માધુરી દીક્ષિતે તેની કારકિર્દીમાં રામ લખન, તેઝાબથી લઈને હમ આપકે હૈ કૌન જેવી ઘણી બ્લોકબસ્ટર ફિલ્મોમાં કામ કર્યું છે. એક સમય એવો હતો જ્યારે તે ઈન્ડસ્ટ્રીની સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રી હતી. માધુરી તેના ડાન્સ અને એક્ટિંગ બંને માટે પ્રખ્યાત છે. તેણે પોતાના દમદાર અભિનયથી ઘણી ફિલ્મોમાં લીડ હીરોને પાછળ છોડી દીધો. માધુરીએ તેની કારકિર્દીમાં ઘણી મુશ્કેલ ભૂમિકાઓ પણ ભજવી હતી. પરંતુ, એક ફિલ્મમાં કામ કરતી વખતે માધુરી ખૂબ જ પરેશાન થઈ ગઈ હતી. આ વાતનો ખુલાસો ડિરેક્ટર ટીનુ આનંદે કર્યો છે. કાલિયા અને શહેનશાહ જેવી લોકપ્રિય ફિલ્મોમાં મેગાસ્ટાર અમિતાભ બચ્ચન સાથે કામ કરનાર ટીનુ આનંદે ૧૯૮૯માં ‘શનખ્ત’ નામની ફિલ્મ…
Author: Shukhabar Desk
સુપરસ્ટાર અમિતાભ બચ્ચનના મેગા શો કૌન બનેગા કરોડપતિમાં ભાગ લઈને કરોડો કમાવવાનું દરેક વ્યક્તિનું સપનું હોય છે. કેટલાક લોકો તેમાં ભાગ લઈ શકે છે અને ઈનામની રકમ પણ મેળવી શકે છે, પરંતુ શું તમે જાણો છો કે તમને ખરેખર કેટલી ઈનામની રકમ મળે છે? જીતેલા પૈસા પર કેટલો આવકવેરો ભરવો પડશે? પંજાબના રહેવાસી જસકરણે દ્ભમ્ઝ્રની ૧૫મી સીઝનમાં ૧ કરોડ રૂપિયા જીત્યા છે. જાે કે, તે ૭ કરોડના છેલ્લા પ્રશ્ન પર અટવાઈ ગયો હતો અને તેણે ૧ કરોડ લઈને રમત બંધ કરવાનું વધુ સારું માન્યું હતું. પરંતુ જસકરણને ૧ કરોડ રૂપિયાની ઈનામની રકમમાંથી કેટલી રકમ મળી હશે અને જાે તેણે ૭…
શાહરૂખ ખાન એક બોલિવૂડ સ્ટાર છે, જેનો સાઉથમાં પણ ઘણો મોટો ચાહક વર્ગ છે અને ત્યાંના લોકો પણ તેને પુજતા હોય છે. મણિરત્નમની ‘દિલ સે’ અને એઆર રહેમાનની મ્યુઝિક વિડિયો ‘છૈયા છૈયા’ (તમિલમાં થૈયા થૈયા) શાહરૂખને એક અલગ સ્તર પર લઈ ગયા. તમને જણાવી દઈએ કે, વર્ષ ૨૦૦૦માં શાહરૂખને કમલ હાસનની સર્વશ્રેષ્ઠ ફિલ્મ ‘હે રામ’માં કાસ્ટ કરવામાં આવ્યો હતો, જેમાં તેણે અમજદ અલી ખાનનો રોલ કર્યો હતો. કમલ હાસને ખુલાસો કર્યો હતો કે, શાહરૂખે આ ફિલ્મ ફ્રીમાં કરી હતી. જ્યારે વર્ષ ૨૦૧૧માં તે સુપરસ્ટાર રજનીકાંત સાથે રા વનમાં જાેવા મળ્યો હતો પરંતુ રિલીઝ આ ફિલ્મ ફ્લોપ રહી હતી. બે વર્ષ…
૯૦ના દશકમાં કરિશ્મા કપૂરનું નામ બોલિવૂડની ટોપ એક્ટ્રેસીસની લિસ્ટમાં સામેલ હતું. આ સમયમાં કરિશ્માનો એવો જલવો હતો કે દર્શકો તેની ફિલ્મની આતુરતાથી રાહ જાેતા હતાં. એક સમયે ગોવિંદા સાથે કરિશ્માની જાેડી તો બોલિવૂડની નંબર વન જાેડી બની ગઇ હતી. આ જાેડીએ બોક્સ ઓફિસ પર ઢગલાબંધ સુપરહિટ ફિલ્મો પણ આપી, પરંતુ એવું કંઇક બન્યું કે આ જાેડી ત્યારે તૂટી જ્યારે તેની સૌથી વધુ ડિમાન્ડ હતી. રાજા બાબૂ, સાજન ચલે સસુરાલ, જેવી અનેક સુપરહિટ ફિલ્મો આપનાર આ જાેડીના પ્રોજેક્ટની દર્શકો આતુરતાથી રાહ જાેતા હતાં. ગોવિંદાની સાથે કરિશ્માની ફિલ્મો ખૂબ જ સારી ચાલી રહી હતી, તેની કરિયર પણ બુલંદીઓ પર પહોંચી ગયું હતું,…
