Author: Shukhabar Desk

ભરૂચ જિલ્લામાં આવેલાં વિનાશક પુરને કારણે ભારે તારાજી સર્જાઈ છે. ૧ લાખ પરિવારો ૩ દિવસ ભૂખ્યાં, તરસ્યાં, અંધારપટમાં રઝડતા રહ્યાં. મામલો ગંભીર બનતા સરકારના મંત્રી કુંવરજી હળપતિ સરકારી મલમ લગાડવા આવ્યાં. ત્યારે અચાનક જનાક્રોશ ફાટી નીકળ્યો. અસરગ્રસ્ત લોકોએ મંત્રી હળપતિનો ઉધડો લીધો. લોકોએ કહ્યું કે, તમારી ચાપલૂસી અમને ભારે પડી, જુઓ ચારેકોર તબાહી મચી છે. એક લાખથી વધુ પરિવારો આ પ્રકારે પાણી છોડવાને કારણે ૩ દિવસ ભૂખ્યાં-તરસ્યાં અંધારપટ્ટમાં રહ્યાં. અસરગ્રસ્તોએ રોકડું પરખાવ્યું, સરકારે જ નુકસાન કર્યુ છે ને હવે ક પૂછવા આવ્યા છોઃ ઘર- દુકાનોમાં જઇને જુઓ, કેવી હાલત છે. ઉલ્લેખનીય છેકે, સરદાર સરોવર ડેમમાંથી છોડાયેલા ૧૯ લાખ ક્યુસેક પાણીના…

Read More

ગુજરાતમાં છેલ્લા ચાર-પાંચ દિવસથી સાવર્ત્રિક વરસાદ પડી રહ્યો છે. જેના કારણે નદી-નાળાઓ છલકાઇ ગયા છે. ઉપરવાસમાંથી પણ ભારે વરસાદના પગલે નર્મદાના સરદાર સરોવર ડેમમાં પાણીની આવક વધી હતી. જેના પગલે ડેમમાંથી નર્મદા ડેમમાં પાણી છોડવાની ફરજ પડી હતી. જે પછી નર્મદા નદીમાં આવેલા પૂરને કારણે વડોદરા જિલ્લાના કાંઠા વિસ્તારના ગામોમાં ઘૂસી ગયા હતા અને પુસ્તકો પલળી ગયા હતા. વડોદરા જિલ્લાના કાંઠા વિસ્તારના ગામોમાં નર્મદા નદીમાં આવેલા ઘોડાપૂરને કારણે પ્રાથમિક શાળાઓમાં પાઠ્‌ય પુસ્તકો પલળી ગયા હતા.આ વિસ્તારોમાં રાહતના કામોનું નિરીક્ષણ કરવા માટે ગ્રામ વિસ્તારોમાં પહોંચેલા કલેક્ટર અતુલ ગોર અને જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરા સમક્ષ કેટલાક બાળકોએ પોતાની વ્યથા પ્રસ્તુત કરી…

Read More

નર્મદાના પૂરગ્રસ્ત વિસ્તારોની કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે મુલાકાત લીધી હતી. કોંગ્રેસ નેતાઓએ અસરગ્રસ્તોની વેદના અને વ્યથા સાંભળી હતી. પૂરને કારણે અસરગ્રસ્તોને તાત્કાલિક કેશ ડોલ સહિતની રાહત ચૂકવવામાં આવે અને માનવસર્જિત આફતની SITની રચના કરી ન્યાયિક તપાસની કરવાની કોંગ્રેસ પક્ષ માગ કરી હતી. દક્ષિણ ગુજરાતના નર્મદા, અંકલેશ્વર, ભરૂચ સહિતના જિલ્લાઓમાં નર્મદાના નીરથી ભયાવહ પૂરની સ્થિતિ સર્જાયેલી છે. ત્યારે કોંગ્રેસ નેતાઓનું એક પ્રતિનિધિ મંડળે અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી હતી. કોંગ્રેસનો આરોપ છે કે, આ માનવસર્જિત આપદાને કારણે સરદાર સરોવર પરિયોજના-બંધ સંચાલન સત્તાધીશોની ગંભીર ગુનાહિત બેદરકારી અને બેજવાબદારીના લીધે હજારો પરિવારો પુરનો ભોગ બન્યા છે. કરોડો રૂપિયાની ઘરવખરી અને સંપત્તિને નુકસાન થયું છે. પૂરગ્રસ્ત…

