Author: Shukhabar Desk

બ્રિટનથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. અહીંના બીજા સૌથી મોટા શહેર બર્મિંઘમે દેવાળું ફૂંક્યું છે. બર્મિંઘમ સિટીના કાઉન્સિલે પોતે આ વાત કબૂલી છે. મંગળવારે તેમણે સેક્શન ૧૧૪ની નોટિસ જાહેર કરી હતી. જે મુજબ, શહેરમાં આવશ્યક સેવાઓને બાદ કરતાં બધા જ ખર્ચા ઉપર તાત્કાલિક ધોરણે રોક લગાવવામાં આવી છે. બ્રિટનના બીજા સૌથી મોટા શહેર બર્મિંઘમે કુલ ૯૫૪ મિલિયન ડોલરનું સમાન વેતન આપવાનો દાવો કર્યો હતો અને હવે પોતાને દેવાળિયું જાહેર કરતાં તમામ નકામા ખર્ચ બંધ કર્યા છે. સિટી કાઉન્સિલે જાહેર કરેલી નોટિસમાં આ પાછળનું કારણ આપતાં જણાવ્યું કે, સમાન વેતનના દાવાના ખર્ચના કારણે વર્તમાનમાં આ નકારાત્મક આર્થિક સ્થિતિ ઊભી થઈ…

Read More

મુંબઈના ઈતિહાસમાં અત્યાર સુધીની સૌથી મોટી રિયલ એસ્ટેટ ડીલ પૈકી એકની વિગતો બહાર આવી છે. આ સોદામાં વરલી ખાતે બોમ્બે ડાઈંગ મિલની ૧૮ એકર જમીન જાપાની ઉદ્યોગજૂથ સુમિટોમોને વેચવામાં આવે તેવી શક્યતા છે. આ સોદાની કુલ વેલ્યૂ ૫૦૦૦ કરોડ રૂપિયા આંકવામાં આવે છે. આ વિશે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ નથી થઈ, પરંતુ વાડિયાનું વરલી હેડક્વાર્ટર જાપાની કંપનીને વેચાઈ રહ્યું છે. આ જમીન પાંડુરંગ બુધકર માર્ગ પર આવેલી છે અને ત્યાં ભવિષ્યમાં અદભૂત વિકાસ થઈ શકે તેમ છે. તાજેતરમાં લો કંપની વાડિયા ગાંધી દ્વારા તેના ક્લાયન્ટ વતી એક નોટિસ પ્રકાશિત થઈ હતી જેમાં બોમ્બે ડાઈંગ એન્ડ મેન્યુફેક્ચરિંગ કંપનીની જમીનમાં કોઈના…

Read More

છેલ્લી વખત જ્યારે ભારતમાં આઈસીસી વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપ યોજાયો હતો, ત્યારે મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાની હેઠળની ટીમે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં વર્લ્ડ કપની ટ્રોફી ઉપાડીને ૨૮ વર્ષની લાંબી રાહનો અંત આણ્યો હતો. આવું ૧૨ વર્ષ પહેલા થયું હતું. આ દરમિયાન ભારતે દરેક ફોર્મેટમાં રમાયેલા વર્લ્ડકપમાં નિરાશાજનક પ્રદર્શન કર્યું છે. આ વર્ષે ઓક્ટોબરમાં રોહિત શર્મા પાસે ધોનીની સિદ્ધિનું પુનરાવર્તન કરવાની અને ૈંઝ્રઝ્ર ટાઈટલ માટેની દાયકા લાંબી રાહનો અંત લાવવાની તક છે. જાેકે, સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું રોહિતની આગેવાની હેઠળની ટીમમાં આ ક્ષમતા છે? આ જ પ્રશ્ન ભારતના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર અને ૨૦૧૧માં ભારતની જીતના હીરો રહેલા યુવરાજ સિંહે પણ…

Read More

નવી દિલ્હીમાં ૯ અને ૧૦ સપ્ટેમ્બરે યોજાનારી ય્-૨૦ સમિટમાં ભાગ લેવા માટે અમેરિકાના રાષ્ટ્રપતિ જાે બાઇડન ભારત આવવા રવાના થયા હતા. બાઇડન ભારતમાં ત્રણ દિવસ રોકાશે. તેઓ આજે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે. બંને નેતાઓ શુક્રવારે (૮ સપ્ટેમ્બર) સાંજે ૭.૩૦ વાગ્યે લોક કલ્યાણ માર્ગ સ્થિત પીએમ મોદીના નિવાસસ્થાને મળશે. જાે બાઇડન જી-૨૦ સંમેલનમાં ભાગ લેવા માટે સાંજે ભારત પહોંચશે અને ત્યારબાદ પીએમ મોદી સાથે ડિનર કરશે. બંને નેતાઓ વચ્ચે આજે દ્વિપક્ષીય બેઠક પણ થવાની છે. આ સમિટનું આયોજન ઈન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર ખાતે કરવામાં આવશે, જેને ભારત મંડપમ તરીકે પણ ઓળખવામાં આવે છે. તાજેતરમાં પીએમ મોદીએ તેનું ઉદ્‌ઘાટન…

