સુભાષ ઘાઈ એક એવા બોલિવૂડ ડાયરેક્ટર છે જેમણે ‘હીરો’ બનવાની ઈચ્છા સાથે ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી હતી. પરંતુ, જ્યારે તેમનું સપનું પૂરું ન થઈ શક્યું ત્યારે તે ડિરેક્ટર બન્યા અને ઈન્ડસ્ટ્રીને ઘણા સુપરસ્ટાર પણ આપ્યા. આ સાથે તેમણે બોલિવૂડને ઘણી સુપરહિટ ફિલ્મો પણ આપી છે. એ જ રીતે અન્ય એક એક્ટરને સુભાષ ઘાઈએ તેના કરિયરની સુપરહિટ ફિલ્મ આપી, જેને તેમણે તેની મૂછના કારણે જ ફિલ્મમાં સાઈન કર્યા. આ એક્ટર છે જેકી શ્રોફ, જેની ૧૯૮૩ની રોમેન્ટિક એક્શન ફિલ્મ ‘હીરો’ સુપરહિટ નહીં પરંતુ બ્લોકબસ્ટર રહી હતી. હીરોને જેકી શ્રોફના કરિયરની સૌથી સફળ ફિલ્મ કહીએ તો ખોટું નહીં હોય. મીનાક્ષી શેષાદ્રી હીરોમાં જેકી શ્રોફ…
Author: Shukhabar Desk
આ વાર્તા છે, સંગીતકાર એ.આર.રહેમાનની. આજે એ.આર.રહેમાન પોતાના સંગીતથી માત્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ પ્રખ્યાત થઈ ગયા છે. પરંતુ અહીં સુધી પહોંચવા માટે તેને ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. તમને જણાવી દઈએ કે, તેનો જન્મ ૬ જાન્યુઆરી ૧૯૬૭ના રોજ તમિલનાડુના ચેન્નાઈમાં થયો હતો. તેમનું મૂળ નામ એએસ દિલીપ કુમાર છે. તેમના પિતા પણ સંગીતકાર હતા અને મલયાલમ ફિલ્મ ઉદ્યોગ માટે સંગીત આપતા હતા. એઆર રહેમાને ૪ વર્ષની ઉંમરે પિયાનો શીખવાનું શરૂ કર્યું હતું. સંગીતમાં તેમનો રસ વધ્યો અને નાનપણથી જ તેમણે તેમના પિતાને મદદ કરવાનું શરૂ કર્યું. જાેકે, જ્યારે તે ૯ વર્ષનો હતો, ત્યારે તેના પિતાનું અવસાન અજાણ્યા…
બોલીવૂડ એક્ટ્રેસ પરિણીતિ ચોપડા અને આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાના લગ્નની તારીખની ફેન્સ લાંબા સમયથી રાહ જાેઈ રહ્યા હતા. પણ હવે તેની તારીખ આવી ગઈ છે. બહેન પ્રિયંકા ચોપડાની માફક પરિણીતિ ચોપડાના લગ્ન પણ રાજસ્થાનમાં યોજાશે. તેમના લગ્નનું કાર્ડ પણ વાયરલ થઈ રહ્યું છે. પરિણીતિ અને રાઘવ ચઢ્ઢાના લગ્ન આ મહિને થવાના છે. કપલનું વેડિંગ કાર્ડ સામે આવ્યું છે. પરિણીતિ ચોપડા અને રાઘવ ચઢ્ઢાના લગ્નની ડેટ સામે આવી ગઈ છે. લગ્નની તમામ રસમો ઉદયપુરની હોટલ લીલા અને તાજ લેક પેલેસમાં થશે. લગ્નનું જે કાર્ડ સામે આવ્યું છે, તેમાં જણાવ્યા અનુસાર કપલ ૨૪ સપ્ટેમ્બરે પંજાબી રીતિ રિવાજથી લગ્નના બંધને…
