસ અને સુરત શહેર પોલીસ દ્વારા આ પ્રકારની પ્રવૃત્તિઓના મુળ સુધી પહોંચી તેમાં સંડોવાયેલ લોકોને પકડી પાડી…

Read More

સુરતના પાંડેસરામાં રત્ન કલાકારની ૧૨ વર્ષની દીકરી રહીતિએ ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું છે. કર્મયોગી સોસાયટી નંબર-૨માં રહેતી કિશોરીએ રૂમની અંદર દુપટ્ટો અને રૂમાલ વડે ગળેફાંસો ખાંધો હતો. મૃતક કિશોરી ધોરણ-૭માં અભ્યાસ કરતી હતી. સુરત શહેરમાં વધુ એક આપઘાતનો બનાવ બનતા ચકચાર મચી છે. પાંડેસરામાં રત્ન કલાકારની ૧૨ વર્ષની દીકરી રહીતિએ ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું છે. કર્મયોગી સોસાયટી નંબર-૨માં રહેતી કિશોરીએ રૂમની અંદર દુપટ્ટો અને રૂમાલ વડે ગળેફાંસો ખાંધો હતો. મૃતક કિશોરી ધોરણ-૭માં અભ્યાસ કરતી હતી.જાે કે આપઘાતનું કારણ અકબંધ છે. બનાવને પગલે લોકોના ટોળા ભેગા થયા હતા. દીકરીના આપઘાતથી પરિવારમાં શોકનો માહોલ છવાય.મૃતકના પિતા રત્ન કલાકારનું અને માતા શૂટ કટિંગનું…

Read More

નવસારીમાં હવે જગતનો તાત ફરી મુશ્કેલીમાં મુકાયો છે. વરસાદની હાથતાડીને કારણે પાક સુકાયો છે. વરસાદ નહીં વરસતા ડાંગર અને શેરડીનો પાક બરબાદ થયો છે. પાણી ન મળતા પાકમાં જીવાત પડી છે. સદલાવ ગામના ખેડૂતો મુખ્યત્વે ડાંગર અને શેરડીની ખેતી કરે છે. જુલાઈમાં અતિવૃષ્ટિના કારણે શેરડી અને અન્ય પાકને નુકસાન થયું હતું. એવામાં ઓગસ્ટ મહિના બાદ વરસાદે હાથ તાડી આપી છે.દક્ષિણ ગુજરાતમાં વરસાદ ખેંચાતા ડાંગરની ખેતી કરતા ખેડૂતો પર ચિંતાના વાદળો ઘેરાયા. ઓગસ્ટ મહિનામાં વરસાદ નહીં પડતા ડાંગર અને શેરડીના પાકને ભારે નુકસાન થઈ રહ્યું છે. ડાંગર પકવવા માટે તૈયાર કરવામાં આવેલુ ધરું સુકાઈ જવાના આરે છે. જિલ્લામાં અંદાજે ૭૦ હજાર…

Read More

સુરતના ઈચ્છાપોર વિસ્તારમાંથી નકલી દારુની ફેક્ટરી ઝડપાઈ છે. પીસીબીએ દરોડો પાડીને નકલી દારુની ફેક્ટરી ઝડપી પાડી છે. ઈચ્છાપોર વિસ્તારમાં નકલી દારુ બનાવવામાં આવ્યો હતો, જેને ઝડપી લેવામાં આવ્યો છે. પોલીસે ૯.૨૮ લાખનો મુદ્દામાલ પણ ઝડપી પાડ્યો છે.સુરતના ઈચ્છાપોર વિસ્તારમાંથી નકલી દારુની ફેક્ટરી ઝડપાઈ છે. પીસીબીએ દરોડો પાડીને નકલી દારુની ફેક્ટરી ઝડપી પાડી છે. ઈચ્છાપોર વિસ્તારમાં નકલી દારુ બનાવવામાં આવ્યો હતો, જેને ઝડપી લેવામાં આવ્યો છે. પોલીસે ૯.૨૮ લાખનો મુદ્દામાલ પણ ઝડપી પાડ્યો છે. અલગ અલગ બ્રાન્ડની બોટલોમાં નકલી દારુને મશીન વડે પેક કરીને સુરત વિસ્તારમાં વેચતા હતા. બાતમીના આધારે પીસીબીએ દરોડો પાડ્યો હતો અને જેમાં બે આરોપીઓને પણ ઝડપી લેવામાં…

Read More

ભરૂચમાં પેઇનકિલરના ઓવરડોઝથી નશો કરવાના કૌભાંડનો ભરૂચ પોલીસ તેમજ ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગના જાેઈન્ટ ઓપરેશનમાં પર્દાફાશ કર્યો છે. પ્રિસ્કીપશન વગર દવાઓ મેળવી નશો કરવાના મામલામાં તંત્રએ ૨૦ મેડિકલ સ્ટોરમાં ડમી ગ્રાહક મોકલ્યા હતા. ભરૂચમાં પેઇનકિલરના ઓવરડોઝથી નશો કરવાના કૌભાંડનો ભરૂચ પોલીસતેમજ ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગના જાેઈન્ટ ઓપરેશનમાં પર્દાફાશ કર્યો છે. પ્રિસ્કીપશન વગર દવાઓ મેળવી નશો કરવાના મામલામાં તંત્રએ ૨૦ મેડિકલ સ્ટોરમાં ડમી ગ્રાહક મોકલ્યા હતા જે પૈકી ૫ માં પ્રિસ્કીપશન વગર સંચાલકોએ દવા આપી દીધી હતી. ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનમાં કેબલ ચોરીના ગુનામાં ઝડપાયેલા આરોપીઓ ડ્રગ એડિક્ટ હતા. આ આરોપીઓ નશાની દવાઓ વિના રહી શકતા ન હતા. આરોપીઓની ઉડાણપૂર્વક પુછપરછમાં…

Read More