દેશ કરતાં મોટું બીજું કંઇ જ નથી હોતું આ વાત વિરાટ કોહલીએ ફરી એકવાર બતાવી દીધી છે. કારણ કે ભારતની છવી તોડવાનો પ્રયાસ કરનાર ખાલીસ્તાની ગાયકને વિરાટ કોહલીએ જડબેસલાક જવાબ આપ્યો છે. અને ફરી એકવાર કિંગ કોહલી માટે દેશ સર્વોપરી છે એ બતાવી દીધું છે. ભારતીય ક્રિકેટના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ કેનાડા સ્થિત પંજાબી ગાયક શુભનીત સિંગ ઉર્ફે શુભને સોશિયલ મીડિયા પરથી અનફોલો કર્યો છે. વિવાદીત ખાલીસ્તાની આંદોલન સાથે તેનો કથિત સંબંધ હોવાથી શુભને ઘણી ટિકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. ખાલીસ્તાની આંદોલને પંજાબને ભારતથી અલગ દેશ બનાવવાની માંગણી કરી છે. આ આંદોલનને કાયમ ભારતીય અને ભારત સરકારના ગુસ્સાનો સામનો…
Author: Shukhabar Desk
એક્સ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ જેવા વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રેકોર્ડ ફોલોઅર્સ કર્યા પછી, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વધુ એક રેકોર્ડ બનાવ્યો છે. તાજેતરમાં જ વોટ્સએપએ ચેનલ પ્લેટફોર્મની સેવા શરૂ કરી છે. જેના પર પીએમ મોદીએ પોતાનું એકાઉન્ટ પણ બનાવ્યું છે. આ એકાઉન્ટ બનાવ્યાના માત્ર એક જ દિવસમાં ૧૦ લાખ ફોલોઅર્સ વટાવી ગયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક્સપર ૯૧ મિલિયનથી વધુ લોકો ફોલો કરે છે. પીએમ મોદીના ફેસબુક પર ૪૮ મિલિયન ફોલોઅર્સ છે. આ સિવાય ઈન્સ્ટાગ્રામ પર તેના ૭૮ મિલિયનથી વધુ ફોલોઅર્સ છે. આ બધાની વચ્ચે માત્ર એક જ દિવસમાં ૧૦ લાખ ફોલોઅર્સ પીએમની વોટ્સએપચેનલ સાથે જાેડાઈ ગયા છે અને…
ભારતીય મહિલા ક્રિકેટ ટીમ એશિયન ગેમ્સ ૨૦૨૩ની સેમિફાઈનલમાં પહોંચી ગઈ છે. ભારત અને મલેશિયા વચ્ચે રમાયેલી મેચ વરસાદના કારણે રદ્દ થઇ હતી. પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે ૨ વિકેટના નુકસાને ૧૭૩ રન બનાવ્યા હતા. જેના જવાબમાં મલેશિયાની ટીમ માત્ર ૨ બોલ જ રમી શકી હતી. ભારત તરફથી બેટિંગ કરતા શેફાલી વર્માએ ઈતિહાસ રચ્યો હતો. તે એશિયન ગેમ્સમાં ફિફ્ટી ફટકારનાર પ્રથમ ભારતીય ખેલાડી બની ગઈ છે. ભારતીય ઇનિંગની શરૂઆત કરવા સ્મૃતિ મંધાના અને શેફાલી વર્મા મેદાન પર ઉતરી હતી. સ્મૃતિ ૧૬માં ૨૭ રન બનાવી આઉટ થઇ હતી. જયારે શેફાલીએ ૩૯ બોલમાં ૬૭ રન બનાવ્યા હતા. આ દરમિયાન શેફાલીએ ૪ ચોગ્ગા અને…
