Author: Shukhabar Desk

૧૯ સપ્ટેમ્બરે દેશને નવી સંસદ ભવન મળી. આ દરેક માટે ઐતિહાસિક ક્ષણ છે. આ ખાસ અવસર પર પીએમ મોદી અને તેના મંત્રીઓએ દેશવાસીઓને શુભકામના પાઠવી હતી. નવી સસંદ ભવનના ઉદ્ધાટનમાં બોલિવુડની ૨ અભિનેત્રીઓ પણ જાેવા મળી હતી. કંગના રનૌત અને એશા ગુપ્તા નવી સસંદ પહોંચી હતી. બંન્ને અભિનેત્રીઓને સ્પેશિયલ આમંત્રણ આપવામાં આવ્યું હતુ. કંગના રનૌત અને એશા ગુપ્તાનો સંસદ ભવનની બહારનો વીડિયો સામે આવ્યો છે. જેમાં બંન્ને અભિનેત્રીઓ ભારતીય પૌશાકમાં જાેવા મળી રહી છે. કંગના વ્હાઈટ સાડીમાં જાેવા મળી હતી. તેમજ એશા ગુપ્તા પીચ કલરના સુટમાં સુંદર લાગી રહી હતી. કંગના અને એશાએ ફોટોગ્રાફર્સને પોઝ પણ આપ્યા હતા. કંગનાએ મહિલા…

Read More

બોલિવુડની દુનિયામાં ટકી રહેવું દરેકની પહોંચમાં નથી. પોતાના અભિનય સિવાય સ્ટાર્સે પોતાના લુક અને ફિટનેસ પર પણ ખાસ ધ્યાન આપવું પડે છે. તે જ સમયે, ઇન્ડસ્ટ્રી વિશે એવું કહેવામાં આવે છે કે ફક્ત યુવાનો જ તેમાં અજાયબીઓ કરી શકે છે અને જેમ જેમ તેમની ઉંમર વધે છે તેમ તેમ તેમને કામ મળતું બંધ થઈ જાય છે. જાે કે કેટલાક સ્ટાર્સે આ વાતને ખોટી સાબિત કરી છે. બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના હીમેન ધર્મેન્દ્ર ૮૭ વર્ષના થઈ ગયા છે. આમ છતાં પણ તે સ્ક્રીન પર જાદુ ફેલાવતા જાેવા મળે છે. અભિનેતા ગેસ્ટ તરીકે હાજર રહીને ઘણા રિયાલિટી શોમાં ભાગ લેતો જાેવા મળે છે. ફરી…

Read More

રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરા ૨૪ સપ્ટેમ્બરે ઉદયપુરમાં લગ્ન કરવા જઈ રહ્યા છે. પરિણીતી અને રાઘવ લગ્નની એક મોટી ઉજવણીની તૈયારી કરી રહ્યા છે, જે ૧૭ સપ્ટેમ્બરથી શરૂ થઈ ગયું છે. રાઘવ પરિણીતીએ લગ્ન સમારોહ માટે ઉદયપુરનો તાજ લીલા પેલેસ પસંદ કર્યો છે. લગ્ન સમારોહ ૨ દિવસ સુધી ચાલશે. પરિણીતી અને રાઘવ ૨૩ સપ્ટેમ્બરે વેલકમ લંચ સાથે લગ્નની ઉજવણી શરૂ કરશે. આવો જાણીએ બંને પાસે કેટલી મિલકત છે. તમને જણાવી દઈએ કે રાઘવ ચઢ્ઢા આમ આદમી પાર્ટીનો યુવા ચહેરો છે જ્યારે પરિણીતી ચોપરા બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી છે. ૧૩ મે, ૨૦૨૩ ના રોજ, બંનેએ લાંબી રાહ જાેયા પછી દિલ્હીના કપૂરથલા હાઉસમાં…