Read More

તાજેતરમાં કેનેડામાં દેશવિદેશના સ્ટુડન્ટની સંખ્યા એટલી બધી વધી ગઈ છે કે હાઉસિંગની કટોકટી પેદા થઈ છે. તમામ મોટી કોલેજાે અને યુનિવર્સિટીઓ સાથે હોસ્ટેલ સંકળાયેલી હોય છે, પરંતુ અત્યારે હોસ્ટેલમાં પણ કોઈને રૂમ નથી મળતા. તેના કારણે ભારતીય સ્ટુડન્ટ્‌સની હાલત કફોડી થઈ છે. આના કારણે જ તાજેતરમાં કેનેડાએ જાહેરાત કરવી પડી હતી કે તે વિદેશી સ્ટુડન્ટની સંખ્યા પર લિમિટ મુકવાનું વિચારે છે. હાયર એજ્યુકેશન માટે કેનેડા ગયેલા ભારતીય વિદ્યાર્થીઓ સંકટમાં હોવાનું જાણવા મળ્યું છે. એક અહેવાલ પ્રમાણે ઓન્ટારિયોમાં ભણતા સ્ટુડન્ટ્‌સે તેમની યુનિવર્સિટીઓને સબસિડીના દરે રહેઠાણ પૂરું પાડવા માટે જણાવ્યું છે કારણ કે તેઓ જંગી ભાડું આપી શકે તેમ નથી. આ સ્ટુડન્ટ્‌સ…

Read More

જમ્મુ અને કાશ્મીરમાં જન્માષ્ટમીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવ્યો અને શોભાયાત્રા પણ કાઢવામાં આવી. શ્રીનગરમાં, શહેરના મધ્યમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી અને લાલ ચોક ખાતે સમાપ્ત થઈ. જમ્મુ-કાશ્મીરની રાજધાની શ્રીનગરની સડકો પર હિન્દુ-મુસ્લિમ એકતાનું ઉદાહરણ જાેવા મળ્યું. જન્માષ્ટમીના અવસર પર કાશ્મીરી પંડિત સમુદાયના લોકોએ ગુરુવારે (૭ સપ્ટેમ્બર) ભગવાન કૃષ્ણની શોભાયાત્રા કાઢી હતી. જેમાં મુસ્લિમ સમાજના લોકોએ પણ ભાગ લીધો હતો. યાત્રા દરમિયાન ભગવાન કૃષ્ણની પુષ્પોથી શણગારેલી ઝાંખી કાઢવામાં આવી હતી. યાત્રામાં મોટી સંખ્યામાં મહિલાઓ તેમજ કાશ્મીરી પંડિત સમુદાયના પુરુષોએ ભાગ લીધો હતો અને ભગવાન કૃષ્ણના ભક્તિ સંગીત પર પરંપરાગત કાશ્મીરી નૃત્યો રજૂ કર્યા હતા. આ દરમિયાન ભક્તો હાથમાં ઢોલ અને ઘંટડી…

Read More

રાજ્યમાં હાર્ટ એટેક આવતા યુવાનોના અચાનક મોતના કિસ્સા વારંવાર સામે આવી રહ્યા છે. ત્યારે જેતપુરની ૨૦ વર્ષીય યુવતીનું જન્માષ્ટમીનાં મેળામાં ચકડોળમાં બેઠી હતી ત્યારે હાર્ટ એટેકથી મોત નીપજ્યુ છે. આ સમાચાર ફેલાતાની સાથે આખા ગામમાં શોક છવાઇ ગયો હતો. નોંધનીય છે કે, રાજકોટમાં જન્માષ્ટમીના દિવસે જ બે યુવાનોના પણ હાર્ટ એટેકથી મોત નીપજ્યા છે. આ અંગે મળતી માહિતી પ્રમાણે, રાજકોટના જેતપુરના લોકમેળામાં યુવતીને હાર્ટ એટેક આવતા મોત નીપજ્યુ છે. મેળામાં યુવતી ચકડોળમાં બેઠી હતી તે જ સમયે યુવતીને હાર્ટ એટેક આવ્યો હતો. અચાનક તેને ચક્કર આવ્યા હતા. જે બાદ યુવતીને સારવાર અર્થે પહેલા ખાનગી હોસ્પિટલ અને બાદમાં સરકારી હોસ્પિટલમાં ખસેડાઈ…