વનડે વર્લ્ડ કપ ૨૦૨૩નું આયોજન ૫ ઓક્ટોબરથી ભારતમાં થવાનું છે. બીજી તરફ આઈસીસીએ વર્ષ ૨૦૨૪માં યોજાનાર ટી૨૦ વર્લ્ડ કપને લઈને પણ તૈયારી શરુ કરી દીધી છે. જૂન ૨૦૨૪માં યોજાનાર ટી૨૦ વર્લ્ડ કપમાં કુલ ૨૦ ટીમો ભાગ લેશે. આ ઉપરાંત આ ટી૨૦ વર્લ્ડ કપ વેસ્ટ ઇન્ડિઝ અને અમેરિકાની સંયુક્ત યજમાનીમાં યોજાશે. આઈસીસીએ અમેરિકાના ત્રણ શહેરોના નામ ફાઈનલ કરી લીધા છે જ્યાં ટી૨૦ વર્લ્ડ કપની મેચોનું આયોજન કરવામાં આવશે. આઈસીસીએ અમેરિકાના જે ત્રણ શહેરો પસંદ કર્યા તેમાં ન્યૂયોર્ક ઉપરાંત ફ્લોરિડા અને ડલાસ સામેલ છે. આ પ્રથમ વખત હશે જયારે અમેરિકામાં આટલી મોટી ક્રિકેટ ઇવેન્ટનું આયોજન કરવામાં આવશે. ન્યૂયોર્કમાં નાસાઉ કાઉન્ટી, ફ્લોરિડામાં બ્રોવાર્ડ…
તમિલનાડુના મંત્રી અને ડીએમકે નેતા ઉદયનિધિ સ્ટાલિને નવા સંસદ ભવનના ઉદઘાટન કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને આમંત્રણ ન કરવા અંગે સવાલો ઊઠાવ્યા હતા. સ્ટાલિને કહ્યું કે રાષ્ટ્રપતિ મુર્મુને એટલા માટે ન બોલાવાયા કેમ કે તે વિધવા છે અને આદિવાસી સમુદાયથી સંબંધ ધરાવે છે. ઉદયનિધિ સ્ટાલિને ફરી એકવાર કટાક્ષમાં પૂછ્યું કે શું આને જ આપણે સનાતન ધર્મ કહીએ છીએ? સ્ટાલિને મદુરૈમાં એક કાર્યક્રમમાં કહ્યું કે અમે તેની વિરુદ્ધ અવાજ ઊઠાવતાં રહીશું. ઉદયનિધિએ એ વાત પર ભાર મૂક્યો કે આશરે ૮૦૦ કરોડના ખર્ચે તૈયાર કરાયેલા નવા સંસદ ભવનનો પ્રોજેક્ટ યાદગાર છે. તેમ છતાં ભારતના પ્રથમ નાગરિક હોવા છતાં રાષ્ટ્રપતિ મુર્મુને આમંત્રિત ન કરાયા…
રેલવે બોર્ડે એક મોટો ર્નિણય કર્યો છે જેમાં રેલવે અક્સ્માતના પીડિતોને આપવામાં આવતા વળતરમાં વધારો કરવામાં આવ્યો છે. હવે જાે કોઈ રેલ યાત્રી ટ્રેન દુર્ઘટનામાં મૃત્યુ પામે તેમજ ઈજાગ્રસ્ત થાય તો પહેલા કરતા તેને ૧૦ ગણું વધારે વળતર મળશે. આ પહેલા રેલવે દ્વારા છેલ્લી વખત એક્સ- ગ્રેશિયાની રકમ વર્ષ ૨૦૧૨ અને ૨૦૧૩માં સુધારો કરવામાં આવ્યો હતો. એક રિપોર્ટ મુજબ રેલવે તરફથી મળતી જાણકારી મુજબ ટ્રેન દુર્ઘટનામાં જીવ ગુમાવનારા તેમજ ઈજાગ્રસ્ત થયેલા યાત્રીના પરિજનોને આપવામાં આવતા વળતરની રકમમાં વધારો કરવાનો ર્નિણય કરવામાં આવ્યો છે. રેલવેના ૧૮મી સપ્ટેમ્બરના જાહેર કરાયેલા પરિપત્રની તારીખથી જ આ લાગુ થઈ જશે. આ નવા વળતરની રકમમાં વધારો…
સરકાર પાસેથી હસ્તક લેવાયેલ એર ઈન્ડિયાની માલિકી ધરાવતા ટાટા ગ્રુપ માટે આ સારા સમાચાર નથી. એવિએશન રેગ્યુલેટર ડીજીસીએએ અમુક ક્ષતિઓને કારણે એર ઈન્ડિયાના ફ્લાઈટ સેફ્ટી ચીફને આપવામાં આવેલી મંજૂરીને એક મહિના માટે અટકાવી દીધી છે એટલે કે, એવિએશન રેગ્યુલેટરે ફ્લાઈટ સેફ્ટી ચીફને એક મહિના માટે સસ્પેન્ડ કરી દીધા છે. એવિએશન રેગ્યુલેટર ડીજીસીએએ એર ઈન્ડિયાના એક્સીડેંટ પ્રિવેંશન પ્રોટોકોલમાં કેટલીક ખામીઓ શોધી છે, જે બાદ આ કેરિયરની ફ્લાઈટ સેફ્ટી ચીફને ૧ મહિના માટે સ્થગિત કરી દેવામાં આવ્યા છે. એક નામી ન્યુઝ સંસ્થાના અહેવાલ પ્રમાણે,ડીજીસીએની બે સભ્યોની ઈન્સ્પેક્શન ટીમને એર ઈન્ડિયાની ઇન્ટરનલ સેફ્ટીને લઈને કરવામાં આવેલા ઓડિટમાં ઘણી ખામીઓ જાેવા મળી છે.જે બાદ…
