વડોદરાનાં કારેલીબાગ વિસ્તારમાં રહેતો શખ્શ દ્વારા ટેલીગ્રામ પર જાેબ આપવાની લાલચ આપવામાં આવતી હતી. ત્યારે આરોપીઓ દ્વારા એરોઝ મીડિયા વર્લ્ડ નામની વેબસાઈટ દ્વારા રજીસ્ટ્રેશન કરાવી ટાસ્ક પુરા કરવાનાં બહાને એકાઉન્ટમાંથી રૂપિયા સેરવી લેતા હતા. જેમાં એક નાગરિકને આપવામાં આવેલ ટાસ્કમાં ૭૫ હજારનાં રોકાણ સામે ૯૭ હજાર ૨૦૦ નું વળતર આપી વિશ્વાસ કેળવ્યો હતો. જે બાદ યુવક વિશ્વાસમાં આવી અલગ અલગ ટાસ્ક પૂરા કરી વધુ વળતરની લાલચે નાગરિકે ૨૧ લાખથી વધુની રકમ ગુમાવી હતી. જે બાદ ફરિયાદીને માલુમ પડ્યું કે તેની સાથે છેતરપીંડી થઈ છે. આ બાબતે ફરિયાદીએ સાયબર ક્રાઈમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા અમદાવાદ, ગાંધીનગર…
Author: Shukhabar Desk
મધ્યપ્રદેશના ઓમકારેશ્વર ડેમના ૨૩ દરવાજા ખોલીને પાણી છોડવામાં આવ્યું છે. પાણી છોડાતા સરદાર સરોવર ડેમની જળ સપાટી ૧૩૬.૩૭ મીટરે પહોંચી છે. હાલ સરદાર સરોવર ડેમ ૯૧ ટકા ભરાયો છે. સરદાર સરોવરના ૧૨ દરવાજા અને ૮ મશીનો દ્વારા ૮ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. જ્યારે આજે નર્મદા ડેમના કુલ ૩૦ દરવાજા ખોલવામાં આવશે. આજે સિઝનમાં પ્રથમ વખત નર્મદા ડેમના દરવાજા ખોલાયા છે. ઉપરવાસમાં વરસાદથી સતત થઇ રહેલી પાણીની આવકના કારણે ડેમના દરવાજા ખોલાયા છે. તેવામાં ડભોઈ તાલુકાના નર્મદા નદી કિનારાના ગામોમાં અલર્ટ જાહેર કરાયું છે. યાત્રાધામ ચાંદોદ, કરનાળી, ભીમપુરા, નંદેરીયા, સહિતના નીચાણવાળા વિસ્તારોમાં લોકોને એલર્ટ કરાયા છે. નર્મદા ડેમમાંથી પાણી…
બોટાદના બગડ ગામના મૃતક યુવકના મામલો ગરમાયો હતો. રાજેશ મકવાણાના પરિવારજનોની માંગ સ્વીકારાતા આખરે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. પરિવારજનોની માંગણી સ્વીકારવામાં આવતા અને ફરિયાદમાં ૩૦૨ ની કલમનો ઉમેરો કરવામાં આવતા અંતિમ સંસ્કાર કરાયા છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ગામમાંથી તેમની અંતિમયાત્રા કાઢવામાં આવી હતી. બગડ ગામના યુવાન રાજેશભાઈ મકવાણા પર ૬ સપ્ટેમ્બરના રોજ હુમલો થયો હતો. જે બાદ તેમનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. મૃતકના પરિવારને આધાર આપવા સહિતની માંગણીઓ કરવામાં આવી હતી. જે સ્વીકારવામાં આવ્યા બાદ જ પરિવારજનોએ મૃતદેહને લઈ જવા તૈયાર થયા હતા. સાથે જ ૩૦૨ની કલમનો ઉમેરો કર્યાનો રિપોર્ટ પરિવારજનોને બતાવવામાં આવ્યા બાદ મૃતકના અંતિમ સંસ્કાર…