Read More

ભારતમાં બેન્કો ઘણી વખત ગ્રાહકની સાથે છેતરપિંડીભર્યું વલણ અપનાવતી હોય છે જેના કારણે ગ્રાહકને મોટું નુકસાન જાય છે. આવા કિસ્સામાં ગ્રાહકે ન્યાય મેળવવા માટે અદાલતની શરણે જવું પડે છે. સુરતના નવસારીમાં પણ આવી જ એક ઘટના બની છે. નવસારીના એક NRI ખાતેદારના એકાઉન્ટમાંથી બેન્ક ઓફ બરોડાએ લગભગ ૨૪ લાખ રૂપિયા કપાત કરી લીધા બાદ ગ્રાહક સુરક્ષા પંચે એનઆરઆઈ ગ્રાહકને ૨૪ લાખ રૂપિયા પરત કરવા અને તેના પર ૯ ટકા લેખે વ્યાજ પણ ચુકવવા બેન્કને આદેશ આપ્યો છે. આ કેસની વિગત એવી છે કે દિલીપ કુમાર પટેલ નામના એનઆરઆઈ ઝામ્બિયામાં વસે છે. તેમણે બેન્ક ઓફ બરોડામાં ૨.૪૨ કરોડની ફિક્સ ડિપોઝિટ રાખી…

Read More

રાજ્યમાં ગુરુવારે જનમાષ્ટમીની ઉત્સાહભેર ઉજવણી થઇ. આ સાથે વરસાદે પણ અનેક જગ્યાએ પોતાની મહેર વરસાવી. અમદાવાદમાં પણ ગુરૂવારે સાંજે ધોધમાર વરસાદ વરસ્યો હતો. આ સાથે ભાવનગર, અરવલ્લી, રાજપીપળા, બોટાદ અને સુરત સહિત અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. જનમાષ્ટમીના દિવસે વરસાદ વરસવાને કારણે લોકોમાં ભારે ઉત્સાહ છવાયો હતો. લોકોને બફારા અને ગરમીમાંથી આંશિક રાહત મળી છે. તો બીજી બાજુ આ વરસાદને કારણે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છવાયો છે. ત્યારે હવામાન વિભાગે રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની પણ આગાહી કરી છે. આગામી ૪૮ કલાકમાં નર્મદા, ડાંગ, નવસારી, દમણ, તાપીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુરૂવારે ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના ટાણા…

Read More

દેશભરમાં જન્માષ્ટમીના પર્વની ઉત્સાહભેર ઉજવણી જાેવા મળી રહી છે. તો બીજી તરફ જન્માષ્ટમીના પર્વે રાત્રે ૧૨ વાગ્યે ગુજરાતના કૃષ્ણ મંદિરોમાં પણ કાન્હાના જન્મના વધામણા કરવામાં આવ્યા હતા. રાજ્યભરમાં કૃષ્ણ મંદિરોને રોશનીથી શણગારવામાં આવ્યા હતા. રાત્રિના બાર વાગતા જ કૃષ્ણ મંદિરો નંદ ઘેર આનંદ ભયોના નાદ સાથે ગુંજી ઉઠ્‌યા હતા. ડાકોર,દ્વારકા, શામળાજી અને ઇસ્કોન મંદિરમાં ભક્તો ઉમટી પડ્યા હતા. ઈસ્કોન મંદિરમાં ગોકુલની થીમ આધારે ઉજવણી કરવામાં આવી હતી. કૃષ્ણ જન્મની ઉજવણી કરવા મંદિરોમાં ભક્તોમાં ભારે હર્ષોલ્લાસ જાેવા મળ્યો હતો.ઇસ્કોન મંદિરમાં ભગવાનને દિવસભર વૃંદાવનથી ત્રણ મહિના અગાઉ લાવવામાં આવેલા વાઘા પહેરવાયા તો વૈજયંતીમાળાની પાંચ ફૂલોની માળાનો શણગાર કરાયો હતો. ઇસ્કોન મંદિરમાં પ્રથમ…

Read More