સંસદના વિશેષ સત્રનો આજે બીજાે દિવસ છે. આજથી સંસદની કાર્યવાહી નવા સંસદભવનમાં શરૂ કરવામાં આવી છે. જૂના સંસદભવનથી નવા સંસદભવન સુધી વડાપ્રધાન મોદી સહિતના તમામ સાંસદો પગપાળા જતા જાેવા મળ્યા હતા. પીએમ મોદી દ્વારા કાર્યવાહી શરુઆત પહેલા પીએમ મોદીએ નવા સંસદભવનમાં પહેલું સંબોધન કર્યું હતું. નવા સંસદમાં પીએમ મોદીએ પ્રથમ સંબોધનની શરૂઆત કહ્યું કે, આજે ગણેશ ચતુર્થી અને સંવત્સરીના પાવન દિવસે નવા સદનમાં નવી શરૂઆત સંદર્ભે મારી દેશવાસીઓને, તમામ સાંસદો અને સહયોગીને મારા તરફથી મિચ્છામી દુક્કડમ! આ દિવસ ક્ષમા કરવાનો છે ત્યારે જૂના કડવી યાદોને ભૂલાવીને આગળ વધવાનું છે. મળતી માહિતી અનુસાર આજે નવા સંસદભવનની શરુઆતના દિવસે મહિલા અનામત બિલ…
Author: Shukhabar Desk
કેનેડાએ ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહની હત્યામાં ભારતની સંડોવણીનો આરોપ લગાવતા વરિષ્ઠ ભારતીય રાજદ્વારીને હટાવ્યા હતા, ત્યારે હવે કેનેડાની આ કાર્યવાહીના જવાબમાં ભારતે પણ કેનેડાના એક વરિષ્ઠ રાજદ્વારીને દેશમાંથી હાંકી કાઢ્યા છે. સુત્રોના રિપોર્ટ અનુસાર ભારત સરકારે કેનેડાના હાઈ કમિશનરને સવારે બોલાવવામાં આવ્યા હતા અને કેનેડાના વરિષ્ઠ રાજદ્વારીને ભારતમાંથી હાંકી કાઢવાની માહિતી આપવામાં આવી હતી. આ સાથે જ હાંકી કાઢવામાં આવેલા રાજદ્વારીને આગામી પાંચ દિવસમાં ભારત છોડી દેવા માટે કહેવામાં આવ્યું છે. આ પહેલા વિદેશ મંત્રાલયે આજે જવાબ આપતા કહ્યું કે, કેનેડામાં હિંસામાં ભારત સરકારની સંડોવણીના આરોપો પાયા અને આધારભૂત વગરના છે. કેનેડાના વડાપ્રધાને ભારત સરકાર પર કરેલા આક્ષેપને સંપૂર્ણપણે નકારી…
નર્મદા કાંઠાના લોકો માટે મંગળવારની સવાર રાહતના સમાચાર લઈને આવી છે. ઉપરવાસથી પાણીની આવક ઘટતા સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં ઘટાડો થયો છે. લેટેસ્ટ અપડેટ અનુસાર, ગોલ્ડનબ્રિજે સવારે ૭ વાગે જળસ્તર નીચે ઉતરી ૨૭.૯૭ ફૂટે આવી પહોંચ્યું છે. નર્મદા ડેમની સપાટી ૧૩૮.૬૩ મીટર પર પહોંચી છે. નર્મદા ડેમમાંથી નદીમાં છોડાતું હવે ઘટાડી દેવાયું છે. હાલ ડેમમાંથી ૧ લાખ ૫૮ હજાર ૩૫૨ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. છેલ્લાં ૨૫ કલાકમાં નદીમાં પુરના પાણી ૧૩ ફૂટ ઘટયા છે. પરંતું હજી ભરૂચમાં નર્મદા નદી ડેન્જર લેવલથી ૩.૯૭ ફૂટ ઉપર વહી રહી છે. સરદાર સરોવર નર્મદા ડેમ અપડેટ જળ સપાટીમાં સામાન્ય ઘટાડો. પાણીની સપાટી…
