આ મહિનાની ૧૫ સપ્ટેમ્બર સુધી ૧૧ દિવસથી શેરબજારમાં કારોબાર થઈ રહ્યો છે. આમાં સેન્સેક્સ સતત ૧૧ દિવસ સુધી ઉછળ્યો છે. તો બીજી તરફ, નિફ્ટીમાં માત્ર એક દિવસ માટે થોડો ઘટાડો થયો હતો. શેરબજારમાં અદભૂત ઉછાળાને કારણે રોકાણકારોની તિજાેરી ભરાઈ ગઈ છે. આ મહિને તેની કમાણી ૩૩ લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે. તમને જણાવી દઈએ કે ૧ સપ્ટેમ્બરે જ્યારે શેર બજાર ખુલ્યું ત્યારે બીએસઈપર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ ૩,૦૯,૫૯,૧૩૮.૭૦ લાખ કરોડ રૂપિયા હતું. તો બીજી તરફ, ૧ સપ્ટેમ્બરથી ૧૫ સપ્ટેમ્બર વચ્ચેના ૧૧ ટ્રેડિંગ દિવસોમાં તે વધીને ૩,૨૩,૨૦,૩૭૭.૬૯ લાખ કરોડ રૂપિયા થઈ ગયું. આ રીતે રોકાણકારોએ ૧૨.૫૭ લાખ કરોડ રૂપિયાની…
Author: Shukhabar Desk
દર્દી સાથે બેડ પર શ્વાન પણ જાેવા મળે તો ચોંકવાની જરુર નથી. જી હા, સામે આવેલા દ્રશ્યો આરોગ્ય વિભાગ માટે શરમજનક કહી શકાય. જામનગરની હોસ્પિટલની પથારીએ માત્ર દર્દીઓ જ નહીં, પરંતુ શ્વાન પર જાણે કે સારવાર લઇ રહ્યો હોય તેવો ઘાટ સર્જાયો છે.આપને જણાવી દઇએ કે આ એ જ જીજી હોસ્પિટલ છે. જ્યાં અગાઉ હોસ્પિટલમાં આખલો જાેવા મળ્યો હતો. આમ તો હોસ્પિટલમાં દર્દીઓ જ દાખલ થતાં હોય છે, પરંતુ જાે વાત જામનગરની હોય તો, અહીં દર્દી સાથે બેડ પર શ્વાન પણ જાેવા મળે તો ચોંકવાની જરુર નથી. જી હા, સામે આવેલા દ્રશ્યો આરોગ્ય વિભાગ માટે શરમજનક કહી શકાય. જામનગરની હોસ્પિટલની…
અમદાવાદમાં આવેલી એશિયાની સૌથી મોટી એવી અસારવા સિવિલ હોસ્પિટલ જેટલી મોટી છે, તેની સમસ્યાઓ પણ એટલી જ મોટી છે. અસારવા સિવિલ હોસ્પિટલમાં કામ ઝડપી થાય અને દર્દીઓ અને તેમના સગાઓને હાલાકી ન થાય તે માટે નવું સોફ્ટવેર નાખવામાં આવ્યું છે. પરંતુ કામ ઝડપી અને અસરદાર થવાને બદલે કામ ખોરંભે ચઢ્યું છે. અમદાવાદમાં આવેલી એશિયાની સૌથી મોટી એવી અસારવા સિવિલ હોસ્પિટલ જેટલી મોટી છે, તેની સમસ્યાઓ પણ એટલી જ મોટી છે. અસારવા સિવિલ હોસ્પિટલમાં કામ ઝડપી થાય અને દર્દીઓ અને તેમના સગાઓને હાલાકી ન થાય તે માટે નવું સોફ્ટવેર નાખવામાં આવ્યું છે. પરંતુ કામ ઝડપી અને અસરદાર થવાને બદલે કામ ખોરંભે…
બનાસકાંઠા GIDC માંથી ભેળસેળ યુક્ત મરચુ મળી આવ્યું છે. વેપારી મરચામાં કલરની ભેળસેળ કરે છે તેવી બાતમીનાં આધારે રેડ પાડી હતી. મોઢેશ્વરી ફુડ પ્રોડકટસ એફ.એસ.એસ.એ.આઇ લાયસન્સ ધરાવે છે. પાલનપુરની સ્થાનિક ફૂડ ટીમ દ્વારા મરચાં પાવડરનુ ઉત્પાદન કરતું હતું. અંદાજે ૬ લાખની કિંમતનો ૨૧૦૦કિલો જથ્થો જપ્ત કરાયો છે.અગાઉ ડીસા ખાતે તપાસ દરમિાન હરેક્રિષ્ના ઇન્ડસ્ટ્રીઝ માંથી રૂ.