Author: Shukhabar Desk

ભારતે ૨૦૧૯માં અમેરિકાના લગભગ અડધા ડઝન ઉત્પાદનો પર લાદેલી વધારાની ડ્યુટી હટાવી દીધી છે. અમેરિકાએ ભારતના કેટલીક સ્ટીલ અને એલ્યુમિનિયમ પ્રોડક્ટો પર ટેરિફ વધારી હતી, જેના જવાબમાં ભારતે પણ વધારાની ડ્યુટી લાદી દીધી હતી. ભારતે ૨૦૧૯માં અમેરિકાના પગલાના જવાબમાં તેના ૨૮ ઉત્પાદનો પર વધારાની ડ્યુટી લાદી હતી. દરમિયાન ભારતની યજમાની હેઠળ દિલ્હીમાં યોજાનાર જી૨૦ શિખર સંમેલનમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જાે બાઈડેન આવવાના છે. જાેકે તે પહેલા ભારતે ૧૨ અમેરિકી ઉત્પાદનો પર વધારાની લાદેલી ટેરિફ હટાવી દીધી છે. નાણાં મંત્રાલયના ૫મી સપ્ટેમ્બરના નોટિફિકેશનમાં ૧૨ અમેરિકી ઉત્પાદનો પર ડ્યુટી હટાવવાની જાણકારી અપાઈ છે. આ ઉત્પાદનોમાં ચણા, દાળ (મસૂર), સફરજન, છાલવાળી અખરોટ, તાજી અથવા…

Read More

મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાતમાં આગામી ત્રણ દિવસ સુધી ભારે વરસાદનું પૂર્વાનુમાન છે. જ્યારે મોનસૂનની સ્થિતિની વાત કરીએ તો હવામાન વિભાગ (આઈએમડી) ના અહેવાલ અનુસાર ઉત્તર, મધ્ય અને પૂર્વ ભારતના રાજ્યોમાં આગામી ત્રણથી ચાર દિવસ સુધી મોનસૂન એક્ટિવ રહેશે. તેના લીધે ભારતના આ ભાગોમાં વરસાદ જાેવા મળી શકે છે. હવામાન વિભાગની માનીએ તો દેશની રાજધાની નવી દિલ્હીમાં આજે એટલે કે ૦૮ સપ્ટેમ્બરે લઘુત્તમ તાપમાન ૨૭ ડિગ્રી અને મહત્તમ તાપમાન ૩૭ ડિગ્રી સુધી પહોંચી શકે છે. જ્યારે આજે નવી દિલ્હીમાં વાદળોનો કબજાે જાેવા મળી શકે છે. જ્યારે ૦૯ અને ૧૦ સપ્ટેમ્બરની વાત કરીએ તો નવી દિલ્હીના વિસ્તારોમાં હળવો કે મધ્યમ વરસાદ જાેવા મળી…

Read More

ભારતની યજમાનીમાં થઈ રહેલા જી૨૦ શિખર સમ્મેલનમાં દુનિયાના ૨૦ દેશોના નેતા દેશની રાજધાની દિલ્હીમાં આવવા લાગ્યા છે આ માટે સમગ્ર દિલ્હીમાં કડક સુરક્ષા રાખવામાં આવી છે તેમજ શહેર હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યું છે. આ જી૨૦ શિખર સમ્મેલનને લઈને દેશની રાજધાનીમાં ચાંપતી નજર રાખવામાં આવી રહી છે ત્યારે દિલ્હીમાં ભારતીય વાયુ સેનાને હવાઈ સુરક્ષા માટે મોટી જવાબદારી સોંપવામાં આવી છે. આ માટે ઈન્ડિય એરફોર્સે વિશેષ પ્લાન બનાવ્યો છે. એક અધિકારીના જણાવ્યા અનુસાર વાયુસેના કોઈપણ હવાઈ ખતરાને પહોંચી વળવા તેમજ કોઈ અનઈચ્છનિય બનાવ ન બને તે માટે હાઈ એલર્ટ પર રહેશે. વાયુસેના દ્વારા આ માટે ફાઈટર પ્લેન, મિસાઈલ તેમજ એંટી ડ્રોન…

