Author: Shukhabar Desk

નાગરિકોને શુદ્ધ ખાદ્ય ચીજવસ્તુઓ મળી રહે તે માટે રાજ્ય સરકાર કટીબદ્ધ બની છે. જેથી આરોગ્ય વિભાગની ટીમ સતર્ક બની છે. ફ્લાઇંગ સ્ક્વોડ-સ્થાનિક ફૂડ ટીમ દ્વારા નડિયાદમાંથી અંદાજે રૂા.૪ લાખથી વધુ કિંમતનો ૧૪૬૨ કિલોનો ભેળસેળવાળો ઘીનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરાયો છે. આગામી તહેવારોને અનુલક્ષીને ખોરાક અને ઔષધ નિયમન તંત્રનું આગોતરું આયોજન કરાયું છે. ખોરાક- ઔષધ નિયમન તંત્ર કમિશનર ડો. એચ. જી કોશિયા જણાવ્યું છે કે, ફ્લાઇંગ સ્ક્વોડ અને સ્થાનિક ફૂડ ટીમ દ્વારા સલુન-તલપદ, નડિયાદ ખાતે આવેલી મે. શ્રી ક્ષેમ કલ્યાણી મિલ્ક એન્ડ મિલ્ક પ્રોડક્ટ્‌સમાંથી અંદાજે રૂા. ૪ લાખથી વધુ કિંમતનો ૧૪૬૨ કિ.ગ્રામ ભેળસેળવાળો ઘીનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. રાજ્યના…

Read More

અમદાવાદના સિંધુભવન રોડના હાઈફાઈ ગેલેક્સી સ્પાની લોબીનાં શોકિંગ દૃશ્યો હાલ વાયરલ થયા છે. જેમાં એક યુવકે ૪ મિનિટમાં યુવતીને બિલ્ડીંગની ગેલેરીમાં ૮-૧૦ ફડાકા ઝીંક્યા હતા. બિલ્ડીંગના CCTV માં સ્પષ્ટ દેખાયું કે યુવકે યુવતીને વાળ પકડી ઢસડી હતી. એટલુ જ નહિ, દીવાલ સાથે માથું અથડાવી કપડાં ફાડ્યાં હતા. ત્યારે આ મામલે ફરિયાદ નોંધાઈ છે. પોલીસે સમજાવતા પીડિત મહિલાએ સ્પા સંચાલક મોહસીન સામે ફરિયાદ નોંધી છે. અમદાવાદના સિંધુભવન રોડ પર આવેલ ટાઈમ્સ સ્કેવર બિલ્ડીંગમાં ગેલેક્સી સ્પા આવેલું છે. આ સ્પાની બહાર સ્પા સંચાલક એક મહિલાને મારતા હોવાનો સીસીટીવી સામે આવ્યા હતા. સ્પાના મોહસીન નામના સંચાલકે મહિલાને જાહેરમાં બર્બરતાપૂર્વક માર માર્યો હતો. સ્પામાં…

Read More

ICC વનડે વર્લ્ડકપ ૨૦૨૩ શરુ થવામાં હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે ભારત અને પાકિસ્તાનના ફેન્સ ૧૪ ઓક્ટોબરે અમદાવાદ ખાતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી ભારત અને પાકિસ્તાનના મુકાબલાની રાહ જાેઈ રહ્યા છે. પાકિસ્તાનની ક્રિકેટ ટીમના ભારત આવવા માટે વિઝા પણ મંજૂર થઇ ચુક્યા છે અને પાકિસ્તાનની ક્રિકેટ ટીમ વર્લ્ડકપ માટે ૨૭ સપ્ટેમ્બરે હૈદરાબાદ ખાતે આવી પહોંચશે. જણાવી દઈએ કે, એશિયા કપ ૨૦૨૩માં સુપર ફોરની છેલ્લી મેચમાં ભારતીય ક્રિકેટ ટીએમએ બાબર આઝમની કેપ્ટ્‌નશીપ હેઠળની પાકિસ્તાનની ક્રિકેટ ટીમને ૨૨૮ રને હરાવી હતી, પરિણામે પાકિસ્તાનની ટીમ એશિયા કપમાંથી ભાર ફેંકાઈ ગઈ હતી. ત્યારે હવે આગામી મેચમાં પાકિસ્તાન ભારત સામે ફરીથી ટકરાવા…

