યુદ્ધના મેદાનમાં એકબીજા સામે લડી રહેલાં રશિયા અને યુક્રેન વચ્ચેનો યુદ્ધનો મામલો હવે આંતરરાષ્ટ્રીય કોર્ટમાં પહોંચી ગઈ છે. ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ (આઈસીજે) હવે આ મામલે સુનાવણી કરશે. આજે જ આ મામલે સુનાવણી શરૂ થશે. યુક્રેને ગત વર્ષે ૨૪ ફેબ્રુઆરીએ રશિયાના હુમલાના થોડા દિવસો બાદ જ આઈસીજેસમક્ષ આ મામલો ઊઠાવ્યો હતો. યુક્રેનનું કહેવું છે કે રશિયાને હુમલાને ન્યાયોચિત ગણાવીને આંતરરાષ્ટ્રીય કાયદાની મજાક બનાવી છે. યુક્રેનના આ આરોપ સામે રશિયાએ દાવો કર્યો છે કે તેણે યુક્રેનમાં નરસંહારને રોકવા માટે તેના પર હુમલો કરવાનો ર્નિણય લીધો હતો. હવે રશિયા તેના આ દાવાને આઈસીજેસમક્ષ રજૂ કરશે. ગત વર્ષે ૨૪ ફેબ્રુઆરીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર…
Author: Shukhabar Desk
દેશભરમાં આંગણવાડી કેન્દ્રોમાં ગત મહિને ૦-૫ વર્ષની વયજૂથના ૪૩ લાખથી વધુ બાળકો મેદસ્વી કે વધુ વજનની સમસ્યાથી પીડિત મળી આવ્યા હતા. આ સંખ્યા સરવેમાં સામેલ કરાયેલા કુલ બાળકોની લગભગ ૬% જેટલી થાય છે. આ જાણકારી તાજેતરના સરકારી આંકડાઓમાં સામે આવી હતી. સરકાર દ્વારા સંચાલિત ગ્રામીણ બાળ દેખરેખર કેન્દ્રો પાસેથી એકત્રિત કરાયેલા આંકડામાં એવી પણ માહિતી સામે આવી હતી કે મેદસ્વીતા કે વધુ વજનની સમસ્યાથી પીડાતા બાળકોની ટકાવારી આંગણવાડી કેન્દ્રોમાં ગંભીર અને મધ્યમ રીતે કૂપોષિત મળી આવેલા બાળકોની ટકાવારી જેટલી જ એટલે કે ૬ ટકા જેટલી હતી. બાળકોના વિકાસ સંબંધિત નિરીક્ષણ એપ પોષણ ટ્રેકરથી એકઠાં કરાયેલા આંકડાઓમાં માહિતી મળી કે ૦-૫…
પશ્ચિમ બંગાળમાં સ્થિત શાંતિનિકેતનને યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજની લિસ્ટમાં સામેલ કર્યું છે. મહાન કવિ રવીન્દ્રનાથ ટાગોરે એક સદી પહેલા આ આશ્રમમાં વિશ્વભારતીની સ્થાપના કરી હતી. યુનેસ્કોએ ગઈકાલે સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ કરી આ અંગે જાહેરાત કરી હતી. પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લામાં સ્થિત આ સાંસ્કૃતિક સ્થળને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં કરાવવા માટે ભારત લાંબા સમયથી પ્રયત્ન કરી રહ્યું હતું. શાંતિનિકેતનને આ લિસ્ટમાં સામેલ કરવાનો ર્નિણય સાઉદી અરેબિયામાં વર્લ્ડ હેરિટેજ કમિટીના ૪૫મા સત્ર દરમિયાન લેવામાં આવ્યો હતો. થોડા મહિનાઓ પહેલા ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓન મોન્યુમેન્ટ્સ એન્ડ સાઇટ્સ (ઈસીઓએમઓએસ)એ શાંતિનિકેતનને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં સામેલ કરવાની ભલામણ કરી હતી. ફ્રાંસમાં સ્થિત ઈસીઓએમઓએસઆંતરરાષ્ટ્રીય…
