પાકિસ્તાન- શ્રીલંકામાં રમાઈ રહેલા એશિયા કપ ૨૦૨૩ની તેની બીજી મેચમાં ભારતે નેપાળને એકતરફી હરાવીને સુપર-૪માં પ્રવેશ કર્યો છે. વરસાદના કારણે ઘણી વખત મેચ રોકવી પડી હતી. પાકિસ્તાન સામેની પ્રથમ મેચમાં ટોસ જીતીને બેટિંગ કરવાનો ર્નિણય લેનાર કેપ્ટન રોહિત શર્માએ આ વખતે પ્રથમ બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. પરંતુ ભારત સામે પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય મેચ રમી નેપાળી ટીમે ૪૮.૨ ઓવરમાં ૨૩૦ રનનો સન્માનજનક સ્કોર કરીને વિશ્વ ક્રિકેટનું દિલ જીતી લીધું હતું. ૨૩૧ રનના ટાર્ગેટના જવાબમાં જ્યારે ભારતે ૨.૧ ઓવરમાં વિના વિકેટે ૧૭ રન કર્યા હતા ત્યારે વરસાદના કારણે રમત રોકવી પડી હતી. ડકવર્થ-લુઈસના આધારે, ભારતને ૨૩ ઓવરમાં ૧૪૫ રનનું ટાર્ગેટ મળ્યું…
Author: Shukhabar Desk
એશિયા કપ ૨૦૨૩માં ગઈકાલે ભારત અને નેપાળ વચ્ચે મેચ રમાયેલી મેચમાં ભારતીય ટીમે ૧૦ વિકેટથી શાનદાર જીત મેળવી હતી. કેપ્ટન રોહિત શર્મા અને શુભમન ગિલે શાનદાર ફિફ્ટી ફટકારી હતી. ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો ર્નિણય કર્યો હતો. બેટિંગ કરવા ઉતરેલી નેપાળની ટીમે ૨૩૦ રન બનાવ્યા હતા. ત્યારબાદ વરસાદના કારણે અટકાયેલી મેચમાં ભારતે ૨૦.૧ ઓવરમાં ૧૪૭ રન બનાવી જીત મેળવી હતી. રોહિત શર્માને ૭૪ રનની શાનદાર ઇનિંગ માટે પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. મેચ બાદ ભારતીય ખેલાડીઓએ નેપાળી ખેલાડીઓનું પણ સમ્માન કર્યું હતું જેનો વીડિયો સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે. સોશ્યલ મીડિયા પર વાયરલ…
ભારતીય રિઝર્વ બેંકે લેવડ- દેવડ માટે બેંકો દ્વારા જાહેર કરવામાં આવેલ પ્રી-એપ્રુવ્ડ લોન સુવિધાને પણ યુપીઆઈ સિસ્ટમમાં સામેલ કરવા માટે સોમવારે જાહેરાત કરવામાં આવી હતી. અત્યાર સુધી યુપીઆઈ સિસ્ટમ દ્વારા માત્ર જમા રકમ પર જ લેવડ- દેવડ કરવામાં આવતી હતી. કેન્દ્રીય બેંકે એપ્રિલમાં યુપીઆઈ સિસ્ટમનો ફેલાવો વધારવા માટે પ્રસ્તાવ રાખવામાં આવ્યો હતો. જેમા બેંકોમાં પહેલેથી ક્રેડિટ લોન સુવિધાને ટ્રાન્સફર કરવાની મંજુરી આપવામાં આવી છે, જાે હાલમાં બચત ખાતામાં ઓવરડ્રાફ્ટ ખાતા, પ્રીપેડ વોલેટ અને ક્રેડિટ કાર્ડને યુપીઆઈથી જાેડવામાં આવી શકે છે.રિઝર્વ બેંકે બેંકોમાં પૂર્વ-મંજૂર લોન સુવિધાને યુપીઆઈ દ્વારા સંચાલન’ પર એક સર્કુલર જાહેર કરતા કહ્યુ હતું કે, યુપીઆઈદ્વારા હવે લોન સુવિધાને…