૪૬,૪૪૦ કિંમતનો ૨૬૦ કિ.ગ્રામ જથ્થો તેમજ જય ગોગા ગૃહ ઉદ્યોગમાંથી પણ રૂ ૧૧૨૦૦ કિંમતનો ૩૦ કિ.ગ્રામ જથ્થો સિઝ કરાયો છે. આ નમૂનામાંNon permitted oil soluble pink and orange colour તેમજ ઘઉંના લોટની ભેળસેળ જાેવા મળી છે. જેની સામે ફોજદારી કોર્ટમાં કેસ દાખલ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં…
રેલ મંત્રાલયે બહુપ્રતિક્ષિત ત્રણ રેલવે ઓવરબ્રિજને અમ્બ્રેલા પ્રોજેક્ટ અંતર્ગત બનાવવાની મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટ લગભગ ૩૪૦ કરોડના ખર્ચે કલોલ-ગાંધીનગર સેક્શનમાં લેવલ ક્રોસિંગ નંબર ૧૧, ખોડિયાર-ગાંધીનગર સેક્શનમાં લેવલ ક્રોસિંગ નંબર ૧૩ અને કલોલ-ગાંધીનગર સેક્શનમાં લેવલ ક્રોસિંગ નંબર ૯ પર ત્રણ રોડ ઓવર બ્રિજ બનાવવામાં આવશે. રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા આ ૩ ઓવર બ્રિજ બનાવવાની મંજૂરી આપવાનો ર્નિણય એક મહત્ત્વપૂર્ણ પગલું છે. આ પરિયોજનાથી માત્ર રેલવેને જ નહીં પણ માર્ગ વાહનવ્યવહાર પણ વધારે સારો અને સુરક્ષિત બનશે. વળી તેનાથી સ્થાનિક લોકોને પણ આવવા-જવાની સારી સુવિધા મળી રહેશે. મંડળ રેલ પ્રબંધક સુધીરકુમાર શર્માએ આ પ્રોજેક્ટનું મહત્ત્વ જણાવતાં કહ્યું કે આ રોડ…
રાજસ્થાનના ભરતપુર પાસે ગતરોજ સર્જાયેલા ભયાનક અકસ્માતમાં ભાવનગરના જિલ્લાના ૧૨ લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતા. જેમાંથી ૧૦ મૃતકો તો એક જ ગામના હતા. ત્યારે આજે સવારે ૧૦ મૃતકોના મૃતદેહ તળાજા તાલુકાના દિહોર ગામે પહોંચ્યા બાદ અત્યારે એક સાથે ૧૦ લોકોની અંતિમયાત્રા નીકળી છે. દિહોર ગામના એક સાથે ૧૦ લોકોના મોતથી ગામમાં શોકનો માહોલ છવાયો છે. આખું દિહોર ગામ સજ્જડ બંધ જાેવા મળી રહ્યું છે. દિહોરમાં એક સાથે ૧૦ અર્થી ઉઠતા આખું ગામ હીબકે ચડ્યું હતું.મૃતકોને શ્રદ્ધજંલિ પાઠવવા હજારોની સંખ્યામાં લોકો દિહોર પહોંચ્યા છે. મૃતકોની અંતિમયાત્રામાં ૧૦ હજારથી વધુ લોકો જાેડાયા છે. મૃતકોના પરિવારમાં કરુણ આક્રંદ છવાઈ ગયો છે. તો આ…
લોકસભાની ચૂંટણી પહેલાં વડોદરા કોંગ્રેસ ફરી એકવાર તુટી હોવાના સમાચાર મળ્યા છે. લોકસભાની ચૂંટણી લડનારા પ્રશાંત પટેલે રાજીનામું આપતા ખળભળાટ મચી જવા પામ્યો છે. તેમની સાથે ૫૦૦થી વધુ કાર્યકરો સાથે ૧૭ સપ્ટેમ્બરે ભાજપનો ભગવો ધારણ કરશે. પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલની હાજરીમાં ભાજપમાં જાેડાશે. કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સુરેશ પટેલ અને ભાવેશ પટેલ પણ ભાજપમાં જાેડાશે, કોંગ્રેસના અનેક