ભાદરવી પૂનમના મેળાનો આજે પાંચમો દિવસ છે. અત્યાર સુધી મેળાના ચોથા દિવસે ૭ લાખથી વધુ માઈભક્તોએ દર્શન કર્યાં છે. ચોથા દિવસે મંદિરના શિખરે ૫૫૧ ધજાઓ ચઢી હતી. મોહનથાળ પ્રસાદના ૩૧ લાખથી વધુ પેકેટ વેચાયા હતા. તો ફરાળી ચીકીના ૯ હજાર જેટલા પેકેટનું વિતરણ થયું. આ ૪ દિવસમાં મા અંબાના ૨૦ લાખથી વધુ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યાં. ૪ દિવસમાં અંબાજી મંદિરને ૧.૧૨ કરોડની દાન ભેટમાં મળી હતી. ૪ દિવસમાં મંદિર ટ્રસ્ટને ૧૬ ગ્રામ સોનું દાનમાં મળ્યું છે. યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળાને લઈ મોટું માનવ મહેરામણ ઉમટી રહ્યું છે. છેલ્લાં ચાર દિવસોમાં ૨૦.૩૪ લાખ જેટલા શ્રદ્ધાળુઓ અંબાજી મંદિરે દર્શન નો લાભ…
Author: Shukhabar Desk
ભાદરવી પૂનમના મહમેળાને લઈને અંબાજી મંદિર રોશનીથી ઝગમગી ઉઠ્યું છે. મંદિરના ચાચર ચોકમાં પ્રકાશપુંજ પથરાયો હોય એવી અલૌકિક આભા રચાઈ છે. માં અંબાના ધામમાં અદ્દભૂત નજારો સર્જાયો છે. સુવર્ણ મંડીત માતાજીનું મંદિર અવનવી રોશનીના શણગારથી દેદીપ્યમાન બન્યું છે, જેને લઈને મંદિરનો અલૌકિક નજારો જાેઈ ભક્તો આનંદિત થઈ ઉઠ્યા છે. માં અંબાના અવિસ્મરણીય અવસર એવા ભાદરવી પૂનમના મહામેળામાં શ્રદ્ધાનો મહાસાગર છલકાઈ રહ્યો છે. લાખોની સંખ્યામાં માનવમહેરામણ માંના ચરણોમાં દર્શનાર્થે ઉમટી રહ્યો છે. લાખોની સંખ્યામાં આવતા પદયાત્રિકો, સંઘમાં આવતા યાત્રિકો, રથ, માંડવી, ગરબા અને ધજા લઈને આવતા માઇભક્તોનો અવિરત પ્રવાહ અંબાજી ધામને જય અંબે. બોલમાડી.અંબેના નાદથી સતત ગજવી રહ્યો છે. શ્રદ્ધા, ભક્તિ…
રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અને ચેરપર્સન નીતા અંબાણીને રોટરી ક્લબ ઑફ બોમ્બે દ્વારા પ્રતિષ્ઠિત અવૉર્ડ ‘સિટિઝન ઑફ મુંબઈ ૨૦૨૩-૨૪’થી સન્માનિત કરવામાં આવ્યા છે. રિલાયન્સ ફાઉન્ડેશને ટ્વીટ કરીને આ અવૉર્ડ વિશે માહિતી આપી હતી. નીતા અંબાણીને પરિવર્તનશીલ સંસ્થાઓ દ્વારા આરોગ્યસંભાળ, શિક્ષણ, રમતગમત, કલા અને સંસ્કૃતિના ક્ષેત્રમાં તેમના નોંધપાત્ર યોગદાન માટે આ પુરસ્કાર આપવામાં આવ્યો છે. સન્માન મેળવ્યા બાદ નીતા અંબાણીએ કહ્યું, આપણા શહેર અને સમુદાય માટે રોટરી ક્લબ ઓફ બોમ્બેના અમૂલ્ય યોગદાન માટે હું નમ્રતાપૂર્વક આ અવોર્ડ સ્વીકારું છું. મારા સસરા ધીરુભાઈ અંબાણી ૧૯૬૯માં માનદ રોટેરિયન બન્યા ત્યારથી રોટરી ક્લબ સાથે મારા પરિવારનું જાેડાણ છે, જે દાયકાઓ જૂનો સંબંધ છે. જે બાદ…
