ભલે કેનેડામાં ઉચ્ચ અભ્યાસ માટે જવાનો ક્રેઝ વધ્યો હોય પરંતુ હાલમાં પણ અમેરિકા ભારતીય વિદ્યાર્થીઓની પ્રથમ પસંદ છે. અમેરિકા પણ ભારતીય વિદ્યાર્થીઓને વધારેમાં વધારે વિઝા આપી રહ્યું છે. અમેરિકાએ જૂન, જુલાઈ અને ઓગસ્ટ એમ ત્રણ મહિનામાં રેકોર્ડ સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓને વિઝા આપ્યા છે. ભારતમાં યુએસ મિશને ટિ્વટર પર જાહેરત કરી છે કે તેમણે યુએસમાં હાયર એજ્યુકેશન મેળવવા માટે અરજી કરનારા ભારતના ૯૦,૦૦૦થી વધુ ઉમેદવારોને વિઝા આપ્યા છે. ટિ્વટર પરની પોસ્ટમાં, યુએસ મિશનએ એમ પણ કહ્યું કે વિશ્વભરમાં લગભગ ચારમાંથી એક સ્ટુડન્ટ વિઝા ભારતમાં જારી કરવામાં આવ્યા છે. ભારતીય વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવતા, યુએસ મિશનએ કહ્યું છે કે, “તમામ વિદ્યાર્થીઓને અભિનંદન અને…
Author: Shukhabar Desk
કેનેડા અને ભારત વચ્ચેનો તણાવ ઓછો થઈ રહ્યો નથી. બંને દેશોએ એકબીજાના ટોચના રાજદ્વારીઓને હાંકી કાઢ્યા છે. દરમિયાન ડઝનબંધ ખાલિસ્તાન સમર્થકોએ વાનકુવરમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસની બહાર ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. રિપોર્ટ્સ અનુસાર ખાલિસ્તાની સંગઠન દ્વારા આ વિરોધ પ્રદર્શન ઓટાવા, ટોરન્ટો અને વાનકુવરમાં થઈ રહ્યા છે, જેના કારણે ભારે સુરક્ષા તૈનાત કરવામાં આવી છે. આ દરમિયાન એમને ઝંડા લહેરાવ્યા, ગીત વગાડ્યું અને સૂત્રોચ્ચાર કર્યા તો સાથે જ કેટલાક પ્રદર્શનકારીઓએ ભારતીય વાણિજ્ય દૂતાવાસની બહાર ભારતીય ધ્વજનું અપમાન કર્યું હતું. આવો જ વિરોધ ટોરોન્ટોમાં થયો હતો. દરમિયાન, વાનકુવર પોલીસ વિભાગે ભારતીય કોન્સ્યુલેટ ખાતે સુરક્ષા વધારી દીધી…
પંજાબમાં ડ્રોન દ્વારા આવતા ડ્રગ્સની આવકનો મોટો હિસ્સો કેનેડામાં હાજર ખાલિસ્તાની આતંકવાદીઓને જાય છે. આ પૈસાના આધારે આ ખાલિસ્તાની આતંકવાદીઓ આતંકવાદ અને ડ્રગ્સનો વેપાર સતત વધારી રહ્યા છે. આને લગતી તમામ માહિતી હોવા છતાં કેનેડિયન વહીવટીતંત્ર રહસ્યમય મૌન કેમ જાળવી રહ્યું છે? આ પોતાનામાં એક મોટો પ્રશ્ન છે. કેનેડામાં હાજર ખાલિસ્તાની આતંકવાદીઓ અને અપરાધીઓને લઈને મોટો ખુલાસો થયો છે. ખુલાસો એ છે કે કેનેડામાં હાજર આતંકવાદી ગુનાહિત સાંઠગાંઠ ડ્રોન દ્વારા મોટા પાયે પાકિસ્તાનથી પંજાબમાં ડ્રગ્સ પહોંચાડે છે. આ ડ્રગ્સ તેમના ગુનાહિત જાેડાણોના આધારે વધુ વેચાય છે. તપાસ દરમિયાન એ વાત પણ સામે આવી છે કે આ ડ્રગ્સ વેચ્યા બાદ તેનો…