અમદાવાદમાં ગણેશ મહોત્સવને લઈને છસ્ઝ્રએ આયોજન કર્યંર છે. જાે કે, ગણેશ ઉત્સવ છસ્ઝ્રના કોન્ટ્રાક્ટરો માટે મહોત્સવ બન્યો છે. ગયા વર્ષે કુંડ બનાવવા પાછળ ખર્ચ કુંડ દીઠ ૭થી ૧૦ લાખ કરાયો હતો. જાે કે, આ વર્ષે કુંડ દીઠ ૧૧થી ૧૭ લાખ ખર્ચ છસ્ઝ્ર કરશે. ગણેશ વિસર્જન માટે ૭ ઝોનમાં કુંડ બનાવશે. જેમાં કુલ ૪૬ વિસર્જન કુંડ બનાવવામાં આવશે. ગયા વર્ષે ૨થી અઢી કરોડ કુલ ખર્ચ કુંડ બનાવવા કરાયો હતો. આ વર્ષે તેનાથી પણ બમણો ખર્ચ થવાનો છે. આ વર્ષે ૫થી ૬ કરોડ સુધી કુંડનો ખર્ચ થશે. મહત્વનું છે કે, ૨ વર્ષથી કાયમી કુંડ બનાવવાની વાત કરવામાં આવી રહી છે, જેથી વારંવાર…
અમદાવાદમાં બુટલેગરો બેફામ બની રહ્યા છે.શહેરના ખાડિયા વિસ્તારમાં એક યુવાન પર બુટલેગર અને તેના સાગરીતોઓ બેઝ બોલના દંડાથી હુમલો કર્યો હતો. યુવક પર બુટલેગરે ધોંસ જમાવતા તેને ધમકી આપી હતી. યુવકને તુ પોલીસનો માણસ છો અને અરજીઓ કરતો હોવાનો આરોપ મુકી યુવક સાથે બબાલ કરી હતી અને યુવકને બેઝબોલના દંડા વડે ફટકાર્યો હતો. શહેરના ખાડિયા વિસ્તારમાં બુટલેગરોની દાદાગીરી વધી રહી છે. અહીં એક યુવાન પર બુટલેગરે અને તેના બે માણસોએ બેઝબોલના દંડા વડે માર માર્યો હતો. આ શખ્સોએ યુવાનને પોલીસનો માણસ કહીને અરજીઓ કરતા હોવાનો આરોપ મૂકીને બબાલ કરી હતી. ઝઘડો કરતા સમયે તેણે ખાડિયાના પીઆઇ અને વહીવટદારો પણ તેનું…
રાજસ્થાનમાં આ વર્ષના અંતમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો આ ચૂંટણી માટે કમર કસી રહ્યા છે. ભાજપ માટે સ્થાનિક નેતાઓની સાથે-સાથે રાષ્ટ્રીય નેતાઓ અને કેન્દ્રીય મંત્રીઓ સતત રાજ્યની મુલાકાત લઈ રહ્યા છે અને રાજસ્થાનની ગેહલોત સરકારને ઘેરી રહ્યા છે. બીજી બાજુ કોંગ્રેસ તરફથી સીએમ અશોક ગેહલોતની સાથે કોંગ્રેસના ટોચના નેતાઓ અને રાજ્ય સ્તરના નેતાઓ રાજ્યમાં કોંગ્રેસ સરકારને રિપીટ કરવા માટે સખત મહેનત કરી રહ્યા છે. એવા સમયે જ્યારે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે રાજકીય ખેંચતાણ ચાલુ છે. આ દરમિયાન એક મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રાજસ્થાનમાં ચૂંટણી પ્રચાર કરવાની જવાબદારી સોંપવામાં આવી છે.…
દેશમાં આગામી વર્ષે લોકસભાની ચૂંટણી યોજાનાર છે ત્યારે લોકસભાની ચૂંટણીને લઈને ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસે તૈયારી શરૂ કરી દીધી છે. લોકસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસે પોતાના અધ્યક્ષ બદલી ગુજરાત કોંગ્રેસની કમાન શક્તિસિંહ ગોહિલના હાથમાં સોંપી દીધી છે, ત્યારે બીજી તરફ ભાજપે પણ અત્યારથી જ રણનીતિઓ ઘડવાનું શરૂ કરી દીધું છે. લોકસભાની ચૂંટણી નજીક આવતા પક્ષપલટો શરૂ થઈ ગયો છે. આ વચ્ચે કોંગ્રેસ માટે મોટા ઝટકા સમાન સમાચાર સામે આવ્યા છે. કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી હરેશ વસાવા કોંગ્રેસને અલવિદા કહીને વિધિવત રીતે ભાજપમાં જાેડાઈ ગયા છે. કોંગ્રેસ નેતા હરેશ વસાવાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ હવે તેઓએ ભાજપનો કેસરિયો ખેસ ધારણ કરી લીધો છે.…