લાંબા વિરામ બાદ મેઘરાજાએ રોદ્ર રૂપ સાથે રિ-એન્ટ્રી કરી લીધી છે. જેમાં મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અમુક ભાગેમાં મેઘરાજા ધમધોકાર વરસ્યા છે. ત્યારે ભરૂચ જિલ્લાને તો જાણે મેઘરાજાએ ધમરોળી નાંખ્યુ છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૨૪૮ તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ જૂનાગઢના વિસાવદરમાં ૧૨ ઇંચ વરસાદ વરસ્યો છે. આગાહીની વાત કરીએ તો, ગુજરાતમાં હજી વરસાદી રાઉન્ડ બાકી છે. ગુજરાતમાં હજુ પણ ૨ દિવસ ભારે વરસાદની આગાહી છે. કચ્છ, પાટણ, મોરબીમાં અતિભારે વરસાદની આગાહી છે. તો બનાસકાંઠા, આણંદ, ભરૂચમાં ભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત સુરત, ભાવનગર, જૂનાગઢમાં ભારે વરસાદની આગાહી છે. પોરબંદર અને દેવભૂમિ દ્વારકામાં…
ભારતીય ક્રિકેટ બોર્ડે ઓસ્ટ્રેલિયા સામે રમાનારી ત્રણ વનડે મેચની ટીમ જાહેર કરી દીધી છે. પ્રથમ બે વનડેમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીને આરામ આપવામાં આવ્યો છે. જ્યારે કેએલ રાહુલને ટીમની કમાન સોંપવામાં આવી છે. આર અશ્વિનની ટીમમાં વાપસી થઈ છે. જ્યારે ત્રીજી વનડેમાં રોહિત શર્મા, વિરાટ કોહલી અને હાર્દિક પંડ્યાની વાપસી થશે. પ્રથમ બે વનડે માટે ટીમઃ કેએલ રાહુલ (કેપ્ટન), શુભમન ગિલ, ઋતુરાજ ગાયકવાડ, શ્રેયસ અય્યર, ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ, રવીન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, જસપ્રીત બુમરાહ, તિલક વર્મા, પ્રસિદ્ધ કૃષ્ણા, આર અશ્વિન, વોશિંગટન સુંદર. ત્રીજી વનડે માટે ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ…
ભારતે આગામી ODI વર્લ્ડ કપની યજમાની કરવાની છે. આ ICC ટૂર્નામેન્ટ ૫ ઓક્ટોબરથી શરૂ થશે, જેની પ્રથમ મેચ ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. ભારતીય ટીમ તેની પ્રથમ મેચ ૮ ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામે રમશે. આ દરમિયાન ભારતના એક દિગ્ગજ ખેલાડી પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ઈંગ્લેન્ડથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અનુભવી બેટ્સમેન ચેતેશ્વર પૂજારાને ECB (ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ) દ્વારા આચાર ભંગ બદલ એક મેચ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. પૂજારા હાલમાં સસેક્સ કાઉન્ટી ક્રિકેટ ક્લબની કેપ્ટનશીપ સંભાળી રહ્યો છે. તેના પર એક મેચનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આટલું જ નહીં, તેની ટીમ…