પૂર્વ ભારતીય ક્રિકેટર ગૌતમ ગંભીરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાસ્તવમાં ભારત-નેપાળ મેચ દરમિયાન ગૌતમ ગંભીરે ચાહકોને મિડલ ફિંગર બતાવી હતી. ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટરનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. ગૌતમ ગંભીરને સોશિયલ મીડિયા પર આકરી ટીકાનો સામનો કરવુ પડ્યું હતું. જાે કે, હવે ગૌતમ ગંભીરે પોતે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયો અંગે ખુલાસો કર્યો છે. ગંભીરે આખી ઘટના જણાવી હતી. ગૌતમ ગંભીરે પોતાની સ્પષ્ટતામાં કહ્યું હતું કે હું જ્યારે બહાર નીકળી રહ્યો હતો ત્યારે મેદાનમાં હાજર કેટલાક પાકિસ્તાની પ્રશંસકો ભારત વિરોધી નારા લગાવી રહ્યા હતા. જેનો મેં માત્ર જવાબ આપ્યો છે. ગૌતમ…
જાે ભારતીય ઉત્પાદનની વાત કરીએ તો આસામ, કેરળ અને પશ્ચિમ બંગાળનો ઉલ્લેખ છે. પરંતુ શું તમે જાણો છો કે દાર્જિલિંગમાં એક ખાસ ચા ઉગાડવામાં આવે છે, જે વિશ્વની સૌથી મોંઘી ચામાંની એક છે. અમે વાત કરી રહ્યા છીએ સિલ્વર ટિપ્સ ઈમ્પિરિયલ ટી વિશે. આ ચાના પાંદડાઓની એક દુર્લભ વિવિધતા છે અને તે પૂર્ણ ચંદ્રની રાત્રે જ તોડી લેવામાં આવે છે. વર્ષમાં માત્ર ચાર કે પાંચ વખત જ તેની લણણી થાય છે. સિલ્વર ટીપ્સ ઈમ્પીરીયલ ચા મકાઈબારી ચાના બગીચાના અમુક ખાસ લોકો દ્વારા જ તેડવામાં આવે છે. પૂર્ણિમાની રાત્રે આ લોકો હાથમાં મશાલ લઈને તેની કળીઓ ચૂંટી લે છે. તમે તસવીરોમાં…
ભારતીય વાયુસેના ચીન અને પાકિસ્તાનની સરહદ સાથેના ઉત્તરીય ક્ષેત્રમાં ત્રિશુલ અભ્યાસ કરી રહી છે. આ કવાયત રાફેલ, મિરાજ ૨૦૦૦ સહિત ફાઇટર એરક્રાફ્ટ સાથે ચિનૂક, અપાચે સહિત હેવી-લિફ્ટ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ સાથે કરવામાં આવી રહી છે. ગુરુ વિશેષ દળો પણ કવાયતનો એક ભાગ છે. જ્યાં વાયુ શક્તિના તમામ તત્વોનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. આ કવાયત ૪ થી ૧૪ સપ્ટેમ્બર સુધી લદ્દાખ, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર અને પંજાબ સહિતના ઉત્તરીય વિસ્તારોમાં થશે. જાેકે, ફાઈટર જેટના અવાજથી સ્થાનિક લોકોમાં પણ ગભરાટનો માહોલ સર્જાયો હતો. ચંબાના ઘણા વિસ્તારો જમ્મુ-કાશ્મીરની સરહદોને અડીને આવેલા છે. અહીં એસડીએમ જાેગીન્દર પટિયાલે કહ્યું કે તેમની આ અંગે કોઇ જાણકારી નથી.…
અમેરિકી રાષ્ટ્રપતિ જાે બિડેન અને ફર્સ્ટ લેડી જીલ બિડેન બે દિવસ બાદ ભારતમાં જી-૨૦ સમિટમાં ભાગ લેવાના હતા. આ પહેલા બંનેનો કોવિડ રિપોર્ટ આવી ગયો છે. જેમાં ફર્સ્ટ લેડી જીલ બિડેન કોરોના સંક્રમિત જાેવા મળી છે. તે જ સમયે, રાષ્ટ્રપતિ બિડેનનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. જાેકે પ્રથમ મહિલા કાર્યાલયનું કહેવું છે કે તેમનામાં કોવિડના કોઈ લક્ષણો નથી. આ દરમિયાન, તે ડેલવેરમાં તેના નિવાસસ્થાને રહેશે. તેમના કોમ્યુનિકેશન ડિરેક્ટરે એક નિવેદનમાં કહ્યું કે વ્હાઇટ હાઉસ મેડિકલ યુનિટે નજીકના લોકોને આ અંગે જાણ કરી છે. સાઉથ કેરોલિનામાં રાષ્ટ્રપતિ સાથે વેકેશન દરમિયાન ૧૬ ઓગસ્ટના રોજ ૭૧ વર્ષીય જીલ બિડેન પ્રથમ વખત કોવિડ પોઝીટીવ હોવાનું…
