યુએસ સિટિઝનશિપ એન્ડ ઈમિગ્રેશન સર્વિસિસે (USCIS) H-1B વિઝા પ્રોગ્રામના આધુનિકીકરણને લગતા એક પ્રસ્તાવિત રેગ્યુલેશનને સમીક્ષા માટે ઓફિસ ઓફ મેનેજમેન્ટ એન્ડ બજેટ (OMB)ને સબમિટ કર્યો છે. રેગ્યુલેટરી પ્રક્રિયામાં આ પહેલું પગલું છે અને આખી પ્રક્રિયાને આખરી સ્વરૂપ આપવામાં ઘણા મહિનાઓ લાગશે. આ પ્રક્રિયામાં જાહેર અભિપ્રાયો મંગાવવાનો સમાવેશ થાય છે સૂચિત નિયમ H-1B પ્રોગ્રામના ઘણા પાસાઓમાં સુધારો કરે તેવી શક્યતા છે, જેમાં એમ્પ્લોયર-કર્મચારી સંબંધોની વ્યાખ્યામાં સુધારો, સાઈટ વિઝિટની જરૂરિયાતો અને એજન્સીના અધિકારીઓ માટે માર્ગદર્શિકા સ્થાપિત કરવી, F-1 (વિદ્યાર્થી વિઝા) કેપ-ગેપ મુદ્દાને સંબોધિત કરવાનો સમાવેશ થાય છે, અને H-1B કેપ ઈ-રજીસ્ટ્રેશન સિસ્ટમમાં છેતરપિંડી વિરોધી સુરક્ષામાં વધારાનો પણ સમાવેશ થાય છે. જૂન ૨૦૨૧ માં…
Author: Shukhabar Desk
બે દેશો વચ્ચે જ્યારે કોઈ વિવાદ થાય અને સંબંધો બગડે ત્યારે તેની કેટલી વ્યાપક અસર પડતી હોય છે તે તાજેતરના ભારત-કેનેડા વિવાદમાં જાેવા મળ્યું છે. બંને દેશોએ એક બીજાના ડિપ્લોમેટની છટણી કરી અને હવે વિઝા પર નિયંત્રણ મુક્યા છે. તેના કારણે ભારતીય સ્ટુડન્ટ્સ, વેપારીઓ, કંપનીઓ, પ્રવાસીઓ અને પરિવારો પણ પરેશાન છે. ભારતે કેનેડાના લોકોને વિઝા આપવાનું સાવ અટકાવી દીધું છે તેના કારણે આગામી દિવસોમાં લગ્ન પ્રસંગ માટે વિદેશથી મહેમાનો આવવાના હોય અથવા કોઈ ભારત ફરવા આવવાનું હોય તેમની તકલીફો વધી ગઈ છે. હાલમાં વિઝા કન્સલ્ટન્ટ્સના ફોન આખો દિવસ રણકતા હોય છે અને અત્યારની સ્થિતિમાં હવે શું થશે તેના વિશે લોકો…
પાકિસ્તાન સંયુક્ત રાષ્ટ્રના આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મનો દુરુપયોગ કરીને કાશ્મીર રાગ આલાપવાનું બંધ નથી કરતું. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના ૭૮માં સત્રને સંબોધિત કરતી વખતે પાકિસ્તાનના કાર્યવાહક વડા પ્રધાન અનવારુલ હક કાકરે ફરી એકવાર કાશ્મીર રાગ આલાપ્યો. તેમણે સંયુક્ત રાષ્ટ્રને કાશ્મીર પર ઠરાવ પસાર કરવા અને ત્યાં સૈન્ય હસ્તક્ષેપની માંગણી કરી. ભારતે શનિવારે આનો યોગ્ય જવાબ આપ્યો. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતની ફર્સ્ટ સેક્રેટરી પંખુડી ગેહલોતે પાકિસ્તાનને સંભળાવતા કહ્યું કે જમ્મુ-કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશ ભારતનો અભિન્ન અંગ છે, પાકિસ્તાનને અમારી આંતરિક બાબતોમાં બોલવાનો કોઈ અધિકાર નથી. જવાબ આપવાના અધિકારનો ઉપયોગ કરીને પંતુલ ગેહલોતે કહ્યું, “જ્યારે પાકિસ્તાન બીજાના આંતરિક મામલામાં ડોકિયું કરી રહ્યું છે, ત્યારે તેણે પહેલા…