Read More

એશિયા કપ-૨૦૨૩નો સુપર-૪ રાઉન્ડ શરૂ થઈ ગયો છે. ભારત અને કટ્ટર હરીફ પાકિસ્તાન વચ્ચે એશિયા કપ ના સુપર-૪ રાઉન્ડની મેચ આવતા રવિવારે એટલે કે ૧૦મી સપ્ટેમ્બરે રમાશે. માત્ર ભારત અને પાકિસ્તાન જ નહીં, દુનિયાભરના ક્રિકેટ ચાહકો આ મેચને લઈને ઉત્સાહિત છે. જાે કે આ પહેલા બાબર આઝમની સુકાની ટીમને આઈસીસીરેન્કિંગમાં મોટો ઝટકો લાગ્યો હતો. ૧૦ સપ્ટેમ્બરે ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી મેચની સૌ કોઈ રાહ જાેઈ રહ્યા છે. તેનું મુખ્ય કારણ એ છે કે બંને ટીમો વચ્ચેની છેલ્લી મેચ વરસાદને કારણે અનિર્ણિત રહી હતી. ભારત અને પાકિસ્તાન વચ્ચે ગ્રુપ લેવલ પર રમાયેલી મેચ વરસાદ અને ખરાબ હવામાનને કારણે હારી ગઈ…

Read More

એશિયા કપ ૨૦૨૩ના અધિકાર કોઈપણ રીતે પાકિસ્તાન પાસે છે. પરંતુ ભારતે સુરક્ષાના કારણોસર પાકિસ્તાનની મુલાકાત લેવાનો ઇનકાર કર્યો હતો. આવી સ્થિતિમાં આ વખતે એશિયા કપ ફરીથી હાઇબ્રિડ મોડલમાં યોજાઇ રહ્યો છે. જ્યાં એશિયા કપની મેચો પાકિસ્તાનની સાથે શ્રીલંકામાં પણ રમાઈ રહી છે.ભારત તેની તમામ મેચ શ્રીલંકામાં જ રમી રહ્યું છે. એશિયા કપની કુલ ૧૩ મેચોમાંથી પાકિસ્તાન ૪ મેચનું આયોજન કરી રહ્યું છે જ્યારે શ્રીલંકા ૯ મેચોની યજમાની કરી રહ્યું છે. ફાઈનલ પણ ૧૭ સપ્ટેમ્બરે શ્રીલંકાના કોલંબોના આર પ્રેમદાસા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. જાેકે, આ સમયે શ્રીલંકામાં ભારે વરસાદ પડી રહ્યો છે, જેની અસર એશિયા કપ પર પણ પડી છે. શ્રીલંકાની લગભગ…

Read More

દલ્હીમાં જી-૨૦ સમિટ શરુ થવા માટે થોડા કલાકો જ બાકી છે ત્યારે જી-૨૦ના ડિનરમાં કેબિનેટ મંત્રી, વિદેશી પ્રતિનિધી સાંસદો અને મંત્રીઓ સહિત દેશના કેટલાક પૂર્વ સીનિયર નેતાઓ પણ સામેલ થશે. બીજી તરફ કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને આ ડિનર માટે આમંત્રણ મોકલવામાં આવ્યું નથી. આ સાથે સોનિયા ગાંધીને પણ આમંત્રણ મોકલવામાં આવ્યુ નથી. આ પહેલા બુધવારે કોંગ્રેસના એક સુત્રએ કહ્યું હતું કે રાષ્ટ્રપતિ દ્વારા આયોજિત ડિનર માટે કેટલાક કેન્દ્રિય મંત્રીઓ અને મુખ્યમંત્રીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે પણ ખડગેને આમંત્રણ મોકલવામાં આવ્યું નથી. તેમણે વધુમાં કહ્યું કે ડિનર માટે પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહને આમંત્રણ મોકલવામાં આવ્યું છે. જી-૨૦ સમિટ આ…

Read More

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા જી૨૦ સમિટમાં ભાગ લેનારા નેતાઓના સન્માનમાં ડિનરનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે દેશના સંગીતના વારસાની ઝલક દર્શાવતા, ઉત્કૃષ્ટ વાદ્યવાદકોનું જૂથ શાસ્ત્રીય સંગીત અને સમકાલીન સંગીતની વિવિધ શૈલીમાં જી૨૦માં હાજરી આપનારા નેતાઓ માટે પ્રદર્શન અને રજૂઆત કરશે. દેશભરમાંથી ૭૮ પરંપરાગત વાદ્ય વાદકો આ કાર્યક્રમમાં ભાગ લેશે. આ પ્રસંગે ગાંધર્વ અતોદ્યમ ગ્રુપ દ્વારા ભારત વાદ્ય દર્શનમ (ભારતની સંગીત યાત્રા) કાર્યક્રમ રજૂ કરવામાં આવશે. તૈયાર કરવામાં આવેલા ભોજન સમારંભ કાર્યક્રમના બ્રોશર અનુસાર કાર્યક્રમમાં જે મુખ્ય શૈલીઓ દર્શાવવામાં આવશે તેમાં હિન્દુસ્તાની, કર્ણાટક લોક અને સમકાલીન સંગીતનો સમાવેશ થાય છે. તેમાં સંતૂર, સારંગી, જલ તરંગ અને શહનાઈ જેવા ભારતીય શાસ્ત્રીય…