ભોજપુરી સિનેમામાં ઉર્ફી જાવેદ તરીકે જાણીતી શ્વેતા શર્માને આજે કોઈ પરિચયની જરૂર નથી. શ્વેતાએ પોતાની ફેશનથી બધાની નજર પોતાની તરફ ખેંચી છે. ઉર્ફી જાવેદની જેમ શ્વેતા શર્મા પણ ઈન્સ્ટાગ્રામ દ્વારા રાતોરાત સ્ટાર બની ગઈ છે. શ્વેતા શર્માના બિકીની લુક્સ સોશિયલ મીડિયાના કોરિડોર પર પ્રભુત્વ ધરાવે છે. તેની નખરાળી શૈલી લોકોને દિવાના બનાવી રાખે છે. શ્વેતા શર્માએ ભોજપુરી સિનેમામાં પોતાની સુંદરતાનો ડંકો વગાડતા ઘણી સફળતા મેળવી છે. તેને ઘણા મોટા પ્રોજેક્ટ્સની ઓફર મળવા લાગી છે. તસવીરોમાં કિલર પોઝ આપતી વખતે ફેન્સ માટે શ્વેતા શર્મા પરથી નજર હટાવવી ખૂબ જ મુશ્કેલ બની ગઈ છે. શ્વેતા શર્માની બોલ્ડ તસવીરો પર કોમેન્ટ કરીને ઘણા…
ભારતીય શેર માર્કેટમાં આજે તેજીનો માહોલ જાેવા મળ્યો હતો, માર્કેટમાં આજે બન્ને મોટા ઇન્ડેક્સ સેન્સેક્સ અને નિફ્ટી ઉપલી લેવર કારોબાર કરી રહ્યાં હતાં, દિવસના અંતે માર્કેટમાં જાેરદાર વેચવાલી અને લેવાલી જાેવા મળી. કારોબારી દિવસના અંતે આજે બીએસઇ ઇન્ડેક્સ સેન્સેક્સ આજે ૦.૩૭ ટકાના ઉછાળા સાથે ૨૪૫.૮૬ પૉઇન્ટ અપ રહ્યો અને ૬૭,૪૬૬.૯૯ના સ્તરે બંધ થયો હતો, તો વળી, એનએસઇ ઇન્ડેક્સ નિફ્ટીમાં પણ કારોબારમાં તેજી જાેવા મળી, નિફ્ટી ૦.૩૮ ટકાના વધારા સાથે ૭૬.૮૦ પૉઇન્ટના ઉછાળા સાથે ૨૦,૦૭૦.૦૦ના સ્તરે બંધ રહ્યો હતો. આજે માર્કેટમાં ઓવરઓલ તેજીનો માહોલ જાેવા મળ્યો હતો. મંગળવારના ઘટાડા બાદ ભારતીય શેરબજાર બુધવારે ટ્રેડિંગ સેશનમાં શરૂઆતી આંચકા બાદ તેજી સાથે બંધ…
ઉત્તર પ્રદેશના અયોધ્યામાં ભવ્યાતિભવ્ય રામલલાનું મંદિર નિર્માણ પામી રહ્યું છે. આગામી વર્ષે ૧૫થી ૨૪ જાન્યુઆરી વચ્ચે નવા નિર્માણ પામેલા મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ શકે છે… ભક્તો પણ આ અનેરી તક જાેવા ઉત્સુક થઈ રહ્યા છે… ત્યારે રામલલાના મંદિરના ઉદઘાટન અંગે દક્ષિણ કોરિયાના રાજદૂત યાંગ જે-બોકે મોટું નિવેદન આપ્યું છે. એક કાર્યક્રમ દરમિયાન યાંગે મંદિરના ઉદઘાટન સમારોહમાં સામેલ થવાની ઈચ્છા વ્યક્ત કરી છે. દક્ષિણ કોરિયાના રાજદૂત યાંગ જે-બોકે કહ્યું કે, અયોધ્યા ભારત અને સાઉથ કોરિયા માટે ઐતિહાસિક રીતે ખુબ જ મહત્વપૂર્ણ છે. ઉપરાંત તેમણે ઈચ્છા વ્યક્ત કરી છે કે, જાે ભારત સરકાર રામ મંદિરના ઉદઘાટનનું સત્તાવાર આમંત્રણ આપશે તો સાઉથ…
ઈન્ડિયન નેશનલ ડેવલપમેન્ટ ઈન્ક્લૂઝિવ એલાયન્સ (ઈન્ડિયા)ની કોઓર્ડિનેશન સમિતિની આજથી પહેલી બેઠક યોજાઈ શકે છે. આ બેઠક એનસીપી (એનસીપી) પ્રમુખ શરદ પવારના નિવાસે યોજાશે. આ બેઠકમાં લોકસભા ચૂંટણી ૨૦૨૪ માટે સીટ વહેંચણીની ફોર્મ્યૂલા અને અભિયાન ચલાવવા અંગેની રણનીતિ પર ચર્ચા કરવામાં આવી શકે છે. કોઓર્ડિનેશન કમિટીમાં અલગ અલગ વિપક્ષી દળોના ૧૪ નેતા સામેલ છે. આ સમિતિની બેઠક શરદ પવારના નિવાસે યોજાવાની છે. સૂત્રોએ જણાવ્યું કે અનેક વિપક્ષી દળોના નેતાઓએ સીટ વહેંચણીની ફોર્મ્યૂલા જલદી તૈયાર કરવાની માગ કરી છે જેથી એ સુનિશ્ચિત કરી શકાય કે લોકસભા સીટો પર ભાજપના ઉમેદવારો સામે વિપક્ષ તરફથી એક સંયુક્ત ઉમેદવારને ઉતારવામાં આવી શકે છે. અનેક નેતાઓનું…