ફિલ્મ પ્રેમ કૈદીથી પોતાના કરિયરની શરૂઆત કરનાર અભિનેત્રી કરિશ્મા કપૂરે ૯૦ના દાયકામાં બધાને દિવાના બનાવી દીધા હતા. અભિનેત્રીએ તે સમયગાળા દરમિયાન હિન્દી સિનેમાને ઘણી સારી ફિલ્મો આપી અને દરેક મોટા સ્ટાર સાથે કામ કર્યું. આજે અમે તમારા માટે એક્ટ્રેસના એક્ટિંગ કરિયર સાથે જાેડાયેલી એક રસપ્રદ વાત લઈને આવ્યા છીએ.વાસ્તવમાં અમે વાત કરી રહ્યા છીએ કરિશ્મા કપૂરની ફિલ્મ ‘ક્રિષ્ણા’ જે વર્ષ ૧૯૯૬માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં અભિનેત્રી સુનીલ શેટ્ટી સાથે કામ કર્યું હતું. દર્શકોને ફિલ્મની વાર્તા ગમી. ઉપરાંત, તેનું ગીત ‘ઝાંઝરિયા’ પણ આ સમયગાળા દરમિયાન ખૂબ જ હિટ રહ્યું હતું.આ ગીતમાં દર્શકોને કરિશ્મા કપૂર અને સુનીલની જબરદસ્ત ડાન્સ મૂવ્સ અને…
બોલિવૂડ ફિલ્મોની જાણીતી જાેડી સલમાન ખાન અને કેટરીના કૈફ મોટા પડદા પર ધૂમ મચાવવા માટે તૈયાર છે. આ બંનેની દુનિયાભરમાં અદભૂત ફેન ફોલોઈંગ છે અને બંને સ્ટાર્સ પોતાની જાેરદાર એક્ટિંગથી બોક્સ ઓફિસ પર રાજ કરે છે. સલમાન અને કેટરીના છેલ્લે ૪ વર્ષ પહેલા ૨૦૧૯ની ફિલ્મ ભારતમાં સાથે જાેવા મળ્યા હતા. ફિલ્મ ‘ભારત’ બોક્સ ઓફિસ પર સેમી-હિટ રહી હતી, પરંતુ હવે સલમાન અને કેટરીનાની જે ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે, તે ચોક્કસપણે બોક્સ ઓફિસ પર જાેવા મળી શકે છે, કારણ કે લોકો છેલ્લા ૬ વર્ષથી આ ફિલ્મની રાહ જાેઈ રહ્યા છે. આ ફિલ્મનું નામ ‘ટાઈગર ૩’ છે. આ ફિલ્મનો પહેલો…
ફિરોઝ ખાનનો જન્મ ૨૫ સપ્ટેમ્બર ૧૯૩૯ના રોજ બેંગલુરુમાં થયો હતો. તેમનું સાચું નામ ઝુલ્ફીકાર અલી શાહ ખાન તનોલી છે. તેમના પિતા સાદિક અલી ખાન તનોલી મૂળ અફઘાનિસ્તાનના ગઝનીના હતા, જ્યારે તેમની માતા ફાતિમા ઈરાની હતી.ફિરોઝ ખાનને ચાર ભાઈઓ છે, સંજય ખાન (શાહ અબ્બાસ ખાન), શાહરૂખ શાહ અલી ખાન, સમીર ખાન અને અકબર ખાન. આ સિવાય તેની બે બહેનો ખુર્શીદ શાહનવર અને દિલશાદ બેગમ શેખ છે. ફિરોઝ ખાને પોતાના કામના દમ પર ઈન્ડસ્ટ્રીમાં એક અલગ ઓળખ બનાવી. અભિનય સિવાય તેણે દિગ્દર્શન અને નિર્માણ ક્ષેત્રે પણ હાથ અજમાવ્યો હતો. તેણે તેની સમગ્ર કારકિર્દી દરમિયાન ૬૦ થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો અને તે…
બોલિવૂડનો ખિલાડી અક્ષય કુમાર છેલ્લા કેટલાક સમયથી તેની આગામી નવી ફિલ્મ મિશનગંજ રાણીગંજઃ ધ ગ્રેટ ભારતને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મ માઈનિંગ એન્જિનિયર જસવંત સિંહ ગિલ પર આધારિત છે. સોમવારે, નિર્માતાઓએ આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કર્યું. ટ્રેલરમાં અક્ષય જસવંત સિંહના રોલમાં જાેવા મળી રહ્યો છે.ટ્રેલરમાં બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે એક વ્યક્તિએ કોલસાની ખાણમાં ફસાયેલા ઘણા લોકોના જીવ બચાવ્યા. ૭ સપ્ટેમ્બરના રોજ મેકર્સે આ ફિલ્મનું દમદાર ટીઝર રિલીઝ કર્યું હતુ. જેની સ્ટોરીએ લોકોના મનમાં ઉત્સુક્તા જગાવી છે.સામે આવેલા ટ્રેલરથી ફિલ્મની સ્ટોરીને લઈ લોકો ચર્ચા કરી રહ્યા છે. જસવંત સિંહ ગિલના રોલમાં અક્ષય કુમાર ખુબ સુંદર લાગી રહ્યો છે. ટ્રેલરમાં…