ઝારખંડના જામતારા અને હરિયાણાના નુહ, જે દેશમાં સાયબર ક્રાઈમના કેન્દ્રો તરીકે કુખ્યાત છે, હવે રાજસ્થાનના ભરતપુર અને ઉત્તર પ્રદેશના મથુરા જિલ્લાએ લીધું છે. આ દાવો ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (IIT) કાનપુરમાં શરૂ થયેલા એક સ્ટાર્ટઅપે પોતાના અભ્યાસમાં કર્યો છે. આવો અમે તમને આ અભ્યાસની ખાસ વાતો જણાવીએ. અભ્યાસ મુજબ, દેશમાં ૮૦ ટકા સાયબર ગુના ટોચના ૧૦ જિલ્લામાંથી થાય છે. ફ્યુચર ક્રાઈમ રિસર્ચ ફાઉન્ડેશન (FCRF), આઈઆઈટી-કાનપુરમાં શરૂ થયેલ બિન-લાભકારી સ્ટાર્ટઅપ, તેના નવા અભ્યાસ ‘અ ડીપ ડાઈવ ઈન સાયબર ક્રાઈમ ટ્રેન્ડ્સ ઈમ્પેક્ટિંગ ઈન્ડિયા’માં આનો ઉલ્લેખ કર્યો છે. FCRFએ દાવો કર્યો હતો કે ભરતપુર (૧૮ ટકા), મથુરા (૧૨ ટકા), નૂહ (૧૧ ટકા), દેવઘર…
ભારતનો સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી પોતાના કરિયરના તે પડાવમાં છે, જ્યાં તે મેદાનમાં ઉતરવાની સાથે કોઈને કોઈ રેકોર્ડ પોતાના નામે કરે છે. કોહલી જલ્દી આઈસીસી વનડે વિશ્વકપ ૨૦૨૩માં ધમાલ મચાવતો જાેવા મળશે, જેની શરૂઆત ૫ ઓક્ટોબરથી થઈ રહી છે. પરંતુ વિશ્વકપ શરૂ થતા પહેલા વિરાટ કોહલીના મિત્ર અને આફ્રિકાના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર એબી ડિવિલિયર્સે એક ચોંકાવનારી ભવિષ્યવાણી કરી છે. એબીડીનું કહેવું છે કે જાે ભારત વિશ્વકપ જીતી જાય તો કોહલી વનડે ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી શકે છે. ડિવિલિયર્સને લાગે છે કે કોહલી માટે ૨૦૨૭માં દક્ષિણ આફ્રિકામાં યોજાનાર વનડે વિશ્વકપ રમવો મુશ્કેલ છે. તેવામાં ૩૬ વર્ષીય કોહલી વનડેમાંથી નિવૃત્તિ જાહેર કરી…
આઈસીસી વનડે વિશ્વકપ માટે લગભગ દરેક દેશોએ પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે. આ મેગા ઈવેન્ટ માટે ટીમમાં ફેરફાર કરવાની છેલ્લી તારીખ ૨૭ સપ્ટેમ્બર છે. આજે શ્રીલંકા અને બાંગ્લાદેશે પણ પોતાની ૧૫ સભ્યોની ટીમ જાહેર કરી દીધી છે. આ ટીમમાં બે મહત્વના ખેલાડીઓ બહાર થયા છે. શ્રીલંકાની ટીમમાં હસરંગાને ઈજાને કારણે તક મળી નથી. તો બાંગ્લાદેશની ટીમમાં સીનિયર બેટર તમિમ ઈકબાલને સ્થાન મળ્યું નથી. શ્રીલંકાની ટીમમાં સ્ટાર ઓલરાઉન્ડર વાનિંદુ હસરંગાને બહાર કરી દેવામાં આવ્યો છે. હસરંગા લંકા પ્રીમિયર લીગ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. તે સંપૂર્ણ રીતે ફિટ થઈ શક્યો નથી. હસરંગાની ગેરહાજરી શ્રીલંકા માટે મોટા ઝટકા સમાન છે. શ્રીલંકન ક્રિકેટ…
ઉત્તર ઈરાકમાં એક લગ્ન સમારોહમાં લાગેલી આગથી ઓછામાં ઓછા ૧૦૦થી વધુ લોકોના મોત થયા છે જ્યારે ૧૫૦ અન્ય લોકો ઘાયલ થયા છે. સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ મુજબ પીડિતોમાં દુલ્હા અને દુલ્હન પણ સામેલ હોવાનું કહેવાય છે. બીબીસીના રિપોર્ટ મુજબ આ આગ ઈરાકના ઉત્તર નિનેવેહ પ્રાંતના અલ હમદાનિયા જિલ્લામાં મંગળવારે મોડી સાંજે લાગી. હજુ એ સ્પષ્ટ નથી કે આગ કયા કારણથી લાગી, પરંતુ પ્રાથમિક રિપોર્ટ્સમાં કહેવાય છે કે આતિશબાજી થયા બાદ આગ લાગી. સમાચાર એજન્સી રોયટર્સના રિપોર્ટ મુજબ નિનેવેહના ડેપ્યુટી ગવર્નર હસન અલ અલ્લાકે કહ્યું કે મૃતકોની સંખ્યા ૧૧૩ છે. ઈરાક સમાચાર એજન્સી નીના દ્વારા પોસ્ટ કરાયેલી એક તસવીરમાં ફાયર બ્રિગેડના કર્મીઓ…
