વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા છે. મહિલા અનામત બિલ પાસ થવાને લઈ અમદાવાદ એરપોર્ટ પર તેમનું સ્વાગત કર્યુ હતું. પીએમ મોદીએ ખુલ્લી જીપમાં સવાર થઈને કાર્યકર્તાઓનં અભિવાદન જીલ્યું. તેમની સાથે સીએમ ભુપેન્દ્ર પટેલ અને સી.આર.પાટીલ પણ જીપમાં સવાર હતા. ઁસ્ મોદી કેમ છો બધા કહી સંબોધન શરૂ કર્યું. જે બાદ કહ્યું, માતૃભૂમિને નમન સાથે મોટી સંખ્યમાં માતા બહેનોના આશીર્વાદ મળે, એનાથી વિશેષ શું હોઈ શકે. ખુશી સ્વભાવિક છે, કેમ કે તમે જે પુત્ર – ભાઈને દિલ્હી મોકલ્યો તેણે મહિલા આરક્ષણ બિલ લાવી મહત્વનું કામ કર્યું. આ સપનું વર્ષો પહેલા ગુજરાત ની ધરતી પર જાેયું હતું. •…
Author: Shukhabar Desk
જૂનાગઢનો ઉપરકોટનાં કિલ્લાનાં લોકાર્પણને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. તા. ૨૮ તારીખનાં રોજ મુખ્યમંત્રીનાં હસ્તે લોકાર્પણ કરાશે. કિલ્લાને નવા રૂપરંગ સાથે ઉપરકોટનો કિલ્લો લોકો માટે ખુલ્લો મુકાશે. ત્યારે ઉપરકોટમાં આવેલ દરેક સ્થળોને નવો લૂક અપાયો છે. ત્યારે જૂનાગઢ નહિ પરંતું સમગ્રે દેશ અને વિદેશમાંથી આવતા પર્યટકો પણ આ કિલ્લાને નવા રૂપ રંગ સાથે જાેવા માટે ઉત્સુક છે. આ બાબતે સવાણી હેરિટેજ કંઝરવેશન પ્રાઈવેટ લિમિટેડનાં રાજેશ તોતલાનીએ જણાવ્યું હતું કે, ઉપરકોટની વાત કરીએ તો ટુરીઝમ કોર્પોરેશન દ્વારા અમારી કંપનીને આનું જીણોદ્ધારનું કામ સોંપ્યું હતું. તેમજ અમારી કંપની જીણોદ્ધારનાં ઘણા બધા કામ ભારતભરમાં કરી ચૂકી છે. અને આ પણ કામ લગભગ…
ગુજરાત સરકાર આરોગ્ય વિભાગમાં દર વર્ષે બજેટમાં કરોડો રૂપિયા ફાળવે છે. છતાં ગુજરાતીઓનું આરોગ્ય કથળી રહ્યું છે તેવું આંકડા પૂરવાર કરી રહ્યાં છે. અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતમા નબળી સુવિધા જાેવા મળી છે. કોરોનાકાળ બાદ હૃદયરોગના કેસો બમણા થયા છે. તો ક્ષયમુક્ત ગુજરાતના નામે લાખો ખર્ચ્યા બાદ પણ ટીબીના કેસમાં વધારો થઈ રહ્યો છે. વિકાસના મોડલ તરીકે ઓળખાતુ ગુજરાત હવે બીમાર બન્યું. એમ કહી શકાય કે રૂપિયાવાળુ ગુજરાત માંદુ પડ્યું છે. ગુજરાતમાં હાર્ટએટેક, ટીબી, હૃદયરોગ, કેન્સર, કિડની સહિત અન્ય રોગોનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. એક તરફ સરકાર સ્વસ્થ ગુજરાતના ગુનગાન ગાય છે, પરંતુ આરોગ્ય વિભાગ રોગોને કાબૂ લાવવામાં નિષ્ફળ…