Read More

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રાજકોટમાં રમાયેલી ત્રીજી વનડે મેચમાં મહેમાન ટીમે શાનદાર જીત મેળવી છે. ઓસ્ટ્રેલિયાએ રાજકોટમાં ભારતને ૬૬ રને પરાજય આપ્યો છે. ત્રણ મેચની સિરીઝ ભારતે ૨-૧થી કબજે કરી છે. હવે આ બંને ટીમ વિશ્વકપમાં ૮ ઓક્ટોબરે આમને-સામને ટકરાશે. ત્રીજી વનડેમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ૫૦ ઓવરમાં ૭ વિકેટે ૩૫૨ રન ફટકાર્યા હતા. જેના જવાબમાં ભારતીય ટીમ ૨૮૬ રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયાએ આપેલા લક્ષ્યના જવાબમાં ભારતે સારી શરૂઆત કરી હતી. રોહિત શર્મા અને વોશિંગટન સુંદરે પ્રથમ વિકેટ માટે ૭૪ રનની ભાગીદારી કરી હતી. સુંદર ૧૮ રન બનાવી આઉટ થયો હતો. રોહિત શર્માએ ૫૭ બોલમાં…

Read More

દેશભરમાં ગણેશ મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. આ શુભ અવસર પર નેતાથી લઈને અભિનેતા બધા બાપ્પાની ભક્તિમાં ડૂબેલા છે. સામાન્ય લોકો પણ ભક્તિભાવથી ગણપતિ બાપ્પાની પૂજા કરી રહ્યાં છે. દેશમાં તમામ જગ્યાએ આ ઉત્સવ ચાલી રહ્યો છે. બોલીવુડ સેલિબ્રિટીઓથી લઈને ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘરે પણ ગણપતિ બાપ્પાની સ્થાપના કરવામાં આવે છે. આ વચ્ચે તમને ગણપતિના એક એવા મહિમા વિશે જણાવી રહ્યાં છીએ, જેનાથી ઘણા લોકો અજાણ છે. તમે ભારતના પ્રસિદ્ધ ગણેશ મંદિરોની પરિક્રમા કરતા ગજાનનના ઘણા રૂપોના દર્શન કર્યા હશે. મુંબઈના સિદ્ધિવિનામયકથી લઈને પુણેના મયૂરેશ્વર અને સવાઈમાધોપુરના ત્રિનેત્‌ ર ગણપતિથી લઈને જયપુરના મોતીડૂંગરીના ગણેશ જીનો મહિમા તમે સાંભળ્યો…

Read More

રાજસ્થાનના ભીલવાડામાં ૨૮ જાન્યુઆરી ૨૦૨૩ના રોજ ભગવાન શ્રી દેવનારાયણજીના ૧૧૧૧માં અવતરણ મહોત્સવના ઉપલક્ષ્યમાં જે સમારોહ આયોજિત કરવામાં આવ્યો હતો તેમાં પીએમ નરેન્દ્ર મોદીએ પણ ભાગ લીધો હતો. આ દરમિયાન તેમણે મંદિરના દાનપાત્રમાં કોઈ કવર નહીં પરંતુ નોટ નાખ્યા હતા. એવો ભાજપે દાવો કર્યો છે. વાત જાણે એમ છે કે મંદિરના પૂજારીએ એક વીડિયોમાં એવો દાવો કર્યો હતો કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંદિરના દાનપાત્રમાં એક કવર નાખ્યું હતું અને તે જ્યારે ૯ મહિના બાદ ખોલવામાં આવ્યું તો તેમાંથી ૨૧ રૂપિયા નીકળ્યા હતા. દાનપાત્રમાંથી અન્ય બે કવર પણ નીકળ્યા હતા. એકમાં ૧૦૧ રૂપિયા અને બીજામાં ૨૧૦૦ રૂપિયા હતા. જાે કે પૂજારીના આ…

Read More

ખાલિસ્તાની આતંકી હરદીપ સિંહ નિજ્જરના હત્યારાને પકડવામાં અને તેની હત્યામાં કોઈ ભારતીયની સંડોવણી સાબિત કરવામાં જસ્ટિન ટ્રૂડોની સરકારને હજુ સુધી કોઈ સફળતા મળી નથી. કેનેડની ગુપ્તચર એજન્સી જૂનમાં થયેલા હત્યા પહેલા કે પછી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કેનેડાની અંદર કે બહાર ઉડાણ ભરનારા હરદીપ સિંહ નિજ્જરની હત્યા સંલગ્ન કોઈ પણ ભારતીય નાગરિકની ઓળખ કરી શકી નથી. સૂત્રોએ પુષ્ટિ કરી છે કે સરેની સ્થાનિક પોલીસ, રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ (ઇઝ્રસ્ઁ) અને કેનેડિયન સિક્યુરિટી ઈન્ટેલિજન્સ સર્વિસ (ઝ્રજીૈંજી) સાથે જાેડાયેલા તપાસકર્તાઓએ મોટા પાયે એ જાણકારી મેળવવાની કોશિશ કરી કે શું ભારતીય મૂળના એજન્ટોએ ૧૮ જૂનની આજુબાજુ દેશની અંદર કે બહાર મુસાફરી કરી હતી…

