બીસીસીઆઈએ વર્લ્ડ કપ ૨૦૨૩ માટે ટીમની જાહેરાત કરી ચુકી છે. જાે કે બીસીસીઆઈ પાસે ૨૮ સેપ્ટેમ્બર સુધી ટીમમાં ફેરફાર કરવાનો મોકો છે. આ દરમિયાન ભારતીય ટીમના ઓલરાઉન્ડર અક્ષર પટેલ પર વર્લ્ડ કપથી બહાર થવાની તલવાર લટકી રહી છે. જાે તે આ પહેલા ફીટ નહી થાય તો તે ટીમની બહાર થઇ શકે છે.એશિયા કપ ૨૦૨૩માં સુપર-૪ના મેચ દરમિયાન અક્ષરને ઈજા થઇ હતી. જેના કારણે તે ફાઈનલ મેચ રમી શક્યો ન હતો અને તેની જગ્યાએ વોશિંગ્ટન સુંદરને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. અક્ષર વનડે વર્લ્ડ કપમાં ભારતીય ટીમનો ભાગ છે. પરંતુ વર્લ્ડ કપ પહેલા ઓસ્ટ્રેલિયા સામે રમાનાર ૩ મેચની વનડે સિરીઝના પ્રથમ…
Author: Shukhabar Desk
‘કસૌટી ઝિંદગી કે’ માં પ્રેરણાનું પાત્ર ભજવીને દરેક ઘરમાં પોતાનું નામ બનાવનાર શ્વેતા તિવારીને કોઇ ઓળખની જરુર નથી. અભિનેત્રીએ સલમાન ખાનનો રિયાલિટી શો ‘બિગ બોસ’ જીતીને પણ નામ બનાવ્યુ. આ સિવાય રોહિત શેટ્ટીનો રિયાલિટી શો ‘ખતરો કે ખિલાડી’ માં પણ એકટ્રેસ જાેવા મળી હતી. શ્વેતા તિવારીએ ઘણા રિયાલિટી શો કર્યા છે. શ્વેતા સીરિયલમાં પણ પોતાનું ટેલેન્ટ બતાવી ચૂકી છે. હવે એકટ્રેસ ટીવીની દુનિયામાંથી વેબ સિરીઝ કરવા જઈ રહી છે. શ્વેતા તિવારીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે. જેમાં રોહિત શેટ્ટી અને શ્વેતા તિવારી છે. એકટ્રેસ દિગ્દર્શકની આગામી ફિલ્મ ‘સિંઘમ અગેન’માં જાેવા મળશે. તેમાં તે મહત્વની ભૂમિકામાં જાેવા મળશે.…
એશિયન ગેમ્સ ૨૦૨૩ની આજથી શરૂઆત થવાની છે. જેમાં ૨૭ સેપ્ટેમ્બરના રોજ મેન્સ ક્રિકેટની શરૂઆત થશે. એશિયન ગેમ્સમાં ભારતીય ટીમ સીધા ક્વાર્ટર ફાઈનલ મેચ રમશે. આ પહેલા ૯ મેચ રમાશે. ગ્રુપ મેચમાં જીતનાર ટીમોને પોઈન્ટ્સના હિસાબે ક્વાર્ટર ફાઈનલમાં જગ્યા મળશે. ભારત ૩ ઓક્ટોબરના રોજે ક્વાર્ટર ફાઈનલ મેચ રમશે.પાકિસ્તાનની ટીમ પણ ૩ ઓક્ટોબરના રોજ મેચ રમાશે. ભારતની મહિલા ક્રિકેટ ટીમ ૨૧ સેપ્ટેમ્બરના ક્વાર્ટર ફાઈનલ રમવા મેદાનમાં ઉતરશે. એશિયન ગેમ્સ ૨૦૨૩માં મહિલા ક્રિકેટમાં પહેલી મેચ ઇન્ડોનેશિયા અને મંગોલિયા વચ્ચે રમાશે. ભારતની સાથે પાકિસ્તાન, બાંગ્લાદેશ અને શ્રીલંકાની ટીમ પણ સીધા ક્વાર્ટર ફાઈનલ મેચ રમશે. ભારત અને પાકિસ્તાનની મેચ ૨૧ સેપ્ટેમ્બરના રોજ રમાનાર છે. જાે…