કાર્યકરો હોદ્દેદારો પણ ભાજપમાં જાેડાશે. કોંગ્રેસના પૂર્વ શહેર પ્રમુખ પ્રશાંત પટેલ સાથે કોંગ્રેસના અનેક હોદ્દેદારો અને કાર્યકરોએ પણ રાજીનામા આપ્યા છે. પ્રશાંત પટેલ સાથે કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સુરેશ પટેલ અને ભાવેશ પટેલ પણ ભાજપમાં જાેડાવાના છે. તો કોંગ્રેસના અનેક કાર્યકરો હોદ્દેદારો પણ ભાજપમાં…
અમૃત નામનો શખ્સ મહારાષ્ટ્ર કામ માટે જઈ રહ્યો હતો ત્યારે આ ઘટના બની હતી. આ વ્યક્તિ સાથે બે બાળકો પણ હતા. આ ઘટનામાં એક બાળકનું મોત થયું છે, જ્યારે એકને બચાવી લેવામાં આવ્યો છે. ગુજરાત મહારાષ્ટ્ર બોર્ડર પાસે આ ઘટના બની હતી. કપરાડા પોલીસે ઘટનાસ્થળની મુલાકાત લઈ વધુ તપાસ હાથ ધરી છે.વલસાડના કપરાડામાં નદીમાં બે બાળક ડૂબી જવાથી એકનું મોત થયું હોવાની ઘટના સામે આવી છે. કપરાડાના આસલોણા ગામમાં બે બાળકો સાથે જઈ રહેલો શખ્સ નદીમાં તણાયો હતો. જ્યાં એક બાળકનું ડૂબી જવાથી મોત થયું છે, જ્યારે અન્ય એક બાળકનો બચાવી લેવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર, અમૃત નામનો શખ્સ…
ગાંધીનગર જીલ્લામાંથી પસાર થતી કેનાલમાં અપમૃત્યુનાં બનાવો ધીમે ધીમે વધી રહ્યા છે. ત્યારે આજે સુઘડ પાસેથી પસાર થતી કેનાલમાં ત્રણ યુવાનો ડૂબ્યા હોવાનાં સમાચાર મળતા સ્થાનિક તરવૈયાઓ દ્વારા કેનાલમાં ત્રણેય વિદ્યાર્થીઓની શોધખોળ હાથ ધરી હતી. પરંતું વિદ્યાર્થીઓની કોઈ ભાળ ન મળતા ત્યારે બાદ ફાયર બ્રિગેડે જાણ કરતા ફાયર બ્રિગેડની ટીમ ઘટનાં સ્થળે આવી પહોંચી શોધખોળ સઘન બનાવી હતી. મળતી માહિતી મુજબ ગાંધીનગરનાં સુઘડ પાસેથી પસાર થતી કેનાલમાં બપોરનાં સુમારે કેટલાક યુવકો સેલ્ફી લઈ રહ્યા હતા. ત્યારે અચાનક જ અગમ્ય કારણોસર ત્રણેય યુવકો કેનાલમાં પડ્યા હતા. આ અંગે માર્ગ પરથી પસાર થતા રાહદારીઓ દ્વારા સ્થાનિક તરવૈયાઓને આ અંગેની જાણ કરતા સ્થાનિક…
સોલા સાયન્સ સીટી પાસે એક સિનિયર સીટીઝનને અઘોરીની વેશ ધારણ કરી નકલી સાધુઓએ હિપ્નોટાઇઝ કરીને સોનાના દાગીના ચોરી કરી લીધા હતા. જેને લઈને ઝોન ૧ LCB સ્કોર્ડએ બાતમીના આધારે યુવકની ધરપકડ કરી. આ આરોપી મદારી ગેંગનો સાગરીત હતો. તેની પાસેથી ચોરી કરેલા સોનાના દાગીના પણ મળી આવ્યા છે. તપાસમાં સામે આવ્યું કે આરોપી પાસેથી ચોરીના સોનાના દાગીના વેચવા જઇ રહ્યો હતો. તેની પાસેથી ૫૨ ગ્રામના ૨.૩૩ લાખના દાગીના કબ્જે કરવામાં આવ્યા છે. આ આરોપી અને મદારી ગેંગના અન્ય આરોપીઓ મળીને સિનિયર સીટીઝન અને રાહદારીઓને ટાર્ગેટ કરીને આસ્થાના નામે ચોરીને અંજામ આપતા હતા. ઓપરેન્ડી એવી છે કે આ ટોળકી દહેગામ નજીક…