સંઘ પ્રદેશ દીવમાં ૧૫ જેટલા દારુના બાર બંધ કરવામાં આવ્યા છે. છેલ્લા બે-ત્રણ મહિનાથી બાર અને વાઇન શોપમાં એક્સાઈઝ વિભાગ તપાસ કરી રહ્યું હતું. જેને લઈ બાર અને વાઈન શોપ બંધ કરવામાં આવ્યા છે. જાે કે દીવ આવતા પ્રવાસી અને ડ્રીંક્સ કરનારા લોકોની મુશ્કેલી પણ વધી છે. જ્યારે બાર અને વાઈનશોપમાં કામ કરતા લોકો પણ મુશ્કેલીમાં મૂકાયા છે. એવી પણ ચર્ચા છે કે દીવમાંથી દારૂ ગુજરાતમાં જતો હતો જેના કારણે સતત ચેકીંગ કરાતું હતું.આ સાથે જ નિયમોનું ઉલ્લંઘન થયું હોવાની પણ શક્યતા છે. જેમાં બારમાં દારુની બોટલ સીલ તોડ્યા વિના આપવી કે પછી બારમાં કેટલા પ્રમાણમાં સ્ટોક રાખવો સહિતના નિયમોનો…
અમદાવાદમાં ફરી ત્રિપલ તલાકનો કિસ્સો સામે આવ્યો છે. પતિએ પોસ્ટ મારફતે અલગ-અલગ તારીખે ત્રિપલ તલાકનું લખાણ મોકલીને પત્નીને ત્રિપલ તલાક આપતા મામલો પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યો છે. પરિણીતાએ અમદાવાદના બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સમગ્ર ઘટનાને લઇ તપાસ શરૂ કરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, બાપુનગર વિસ્તારની એક પરિણીતાને તેના પતિએ પોસ્ટ મોકલીને ત્રિપલ તલાક આપ્યા છે. પતિની અસામાજિક પ્રવૃત્તિને લઈને મહિલાને સતત તેની સાથે ઝઘડા થતાં હતા. વર્ષ ૨૦૧૮માં મહિલાએ પતિ વિરુદ્ધ મારપીટની ફરિયાદ નોંધાવી હતી. એ સમયે પતિએ ૫ લાખનું દહેજ માંગીને પત્નીને ઘરમાંથી કાઢી મુકી હતી. જે બાદ પતિએ મહિલાને પોસ્ટથી ત્રિપલ તલાકનું લખાણ મોકલ્યું હતું. પોલીસે…
મહેસાણાનાં જાેટાણા તાલુકા કોંગ્રેસ સમિતિનાં પ્રમુખનાં ઘરે ધોળે દિવસે લૂંટારૂઓએ રિવોલ્વરની અણીએ લૂંટ ચલાવતા ચકચાર મચી જવા પામી હતી. ત્યારે બપોરનાં સુમારે અચાનક જ મૃગેશ ચાવડાનાં ઘરે હથિયારો સાથે લૂંટારૂઓ ત્રાટકતા ઘરનાં સભ્યો સહિત પાડોશીઓમાં પણ ભયનો માહોલ વ્યાપી ગયો હતો. રિવોલ્વર ની અણીએ લૂંટ કરી ફરાર.બપોરનાં સુમારે અચાનક જ જાેટાણા તાલુકા કોંગ્રેસ સમિતિનાં પ્રમુખ મૃગેશ ચાવડાનાં ઘરે ૩ મહિલાઓ એકલી હતી. ત્યારે અચાનક પાંચ જેટલા શખ્શો હથિયારો સાથે ઘરમાં ધુસી જતા મહિલાઓએ બુમાબુમ કરી મુકી હતી. આ બાબતની જાણ પાડોશીઓને થતા પાડોશીઓએ તાત્કાલીક આ અંગે પોલીસને જાણ કરતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. ઘરના ઝ્રઝ્ર્ફ બંધ હોવાથી આરોપીઓની ઓળખ…