અમદાવાદ શહેરમાં સાબરમતી નદીની બંને બાજુ રિવરફ્રન્ટ રોડ ઉપર દિવસ દરમિયાન હજારો વાહનોની અવરજવર રહે છે. આ માર્ગ ઉપર ભારે વાહનો તથા રીક્ષાઓનો પ્રતિબંધ હોવાથી ફોર વ્હીલ ચાલકોને વાહન હંકારવાનો માર્ગ મોકળો મળી રહે છે જેના કારણે અહીંયા પણ ઓવર સ્પીડિંગ અને તેના કારણે થતા અકસ્માતોની ઘટના સામે આવતી રહેતી હતી, પરંતુ હવે ટ્રાફિક પોલીસ દ્વારા રિવરફ્રન્ટ માર્ગ ઉપર પણ કાર્યવાહીની શરૂઆત કરવામાં આવી છે. થોડા સમય પહેલા ગતિ મર્યાદા કરતા ખૂબ વધુ ઝડપથી વાહન હંકારવાના કારણે ઇસ્કોન બ્રિજ ઉપર અકસ્માત સર્જાયો હતો, જેમાં કુલ નવ લોકોના મોત નિપજ્યા હતા. અકસ્માત બાદ રાજ્ય સરકારની સાથે સાથે અમદાવાદ પોલીસ અને ટ્રાફિક…
Author: Shukhabar Desk
અમદાવાદમાં દંપતી પાસેથી ૨ ટ્રાફિક પોલીસ અને એક TRB જવાને કરેલા તોડકાંડ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. અરપોર્ટથી આવી રહેલા દંપતી પાસેથી ૨ ટ્રાફિક પોલીસ અને એક TRB જવાને ૬૦ હજાર રૂપિયાનો તોડ કર્યો હોવાનું સરકારે ગુજરાત હાઇકોર્ટમાં સ્વીકાર્યુ છે. સરકારે હાઇકોર્ટમાં સુનાવણી દરમિયાન કહ્યું છે કે, આ પોલીસકર્મીઓએ તોડ કર્યાના પુરાવા મળ્યા છે. ઓગણજ ટોલ બુથના CCTVમાં પુરાવા મળ્યા છે. જેથી ૨ પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરાયા છે, જ્યારે એકને નોકરીમાંથી બરતરફ કરાયો છે. સરકારે કહ્યું છે કે, ફરજ પરના પોલીસકર્મીઓ યુનિફોર્મ અને નેમ પ્લેટ વગર ફરી શકશે નહીં, રાત્રે મહિલાઓની સુરક્ષા માટે મહિલા પોલીસકર્મીઓ તૈનાત કરાશે. અમદાવાદ પોલીસ કમિશનરે…
યાત્રાધામ અંબાજીમાં દર વર્ષે ભાદરવી પૂનમનો મેળો ભરાતો હોય છે. જેમાં ગુજરાત સહિત દેશભરમાંથી લાખોની સંખ્યામાં માઈભક્તો પગપાળા કરીને અંબાજી પહોંચતા હોય છે. ત્યારે અંબાજીના ભાદરવી પૂનમના મેળાને લઇ મોટી જાહેરાત કરવામાં આવી છે. ભાદરવી પૂનમના મહામેળામાં લાખોની સંખ્યામાં આવતા દર્શનાર્થીઓને ધ્યાનમાં રાખીને અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિરમાં આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે. અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા ભાદરવા સુદ આઠમ તા.૨૩-૦૯-૨૦૨૩થી લઈને ભાદરવા સુદ પૂનમ તા.૨૯-૦૯-૨૦૨૩ સુધી અંબાજી મંદિરમાં દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. જે મુજબ અંબાજી મંદિરમાં સવારના ૬ વાગ્યે આરતી થશે અને સવારના ૬.૩૦થી લઈને ૧૧.૩૦ વાગ્યા સુધી દર્શન થશે. જે…