Read More

ગુજરાત યુનિવર્સિટીમાં સ્ટાર્ટઅપસ માટે મહત્વની ભૂમિકા ભજવી રહેલી GUSEC ના ૪ સ્ટાર્ટઅપને મેટા કંપનીના કનેક્ટ કાર્યક્રમ માટે આમંત્રણ મળ્યું છે. માર્ક ઝકરબર્ગની મેટા કંપનીના કનેક્ટ કાર્યક્રમ માટે પસંદગી થવી તે કોઈ સિદ્ધિ મેળવવાથી કમ નથી. વર્ચ્યુઅલ રિયાલિટી પર તૈયાર થયેલા ચાર સ્ટાર્ટઅપની કનેક્ટ કાર્યક્રમ માટે મેટા દ્વારા પસંદગી કરવામાં આવી છે. આગામી ૨૭ સપ્ટેમ્બર અને ૨૮ સપ્ટેમ્બરે કેલિફોર્નિયા મેટાનો કનેક્ટ કાર્યક્રમ યોજાશે. જેમાં આ ચાર સ્ટાર્ટઅપને સ્થાન મળ્યું છે. મેટાના કનેક્ટ કાર્યક્રમ માટે GUSEC ના સ્ટાર્ટઅપ પ્લુટોનમ ટેક્નોલોજીસના કેયુર ભલાવત જાજલ, મેડિકલ સ્ટાર્ટઅપના અર્પણ સલૂજા, રેપરોસાય બાયોસાયનસિસ સ્ટાર્ટઅપના ગોપીનાથ વર્ધરાજન અન્સ સિમ્યોટમી સ્ટાર્ટઅપના દેવર્ષિ શાહની પસંદગી થઈ છે. આ ચારેય…

Read More

ગુજરાતમાં વરસાદ અંગે હવામાન વિભાગ દ્વારા મહત્ત્વની આગાહી કરવામાં આવી છે. છેલ્લાં કેટલાંક દિવસોથી વરસાદે જે વિરામ લીધો હતો તેના પછી ફરી એકવાર મેઘરાજાએ એન્ટ્રી પાડી છે. ફરી એકવાર મેઘરાજાએ ધુઆંધાર બેટિંગ શરૂ કરી દીધી છે. રાજ્યમાં વરસી રહેલાં વરસાદને કારણે જળાશયો પણ છલકાઈ રહ્યાં છે. જાેકે, હવામાન વિભાગની આગાહીને કારણે એલર્ટ રહેવાની પણ જરૂર છે. હવામાન વિભાગે આગામી ૨૪ કલાકમાં રાજ્યમાં વરસાદની તીવ્રતા ઘટશે તેવી જાહેરાત કરી છે. જ્યારે કચ્છ અને દ્વારકા જિલ્લામાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની મોટી આગાહી સામે આવી છે. જેમાં ગુજરાતના બે જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છેકે,…

Read More

આણંદ જિલ્લામાંથી પસાર થતી મહિસાગર નદીમાં આવેલા પુરનાં પાણી ઓસર્યા બાદ હવે ગંભીરા, કોઠીયાખાડ બામણગામ સહિત આસપાસનાં ગામોના લોકો પોતાનાં ધરે પરત ફરી રહ્યા છે,ત્યારે તારાજીનાં દ્રષ્યો સામે આવી રહ્યા છે.ધરવખરી અનાજ કપડા તણાઈ જતા લોકો બેહાલ બન્યા છે,સાથે સાથે બે હજાર વિધાથી વધુ જમીનમાં તમાકુ,કપાસ અને શાકભાજીનો પાક નાસ પામતા ખેડુતોને કરોડો રૂપિયાનું આર્થિક નુકશાન થતા ખેડુતો સરકાર પાસે સહાયની આશા રાખી બેઠા છે, કડાણા ડેમમાંથી ૧૧ લાખ કયુસેક પાણી મહિસાગર નદીમાં છોડવામાં આવતા મહિસાગર નદી ગાંડીતુર બની હતી અને કાંઠાગાળાનાં ગામોમાં વિનાસ વેર્યો હતો,આણંદ જિલ્લાનાં મહિકાંઠે આવેલા ગંભીરા ભાઠા વિસ્તારમાં નદીનાં પુરનાં પાણી ફરી વળતા લોકોને ભારે આર્થિક…

Read More

દેશની સંસદમાં રજૂ કરવામાં આવેલા મહિલા આરક્ષણ બિલ તરફ સૌ કોઈનું ધ્યાન ખેંચી રહ્યું છે. પ્રધાનમંત્રી મોદીએ તેને નારી શક્તિ વંદન વિધેયક નામ આપ્યું છે. આ બિલને લઈને સદનમાં પક્ષ વિપક્ષે પોતાના તર્ક રજૂ કર્યા હતા. આ દરમ્યાન હવે પાકિસ્તાનમાંથી આવેલી સીમા હૈદરે પણ મહિલા આરક્ષણ બિલ પર ખુલીને વાત કરી છે. સીમાએ મહિલા અધિકારો અને તેમના આત્મસન્માન પર ભારત અને પાકિસ્તાનની વચ્ચે તુલના કરતા કહ્યું કે, ભારતમાં મહિલાઓને દેવી માનવામાં આવે છે. તો વળી પાકિસ્તાનમાં લોકો મહિલાને પગના જૂતા સમજે છે. પાકિસ્તાની મહિલા સીમા સચિન મીણાએ પાકિસ્તાન સરકાર પર ગુસ્સો ઠાલવતા કહ્યું કે, ભારત સરકાર મહિલા બિલ દ્વારા મહિલાઓ…