ઉત્તર કોરિયાના પ્રમુખ કિમ જાેંગ ઉન જલદી રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને મળવા રશિયા જઈ શકે છે. અમેરિકાના અધિકારીએ દાવો કર્યો છે કે આ દરમિયાન રશિયા યુક્રેનમાં યુદ્ધ માટે કિમ જાેંગ પાસેથી સૈન્ય હથિયારો ખરીદવાનો પ્રયાસ કરશે. અમેરિકાના અધિકારીએ જણાવ્યું કે અમેરિકાને આશા છે કે કિમ જાેંગ આ મહિનાની અંદર મુલાકાત કરશે. જાે કે તેમણે કહ્યું કે બેઠક ક્યાં અને ક્યારે થશે તે અંગે કોઈ પુષ્ટી થઇ નથી, પરંતુ ઉત્તર કોરિયાથી અંતરને જાેતા બંને નેતાઓ વચ્ચે પેસિફિક પોર્ટ સિટી વ્લાદિવોસ્તોકમાં મુલાકાત થઈ શકે છે. અનુસાર, નેશનલ સિક્યોરિટી કાઉન્સિલના પ્રવક્તા એડ્રિન વોટસને સોમવારે જણાવ્યું હતું કે રશિયન સંરક્ષણ પ્રધાન સર્ગેઈ શોઇગુએ તાજેતરમાં…
સોશિયલ મીડિયા કંપની વોટ્સએપે જુલાઈ મહિનામાં પ્લેટફોર્મ પરથી ૭૨ લાખ ભારતીય એકાઉન્ટને પ્રતિબંધિત કરી દીધા છે. આઈટી નિયમ ૨૦૨૧ હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી છે. સોશિયલ મીડિયા કંપનીઓએ ૈં્ નિયમ ૨૦૨૧ હેઠળ દર મહિને માસિક વપરાશકર્તા સુરક્ષા અહેવાલ જારી કરવાનો રહેશે. મેટાએ જુલાઈ મહિના માટે વોટ્સએપ સેફ્ટી રિપોર્ટ જાહેર કર્યો છે. કંપનીએ જુલાઈમાં પ્લેટફોર્મ પરથી ૭૨ લાખ ભારતીય ખાતાઓને પ્રતિબંધિત કર્યા છે. કંપનીએ કહ્યું કે ૧ થી ૩૧ જુલાઇની વચ્ચે તેણે ૭૨,૨૮,૦૦૦ વોટ્સએપ એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે જ્યારે ૩૧,૦૮,૦૦૦ એકાઉન્ટ્સ કોઈપણ ફરિયાદ વિના પહેલાથી જ પ્રતિબંધિત છે. કંપનીએ પોતાની દેખરેખ હેઠળ આ એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. ભારતમાં WhatsApp…
ભારત G-20 ના અધ્યક્ષના રૂપમાં ૯-૧૦ સપ્ટેમ્બરના રોજ જી-૨૦ વાર્ષિક સમિટનું આયોજન કરી રહ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જાે બાઇડન સહિત વિશ્વના બે ડઝનથી વધુ નેતાઓ તેમાં ભાગ લેવાના છે. સમિટને લઈને રાષ્ટ્રીય રાજધાનીમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે સેનાની સાથે સીઆરપીએફ અને દિલ્હી પોલીસના જવાનોને પણ વિદેશી મહેમાનોની સુરક્ષા માટે તૈનાત કરવામાં આવશે. જી-૨૦ સમિટમાં ભાગ લેવા માટે બાઇડન ૭ સપ્ટેમ્બરે ભારત આવશે અને ૮ સપ્ટેમ્બરે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. જાે કે તેની સત્તાવાર જાહેરાત હજુ થવાની બાકી છે. કોન્ફરન્સ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૧૦ સપ્ટેમ્બરે બ્રાઝિલના રાષ્ટ્રપતિને G-20…