ભારતીય હવામાન વિભાગ (IMD) એ લેટેસ્ટ બુલેટિનમાં ૨૮ સપ્ટેમ્બર સુધી દેશના અનેક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. હવામાન એજન્સીએ એમ પણ કહ્યું કે દક્ષિણ પશ્ચિમ મોનસૂનની વાપસીની સ્થિતિઓ પશ્ચિમ રાજસ્થાનના કેટલાક ભાગો માટે અનુકૂળ થતી જાેવા મળી રહી છે. આ ઉપરાંત એ પણ ભવિષ્યવાણી કરાઈ છે કે ૩૦ સપ્ટેમ્બરની આજુબાજુ ઉત્તર આંદમાન સાગર અને તેની નજીક પૂર્વ મધ્ય બંગાળની ખાડી ઉપર એક ઓછા દબાણનું ક્ષેત્ર બનવાની સંભાવના છે અને ધીરે ધીરે તે તીવ્ર થવાની સંભાવના સાથે પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ તરફ વધવાની સંભાવના છે. પૂર્વ ઉત્તર પ્રદેશ, પૂર્વ રાજસ્થાન, ઉત્તરાખંડ, તમિલનાડુ, લક્ષદ્વીપ, અને રાયલસીમામાં હળવો વરસાદ પડી શકે છે. પૂર્વોત્તર ભારત,…
અરુણાચલ પ્રદેશ અને નાગાલેન્ડના કેટલાક ભાગોમાં, AFSPAનો સમયગાળો ૧ ઓક્ટોબરથી આગામી છ મહિના માટે લંબાવવામાં આવ્યો હતો. AFSPA કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે અશાંત વિસ્તારોમાં તૈનાત સશસ્ત્ર દળોને શોધ, ધરપકડ અને ગોળીબાર કરવાની સત્તા પ્રદાન કરે છે.અરુણાચલ પ્રદેશ અને નાગાલેન્ડના કેટલાક જિલ્લાઓ અને પોલીસ સ્ટેશન વિસ્તારોમાં છહ્લજીઁછ ઘણા વર્ષોથી અમલમાં છે અને તેની અવધિ સમયાંતરે લંબાવવામાં આવી છે. એક સૂચનામાં, કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર, સશસ્ત્ર દળો (વિશેષ સત્તાઓ) અધિનિયમ, ૧૯૫૮ (૧૯૫૮ ના ૨૮) ની કલમ ૩ દ્વારા આપવામાં આવેલી સત્તાઓનો ઉપયોગ કરીને ૨૪ માર્ચ, તિરાપ, ચાંગલાંગ અને લોંગડિંગ જિલ્લાઓ અને નમસાઈ જિલ્લાના નમસાઈ, મહાદેવપુર અને ચૌખામ…
મણિપુરમાં તણાવ બાદ મંગળવારથી પાંચ દિવસ માટે ઈન્ટરનેટ સેવા સ્થગિત કરી દેવામાં આવી છે. આ ઈન્ટરનેટ સેવા રવિવાર સાંજે ૭.૪૫ કલાક સુધી બંધ રહેશે. પાંચ મહિના બાદ રાજ્યમાં ઈન્ટરનેટ સેવા શરૂ કરવામાં આવી હતી. આ સિવાય રાજ્યની તમામ સ્કૂલો ત્રણ દિવસ માટે બંધ રહેશે. રાજ્ય સરકારે જાહેરાત કરી કે બુધવાર (૨૭ સપ્ટેમ્બર) થી ૨૯ સપ્ટેમ્બર (શુક્રવાર) શાળાઓમાં રજા રહેશે. તો ૨૮ સપ્ટેમ્બરે રાજ્યમાં ઈદ-એ-મિલાદની જાહેર રજા છે. મણિપુરથી જુલાઈમાં લાપતા થયેલા બે છાત્રોના મૃતદેહોની તસવીરો સોશિયલ મીડિયા પર સોમવારે વાયરલ થઈ હતી. ત્યારબાદ ઈમ્ફાલ સ્થિત સ્કૂલો અને કોલેજના વિદ્યાર્થીઓએ વિરોધ રેલી કાઢી હતી. તેના પર કાબુ મેળવવા પોલીસે લાઠીચાર્જ કર્યો…