Read More

દુનિયાભરમાં ઘણી હોરર ફિલ્મો બને છે જે વાર્તાની સાથે ખૂબ જ ડરામણી હોય છે. બોલિવૂડથી લઈને હોલિવૂડ સુધી ઘણી એવી ફિલ્મો આવી છે જે જાેઈને તમને પરસેવો છૂટી જશે. હોલીવુડની ‘ધ કોન્જુરિંગ’ હોય કે ‘એનાબેલ’… આ ફિલ્મો જાેયા પછી તમારી રાતોની ઊંઘ હરામ થઈ જશે. ઘણીવાર જાેવા મળે છે કે આવી ફિલ્મોનું બજેટ ઘણું વધારે હોય છે. પરંતુ આજે અમે તમને એક એવી હોરર ફિલ્મ વિશે જણાવીશું જે ખૂબ જ ઓછા બજેટમાં બની છે અને બોક્સ ઓફિસ પર અબજાેની કમાણી કરી છે. આ ફિલ્મનું નામ છે ‘ધ બ્લેર વિચ પ્રોજેક્ટ’, જે વર્ષ ૧૯૯૯માં રિલીઝ થઈ હતી. આ હોન્ટેડ ફિલ્મનું નિર્દેશન…

Read More

છેલ્લાં કેટલાંક સમયથી અથવા તો એમ કહો કે કોરોના કાળથી જ બોલીવુડ પર સાઉથ ઈન્ડસ્ટ્રી ખુબ હાવી થઈ ગઈ છે. બાહુબલી-૨ હોય, પુષ્પા હોય કે પછી આરઆરઆર સાઉથની આ તમામ ફિલ્મોએ બોક્સ ઓફિસ પર બોલીવુડને રીતસરની પછડાટ આપી છે. એટલું જ નહીં રાજા મૌલીની ફિલ્મ ઓસ્કર પણ જીતીને આવી છે. ત્યારે ફરી એકવાર ભારતને ઓસ્કર મળવાની આશા જાગી છે. કારણકે, ફરી એકવાર એસ.એસ.રાજામૌલી બનાવી રહ્યાં છે ઓસ્કર ટાઈપ ફિલ્મ… બાહુબલી અને આરઆરઆર જેવી સારી ફિલ્મો આપ્યા બાદ એસએસ રાજામૌલી નવી ફિલ્મ લઈને આવી રહ્યા છે. આ વખતે એસએસ રાજામૌલીએ એવી ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું છે, જે ન માત્ર બોક્સ ઓફિસ…

Read More

ગુજરાતમાં ભારે વરસાદને કારણે નદીઓ ગાંડીતુર બનતાં અનેક વિસ્તારોમાં પુરની સ્થિતિ સર્જાઈ છે. રાજ્યના નર્મદા, ભરૂચ, વડોદરા, દાહોદ, પંચમહાલ અને આણંદ જિલ્લામાં ભારે વરસાદથી પ્રભાવિત નિચાણવાળા વિસ્તારમાંથી કુલ ૧૨,૪૪૪ લોકોને કાઢવામાં આવ્યા છે. તેમજ પાણીમાં ફસાયેલા ૬૧૭ લોકોને રેસ્ક્યૂ કરાયા છે. છેલ્લા ત્રણેક દિવસમાં રાજ્યમાં ૧૨૬ તાલુકામાં બે ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે. રાજ્યના પુર પ્રભાવિત વિસ્તારોમાં શાળા કોલેજાેમાં રજા આપી દેવામાં આવી છે. આવી સ્થિતિ વચ્ચે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભૂકંપના આંચકાનો અનુભવ થયો છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ ઉકાઈથી ૫૧ કિ.મી દૂર હોવાનું જાણવા મળ્યું છે. વરસાદની આફત વચ્ચે ભૂકંપના આંચકા આવતાં લોકોમાં ફફડાટ ફેલાયો છે. ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં…

Read More

જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં ચાલી રહેલા એન્કાઉન્ટરમાં સેનાને મોટી સફળતા મળી છે. સેનાએ લશ્કર-એ-તૈયબાનો આતંકી ઉઝૈર ખાનને ઠાર કર્યો છે. કાશ્મીરના એડીજીપી વિજય કુમારે જણાવ્યું કે, અનંતનાગમાં આતંકવાદી ઉઝૈર માર્યો ગયો છે. એક મૃતદેહને શોધવામાં આવી રહ્યો છે જે આતંકવાદીનો હોઈ શકે છે. સર્ચ ઓપરેશન ચાલુ જ રહેશે કારણ કે, અહીં હથિયારો મળી આવ્યા છે. આ ઓપરેશનમાં ચાર જવાનો પણ શહીદ થયા છે. હાલમાં અનંતનાગમાં ચાલી રહેલું એન્કાઉન્ટર પુરુ થઈ ગયું છે. આવી સ્થિતિમાં હવે સેનાએ પોતાનું ફોકસ સર્ચ ઓપરેશન પર લગાવી દીધું છે. તેનું કારણ એ છે કે, ત્યાંથી આતંકવાદીઓ સાથે સબંધિત કેટલીક વસ્તુઓ હોઈ શકે છે. આ ઓપરેશનમાં બે આતંકવાદીઓને…