મંગળવારે કેરલ હાઇકોર્ટ દ્વારા એક કેસની સુનવણી દરમ્યાન માંના હાથનું બનાવેલ ભોજનના વખાણ કરતા કહ્યું હતું કે, જાે માતા પિતાએ તેમના બાળકોને કુટેવોથી બચાવવા હોય તો તેમને ઝોમેટો અને સ્વિગીમાંથી ઓર્ડર કરેલા ભોજનના બદલે માંના હાથનું બનાવેલું ભોજન આપવા જણાવ્યું હતું. આ ઉપરાંત તેમને કહ્યું કે ફ્રિ ટાઇમમાં બાળકોને મેદાનમાં રમવા મોકલવા જાેઈએ. જેના કારણે બાળકોને મોબાઇલની ટેવ નહિ પડે. હાઈકોર્ટની બેન્ચે કહ્યું હતું કે, સ્વિગી અને ઝોમેટો દ્વારા રેસ્ટોરાંમાંથી ખોરાક ખરીદવાને બદલે, બાળકોને તેમની માતા દ્વારા તૈયાર કરાયેલા સ્વાદિષ્ટ ભોજનનો સ્વાદ માણવા દો અને બાળકોને રમતના મેદાનમાં રમવા દો, જયારે તેઓ રમીને પાછા આવે ત્યારે તેમને માંના હાથથી બનેલા…
મુસાફરી ઝડપી, સરળ અને વધુ સુરક્ષિત બનાવવાના ઉદ્દેશ્ય સાથે ડિજિટલ પાસપોર્ટ લોન્ચ કરનાર ફિનલેન્ડ વિશ્વનો પ્રથમ દેશ બની ગયો છે. ફિનૈર, ફિનિશ પોલીસ અને એરપોર્ટ ઓપરેટર ફિનેવિયાની ભાગીદારીમાં ૨૮ ઓગસ્ટે દેશે ટેસ્ટીંગ શરૂ કર્યું હતું. ફિનિશ બોર્ડર ગાર્ડ આ ટેસ્ટીંગનું સંચાલન કરી રહ્યું છે, જે હેલસિંકી એરપોર્ટના બોર્ડર કંટ્રોલ પર હાથ ધરવામાં આવશે અને ફેબ્રુઆરી ૨૦૨૪ સુધી ચાલુ રહેશે. આ ટેસ્ટીંગ ફિનલેન્ડને ડિજિટલ મુસાફરી ડોક્યુમેન્ટનું પરીક્ષણ કરનાર વિશ્વભરમાં પ્રથમ દેશ બનાવે છે. હાલ માટે આ ટેસ્ટીંગ ફક્ત લંડન, માન્ચેસ્ટર અને એડિનબર્ગ જતા ફિનિશ લોકો માટે છે. ડિજિટલ ટ્રાવેલ ક્રેડેન્શીયલ (ડીટીસી) એ એક ફીઝીકલ પાસપોર્ટનું ડિજિટલ વર્ઝન છે, જેને સ્માર્ટફોનમાં સ્ટોર…
મહારાષ્ટ્રમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ (એનસીપી)માં બે ગ્રુપ બન્યા બાદ શરદ પવાર અને અજિત પવાર વચ્ચે પાર્ટીના દાવાને અંગે રસાકસી ચાલી રહી છે. આ વચ્ચે અજિત પવાર ગ્રુપનું એક્સ (પૂર્વમાં ટ્વીટર) એકાઉન્ટ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે. અજિત ગ્રુપનું કહેવું છે કે, એક જ નામ પર એકાઉન્ટ હોવાની ફરિયાદ શરદ ગ્રુપે કરી હતી ત્યારબાદ એકાઉન્ટ સસ્પેન્ડ થયું છે. જ્રએનસીપીજીॅીટ્ઠાજ૧ના નામથી બનેલા આ એકાઉન્ટ પર લખ્યું છે- એકાઉન્ટ સસ્પેન્ડ. એક્સએ એકાઉન્ટ સસ્પેન્ડ કરી દીધુ છે જેણે એક્સના નિયમોનું ઉલ્લઘંન કર્યું છે. આ સાથે જ શરદ પવાર ગ્રુપે અજિત પવાર ગ્રુપ વિરુદ્ધ કાયદાકીય લડાઈ તેજ કરી દીધી છે. પવાર ગ્રુપે ચૂંટણી પંચને ૫૦૦ પાનાનો…