મંગળવારે ફૂકરે-૩નું ટ્રેલર રિલીઝ કરી દેવામાં આવ્યું છે અને આ ટ્રેલર લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યું છે. પુલકિત સમ્રાટ, રિચા ચઢ્ઢા અને પંકજ ત્રિપાઠી સ્ટાર આ ફિલ્મ ૨૮ સપ્ટેમ્બરે દેશભરના સિનેમાઘરોમાં સિલીઝ કરવામાં આવશે. આ પહેલાં સોમવારે ફૂકરે-૩નું પોસ્ટર જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારે આ ફિલ્મ પણ હિટ રહેશે તેવી આગાહી કરવામાં આવી છે. ફુકરે-૩ના ટ્રેલરમાં જાેઈ શકાય છે કે ભોલી પંજાબન અને ફુકરા ગેંગ ફરીથી આમને-સામને આવી ગઈ છે. દર્શકો પણ આ ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. મનદીપ સિંહ લાંબા દ્વારા નિર્દેશિત આ કોમેડી ફિલ્મ ફુકરે ફ્રેન્ચાઈઝીની ત્રીજી ફિલ્મ છે. અગાઉ ફિલ્મના ૨ પાર્ટ રિલીઝ થઈ ચૂક્યા…
ઋતિક રોશને વર્ષ ૨૦૦૦માં પોતાની પહેલી જ ફિલ્મ ‘કહો ના પ્યાર હૈ’થી ધૂમ મચાવી દીધી હતી. આ ફિલ્મ ૪૪ કરોડ રૂપિયાની કમાણી સાથે બ્લોકબસ્ટર રહી હતી. પોતાની ડેબ્યૂ ફિલ્મથી રાતોરાત સ્ટાર બનેલા ઋતિક રોશનની કિસ્મત પલ્ટી મારી ગઇ છે. ઋતિક રોશનની ગયા વર્ષે રિલીઝ થયેલી ફિલ્મ વિક્રમ વેધા પણ બોક્સ ઓફિસ પર ઉંધે માથે પટકાઇ હતી. ૧૫૦ કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે ફક્ત ૯૩ કરોડની કમાણી કરી હતી. આ ફિલ્મ ફ્લોપ થયા બાદ હવે ઋતિક રોશન કામ માટે ફાંફા મારી રહ્યો છે. પાછલા કેટલાંક સમયથી તેની કોઇપણ અપકમિંગ ફિલ્મની અનાઉન્સમેન્ટ થઇ નથી. પહેલી જ ફિલ્મથી મચાવ્યો તહેલકોઃ ઋતિક રોશને પોતાની…
ગુજરાતી સુપરનેચરલ થ્રિલર ફિલ્મ વશની હિન્દી રિમેકમાં અજય દેવગણ અને આર. માધવન જાેવા મળશે. આ સમાચાર આવ્યા બાદ ફિલ્મનું શૂટિંગ લગભગ પૂરું થવાના આરે હોવાના અહેવાલ પણ હતા. હવે ફિલ્મની રિલીઝ ડેટ સામે આવી ગઈ છે. આજે જન્માષ્ટમીના તહેવારે મેકર્સે રિલીઝ ડેટની જાહેરાત કરી છે. ૮ માર્ચ ૨૦૨૪ના રોજ ગુજરાતી ફિલ્મ ‘વશ’ની હિન્દી રિમેક રિલીઝ થશે. જાેકે, ફિલ્મના મેકર્સે હજી સુધી તેનું ટાઈટલ નક્કી નથી કર્યું. જણાવી દઈએ કે, ફિલ્મના મેકર્સ કુમાર મંગત અને અભિષેક પાઠકે આ ફિલ્મમાં અજય દેવગણ અને આર. માધવન ઉપરાંત જ્યોતિકાને પણ લીધી છે. ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની જાણીતી એક્ટ્રેસ જાનકી બોડીવાલા પણ ‘વશ’ની હિન્દી રિમેકથી બોલિવુડમાં…