Read More

કંપોઝર, એક્ટર અને પ્રોડ્યૂસર વિજય એન્ટનીની પુત્રી મીરાનું આજે સવારે મૃત્યુ થઈ ગયું છે. વિજયની ૧૬ વર્ષની પુત્રીએ આત્મહત્યા કરી લીધી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે મીરા તેના ચેન્નઈ સ્થિત આવાસ પર ફાંસી પર લટકેલી હાલતમાં મળી આવી હતી. ત્યારબાદ તેને એક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ડોક્ટર્સે તેની તપાસ કર્યા બાદ તેને મૃત ઘોષિત કરી હતી. પ્રાપ્ત માહિતી પ્રમાણે વિજયની પુત્રી ડિપ્રેશનમાં હતી અને તે તેનો ઈલાજ પણ કરાવી રહી હતી. વિજય એન્ટનીની પુત્રી મીરા સવારે ૩ઃ૦૦ વાગ્યે ચેન્નઈ સ્થિત પોતાના ઘરમાં મૃત હાલતમાં મળી આવી હતી. તે ૧૬ વર્ષની હતી અને ચેન્નઈની એક ફેમસ સ્કૂલમાં અભ્યાસ કરી રહી હતી.…

Read More

અયોધ્યામાં યોજાનારી રામલીલામાં આ વખતે ફિલ્મી સ્ટાર્સનો જલવો જાેવા મળશે. એવું લાગશે કે, રામલીલાનો મંચ નહીં પરંતુ રામાયણ આધારિત ધારાવાહિક જાેઈ રહ્યા છો.ખાસ વાત એ છે કે, આઠ અભિનેત્રીઓ રામલીલાના મંચ પર રામાયણના પાત્રને ભજવશે અને ૨૨થી વધુ ફિલ્મી કલાકાર વિભિન્ન પાત્ર ભજવશે.તેમાં પૂનમ ઢિલ્લો (મા શબરી), ગજેન્દ્ર ચૌહાણ (રાજા જનક), રઝા મુરાદ (અહિરાવણ), રાકેશ બેદી (વિભીષણ), ગિરિજા શંકર (રાવણ), અનિલ ધવન (ઈન્દ્રદેવ), રવિ કિશન (કેવટ), વરૂણ સાગર (હનુમાન), સુનિલ પાલ (નારદ મુનિ), રાહુલ ભુચર (શ્રી રામ), લીલી સિંહ (માતા સીતા), જિયા (કૈકેયી), ભાગ્યશ્રી (વેદમતી) સહિત અન્ય છે. આમાંથી ઘણા કલાકારો એવા છે જેમણે ગત વર્ષે પણ આ રામલીલામાં અભિનય…

Read More

આજે નવા સંસદભવનમાં વિશેષ સત્રની શરુઆત થતા પહેલા દેશભરના સાંસદો જૂના સંસદભવન પહોંચ્યા હતા જ્યાં સાંસદોનું ફોટો સેશન કરવામાં આવ્યું હતું. સંયુક્ત ફોટોસેશન માટે વડાપ્રધાન સહિતના રાજ્યસભાના અધ્યક્ષ અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા અને અન્ય સાંસદો આજના સંસદ સત્ર પહેલાં સંયુક્ત ફોટો સેશન માટે એકઠા થયા હતા. સંયુક્ત ફોટોસેશનમાં ત્રણ અલગ-અલગ ગ્રુપમાં ફોટા પાડવામાં આવ્યા હતા. પ્રથમ તસવીરમાં લોકસભા અને રાજ્યસભાના સભ્યો, બીજી તસવીરમાં રાજ્યસભાના સભ્યો અને ત્રીજી તસવીરમાં માત્ર લોકસભાના સભ્યો આ રીતે ફોટોસેશન કરવામાં આવ્યું હતું.ઉલ્લેખનીય છે કે એડવિન લુટિયન અને હર્બર્ટ બેકરની ડિઝાઇન કરેલા ૯૬ વર્ષ જૂના સંસદભવનને આજે અલવિદા કર્યું છે, આજથી સંસદના…

Read More