ભાદરવી પૂનમના મેળોના આજે ચોથો દિવસ છે. છેલ્લાં ૩ દિવસમાં સાડા ૧૩ લાખથી વધુ માઈભક્તોએ જગત જનની જગદંબાના દર્શન કર્યાં છે. ત્યારે પદયાત્રીઓના માર્ગે સતત બીજા દિવસે અકસ્માત સર્જાયો છે. અંબાજી નજીક સતત બીજા દિવસે અકસ્માતની ઘટના બની છે. ત્રિશૂળિયા ઘાટ નજીક ટ્રક પલટી ગઈ હતી. મંડપનો સામાન ભરેલી ટ્રક પલટી જતાં ૨ લોકોને ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્તોને દાંતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, અંબાજી જવાના રસ્તે ત્રિશુલિયા ઘાટ પર આ અકસ્માતની ઘટના બની હતી. ત્રિશુલ્યા ઘાટમાં સામાન ભરેલી ટ્રક પલ્ટી ગઈ હતી. મંડપનો સામાન ભરેલી ટ્રકની બ્રેક ફેલ થઈ હતી, જેથી ટ્રક પલટી ખાઈ ગઈ હતી, અને…
ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા બંધ યોજના દ્વારા અચાનક ૧૮.૫૦ લાખ ક્યુસેક પાણી ડાઉન સ્ટ્રિમમાં છોડવામાં આવતા વડોદરા, નર્મદા અને ભરૂચ જિલ્લામાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ હતી. નર્મદા કાંઠાના લોકોએ ઘરવખરી અને ખેતીને ભારે નુક્સાનનો સામનો કર્યો છે. લોકોની દયનિય હાલત જાેતા સરકારે પણ રાહત પેકેજની જાહેરાત કરી છે જાેકે સરકારી સહાય અપૂરતી હોવાનો ખેડૂતો રોષ વ્યક્ત કરી રહ્યા છે. ભરૂચ જિલ્લાના નર્મદા કાંઠાના ગામના ખેડૂતોએ ભરૂચ જિલ્લા કલેકટર કચેરીએ એકઠા થઇ વિરોધ પ્રદર્શન કર્યું હતું.ખેડૂત અચાનક ડેમમાંથી મોટી માત્રામાં છોડવામાં આવેલા પાણીના કારણે ખેતીને ખુબ નુકસાન થયું છે. ભરૂચ જિલ્લામાં ઝઘડિયા, અંકલેશ્વર અને ભરૂચ તાલુકાના નર્મદા કાંઠાના ગામોમાં શેરસી, કેળ ,…
ગુજરાતમાંથી ચોમાસાની વિદાયનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયુ છે. રાજ્યના પાડોશી રાજ્ય રાજસ્થાન સરહદથી ચોમાસાની વિદાયની શરૂઆત થઇ ગઇ છે. જાેકે, હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદી માહોલ છવાયેલો રહેશે. આગામી ચાર દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે અમદાવાદ, ગાંધીનગર સહિત સૌરષ્ટ્રમાં થન્ડર સ્ટ્રોમ પણ થઇ શકે છે. જેના કારણે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. સોમવારે બપોરે અમદાવાદ કેન્દ્રના હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. મનોરમા મોહન્તીએ ગુજરાતમાં પાંચ દિવસ કેવું હવામાન રહેશે તે અંગેની આગાહી કરી હતી. જેમા તેમણે હવામાન અંગે આગાહી કરતા જણાવ્યુ કે, રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદ થવાની સંભાવના છે. તો…
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની શ્રેણીની ત્રીજી ODI ૨૭ સપ્ટેમ્બરે રાજકોટમાં રમાશે. ટીમ ઈન્ડિયાનો કેપ્ટન રોહિત શર્મા આ મેચથી ટીમમાં વાપસી કરશે. રોહિત સિરીઝની પ્રથમ બે મેચનો ભાગ નહોતો અને તેને અન્ય કેટલાક વરિષ્ઠ ખેલાડીઓ સાથે આરામ આપવામાં આવ્યો હતો. રાજકોટમાં યોજાનારી આ વનડે મેચમાં ઓપનિંગની જવાબદારી પણ રોહિત સંભાળશે. જાેકે, તેનો ઓપનિંગ પાર્ટનર શુભમન ગિલ નહીં, પરંતુ યુવા ખેલાડી હશે. ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણીની પ્રથમ બંને વનડે જીતી લીધી છે. હવે તેનું લક્ષ્ય ત્રીજી વનડે જીતીને ૩-૦થી ક્લીન સ્વીપ કરવાનું છે. ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમો ૨૭મી સપ્ટેમ્બરે રાજકોટના SCA સ્ટેડિયમમાં પ્રવેશ કરશે. રોહિત શર્મા કેપ્ટન તરીકે ટીમ ઈન્ડિયામાં વાપસી…
સપ્ટેમ્બર મહિનો પૂરો થવાનો છે. તમે હવેથી ૫ દિવસ પછી અટકી શકો છો, જે તમારે પહેલા કરવું જાેઈએ. વાસ્તવમાં, ૩૦ સપ્ટેમ્બર ઘણા મહત્વપૂર્ણ કાર્યોને પૂર્ણ કરવાની છેલ્લી તારીખ છે. ચાલો જાણીએ તે ૪ કાર્યો જે તમારે ૩૦ સપ્ટેમ્બર પહેલા પૂર્ણ કરવા જાેઈએ, નહીં તો તમને નુકસાન થઈ શકે છે. ડીમેટ ખાતામાં નોમિની ઉમેરવું ફરજિયાત : જાે તમે સ્ટોક માર્કેટ અથવા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો છો અને તમારી પાસે ડીમેટ એકાઉન્ટ પણ છે, તો આ કામ ૩૦ સપ્ટેમ્બરની અંદર પૂર્ણ કરો. જાે તમે ચૂકી જશો, તો ખાતું ફ્રીઝ થઈ જશે, પછી ન તો તમે શેરબજારમાં વેપાર કરી શકશો અને ન તો…
કેનેડાએ ભારતમાં તેના નાગરિકો માટે તેની ટ્રાવેલ એડવાઈઝરીને અપડેટ કરી છે. નવી ટ્રાવેલ એડવાઈઝરીમાં તાજેતરની ઘટનાઓને ધ્યાનમાં રાખીને લોકોને સતર્ક રહેવા અને સાવચેતી રાખવા માટે કહેવામાં આવ્યું છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે સોશિયલ મીડિયા પર કેનેડા પ્રત્યે વિરોધ અને નકારાત્મક લાગણીઓને કારણે ટ્રાવેલ એડવાઈઝરીને અપડેટ કરવામાં આવી છે. કેનેડાની સરકારે એક અપડેટમાં જણાવ્યું હતું કે કેનેડા અને ભારતમાં તાજેતરમાં બનેલી ઘટનાઓને પગલે સોશિયલ મીડિયા પર કેનેડા પ્રત્યે વિરોધ અને કેટલીક નકારાત્મક લાગણીઓ જાેવા મળી રહી છે. કૃપા કરીને સાવધાન રહો અને સાવચેતી રાખો. અગાઉ ભારતે કેનેડામાં રહેતા ભારતીય નાગરિકો અને વિદ્યાર્થીઓ માટે સમાન એડવાઈઝરી જાહેર કરી હતી. ભારતે ગયા…
ભારત વિરુદ્ધ પુરાવા વગર આરોપ લગાવનારા કેનેડાના પીએમ જસ્ટિન ટ્રૂડો હવે ચારેકોરથી ઘેરાતા જાેવા મળી રહ્યા છે. આ સમગ્ર મામલે શ્રીલંકાએ ભારતનું સમર્થન કર્યું છે અને ટ્રૂડો પર આકરા પ્રહાર કર્યા છે. શ્રીલંકાના વિદેશમંત્રી અલી સાબરીએ કહ્યું કે ‘કેટલાક આતંકવાદીઓને કેનેડામાં સુરક્ષિત ઠેકાણું મળી ગયું છે. કેનેડિયન પ્રધાનમંત્રી પાસે કોઈ પુરાવા વગર કઈ પણ અપમાનજનક આરોપ લગાવવાનો આ જ ઉપાય છે. આ વાત તેમણે શ્રીલંકા માટે પણ કરી, એવું કહેવું કે શ્રીલંકામાં નરસંહાર થયો હતો તે એક ભયાનક, હળાહળ જુઠ્ઠાણું હતું. બધા જાણે છે કે અમારા દેશમાં કોઈ નરસંહાર થયો નથી.’ સાબરીએ કહ્યું કે મે કાલે જાેયુ કે તેમણે (ટ્રૂડો)…