ટીમ ઈન્ડિયાનો નિયમિત કેપ્ટન રોહિત શર્મા આગામી વર્લ્ડ કપની તૈયારીમાં વ્યસ્ત છે. ૨૭મી સપ્ટેમ્બરે, રોહિત ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણીની ત્રીજી ODI ( IND vs AUS ODI )માં જાેવા મળશે. રોહિતે પોતાની કારકિર્દીમાં ઓપનર તરીકે ઘણા રેકોર્ડ પોતાના નામે કર્યા છે. તેણે હવે તેના ફેવરિટ ઓપનિંગ પાર્ટનરનું નામ જાહેર કર્યું છે. હાલમાં યુવા બેટ્સમેન શુભમન ગિલ રોહિત શર્માની સાથે ઇનિંગ્સની શરૂઆત કરતો જાેવા મળી રહ્યો છે. આ પહેલા કેએલ રાહુલે પણ રોહિતની સાથે ઓપનિંગની જવાબદારી લીધી છે. રોહિતે ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી સાથે પણ ભાગીદારી કરી છે. જાેકે, જ્યારે તેને તેના મનપસંદ બેટિંગ પાર્ટનર વિશે પૂછવામાં આવ્યું તો તેણે તેમાંથી કોઈનું…
Author: Shukhabar Desk
ભારત અને અમેરિકાના સંબંધોમાં ઘણી વખત ઉતાર ચઢાવ આવતા રહે છે, પરંતુ ભારતીયોને વિદેશ રહેવા જવાનું મન થાય ત્યારે મોટા ભાગે અમેરિકાને જ પસંદ કરે છે. લેટેસ્ટ આંકડા પ્રમાણે અમેરિકામાં ભારતીયોની વસતી ૨૮.૫૦ લાખ સુધી પહોંચી ગઈ છે. ૨૦૨૧થી ૨૦૨૨ સુધીમાં એક વર્ષના ગાળામાં યુએસમાં ભારતીયોની વસતીમાં લગભગ ૫ ટકાનો વધારો થયો છે. અમેરિકામાં ઈમિગ્રન્ટ્સની સંખ્યા સતત ઝડપથી વધી રહી છે. હાલમાં અમેરિકામાં દર સાતમાંથી એક વ્યક્તિ વિદેશમાં જન્મેલી છે તેવું તાજેતરના આંકડા દર્શાવે છે. અહીં ઇમિગ્રન્ટ્સની જે કુલ સંખ્યા છે તેમાં લગભગ ૬ ટકા ભારતીયો છે. યુએસની ડેમોગ્રાફી વિશે કેટલાક રસપ્રદ આંકડા આવ્યા છે. તે પ્રમાણે અમેરિકાની કુલ વસતીમાં…
૧૪ દિવસની લાંબી રાત બાદ સૂર્યપ્રકાશ ચંદ્રના દક્ષિણ ધ્રુવ સુધી પહોંચવા લાગ્યો છે. એવામાં ચંદ્રયાન-૩ (Chandrayaan-3) નું લેન્ડર અને રોવર જાગી જવાની આશા છે.ISRO લેન્ડર અને રોવર બંનેનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. ચંદ્રયાન-૩નું પ્રજ્ઞાન રોવર અને વિક્રમ લેન્ડર હાલમાં ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર હાજર છે, જ્યાં હવે સૂર્યના કિરણો પહોંચી રહ્યા છે. એવામાં બંનેના ચાર્જ થવાની આશા છે. તેના મિશનને આગળ વધારવા માટે, ISRO વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર સાથે સંચાર પુનઃસ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. ISRO આ કરવામાં સફળ થાય છે તો તેને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી મોટી સફળતા ગણવામાં આવશે. ISRO એ ટિ્વટર પર પોસ્ટ કર્યું કે…