ભારતીયો અત્યારે મોટી સંખ્યામાં વિઝાની અરજીઓ કરી રહ્યા છે. જાન્યુઆરીથી જૂન સુધીના છ મહિનાનો રેકોર્ડ જાેવામાં આવે તો આ ગાળામાં ભારતીયોએ જુદા જુદા દેશો માટે લગભગ ૩૦ લાખથી વધુ વિઝા અરજીઓ કરી હતી. કોવિડ અગાઉ ૨૦૧૯માં આખા વર્ષમાં ભારતીયોએ લગભગ ૬૦ લાખ વિઝા અરજીઓ કરી હતી. તેની સાથે તુલના કરવામાં આવે તો આ વર્ષે વિઝા એપ્લિકેશનની સંખ્યાને રેકોર્ડ બને તેવી સંભાવના છે. લગભગ ૫૦થી વધુ દેશોની વિઝા અરજીઓને મેનેજ કરતી કંપની વીએફએસ ગ્લોબલે આ આંકડા આપ્યા છે. ૨૦૧૯માં હજુ કોવિડ આવ્યો ન હતો અને પ્રોસેસમાં પણ કોઈ અવરોધો ન હતા છતાં ૬૦ લાખ અરજીઓ થઈ હતી. આ વર્ષે જે ઝડપથી…
ચીનની સામ્રાજ્યવાદી સરકાર અજીબો ગરીબ કાયદો લાવવાની પેરવી કરી રહી છે. જેમાં દેશની લાગણી દુભાય તે પ્રકારના કપડા પહેરવાનુ ગેરકાયદેસર રહેશે. આ માટે જેલની અથવા દંડની સજા પણ થશે. બ્રિટિશ મીડિયા રિપોર્ટ અનુસાર જે કાયદો પ્રસ્તાવિત થયો છે તેમાં કહેવામાં આવ્યુ છે કે, ચીનના લોકોની લાગણી દુભવે તેવા ભાષણો પણ નહીં કરી શકાય અને તે પ્રકારના કપડા પણ પહેરી નહીં શકાય. જાેકે હજી સુધી સ્પષ્ટ નથી થયુ કે નવા નિયમો આવ્યા બાદ કયા પ્રકારના કપડા પર પ્રતિબંધ લગાવવામાં આવશે…જાે જેલની સજા થશે તો કેટલા વર્ષની હશે અને દંડ ભરવાનો આવશે તો કેટલો દંડ ભરવો પડશે? જાેકે એવી અટકળો થઈ રહી…
ચીન પોતાની વિસ્તારવાદી નીતિઓ માટે અને બીજા દેશોને પોતાના દેવાની જાળમાં ફસાવવા માટે આખી દુનિયામાં કુખ્યાત થઈ રહ્યુ છે.ચીનની આ નીતિના કારણે ઘણા દેશો દેવાના ભરડામાં આવી ગયા છે. જાેકે ખંધા ચીનની ચાલાકી હવે બીજા દેશો સમજી રહ્યા છે. જેમ કે ઈન્ડોનેશિયામાં ચીન સામે લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. ઈન્ડોનેશિયાના એક ટાપુના હજારો લોકોએ રસ્તા પર ઉતરીને ચીન સામે દેખાવો કર્યા હતા. લોકોને ડર છે કે, ચીનના પ્રોજેકટના કારણે આ ટાપુ પર હજારો લોકો વિસ્થાપિત થશે. વિરોધ અને દેખાવો એટલા ઉગ્ર હતા કે, સરકારે સ્થિતિને કાબૂમાં લેવા માટે વિશેષ પોલીસ ફોર્સને તૈનાત કરવી પડી હતી. ઈન્ડોનેશિયાની સરકાર ચીન પાસેથી…
ભારત અને કેનેડાના સબંધોમાં અભૂતપૂર્વ તણાવ જાેવા મળી રહ્યો છે અને તેની પાછળનુ કારણ ખાલિસ્તાની આતંકીઓને પ્રોત્સાહન આપવાની કેનેડાની સરકારની નીતિ છે. હવે જ્યારે કેનેડાના પીએમ ટ્રૂડોએ ખાલિસ્તાની આતંકી હરદીપસિંહ નિજ્જરની હત્યા માટે ભારત સરકાર પર આંગળી ચીંધી છે ત્યારે કેનેડાની ન્યૂ ડેમોક્રેટિક પાર્ટીના પ્રમુખ અને સાંસદ જગમીતસિંહે ભારત સામે ઝેર ઓકયુ છે. એક વાયરલ વીડિયોમાં તે ખાલિસ્તાનીઓને આશ્વાસન આપતો દેખાય છે. તે કહે છે કે ,જ્યાં સુધી હું કેનેડામાં છુ ત્યાં સુધી તમારે ડરવાની જરૂર નથી. ઉલ્લેખનીય છે કે જગમીતસિંહની પાર્ટીના ૨૪ સાંસદ છે અને તેની પાર્ટી ટ્રૂડોને ટેકો આપી રહ્યા છે. ટ્રૂડો પોતાની ખુરશી બચાવવા માટે જગમીતસિંહને ખુશ…
