શેરબજારમાં આજે મોટો ઘટાડો થયો હતો અને જાેરદાર વેચવાલી જાેવા મળી હતી. સેન્સેક્સ લગભગ ૮૦૦ પોઈન્ટ ઘટીને ૬૭ હજારની નીચે આવી ગયો હતો. ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સ ૬૬,૭૨૮ પોઈન્ટ દિવસની સૌથી નીચા સ્તરે પહોંચ્યો હતો. આ સિવાય નિફ્ટી પણ ૨૩૮ પોઈન્ટ ઘટીને ૧૯,૮૯૫ પોઈન્ટના નીચા સ્તર પર પહોંચ્યો હતો. આજે સેન્સેક્સ અને નિફ્ટીએ લગભગ ૧.૨૫ના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા હતા. આજે શેરબજારમાં મોટો ઘટાડો થતા સેન્સેક્સ ૭૯૬ પોઈન્ટના ઘટાડા સાથે જ્યારે નિફ્ટી ૨૩૧ પોઈન્ટના ઘટાડા સાથે બંધ થયો હતો. આ સાથે સેન્સેક્સ ૬૬,૮૦૦ અને નિફ્ટી ૧૯,૯૦૧ના સ્તરે બંધ થયો હતો. બીએસઈ લિસ્ટેડ તમામ કંપનીઓનું માર્કેટ કેપિટલાઈઝેશન રુપિયા ૨.૯૫ લાખ કરોડ…
Author: Shukhabar Desk
કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટુડોના નિવેદન બાદ ભારત અને કેનેડા વચ્ચે તણાવ વધી ગયો છે ત્યારે આજે વિદેશ મંત્રાલયે ભારતીય નાગરિકો અને વિદ્યાર્થીઓ માટે એક એડવાઈઝરી જાહેર કરી છે. આ એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય નાગરિકો તેમજ વિદ્યાર્થીઓને સલાહ આપવામાં આવે છે કે એવા વિસ્તારો અને સંભવિત સ્થળોએ મુસાફરી કરવાનું ટાળે જ્યાં આવી ઘટનાઓ જાેવા મળી હોય, આ સિવાય ભારતીય નાગરિકો અને વિદ્યાર્થીઓ માટે કેનેડામાં વધતી જતી ભારત વિરોધી પ્રવૃતિઓ અને ગુનાહિત હિંસાને જાેતા તમામને અત્યંત સાવચેતી રાખવા વિનંતી કરવામાં આવે છે. કેનેડામાં ભારતીય નાગરિકો અને ભારતીય વિદ્યાર્થીઓ માટે એડવાઈઝરી • ભારતીય નાગરિકો અને મુસાફરી વિશે વિચારતા લોકોને અત્યંત સાવધાની…
આખરે મહિલા અનામત બિલનો દિવસ આવી ગયો છે. દાયકાઓના સંઘર્ષ પછી મોદી સરકારે તેને નવી સંસદના પ્રથમ દિવસની કાર્યવાહીમાં રજૂ કરી અને આ પ્રખ્યાત અને ઐતિહાસિક બિલ પર ચર્ચા શરૂ થઈ. મહિલા અનામત બિલ પર આજે ૭ કલાક સુધી ચર્ચા થવાની છે. સવારે ૧૧ કલાકે શરૂ થશે સંસદમાં બિલ ચર્ચા શરૂ થશે. આજે સંસદમાં ચર્ચા બાદ બિલ લોકસભામાં પસાર થશે. સંસદના નવા ગૃહમાં પ્રવેશની સાથે જ જે પહેલું બિલ રજૂ કરવામાં આવ્યું, તે મહિલા અનામત બિલ છે. કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે લોકભામાં રજૂ કરેલા આ બિલનું નામ છે નારી શક્તિ વંદન અધિનિયમ. રાજ્યસભાને સંબોધન દરમિયાન પ્રધાનમંત્રીએ આ બિલને પાસ…