યાત્રાધામ અંબાજીમાં મેળાને લઈને સબંધિત વિભાગ દ્વારા તૈયારીનો ધમધમાટ ચાલી રહ્યો છે. આગામી તા. ૨૩ થી લઈ ૨૯ સપ્ટેમ્બર સુધી યાત્રાધામ અંબાજીના આંગણે ભવ્યાથી ભવ્ય મેળો યોજાશે. જેમાં લગભગ ૪૦ લાખથી વધુ શ્રદ્ધાળુ સહભાગી બને તેવા સંજાેગો વર્તાઈ રહ્યા છે. ત્યારે ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડ અને શ્રી આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ તથા બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્રના સહિયારા પ્રયાસથી રાજ્યકક્ષાના મેળાની ભવ્ય તૈયારીઓ ચાલી રહી છે. હાલ દેવસ્થાન ટ્રસ્ટ અને યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા લગભગ તમામ તૈયારીઓ પૂર્ણતાના આરે છે. અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળાને લઈને શ્રદ્ધાળુઓની સુવિધામાં ક્યાંય પણ ચૂક ન રહે તે માટે તંત્ર દિવસ રાત એક કરી કામગીરી…
ગુજરાતની ગ્રાન્ટેડ શાળાના શિક્ષકો માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત સરકારે રાજ્યની ગ્રાન્ટ ઈન એઈડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના કર્મચારીઓના હિતમાં મહત્વપૂર્ણ ર્નિણય લીધો છે. જે મુજબ સીધી ભરતીથી નિમણૂંક પામનાર આચાર્યને ૦૫-૦૧-૧૯૬૫ના ઠરાવ મુજબના લાભ મળશે. શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે આ અંગે ટ્વીટ કરીને માહિતી આપી છે. શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે ટ્વીટમાં લખ્યું છે કે, ‘માન. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના દૂરંદેશી નેતૃત્વ હેઠળ રાજ્યની ગ્રાન્ટ ઈન એઈડ માધ્યમિક અને ઉચ્ચતર માઘ્યમિક શાળાના કર્મચારીઓના હિતમાં રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ ર્નિણય’ ટ્વીટની સાથે એક ફોટો પણ પોસ્ટ કરવામાં આવ્યો છે. ફોટોમાં લખેલું છે કે, સીધી ભરતીથી નિમણૂંક પામનાર આચાર્યને…
RTO દ્વારા નવા વાહનને ડીલર્સ દ્વારા જ નંબર પ્લેટ સાથે વાહન આપવાનો પરિપત્ર કરવામાં આવ્યો હતો. ત્યારે વાહન ડીલર્સને RTO ની કામગીરી સોંપવાનાં પરિપત્ર વિરૂદ્ધ ડીલર્સ દ્વારા હાઈકોર્ટમાં અરજી કરી હતી. જે મામલે ડીલર્સ દ્વારા હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. જેમાં આરટીઓ દ્વારા કરાયેલ પરિપત્રનાં અમલ પર સ્ટે માંગવા દાદ મંગાઈ છે. અમદાવાદ અને કલોલનાં ૩૬ વાહન ડીલર્સ દ્વારા હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. હાઈકોર્ટે ટ્રાન્સપોર્ટ કમિશનર અને RTOને પાઠવી નોટિસ વાહન ડીલર્સ દ્વારા હાઈકોર્ટમાં દાખલ કરેલ અરજીમાં જણાવ્યું છે કે, RTO દ્વારા ડીલર્સ પર જવાબદારી નાંખી દેવાઈ જે અયોગ્ય અને અન્યાયકારી છે. અમારી પાસે સરકારની જેમ દસ્તાવેજાેની ખરાઈ…