ભાજપ અને એઆઈએડીએમકે તમિલનાડુમાં અલગ થઈ ગયા છે. એઆઈએડીએમકેના નેતા ડી જયકુમારે જણાવ્યું હતું કે ભગવા સંગઠન ભાજપ સાથે હાલમાં કોઈ ગઠબંધન નથી. ચૂંટણી કરાર પર કોઈપણ ર્નિણય ફક્ત ચૂંટણી દરમિયાન જ લેવામાં આવશે. આ મારો અંગત અભિપ્રાય નથી. આ અમારી પાર્ટીનું સ્ટેન્ડ છે. ડી જયકુમારે કહ્યું હતું કે, ‘તમિલનાડુમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ અન્નામલાઈ એઆઈએડીએમકે સાથે ગઠબંધન કરવા ઇચ્છતા નથી. જાે કે ભાજપના કાર્યકરો એવું ઈચ્છે છે. અન્નામલાઈ અમારા નેતાઓ વિરુદ્ધ નિવેદન આપી રાહ્યા છે. તેઓ ભાજપના પ્રદેશ અધ્યક્ષ બનવા લાયક નથી. અમે અમારા નેતાઓ પર સતત ટીકા સ્વીકાર કરીશું નહી. અન્નામલાઈ પહેલા પણ અમારા નેતા જયલલિતાની ટીકા કરી ચૂક્યા…
સંસદના પાંચ દિવસીય વિશેષ સત્રની શરૂઆત આજથી થઇ ગઈ છે. પ્રથમ દિવસે જુની બિલ્ડીંગમાં કાર્યવાહી થઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં ચર્ચાની શરૂઆત કરી. તે જ સમયે, સંસદના વિશેષ સત્રમાં વિપક્ષી નેતાઓએ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગે ઘણી વાતો પર સરકારને ઘેરી હતી. રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ જી૨૦ને લઈને કેન્દ્ર સરકાર પર નિશાન સાધવાનો પ્રયાસ કર્યો. ખડગેએ તેમના ભાષણમાં કહ્યું કે, મોંઘવારી અને બેરોજગારીના મુદ્દાઓ પર ધ્યાન આપવાને બદલે જી૨ની વાત કરવામાં વ્યસ્ત છીએ. જયારે ખડગે જી૨૦ને બદલે જી૨ બોલ્યા ત્યારે સભાપતિ જગદીપ ધનખડે તેમને ટોક્યા હતા. ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે, તે જી-૨૦ છે. તેના…
સંસદનું વિશેષ સત્ર આજથી શરુ થઇ ચુક્યું છે. જૂની સંસદમાં આજે છેલ્લી વખત સત્રની કાર્યવાહી થઇ રહી છે. અ અવસર પર લોકસભામાં વિપક્ષના નેતા અધીર રંજન ચૌધરીએ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. તેમણે પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ અને જવાહર લાલ નહેરુનું નામ લઈને ભાજપ પર કટાક્ષ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, ‘મનમોહન સિંહ મૌન નહોતા રહેતા. તેઓ વાત ઓછી અને કામ વધારે કરતા હતા. અધીર રંજન ચોધરીએ ભાજપ પર નિશાન સાધતા કહ્યું હતું, ‘જયારે જી૨૦ સંમેલન થતું હતું ત્યારે પણ તે કહેતા હતા કે આ આપણા દેશમાં સારું છે.’ કોંગ્રેસ સાંસદ અધીર રંજન ચોધરીએ વધુમાં કહ્યું હતું કે, ‘જવાહરલાલ…
સંસદના વિશેષ સત્રમાં પીએમ નરેન્દ્ર મોદીએ લોકસભામાં કહ્યું કે, આજનો દિવસ પ્રેરણાદાયી ક્ષણોને યાદ કરીને આગળ વધવાની તક છે. આપણે બધા આ ઐતિહાસિક સદનથી વિદાય લઈ રહ્યાં છીએ. પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે, દેશની વિવિધ સરકારોએ દેશનું ગૌરવ અને સન્માન વધારવા માટે કામ કર્યું છે. આ ઉપરાંત તેમણે એ પણ કહ્યું કે, ઘણા લોકોમાં ભારત પર શંકા કરવાની વૃત્તિ છે. આપણા બધા માટે ગર્વની વાત છે કે, આજે ભારત વિશ્વ મિત્ર તરીકે પોતાનું સ્થાન બનાવવામાં સફળ રહ્યું છે. સંસદના વિશેષ સત્રને સંબોધતા પીએમ નરેન્દ્ર મોદીએ લોકસભામાં કહ્યું કે, આજનો દિવસ પ્રેરણાદાયી ક્ષણોને યાદ કરીને આગળ વધવાની તક છે. આપણે બધા…