જન ધન બેંક ખાતા, આધાર અને મોબાઈલ ફોન જેના ડિઝિટલ પેમેન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વગર ભારત ૮૦ ટકા નાણાકીય સમાવેશન દર હાસિલ કરવા માટે ૪૭ વર્ષ લાગે છે જેને ભારતે માત્ર ૬ વર્ષોમાં હાસિલ કરી દીધુ છે. આ વાત વિશ્વ બેંક દ્વારા તૈયાર કરવામાં આવેલ એક જી૨૦ પોલીસી ડોક્યુમેન્ટમાં કરવામાં આવી છે. વિશ્વ બેંકના આ ડોક્યુમેન્ટમાં આ પણ નોધવામાં આવ્યું છે કે છેલ્લા નાણાકીય વર્ષમાં યુપીઆઈ ટ્રાંજેક્શનની કુલ વેલ્યુ ભારતની નોમિનલ જીડીપીનો લગભગ ૫૦ ટકા હતો. મળતી માહિતી પ્રમાણે વિશ્વ બેંકના દસ્તાવેજમાં કહેવામાં આવ્યું છે તે પ્રમાણે ભારતમાં ડિઝિટલ પેમેન્ટ ઈન્ફાસ્ટ્રચરના ઉપયોગથી ગ્રાહકોને જાેડવામાં બેંકોનો ખર્ચ ૨૩ ડોલરથી ઘટીને ૦.૧ ડોલર થઈ…
એશિયા કપ ૨૦૨૩માં ભારત પાકિસ્તાન વચ્ચે ત્રીજી સુપર ફોર મેચ રવિવારના રોજ કોલંબોમાં રમાશે. આ મેચને લઈને એક મહત્વના સમાચાર મળી રહ્યા છે જેમાં ભારત-પાકિસ્તાન વચ્ચે રમાનાર આ મેચ માટે એક રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે. જાે આ મેચ વરસાદના કારણે રદ્દ કરવામાં આવશે તો મેચ બીજા દિવસે રિઝર્વ ડેના દિવસે રમાશે. ભારત-પાકિસ્તાન વચ્ચે રમાયેલી અગાઉની મેચ વરસાદના કારણે રદ્દ થઈ હતી. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ એશિયા કપ ૨૦૨૩ના સુપર ફોરમાં ફક્ત એક મેચ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે. ભારત-પાકિસ્તાન વચ્ચે અગાઉની મેચમાં વરસાદને કારણે પુરી થઈ શકી ન હતી. આ કારણે સુપર ફોર મેચમાં રિઝર્વ ડે રાખવામાં આવ્યો…
જવાન બોક્સ ઓફિસ પર કેટલુ કલેક્શન કર્યુ છે ? દરેક લોકોના મોઢે એક જ સવાલ છે. જવાનના પહેલા જ દિવસે વર્લ્ડવાઈડ કેટલાની કમાણી કરી હશે. બીજાે સવાલ એ પરંતુ શાહરુખ ખાનના ફેન્સને તેનો જવાબ મળી ગયો હશે. શાહરુખ ખાન નયનતારા, વિજય સેતુપતી, પ્રિયામણિ, સાન્યા મલ્હોત્રા,રિદ્ધિ ડોગરા, લહર ખાન અને સંજય દત્તની ફિલ્મે તેના પહેલા દિવસે શોની સાથે સાથે બોક્સ ઓફિસમાં ગદરને ટક્કર મારી છે. ફિલ્મ વિશે શરુઆતના આંકડા બતાવી રહ્યા છે કે એસઆરકેની ફિલ્મે પહેલા દિવસે બોક્સ ઓફિસ પર ૧૦૦ કરોડ રુપિયાની કમાણી કરી લીધી છે તેમજ આ સાથે ૧૦ દિગ્ગજ ફિલ્મોના રેકોર્ડને તોડી નાખ્યો છે. આ રીતે શાહ રુખ…
છત્રપતિ શિવાજી મહારાજે બીજાપુર સલ્તનતના અફઝલખાનને જે વાઘના નખ વડે મારી નાખ્યો હતો તેને ભારત લાવવાની તૈયારી ચાલી રહી છે. ૧૬૫૯માં બીજાપુર સલ્તનતના કમાન્ડર અફઝલ ખાનને મારવા માટે છત્રપતિ શિવાજી મહારાજે વાઘ નખનો ઉપયોગ કર્યો હતો. જાે સૂત્રોનું માનીએ તો બ્રિટિશ અધિકારીઓ તેને ભારત પરત કરવા સંમત થયા છે. રાજ્યના સાંસ્કૃતિક બાબતોના પ્રધાન સુધીર મુનગંટીવાર વિક્ટોરિયા અને આલ્બર્ટ મ્યુઝિયમ સાથે એમઓયુ પર હસ્તાક્ષર કરવા માટે આ મહિનાના અંતમાં લંડનની મુલાકાત લેશે. જાે બધું યોજના મુજબ ચાલે છે, તો પ્રખ્યાત વાઘ નાખ આ વર્ષે જ ભારત આવી શકે છે. મંત્રીએ કહ્યું કે અમને બ્રિટિશ સત્તાવાળાઓ તરફથી એક પત્ર મળ્યો છે જેમાં…