કેન્દ્રીય કેબિનેટે સોમવારે મહિલા અનામત બિલને મંજૂરી આપી દીધી છે. કોંગ્રેસે તેનું સ્વાગત કર્યું અને કહ્યું કે સર્વપક્ષીય બેઠકમાં ચર્ચા કરીને સર્વસંમતિ રચી શકાઈ હોત. આ સાથે કોંગ્રેસે એમ પણ કહ્યું કે કેબિનેટનો આ ર્નિણય એ પાર્ટીઓની જીત છે જે યુપીએ સરકારમાં તેના સહયોગી હતા, કારણ કે આ બિલ તેમની સરકારના કાર્યકાળ દરમિયાન રાજ્યસભામાં પસાર થયું હતું. તે જ સમયે, કોંગ્રેસે તેના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા ૧૬ જુલાઈ, ૨૦૧૮ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લખેલો પત્ર પણ જાહેર કર્યો. આ પત્રમાં મહિલા અનામત બિલને તાત્કાલિક પસાર કરવાની માંગ કરવામાં આવી હતી. કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’…
ભારતીય અંતરિક્ષ એજન્સી ઈસરો દ્વારા સૂર્ય પર રિસર્ચ કરવા માટે મોકલવામાં આવેલું આદિત્ય એલ૧ હવે પૃથ્વીની કક્ષામાંથી બહાર નીકળી ગયું છે. આદિત્ય એલ૧ હવે પોતાની યાત્રાના અંતિમ પડાવ માટે નીકળી ચૂક્યું છે. જે પૃથ્વીથી લગભગ ૧૫ લાખ કિલોમીટરના અંતરે છે. એટલે કે આદિત્ય એલ૧ સોમવાર-મંગળવારની મધરાતે લગભગ ૨ વાગે નિર્ધારિત પ્રક્રિયા હેઠળ ધરતીના ગુરુત્વાકર્ષણના પ્રભાવથી આગળ નીકળી ગયું અને પછી પૃથ્વી સૂર્ય પ્રણાલીમાં લેગ્રેન્જ પોઈન્ટ ૧ પર પહોંચવા માટે પોતાની ચાર મહિનાની યાત્રા શરૂ કરી દીધી છે. આ જાણકારી ઈસરોએ ટ્વીટ કરીને આપી છે. અત્રે જણાવવાનું કે આ લેગ્રેન્જ પોઈન્ટ પૃથ્વીથી લગભગ ૧૫ લાખ કિલોમીટર દૂર છે. અંતરિક્ષ યાન આદિત્ય…
માં દિવસેને દિવસે ખટાશ આવતી જાય છે. આ દરમ્યાન કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રૂડોએ આતંકવાદી સંગઠન ખાલિસ્તાની ટાઈગર ફોર્સના પ્રમુખ આતંકી હરદીપ સિંહ નિઝ્ઝરની હત્યાને લઈને મોટુ નિવેદન આપ્યું છે. ન્યૂઝ એજન્સી એએનઆઈએ કેનેડા સમાચાર ચેનલ સીબીસીના હવાલેથી જણાવ્યું છે કે, જસ્ટિન ટ્રૂડોએ કહ્યું કે, દેશની સુરક્ષા એજન્સીઓ ભારત સરકાર અને ખાલિસ્તાની આતંકી હરદીપ સિંહ નિઝ્ઝરની હત્યા વચ્ચે કનેક્શનના તપાસમાં લાગેલી છે. રાજધાની ઓટાવામાં હાઉસ ઓફ કોમન્સને સંબોધન કરતા જસ્ટિન ટ્રૂડોએ સોમવારે કહ્યું કે, કેનેડાની સુરક્ષા એજન્સીઓ ભારત સરકાર અને નિઝ્ઝરની હત્યા વચ્ચે સંભવિત કડીના આરોપથી ઝડપથી તપાસ કરી રહી છે. કેનેડાના પ્રધાનમંત્રીના આરોપ પર હવે ભારતનો જવાબ સામે આવ્યો છે.…
ભારત અને ચીન વચ્ચે માત્ર જમીની સરહદ પર જ નહીં પરંતુ સમુદ્રમાં પણ સંઘર્ષની સ્થિતિ છે. બંને દેશ એકબીજાના હરીફ બની ગયા છે. હવે બંને દેશો વચ્ચે મુકાબલો હિંદ મહાસાગર ક્ષેત્રમાં છે. તેને ધ્યાનમાં રાખીને જ ભારત પોતાના નૌકાદળને મજબૂત બનાવવામાં લાગી ગયું છે. ભારતીય નેવીએ ૬૮ યુદ્ધ જહાજાે અને અન્ય જહાજાેનો ઓર્ડર આપ્યો છે. તેની કુલ કિંમત ૨ લાખ કરોડ રૂપિયાની આજુબાજુ થાય છે. ઈન્ડિયન નેવીને ૧૪૩ એરક્રાફ્ટ અને ૧૩૦ હેલિકોપ્ટર તેમજ ૧૩૨ યુદ્ધ જહાજ ખરીદવાની પરવાનગી પણ મળી ગઈ છે. આ સિવાય ૮ નેક્સ્ટ જનરેશન કોર્વેટ (નાના યુદ્ધ જહાજાે), ૯ સબમરીન, ૫ સર્વે શિપ અને ૨ મલ્ટીપર્પઝ જહાજાેના…