ગણેશ ચતુર્થીના અવસરે ઘણા બોલીવુડ સેલેબ્સે પોતાના ઘરમાં બાપ્પાનું સ્વાગત કર્યું તો કેટલાક બાપ્પાના દર્શન માટે મુંબઈમાં લોકપ્રિય લાલબાગચા રાજાના દર્શન કરવા પહોંચ્યા. બોલીવુડ અભિનેતા વિક્કી કૌશલ પણ લાલબાગ કા રાજાના દર્શન માટે પહોંચ્યા હતા જ્યાંથી તેમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. બાપ્પાના દર્શન માટે પહોંચેલા વિક્કી કૌશલને ત્યાં ભીડે ઘેરી લીધા. બુધવારે મોડી રાતે અભિનેતાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો જેમાં અભિનેતા લાલબાગ કા રાજા પહોંચતા જ તેઓ ભીડની વચ્ચે ફસાયેલા નજર આવી રહ્યા છે. વીડિયોમાં વિક્કીને લોકોથી ઘેરાયેલા જાેઈ શકાય છે. તેમની આસપાસ હાજર પોલીસ કર્મચારી તેમની મદદ કરવાનો પ્રયત્ન કરી…
ચેન્નઈના એક ફૂડ ડિલીવરી બોયની કિસ્મત ત્યારે ચમકી જયારે તેને સીધા ઇન્ટરનેશનલ ક્રિકેટ ટીમના સપોર્ટ સ્ટાફમાં સામેલ કરી લેવામાં આવ્યો હતો. ૨૯ વર્ષીય લોકેશ કુમાર ૪૮ કલાકની અંદર ફૂડ ડિલીવરી બોયથી ઇન્ટરનેશનલ ક્રિકેટના સપોર્ટ સ્ટાફ સાથે જાેડાઈ ગયો હતો. લોકેશ વનડે વર્લ્ડ કપ ૨૦૨૩ માટે નેધરલેન્ડ્સની ટીમ સાથે જાેડાયો છે. તે નેટ બોલર તરીકે ટીમ સાથે પ્રેક્ટિસ કરશે અને અલૂરમાં શરુ થનાર પ્રી-વર્લ્ડ કપમાં નેધરલેન્ડ્સમના બેટ્સમેનોને સ્પિન બોલિંગનો સામનો કેવી રીતે કરવો તે શીખવશે. લોકેશ કુમાર ૫ વર્ષથી ડિલીવરી બોય તરીકે કામ કરી રહ્યો છે. નેધરલેન્ડ્સની ટીમે નેટ બોલર માટે એક જાહેરાત બહાર પડી હતી. લેફ્ટ આર્મ ફાસ્ટ બોલરથી ચાઈનામેન…
કેનેડા અને ભારત વચ્ચે રાજદ્વારી સબંધો વણસ્યા છે. કેનેડાએ ખાલિસ્તાન તરફી વલણ દાખવતાં કેન્દ્રએ સરકારે મોટો ર્નિણય લીધો છે. ખાલિસ્તાન સમર્થક નિજ્જર હત્યા કેસ મામલે ભારત-કેનેડાના સંબંધમાં ખટાશ જાેવા મળી રહી છે. એવામાં આજે વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે, કેનેડિય લોકો માટેની વિઝા પ્રોસેસને હાલ પૂરતી સ્થગિત કરવામાં આવી છે. કેનેડામાં વિઝા સેવાઓ પર, એમઈએના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે, કેનેડામાં હાઈ કમિશન અને કોન્સ્યુલેટ દ્વારા સામનો કરવામાં આવી રહેલા સુરક્ષા જાેખમોથી તમે બધા વાકેફ છો. આનાથી તેમની સામાન્ય કામગીરીમાં વિક્ષેપ પડ્યો છે. હાઈ કમિશન અને કોન્સ્યુલેટ્સ અસ્થાયી રૂપે પ્રક્રિયા કરવામાં અસમર્થ છે. માટે હાલમાં કેનેડિયન લોકોને ભારતના…