અમેરિકા અને ઈરાન વચ્ચે આખરે કેદીઓની અદલા બદલી થઈ છે. અમેરિકાના પાંચ નાગરિકોને ઈરાને મુક્ત કર્યા બાદ તેઓ તહેરાનથી રવાના થયા હતા. જાેકે ઈરાને કહ્યુ છે કે, અમેરિકાએ ઈરાનની ફ્રીઝ કરી રાખેલી ૫૦૦૦૦ કરોડ રૂપિયાની સંપત્તિ મુકત થશે તે પછી કેદીઓ અમેરિકાને સોંપવામાં આવશે. હાલમાં આ પ્રોપર્ટીનો હવાલો કતારને આપવામાં આવ્યો છે.મળતી વિગતો પ્રમાણે અમેરિકાના કેદીઓ કતાર પહોંચશે અને અમેરિકા દ્વારા ઈરાનની પ્રોપર્ટી મુકત કરાશે તે બાદ કેદીઓ અમેરિકાને સોંપી દેવાશે. અમેરિકન પ્રમુખ બાઈડને કહ્યુ હતુ કે, ઈરાનમાં કેદ અમેરિકાના પાંચ નાગરિકો આખરે પોતાના વતન પાછા ફરી રહ્યા છે. કતારમાં અમેરિકાના રાજદૂતે તેમની સાથે મુલાકાત પણ કરી છે.જાેકે જાણકારોનુ કહેવુ…
ભારત અને કેનેડા વચ્ચે ખાલિસ્તાની આતંકીની હત્યાના વિવાદમાં અમેરિકા બાદ હવે ઓસ્ટ્રેલિયાની પ્રતિક્રિયા આવી છે અને કહ્યું છે કે તે કેનેડાના ભારત પરના આરોપોથી ચિંતિત છે. કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટુડોએ ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા પાછળ ભારતની સંડોવણીનો આરોપ લગાવ્યો હતો. ઓસ્ટ્રેલિયાના વિદેશ મંત્રીના પ્રવક્તાએ એક નિવેદનમાં કહ્યું છે કે આ મામલાને લઈને ચાલી રહેલી તપાસમાં જે આરોપો લગાવવામાં આવ્યા છે તેને લઈને ઓસ્ટ્રેલિયા ખુબ જ ચિંતિત છે. ઓસ્ટ્રેલિયાનું માનવું છે કે તમામ દેશોએ એક બીજાની સાર્વભૌમત્વ અને કાયદાના શાસનનું સન્માન કરવું જાેઈએ. અમે આ મામલે અમારા સહયોગીયોના સંપર્કમાં છીએ. અમે ભારતના ટોચના અધિકારીઓને અમારી ચિંતા જણાવી છે. આ…
આજે પાંચ દિવસ ચાલનારા વિશેષ સત્રનો બીજાે દિવસ છે અને સંસદ નવા ભવનમાં શિફ્ટ થઈ ગયું છે ત્યારે નવા સંસદભવનમાં હાલ પ્રથમ સત્ર ચાલી રહ્યું છે જેમા મહિલા અનામત બિલ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું છે. આ બિલને નારી શક્તિ વંદન એક્ટ નામ આપાવામાં આવ્યું છે. આ બિલને લઈને હોબાળો થતા બંને ગૃહોની કાર્યવાહી આવતીકાલ બપોર ૧૧ વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે. કેન્દ્રિય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે આ બિલ લોકસભામાં રજૂ કર્યું છે, આ પહેલા પ્રધાનમંત્રીએ તમામ પક્ષોને આ બિલને સમર્થન આપવાની અપીલ કરી હતી, જાે કે કેન્દ્રિય મંત્રીએ જ્યારે બિલ રજૂ કર્યું ત્યારે સંસદમાં ભારે હોબાળો થયો હતો.…