Read More

કેનેડામાં ખાલિસ્તાની આતંકીઓની ગતિવિધિઓ તેજ થયા બાદ ભારતે પણ જવાબી કાર્યવાહી કરી છે. NIA એ બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ (BKI) ના આતંકીઓ રિંદા, લાંદા અને ત્રણ અન્ય વિશે જાણકારી આપવા બદલ કેશ રિવોર્ડની જાહેરાત કરી છે. એજનસીએ બુધવારે સૂચીબદ્ધ આતંકવાદી હરવિંદર સિંહ સંધુ ઉર્ફે રિંદા, અને લખબીર સિંહ સંધુ ઉર્ફે લાંદાની સૂચના આપનારાઓને ૧૦-૧૦ લાખ રૂપિયા કેશ ઈનામ આપવાની જાહેરાત કરી છે. દ્ગૈંછ તરફથી આ આતંકવાદીઓના ત્રણ સહયોગીઓ પરમિંદર સિંહ કૈરા ઉર્ફે પટ્ટુ, સતનામ સિંહ ઉર્ફે સતબીર સિંહ ઉર્ફે સત્તા અને યદવિંદર સિંહ ઉર્ફે યદ્દા વિશે જાણકારી આપનારાઓને ૫-૫ લાખ રૂપિયાની કેશ રિવોર્ડની જાહેરાત કરાઈ છે. તમાં પાંચ મામલા ભારતની શાંતિ…

Read More

શ્રીલંકા સામે એશિયા કપ ફાઇનલમાં ઘાતક બોલિંગ કરીને સમગ્ર ટીમને ૫૦ રનમાં આઉટ કરવામાં મહત્વની ભૂમિકા ભજવનાર મોહમ્મદ સિરાજને આનો ઘણો ફાયદો થયો છે. ICCની તાજેતરની ODI બોલરોની રેન્કિંગમાં તે નંબર વન પર પહોંચી ગયો છે. તેણે બીજા સ્થાને રહેલા ઓસ્ટ્રેલિયાના જાેસ હેઝલવુડથી ઘણું અંતર બનાવી લીધું છે. કુલદીપ યાદવ પણ ટોપ ૧૦ બોલરોમાં સામેલ છે. જાેકે તેને રેન્કિંગમાં નુકસાન થયું છે. ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે એશિયા કપ ફાઇનલમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેની કાતીલ બોલિંગથી તેણે શ્રીલંકાની બેટિંગની કમર તોડી નાખી હતી. માત્ર એક ઓવરમાં ૪ વિકેટ લઈને સનસનાટી મચાવનાર આ બોલરે તાજેતરની ICC ODI રેન્કિંગમાં…

Read More

કેનેડાની સરકારે ભારતની ટ્રાવેલ એડવાઈઝરીને ફગાવી દીધી હતી. તમને જણાવી દઈએ કે કેન્દ્રીય વિદેશ મંત્રાલયે વધતી જતી ભારત વિરોધી ગતિવિધિઓ અને નફરતના ગુનાઓ વચ્ચે કેનેડાની યાત્રા કરવાની યોજના બનાવી રહેલા ભારતીયોને ‘અત્યંત સાવધાની’ રાખવા કહ્યું હતું.રોઇટર્સના અહેવાલ મુજબ, નવી દિલ્હીની ચેતવણીને નકારી કાઢતા કેનેડાના પબ્લિક સેફ્ટી મિનિસ્ટર ડોમિનિક લેબ્લેન્કે કહ્યું કે કેનેડા એક સુરક્ષિત દેશ છે. ભારતની ટ્રાવેલ એડવાઇઝરી નવી દિલ્હી અને કેનેડા વચ્ચેના બગડતા સંબંધો દર્શાવે છે. નોંધનીય છે કે કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રૂડોએ દાવો કર્યો હતો કે જૂનમાં ભારત સરકારના એજન્ટો અને ખાલિસ્તાન સમર્થક આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા વચ્ચે ‘સંભવિત સંબંધ’ છે. ભારતે મંગળવારે આરોપોને “વાહિયાત”…

Read More