૯૦ના દાયકાના બોલિવૂડ સુપરસ્ટાર ગોવિંદાની છેલ્લી ફિલ્મ ૨૦૧૯માં રિલીઝ થઈ હતી. છેલ્લાં ૪ વર્ષથી ઇન્ડસ્ટ્રીમાંથી ગાયબ થયેલા અભિનેતાએ હવે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. ગોવિંદાએ જણાવ્યું કે, તેણે ગયા વર્ષે લગભગ ૧૦૦ કરોડ રૂપિયાના પ્રોજેક્ટને રિજેક્ટ કર્યા છે. તેણે આવું એટલા માટે કર્યું કારણ કે તેને ઓફર કરવામાં આવેલી ભૂમિકાઓમાં કંઈ નવું નહોતું. હાલમાં જ ગણેશ ચતુર્થીના અવસર પર અભિનેતાએ મીડિયા સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન તેણે કહ્યું કે, ‘હું કોઈ પણ કામ માટે સરળતાથી હા નથી કહેતો, પરંતુ જે લોકો એવું વિચારે છે કે, મારી પાસે કામ નથી, તેમને કહી દઉં કે બાપ્પાએ મને આશીર્વાદ આપ્યા છે. મેં ગયા…
ગત વર્ષે ભારતમાં ૨૩ સપ્ટેમ્બરના રોજ રાષ્ટ્રીય સિનેમા દિવસ ઉજવવામાં આવ્યો હતો. આ ઉજવણીનો અર્થ એ છે કે આ દિવસે સિનેમાની ટિકિટ સસ્તી કરવામાં આવે છે. જેથી વધુને વધુ લોકો ફિલ્મો જાેઈ શકે. ગયા વર્ષે આ ઇવેન્ટ ખૂબ જ સફળ રહી હતી. દેશભરના થિયેટરોમાં બતાવવામાં આવેલી તમામ ફિલ્મોની ટિકિટ ૭૫ રૂપિયામાં વેચાઈ હતી. તે દિવસોમાં બ્રહ્માસ્ત્ર ફિલ્મ થિયેટરમાં ચાલી રહી હતી. રાષ્ટ્રીય સિનેમા દિવસના દિવસે આ ફિલ્મની કમાણીમાં ૨૩૯%નો ઉછાળો આવ્યો હતો. ગયા વર્ષે ૨૩ સપ્ટેમ્બરના રોજ રાષ્ટ્રીય સિનેમા દિવસ ઉજવવામાં આવ્યો હતો પરંતુ આ વખતે મલ્ટીપ્લેક્સ એસોસિયેશન ઓફ ઈન્ડિયા (MAI) દેશભરના તમામ થિયેટરોમાં ૧૩ ઓક્ટોબરને રાષ્ટ્રીય સિનેમા દિવસ તરીકે…
પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાના લગ્નનું ફંક્શન રાજસ્થાનના ઉદયપુરમાં ૨૩-૨૪ સપ્ટેમ્બર વચ્ચે યોજાશે. પરિણીતી-રાઘવના લગ્નની જાેરદાર તૈયારીઓ કરવામાં આવી છે. લગ્નમાં પ્રતિષ્ઠિત મહેમાનો હાજર રહેશે, ત્યારે લગ્નની સરઘસ અને મહેમાનોના સ્વાગત માટે વિશ્વભરમાંથી સ્વાદિષ્ટ વાનગીઓ અને વૈભવી વ્યવસ્થા કરવામાં આવી છે. લગ્નની તમામ વિધિઓ લીલા પેલેસ અને તાજ પેલેસ હોટેલમાં કરવામાં આવશે. હવે પરિણીતીના ચાહકો તેના બ્રાઈડલ લુક વિશે જાણવા આતુર છે કારણ કે તે શાહી દુલ્હન બનવા જઈ રહી છે. આવી સ્થિતિમાં ચાહકો જાણવા માંગે છે કે પરિણીતીએ લગ્ન જેવો ભવ્ય દેખાવ કરવા માટે શું તૈયારીઓ કરી છે. હવે મીડિયા રિપોર્ટ્સમાં આ અંગેના કેટલાક અપડેટ્સ પણ આવ્યા છે. એવા…
સાઉથની અભિનેત્રી નયનતારાએ હાલમાં જ ફિલ્મ જવાનમાં કામ કર્યું હતું. આ દરમિયાન તે લીડ રોલમાં જાેવા મળી હતી. નયનતારાએ પ્રથમ વખત સુપરસ્ટાર શાહરૂખ ખાનની સાથે અભિનય કર્યો હતો અને તેની ભૂમિકાની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. આ ફિલ્મ સફળ પણ રહી હતી અને ચાહકોને ખૂબ પસંદ આવી હતી.પરંતુ પછી એવું શું થયું કે નયનતારા ફિલ્મના ડાયરેક્ટર એટલીથી નાખુશ છે. નવીનતમ અહેવાલો અનુસાર, નયનતારાને ફિલ્મમાં તેના પાત્રની લેંથ સામે વાંધો છે. અહેવાલો અનુસાર, નયનતારાનું માનવું છે કે આ ફિલ્મમાં તેની મુખ્ય ભૂમિકા હતી પરંતુ તેમ છતાં તેનો રોલ દીપિકા પાદુકોણના રોલ કરતા ઓછો જાેવા મળ્યો હતો. આ ફિલ્મમાં દીપિકા કેમિયો રોલમાં…