છેલ્લા બે દિવસથી શહેરના અમીન માર્ગ રોડ પર એક ફિટનેસ ટ્રેનરની રીલ ઘણી જ વાયરલ થઇ રહી હતી. આ અંગેનો વીડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ત્યારે વાયરલ થયેલા આ વીડિયો મામલે રાજકોટ શહેરના માલવીયા નગર પોલીસ સ્ટેશન ખાતે ફિટનેસ ટ્રેનર દીના પરમાર (ઉવ.૪૦) વિરુદ્ધ અંકિત નિમાવત નામના પોલીસ કોન્સ્ટેબલ દ્વારા ગુનો દાખલ કરાવવામાં આવ્યો છે. સમગ્ર મામલે માલવિયા નગર પોલીસને આપેલી ફરિયાદમાં પોલીસ કોન્સ્ટેબલ અંકિત નિમાવતે જણાવ્યું છે કે, ગત ૧૮ તારીખના રોજ સવારના ૦૯ઃ૦૦ વાગ્યાના અરસામાં અમિન માર્ગ સાગર ટાવર ચોક પાસે એક બહેન જાહેર રોડ ઉપર ટ્રાફિકને અડચણરૂપ થાય તે રીતે પોતે જાહેર રોડ ઉપર યોગા કરતા…
ધરોઇ ડેમમાં પાણીની આવક વધતાં પાણી છોડવામાં આવી રહ્યું છે. ધરોઇ ડેમમાંથી પાણી છોડાતા સાબરમતીમાં પાણીની આવક થઇ છે. અમદાવાદની સાબરમતી નદીમાં નવા નીરની આવક થઇ છે. જેના પગલે નદી કાંઠાના વિસ્તારોને એલર્ટ કરાયા છે, જ્યારે સુરક્ષાને ધ્યાને રાખીને ફ્લોટિંગ રેસ્ટોરા બંધ કરાઈ છે. સ્થિતિ સામાન્ય બનતા ફ્લોટિંગ રેસ્ટોરા ફરી શરૂ થશે. સાબરમતી નદીની સપાટી વધતા છસ્ઝ્ર દ્વારા ર્નિણય લેવામાં આવ્યો છે. સુરક્ષાને ધ્યાને રાખીને ફ્લોટિંગ રેસ્ટોરા બંધ કરાઈ છે. ટેકનિકલ ટીમ સાથે પરામર્શ બાદ ર્નિણય લેવાયો છે. હાલની સ્થિતિ રિવર ક્રૂઝ માટે પ્રતિકુળ જણાતા ર્નિણય લેવાયો છે. આગામી સમયમાં વરસાદ રહેશે તો રિવર ક્રૂઝ બંધ રહેશે. સ્થિતિ સામાન્ય બનતા…
બે પ્રેમીઓની એક જ ગર્લફ્રેન્ડ કે એક યુવતીના બે પ્રેમી… આજકાલ આવા કિસ્સાઓ બહુ ચર્ચામાં છે. ત્યારે આવો જ એક કિસ્સો હાલ ચર્ચાના ચગડોળે ચઢ્યો છે. એમ કહો કે આ લવટ્રાયેન્ગલનો કિસ્સો છે. મારે જેની સાથે સંબંધ છે તેની સાથે સગાઈ કેમ કરે છે એવુ કહીને યુવતીના એક પ્રેમીએ બીજા પ્રેમી પર હુમલો કર્યો. આ સમગ્ર મુદ્દો પોલીસ સ્ટેશનમાં પહોચ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદના ગોતા વિસ્તારમાં રહેતો અંકિત ત્રિવેદી નામનો એક યુવક ગુજરાત હાઈકોર્ટમાં ડીવાયએસઓ તરીકે નોકરી છે. તેનો મિત્ર પરેશ પટેલ પણ ડીવાયએસઓ તરીકે હાઈકોર્ટમાં ફરજ બજાવે છે. અંકિત એક વર્ષ પહેલા નિયતિ નામની એક યુવતી સાથે સંપર્કમાં…
ODI વર્લ્ડ કપ ૨૦૨૩ બહુ દૂર નથી. ICC ટૂર્નામેન્ટની ૧૩મી સિઝન ભારતમાં ૫ ઓક્ટોબરથી રમવાની છે. તેમાં કુલ ૧૦ ટીમો પ્રવેશ કરી રહી છે. ૧૯ નવેમ્બર સુધી ચાલનારી ટુર્નામેન્ટમાં ૪૮ મેચો રમાશે. ચાર ખેલાડીઓ વર્લ્ડ કપ માટે ટીમમાં સ્થાન મેળવવાની રેસમાં હતા. એકને ટીમમાં જગ્યા પણ મળી હતી, પરંતુ બાદમાં તેને પડતો મૂકવામાં આવ્યો હતો. અહીં અમે યુઝવેન્દ્ર ચહલ, સંજુ સેમસન, ઈંગ્લેન્ડના જેસન રોય અને ઓસ્ટ્રેલિયાના માર્નસ લાબુશેન વિશે વાત કરી રહ્યા છીએ. આ સિવાય પાકિસ્તાનના વાઇસ કેપ્ટન શાદાબને વર્લ્ડ કપ પહેલા મોટી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. તેની પાસેથી ટીમની વાઈસ કેપ્ટનશિપ છીનવાઈ શકે છે. શાહીન આફ્રિદીને આ જવાબદારી…