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના દિહોરગામે બજરંગદાસબાપા મિત્ર મંડળ ગૃપ દ્વારા તાજેતરમાં દિહોરગામેથી ઉત્તરાખંડના હરિદ્વારની ધાર્મિક યાત્રાનું આયોજન કર્યું હતું, જે સંદર્ભે દિહોરથી નિકળેલ આ યાત્રાળુઓની બસને રાજસ્થાનના ભરતપૂર શહેરમાં વહેલી પરોઢીએ અકસ્માત નડતા ૧૨ યાત્રાળુઓના મોત થયા હતા અને ૧૨થી વધુ શ્રદ્ધાળુઓને ઈજા પહોંચી હતી. ત્યારે આજે વધુ એક યાત્રીનું મોત થતા આંક ૧૩ પર પહોંચ્યા હતો. ભાવનગર જિલ્લામાં શ્રાવણમાસ ગોઝારો નિવડ્યો છે આ પવિત્ર માસમાં ધાર્મિક યાત્રાએ નિકળેલા કેટલાક યાત્રાળુઓ ધાર્મિક યાત્રાને બદલે હંમેશા માટે અનંતની યાત્રાએ પહોંચી ગયા છે સૌપ્રથમ ગંગોત્રીથી હરિદ્વાર આવી રહેલા ભાવનગરના યાત્રાળુઓની બસને અકસ્માત નડતા સાત યાત્રીઓએ પ્રાણ ગુમાવ્યા હતા. આ ઘટનાના ઠીક ૨૨…
બનાસકાંઠાના દિયોદરમાં જીવદયા પ્રેમીને મારી નાખવાની ધમકી મળી હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. તલવાર સાથે કારમાં ઘસી આવેલા શખ્સોએ ‘આજે જીવતા મૂકવાના નથી’ તેમ કહી અને મારી નાખવાનો પ્રયાસ કરતા હાહાકાર મચી ગયો છે. આ મામલે પોલીસમાં જાણ કરાતા પોલીસે પણ તપાસના ચક્રો ગતિમાન કરી રહી છે. જેમાં સીસીટીવી તપાસવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે.રાત્રિના સમયગાળા દરમિયાન આરોપીઓ પશુઓને ગાડીમાં ભરી કતલખાને લઈ જતા હતા. આ દરમિયાન રમેશભાઈ ભાટી સહિતનાઓએ પોલીસનો સંપર્ક કરી ગાડીનો પીછો કરવા જાણ કરી હતી અને તેઓ પણ પોતાની કાર લઈને પીછો કરી રહ્યા હતા. આ દરમિયાન આરોપીઓએ અકસ્માત સર્જી અને હત્યાનો પ્રયાસ કર્યો હોવાના…
IIM બ્રિજ પાસે થયેલી ૨૫ લાખની લૂંટ મામલે ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે અને લૂંટના ગુનામાં સંડોવાયેલ બંટી-બબલીમાંથી મહિલા આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે મહિલા આરોપી ડોક્ટરના વેશમાં ફરતી જેને અન્ય બે લૂંટને અંજામ આપ્યાની આશકા છે. સાથે જ મહિલા આરોપી પાસેથી દસ લાખની રોકડ રકમ પણ કબજે કરવામાં આવી છે. મહિલા પોલીસની કસ્ટડીમાં રહેલી આરોપી મહિલાનું નામ રેખા માલી છે. જે ખોખરા ભાઈપુરા વિસ્તારની રહેવાસી છે. પરંતુ તેના સાગરીત નકુલ તમંચે સાથે મળી શહેરના અલગ અલગ વિસ્તારમાં બે લૂંટને અંજામ આપ્યો હતો. મહિલા આરોપી પાસેથી ક્રાઈમ બ્રાન્ચે દસ લાખની રોકડ રકમ કબજે કરી…