ભારતીય ફેન્સ માટે યુએસઓપનમાંથી એક સારા સમાચાર આવ્યા છે જેમાં ભારતના રોહન બોપન્ના અને તેના ઓસ્ટ્રેલિયાના પાર્ટનર મેથ્યુ એબ્ડેનની જાેડીએ ગઈકાલે યુએસ ઓપનના મેન્સ ડબલ્સની ફાઈનલમાં પહોંચી ગયા છે. આ સાથે જ રોહન બોપન્નાએ ઈતિહાસ રચતા એક રેકોર્ડ પણ બનાવ્યો છે. બોપન્ના પહેલા અન્ય કોઈ પુરુષ ખેલાડી આ ઉમ્રમાં ઓપન યુગમાં કોઈપણ ગ્રાન્ડસ્લેમની ફાઈનલમાં પહોંચ્યા નથી.રોહન બોપન્ના અને મેથ્યુ એબ્ડેનનની જાેડીએ ગઈકાલે યુએસઓપનની સેમી ફાઈનલમાં ફ્રેન્ચ જાેડીને ૭-૬, ૬-૨થી હરાવીને ફાઈનલમાં જગ્યા બનાવી લીધી હતી. આ સાથે રોહન બોપન્ના ૧૩ વર્ષની લાંબી રાહ બાદ ગ્રાન્ડ સ્લેમમાં મેન્સ ડબલ્સની ફાઇનલમાં પહોંચી ગયો છે. ૪૩ વર્ષીય રોહન બોપન્ના માત્ર બીજી વખત મેન્સ…
આ વર્ષે કેરલ, પુડુચેરી અને અંદામાન-નિકોબાર દ્વીપસમૂહમાં જૂનથી ઓગસ્ટ સુધી મહત્તમ તાપમાન ત્રણ ડિગ્રી વધુ નોંધાયુ છે, જે વિશ્વમાં સૌથી વધુ છે. ગઈકાલે એક નવા રિપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો હતો. ક્લાઈમેટ સેંન્ટ્રલ દ્વારા તૈયાર કરવામાં આવેલી એક રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે આબોહવા પરિવર્તનના કારણે આ ત્રણ ભારતના ક્ષેત્રોમાં ૬૦થી વધારે દિવસો સુધી ત્રણ કરતા વધારે ક્લાઈમેટ ચેન્જ ઈન્ડેક્સ સ્તર નોંધાયું હતું.આબોહવા પરિવર્તન સૂચકાંકમાં અવલોકન તેમજ અનુમાનિત તાપમાનની તુલના એવા મોડલો દ્વારા ઉત્પાદિત તાપમાનથી કરવામાં આવે છે જે માનવીય આબોહવા પરિવર્તનના પ્રભાવને દૂર કરે છે. ક્લાઈમેટ સેન્ટ્રલના એક નિવેદનમાં કહ્યું છે કે ત્રણ ભારતીય રાજ્યો કેરલ, પુડૂચેરી, અંદામાન નિકોબારમાં…
હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે એક જાહેર કાર્યક્રમ દરમિયાન પાડોશી ગામમાં કારખાનું શરૂ કરવાની માગ કરતી એક મહિલાની મજાક બનાવી હતી. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે તમને ચંદ્રયાન-૪માં મિશન પર મોકલીશું. સોશિયલ મીડિયા પર એક વીડિયોમાં મહિલાને તેના પાડોશી ગામ ભટોલ જટ્ટામાં એક કારખાનું બનાવી આપવા કહેતી સાંભળી શકાય છે જેથી મહિલાઓ માટે રોજગારીની તકો પેદા થઇ શકે. તેના જવાબમાં હરિયાણાના સીએમ ખટ્ટરને એમ કહેતા સાંભળી શકાય છે કે આગામી વખતે જ્યારે ચંદ્ર પર વધુ એક મિશન ચંદ્રયાન-૪ જશે તો તેમાં તમને મોકલીશું, બેસી જાઓ. આ વીડિયો ક્યાંનો છે તે સ્પષ્ટ થઈ શક્યું નથી. ખટ્ટર તે સમયે જનસંવાદ કાર્યક્રમમાં…