Read More

ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહે કહ્યું કે રશિયા-યુક્રેન યુદ્ધના પગલે નવી વિશ્વ વ્યવસ્થાને ચલાવવામાં ભારતની ભૂમિકા મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું કે ભારતે શાંતિની અપીલ કરતી વખતે પોતાના સાર્વભૌમ અને આર્થિક હિતોને પ્રથમ સ્થાને રાખીને યોગ્ય કામ કર્યું છે. જી-૨૦ સમિટ પહેલા ધ ઈન્ડિયન એક્સપ્રેસને આપેલા ઈન્ટરવ્યુમાં પૂર્વ વડાપ્રધાને રશિયા-યુક્રેન યુદ્ધ, આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની ભૂમિકા અને ચીન સાથેના સરહદ વિવાદ પર વાત કરી હતી. રશિયા-યુક્રેન યુદ્ધ અંગે મનમોહન સિંહે કહ્યું કે જ્યારે બે કે તેથી વધુ દેશો વચ્ચે તણાવ હોય છે ત્યારે અન્ય દેશોને એક બાજુ પસંદ કરવાની ફરજ પડે છે. તેમણે કહ્યું, ‘મને લાગે છે કે શાંતિ માટે અપીલ કરીને,…

Read More

શુક્રવારે સ્થાનિક શેરબજારો ઉછાળા સાથે બંધ થયા છે. બીએસઈસેન્સેક્સ ૩૩૩.૩૫ પોઈન્ટ્‌સ અથવા ૦.૫૦ ટકાના વધારા સાથે ૬૬,૫૯૮.૯૧ પોઈન્ટના સ્તરે બંધ રહ્યો હતો. એ જ રીતે એનએસઈનિફ્ટી ૯૨.૯૦ પોઈન્ટ અથવા ૦.૪૭ ટકાના વધારા સાથે ૧૯,૮૧૯.૯૫ પોઈન્ટના સ્તરે બંધ રહ્યો હતો. નિફ્ટી પર એનટીપીસી, કોલ ઈન્ડિયા અને બીપીસીએલના શેર ૨-૨ ટકાથી વધુના વધારા સાથે બંધ થયા છે. તે જ સમયે, યુપીએલ અને આઇશર મોટર્સના શેરમાં લગભગ એક ટકાનો ઘટાડો થયો હતો. જાે વિવિધ ક્ષેત્રોની વાત કરીએ તો કેપિટલ ગુડ્‌સ, ઓઇલ એન્ડ ગેસ, પાવર અને રિયલ એસ્ટેટ ઇન્ડેક્સમાં ૧.૫-૨ ટકાનો ઉછાળો જાેવા મળ્યો હતો. તે જ સમયે, ફાર્મા ઇન્ડેક્સમાં ૦.૩ ટકાનો ઘટાડો નોંધાયો…

Read More

મણિપુરમાં અશાંતિનો માહોલ હજુ પણ યથાવત્‌ જાેવા મળી રહ્યો છે… રાજ્યમાં આજે ફરી હિંસાની ઘટના બની હોવાના અહેવાલો મળ્યા છે… અધિકારીઓના જણાવ્યા મુજબ મણિપુરના તેંગનોઉપલ જિલ્લાના પલ્લેલ વિસ્તારમાં આજે સુરક્ષા દળો અને હથિયારધારી લોકો વચ્ચે ગોળીબાર શરૂ થઈ ગયો છે… ફાયરિંગની ઘટના સવારે ૬.૦૦ વાગ્યાથી શરૂ થઈ હતી, જે હજુ પણ ચાલુ હોવાનું કહેવાય છે… અધિકારીઓએ જણાવ્યું કે, આ ઘટનામાં હજુ કોઈપણ મોટી ઘટના બની હોવાના અહેવાલો મળ્યા નથી. સૂત્રોના જણાવ્યા મુજબ આસામ રાઈફલ્સ, શંકાસ્પદ મૈતેઈ અને કુકી બદમાશો વચ્ચે ભીષણ ગોળીબાર થઈ રહ્યો છે. મળતા અહેવાલો મુજબ ગોળીબારની સાથે બોંબ પણ ફેંકવામાં આવી રહ્યા છે… આસામ રાઈફલ્સના જવાનો બદમાશોને…

Read More