પીએમ નરેન્દ્ર મોદી દ્વારા આજે નવ જેટલી વંદે ભારત ટ્રેનોને વીડિયો કોન્ફરન્સથી લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવી છે. આ ૯ માંથી ગુજરાતની પણ એક વંદે ભારત ટ્રેનની શરૂઆતની શરૂઆત કરાવાઈ છે. ગુજરાતની આ ત્રીજી વંદે ભારત ટ્રેન જામનગર-અમદાવાદ વચ્ચે દોડશે. વડાપ્રધાન દ્વારા ફ્લેગ ઓફ કરતા વંદે ભારત ટ્રેન બપોરે જામનગરથી અમદાવાદ આવા રવાના થઈ છે. તો કાલુપુર રેલવે સ્ટેશન પર ભાજપના નેતાઓ દ્વારા મુસાફરોનું સ્વાગત કરવામાં આવશે. સોમવારથી જામનગર-અમદાવાદ વચ્ચેની વંદે ભારત ટ્રેન રેગ્યુલર દોડશે. આજે પીએમ મોદીએ દેશને નવી ૯ વંદે ભારત એક્સપ્રેસની ભેટ આપી છે. જેમાં ગુજરાતને પણ વધુ એક વંદે ભારત એક્સપ્રેસ મળશે. ગુજરાતને આજે ત્રીજી વંદે…
અંબાજીમાં આજથી ભાદરવી પૂનમના મેળાની વિધિવત શરૂઆત કરાઈ છે. આજથી અંબાજી ભાદરવી મહાકુંભની રંગેચંગે શરૂઆત થઈ છે. દાંતા રોડ પર અંબાજી મંદિરના ચેરમેન અને વહીવટદારે રથ ખેંચીને મેળાની શરુઆત કરી. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર પરીવાર સાથે પૂજામાં જાેડાયાં હતા. નાની બાળકીએ રથ સાથે પૂજા અર્ચના કરી હતી. તો અંબાજી માતાજીની આરતી કરવામાં આવી હતી. ભક્તિ શક્તિ અને અસ્થાન કેન્દ્ર સમા માં અંબાના ધામ અંબાજી ખાતે આજે ભાદરવી પૂનમના મેહમેળાની શરૂઆત થઈ છે. ત્યારે અંબાજી નજીક વેંકટેશ માર્બલ પાસે માતાજીનો રથ લાવવામાં આવ્યો હતો. આ રથનું શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને બનાસકાંઠા કલેકટરે રથની પૂજા અર્ચના કરી હતી.…
સુરતમાં મનપાના ફૂડ વિભાગ દ્વારા અલગ અલગ ટીમ બનાવીને વરાછા એ ઝોનમાં દરોડા પાડ્યા હતા. આ દરમ્યાન પુણા સીમાડા ખાતે આવેલી સોસાયટીમાં શંકાસ્પદ ઘી બનાવતા હોવાનું ધ્યાને આવતા ફૂડ સેફટી ઓફિસરો દ્વારા ત્યાં દરોડા પાડી ઘીના નમુના લઈને તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. તપાસનો રિપોર્ટ આવ્યા પછી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તેમજ ૩,૩૩૬ લીટર ઘી જપ્ત કરી સીઝ કરવામાં આવ્યું છે. જેની અંદાજીત કિંમત દસ લાખથી વધારે છે. ફૂડ વિભાગના ફૂડ સેફટી ઓફિસરો દ્વારા વરાછા ઝોન-એમાં ૧૦ ફૂડ સેફટી ઓફિસરોની અલગ અલગ ટીમ બનાવીને તપાસ કરવામાં આવી હતી. સુરતના પુણા સીમાડા રોડ ખાતે આવેલી ગોદાવરી પાર્ક સોસાયટીમાં આવેલા…
રશિયન રફની સપ્લાયમાં મોટો ઘટાડો નોંધાતા સુરતનો હીરા ઉદ્યોગ હાલ મંદીમાંથી પસાર થઈ રહ્યો છે. જેના કારણે લાખો રત્ન કલાકારોને પૂરતું કામ ન મળવાના કારણે મુશ્કેલી ઊભી થઈ છે. એટલું જ નહીં પરંતુ નાના હીરા ઉદ્યોગકારોમાં હાલ ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. સુરતના લેબર વર્ક્સ સાથે સંકડાયેલા નાના ઉદ્યોગકારોની હાલત કફોડી બની રહી છે. જ્યાં લેબર વર્કસ સાથે સંકળાયેલા નાના હીરા વેપારીઓને કામ ન મળતા કામના કલાકો પણ ઘટાડી દેવામાં આવ્યા છે. જાેકે રત્ન કલાકારોને દિવાળી સુધી કામ મળી રહે તે માટેના પ્રયત્નો હીરા ઉદ્યોગકારો દ્વારા કરવામાં આવી રહ્યા છે. સુરતના નાના હીરા ઉદ્યોગકારોમાં છેલ્લા ઘણા દિવસોથી હાલ મંદીનો માહોલ…