Read More

રાજસ્થાનના મધ્યાહન ભોજન કૌભાંડમાં ફસાયેલા ગૃહ રાજ્યમંત્રી રાજેન્દ્ર યાદવની મુશ્કેલીઓ સતત વધી રહી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ યાદવના ઠેકાણાઓ પર સર્ચ ઓપરેશન પૂર્ણ કર્યું છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ટીમે લગભગ ૧૫ કલાક સુધી મંત્રીના ઘરે દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી. ગૃહ રાજ્યમંત્રી રાજેન્દ્ર યાદવના જણાવ્યા અનુસાર, તેમના પુત્રોના ફોન ઈડ્ઢ દ્વારા તપાસ અર્થે જપ્ત કરવામાં આવ્યા છે. જ્યારે, કોટપુતલીમાં મંત્રીના આવાસની ચાવી ન હોવાના કારણે, ઈડ્ઢએ યાદવના ઘરના કબાટના લોકર તોડી નાખ્યા હતા. અને તપાસ હાથ ધરી હતી. મની લોન્ડરિંગ કનેક્શનની શંકાને કારણે ઈડ્ઢ અધિકારીઓ હવે રાજેન્દ્ર યાદવના બેંક ખાતાઓની તપાસ કરી રહ્યા છે. EDને શંકા છે કે રાજસ્થાનમાં ચાલી…

Read More

ભારત અને કેનેડા વચ્ચે તણાવ વધતો જાય છે તેના કારણે ચિંતામાં મુકાયેલા ભારતીય વિદ્યાર્થીઓ માટે કેટલાક સારા સમાચાર છે. હાલમાં સૌને કેનેડા ટ્રાવેલ કરવાની ચિંતા સતાવે છે ત્યારે યુનિવર્સિટી ઓફ ટોરોન્ટો ભારતીય સ્ટુડન્ટ્‌સની વ્હારે આવી છે. ટોરોન્ટો યુનિવર્સિટીએ કહ્યું છે કે તે ભારતીય વિદ્યાર્થીઓને એડમિશન અને બીજી તકલીફોમાં તમામ મદદ કરશે. કેનેડામાં જાન્યુઆરીમાં જે કોર્સિસ શરૂ થાય છે તેમાં એડમિશન લેવા અંગે ભારતીય સ્ટુડન્ટ્‌સ ગૂંચવાયેલા છે. ઘણા વિદ્યાર્થીઓએ તેમનું સેશન ઓગસ્ટ ૨૦૨૪થી શરૂ કરવા વિચાર્યું છે. તેવામાં ટોરોન્ટો યુનિવર્સિટીએ એક સ્ટેટમેન્ટ બહાર પાડીને જણાવ્યું છે કે આ યુનિવર્સિટીમાં એડમિશન લેનારા તમામ વિદ્યાર્થીઓને મદદ કરવામાં આવશે. ટોરોન્ટો યુનિવર્સિટીના વાઈસ પ્રેસિડન્ટ જાેસેફ…

Read More

એશિયન ગેમ્સનો આજે પાંચમો દિવસ છે, આજે એવી ઘણી બધી રમતો પણ જાેવા મળશે જેમાં ભારતીય ટીમ એશિયન ગેમ્સમાં મેડલ જીતી શકે છે. ૨૭ સપ્ટેમ્બરે ભારતે એક પછી એક અનેક મેડલ જીત્યા. ૨૮ સપ્ટેમ્બરે ભારતે વુશૂમાં તેનો પહેલો મેડલ જીત્યો હતો. રોશીબીના દેવીએ ભારતને સિલ્વર મેડલ અપાવ્યો. ભારતે આજે પોતાનો પ્રથમ ગોલ્ડ મેડલ જીત્યો છે. આ સોનું શૂટિંગમાં મળી આવ્યું હતું. અર્જુન ચીમા, સરબજાેત સિંહ અને શિવ નરવાલની ત્રિપુટીએ ૧૦ મીટર એર પિસ્તોલ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારતે યજમાન ચીનને માત્ર એક પોઈન્ટથી હરાવ્યું હતું. ભારતનો આ છઠ્ઠો ગોલ્ડ મેડલ હતો. ભારતની મેડલ સંખ્યા હવે ૨૪ પર પહોંચી ગઈ…

Read More