શહેરમાં વિદેશી દારૂ સહિતના માદક દ્વવ્યોની હેરાફેરી હવે બેકાબુ બની ગઈ છે. શહેરમાંથી વારંવાર દારૂ અને ડ્રગ્સનો જથ્થો ઝડપાઈ રહ્યો છે. ત્યારે ફરીવાર શહેરમાં નારોલ અને એસજી હાઈવે પરથી ક્રાઈમ બ્રાંચે ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે. આઠ લોકો સામે ગુનો દાખલ કરીને ૧.૨૦ કરોડથી વધુ રકમનો એમડી ડ્રગ્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદમાં અમદાવાદ ક્રાઇમ બ્રાંચ દ્વારા બુધવારે રાતે શહેરના નારોલ અને એસજી હાઇવે પરથી એક કરોડ અને વીસ લાખનું એમડી ડ્રગ્સ કબ્જે કરી લેવામાં આવ્યુ છે. આ કેસમાં કુલ આઠ આરોપીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેમાંથી ત્રણથી ચાર આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હોવાનું…
સુરત બાદ અમદાવાદમાં ઇન્કમટેક્સ વિભાગે સુપર ઓપરેશન હાથ ધર્યું છે. જેમાં શહેરના જાણીતા બિલ્ડરો પર ઈન્કમટેક્સ વિભાગે તવાઈ બોલાવી છે. આ પહેલા સુરતમાં ડાયમંડ અને જ્વેલર્સ સાથે સંકળાયેલા ત્રણ મોટા ગ્રુપ પર તવાઈ બોલાવી હતી. શહેરમાં લાંબા સમય બાદ ઈન્કમટેક્સ વિભાગના દરોડા પાડવામાં આવ્યા છે. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ શહેરના જાણીતા બિલ્ડર સ્વાતિ બિલ્ડકોન પર સવારથી જ ઈન્કમટેક્સ વિભાગે કાર્યવાહી હાથ ધરી છે. આ સિવાય સ્વાતિ બિલ્ડકોન સાથે કનેક્શન ધરાવતા એક મોટા કેમિકલ ગ્રુપ પર પણ દરોડા પાડવામાં આવ્યા છે જેમાં સ્વાતિના અશોક અગ્રવાલ અને સાકેત અગ્રવાલ સહિતના ભાગીદારોને ત્યાં તપાસની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત મહેશ કેમિકલ…
ઉત્તરપ્રદેશના આગરા પોલીસે ૧૫ લાખ લોકો સાથે છેતરપિંડીની ઘટનાને બનતી અટકાવી છે. પોલીસના જણાવ્યા અનુસાર દેશ-વિદેશમાં બેઠેલા ઠગ ૧૫ લાખ લોકો સાથે ૩૮ હજાર કરોડ રૂપિયાની છેતરપિંડી કરવાની તૈયારીમાં હતા. સઘન તપાસ બાદ પોલીસે ૬ હજાર બેંક એકાઉન્ટ અને ૨૭ વેબ સાઈટને બંધ કરાવી દીધી છે.થોડા મહિના પહેલા શાહગંજ પોલીસ સ્ટેશનમાં એક ખાનગી કંપનીએ એફઆઈઆરનોંધાવી હતી. જયારે સાયબર સેલે આ અંગે તપાસ શરુ કરી તો તે ચોંકી ગયા હતા. પોલીસેના જણાવ્યા અનુસાર ઠગ લાઈવ કન્ટેન્ટ, લાઈવ ગેમિંગ, થર્ડપાર્ટી એપ અને વેબ પોર્ટલના માધ્યમથી ચીન, વિયેતનામ, ફિલીપીન્સના સર્વરોથી લાઈવ રિસ્ટ્રીમીંગ દ્વારા ગેરકાયદેસર સટ્ટાબાજી કરી રહ્યા હતા. પોલીસે લગભગ ૪ મહિનાની તપાસ…