જિલ્લાની પોલીસની અલગ અલગ બ્રાન્ચ દ્વારા નશીલા આયુર્વેદિક શીરપનો જથ્થો પકડવામાં આવ્યો છે. તેવામાં મોરબીના જેતપર રોડે પાવડીયાળી કેનાલ પાસે આવેલ શ્રીરામ પ્લાઝા પાસે ડીલક્ષ પાન અને ક્રિષ્ના કિરાણા નામની બે દુકાનમા ચેક કરવામાં આવ્યું હતું, ત્યારે નશીલા આયુર્વેદિક શીરપની કુલ મળીને ૯૭૬ બોટલ મળી આવી હતી. જેથી તેને કબજે કરીને પોલીસે આગળની કાર્યવાહી કરી છે. નસો કરવા માટે અફીણ. ગાંજાે, દારૂ અને ડ્રગ્સ વિગેરે તો નસો કરનારા શોધી જ લેતા હોય છે, તેની સાથો સાથ હવે નશીલા આયુર્વેદિક શીરપનું પણ સેવન કરવામાં આવે છે અને આ નશીલા આયુર્વેદિક શીરપની બોટલોને જુદાજુદા સ્થળેથી પકડવામાં આવતી હોય છે. આવી જ રીતે…
ગુજરાતમાં આજે પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. હવામાન નિષ્ણાંતે આગામી સમયમાં ૨૭-૨૮ સપ્ટેમ્બરે સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરી છે. દક્ષિણ પાકિસ્તાન અને કચ્છ નજીક વધુ એક સિસ્ટમ સક્રિય થતાં વરસાદ પડવાના એંધાણ છે. મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં વરસાદની આગાહી છે. ગુજરાતના માથે વધુ એક સિસ્ટમ સક્રિય થતા ભારે વરસાદની આગાહી છે. આ દિવસોમાં વડોદરા, દાહોદ, પંચમહાલ, બનાસકાંઠા, સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી છે. તો અમદાવાદ, ગાંધીનગરમાં પણ હળવા વરસાદની આગાહી છે. રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો ૧૧૫.૫ ટકા વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગે આપેલી માહિતી અનુસાર, બંગાળની ખાડીમાં હાલ સાયક્લોનિક સર્ક્યુલેશન બની ગયું હતું અને હવે તે લો-પ્રેશર એરિયામાં ફેરવાઈ જશે. આ સિસ્ટમ…
ટીમ ઈન્ડિયાના નામે એક ઐતિહાસિક મહારેકોર્ડ જાેડાઈ ગયો છે. ખરેખર, ભારતીય ક્રિકેટ ટીમે એવો ચમત્કાર કર્યો છે કે તેણે ઇતિહાસ રચી દીધો છે. આ રેકોર્ડ હાંસલ કરવો હજુ ઓસ્ટ્રેલિયાની પહોંચની વાત રહ્યો નથી. ભારતીય ક્રિકેટ ટીમે નવો ઈતિહાસ રચ્યો છે. ICCએ તાજેતરની રેન્કિંગ જાહેર કરી છે, જે મુજબ ભારત હવે ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં વિશ્વની નંબર ૧ ટીમ છે. નવીનતમ ICC રેન્કિંગ અનુસાર, ભારતનું રેટિંગ ટેસ્ટમાં ૧૧૮ પોઈન્ટ, વનડેમાં ૧૧૬ રેટિંગ પોઈન્ટ અને T20 ઈન્ટરનેશનલમાં ૨૬૪ પોઈન્ટ છે. ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં ભારત વિશ્વની નંબર-૧ ટીમ છે. આ સાથે, ભારતીય ક્રિકેટ ટીમે ઇતિહાસ રચ્યો છે અને તે જ સમયે આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ત્રણેય…