બોલિવૂડ ચોકલેટી બોય રણબીર કપૂર કરોડો દિલો પર રાજ કરે છે, એક્ટિંગના બળે પોતાનું ફેન ફૉલોઇંગ તગડું બનાવનાર કપૂર ખાનદાનના વારસદારને લોકો ખૂબ જ પસંદ કરે છે. પરંતુ ખૂબ જ ઓછા લોકોને એ જાણકારી છે કે, તેને બાળપણમાં જ એક દુર્લભ બીમારી થઇ હતી, જેના કારણે તે આજે પણ ઝડપથી વાત કરે છે અને ઝડપથી ભોજન લે છે. રિપોર્ટ્સ અનુસાર, રણબીરને બાળપણમાં નેઝલ ડિવિએટેડ સેપ્ટમ હતું, જે ઓલાફેક્ટરી વિકાર છે. જેમાં બંને નોસ્ટ્રીલ્સની વચ્ચેનું હાડકું ડિવિએટ થઇ જાય છે. જેનો ઇલાજ માત્ર સર્જરીથી જ શક્ય છે. જાે કે, રણબીર કપૂરને બાળપણમાં સર્જરી કરાવવી નહતી. અહીં જાણો, આ દુર્લભ બીમારી શું…
સૌરાષ્ટ્રવાસીઓને મળેલી રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટની મોટી ભેટને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા છે. હવે ગણતરીના દિવસોમાં ધમ ધોકાર રીતે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ શરૂ થઈ જશે. ૧૦મી સપ્ટેમ્બરથી એરપોર્ટ શરૂ થશે તેને લઈ એરપોર્ટ ઓથોરિટીએ એક નોટિસ બહાર પાડી છે. અત્રે જણાવી દઈએ કે, થોડા દિવસ અગાઉ ઁસ્ મોદીએ રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખુલ્લુ મુક્યુ હતું. એરેપોર્ટ ઓથોરીટી ઓફ ઈન્ડિયાએ નોટિસમાં લખ્યું છે કે, ૯મી સપ્ટેમ્બર ૨૦૨૩થી રાજકોટ એરપોર્ટ સ્થાયીરૂપે ફ્લાઈટ ઓપરેશન્સ માટે બંધ કરી દેવામાં આવશે. ૧૦મી સપ્ટેમ્બર ૨૦૨૩થી રાજકોટથી આવતી અને જતી તમામ ફ્લાઈટ્સ રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટથી સંચાલિત થશે, જે રાજકોટ શહેરથી ૩૦ કિમીના અંતરે સ્થિત છે. એરપોર્ટ્સ ઓથોરીટી ઓફ…
નર્મદાના ડેડિયાપાડાની ૧૨ વર્ષીય રેપ પીડિતાને ગુજરાત હાઈકોર્ટ તરફથી એક મોટી રાહત મળી છે. પિતાના રેપથી ગર્ભવતી બનનારી ૧૨ વર્ષની છોકરીના ૨૭ અઠવાડિયાના ગર્ભપાતની આજે ગુજરાત હાઈકોર્ટે પરમિશન આપી દીધી છે. હાઈકોર્ટના જસ્ટીસ સમીર દવેએ વડોદરાની સર સયાજીરાવ ગાયકવાડ હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ દ્વારા રજૂ કરાયેલા મેડિકલ રિપોર્ટની નોંધ લઈને ગર્ભપાતનો આદેશ આપ્યો હતો. ગર્ભપાતની અરજીને આધારે હાઈકોર્ટે ૪ સપ્ટેમ્બરે પીડિતાની તબીબી તપાસ કરવા ડૉક્ટરોની પેનલને નિર્દેશ આપ્યો હતો જે પછી આજે કોર્ટને મેડિકલ રિપોર્ટ મળી જતા આવો આદેશ જાહેર કરવામાં આવ્યો હતો. હાઈકોર્ટે રાજ્ય સરકારને પીડિતને ૨.૫ લાખ રૂપિયાનું વળતર ચૂકવવા પણ આદેશ આપ્યો છે, જેમાંથી ૫૦,૦૦૦ રૂપિયા તાત્કાલિક અને…