ભારતીય ક્રિકેટ ટીમ ૨૨મી સપ્ટેમ્બરથી ઓસ્ટ્રેલિયા સામે ૩ મેચની ODI શ્રેણી રમવાની છે. આ સીરીઝ માટે બંને ટીમોએ પોતાની ટીમની જાહેરાત પણ કરી દીધી છે. પરંતુ આ સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાના એક ખેલાડીએ કોટના ચક્કર લગાવવા પડ્યા હતા. આ ખેલાડી સામે ઘરેલુ હિંસાનો કેસ નોંધવામાં આવ્યો છે. જાે કે આ ખેલાડીને કોટથી મોટી રાહત મળી છે. પત્ની દ્વારા દાખલ કરવામાં આવેલા ઘરેલુ હિંસા કેસમાં નીચલી અદાલતે આ ખેલાડીને જામીન આપી દીધા છે. ODI વર્લ્ડ કપ પહેલા ભારતના સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને મોટી રાહત મળી છે. કોલકાતાની નીચલી અદાલતે તેની પત્ની હસીન જહાં દ્વારા દાખલ કરવામાં આવેલા ઘરેલુ હિંસા કેસમાં…
પ્લેનમાં બેસવું આજે પણ અનેક લોકોનું સપનું હોય છે. લોકો પ્લેનને પસાર થતા આશ્ચર્યથી જાેઈ રહેલા હોય છે. એમાં પણ પ્રાઈવેટ જેટ એટલે કે પોતાનું પ્લેન હોવું તો લક્ઝરી માાનવામાં આવે છે. એવામાં આજે એક એવા ગામની વાત કરીશું જેના મોટાભાગના લોકો પાસે પોતાનું પ્લેન છે અને તેમાં જ તેઓ નાસ્તો કરવા માટે અને ફરવા માટે જાય છે. વાત છે અમેરિકાના ફ્લોરિડા પ્રાંતની સ્પ્રૂસ ક્રિક. આ ગામને રેસિડેન્સિયલ એરપાર્ક પણ કહેવામાં આવે છે. આ ગામમાં ૧૩૦૦ ઘર છે. જેમાં ૫૦૦૦ લોકો રહે છે. આમાંથી અડધાથી વધારે એટલે કે ૭૦૦થી વધુ ઘરના લોકો પાસે પોતાનું પ્લેન છે. જે તમને તેમના ઘરની…
કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રૂડોએ આરોપ લગાવ્યો છે કે ખાલિસ્તાની આતંકી હરદીપસિંહ નિજ્જરની હત્યામાં ભારતનો હાથ છે. તેમણે મંગળવારે કહ્યું કે આતંકીની હત્યા ભારતે કરી છે. હવે ભારત અને કેનેડામાં ડિપ્લોમેટિક સ્તરે લડાઈ શરૂ થઈ ગઈ છે. ભારતની નીતિ રહી છે કે તે વિદેશમાં થઈ રહેલી કોઈ પણ ગતિવિધિને લઈને કડક પગલું ભરતું નથી. તે સ્થાનિક સરકારોને કાર્યવાહી કરવાનું કહે છે. કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રૂડોએ પોતાના ખાલિસ્તાન પ્રેમના પગલે આ નિવેદન આપ્યું છે. જેના કારણે બે દેશો વચ્ચે દાયકાઓથી ચાલી રહેલા મૈત્રીપૂર્ણ સંબંધો પ્રભાવિત થયા છે. જસ્ટિન ટ્રૂડોના આરોપોનું પરિણામ એ નીકળ્યું કે ભારત અને કેનેડા વચ્ચે એક ડિપ્લોમેટિક યુદ્ધ છેડાઈ…