Author: Shukhabar Desk

શું તમે પણ શાહરુખ ખાનના ફેન છો…તો આ સમાચાર તમારા માટે ખુશખબરી લઈને આવ્યાં છે. કારણકે, હવે તમારે શાહરૂખની આ ફિલ્મ જાેવા માટે વધારે પૈસા નહીં ખર્ચવા પડે. પરિવાર સાથે પણ તમે આ ફિલ્મ જાેવા માટે થઈ શકો છો. કારણકે, કિંગ ખાને પોતાના ચાહકો માટે આપી છે અત્યાર સુધીની સૌથી મોટી ઓફર… શાહરૂખ ખાન સ્ટારર જવાન દેશ-વિદેશમાં ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મે સ્થાનિક બોક્સ ઓફિસ પર રૂ. ૫૫૦ કરોડથી વધુની કમાણી કરી છે અને હવે તે રૂ. ૬૦૦ કરોડનો આંકડો પાર કરવા તરફ ઝડપથી આગળ વધી રહી છે. વર્લ્ડવાઈડ ફિલ્મે તાજેતરમાં રૂ. ૧૦૦૦ કરોડનો આંકડો પાર કર્યો છે અને…

Read More

સુરત શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી મોબાઇલની ચોરી કરતા બે આરોપીઓને રાંદેર પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજના આધારે ઝડપી પાડી ત્રણ જેટલા ગુનાઓના ભેદ ઉકેલી કાઢયો છે. જ્યારે ૧.૩૨ લાખની કિંમતના ચોરીના મોબાઇલ કબ્જે લઈ આગળની તપાસ રાંદેર પોલીસે હાથ ધરી છે. સુરત શહેરમાં બનતી મોબાઈલ ચોરીની ઘટનાઓને ડામવા અને ગુનામાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડવા પેટ્રોલિંગમાં રહેલી રાંદેર પોલીસ દ્વારા મોબાઈલ ચોરી કરતા બે રીઢા આરોપીઓને ઝડપી પાડ્યા છે. રાંદેર પોલીસ મથકના સૂત્રો પાસેથી મળતી જાણકારી અનુસાર, રાંદેર વિસ્તારમાં અગાઉ બનેલી મોબાઈલ ચોરીની ઘટનામાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડવા રાંદેર પોલીસનો સ્ટાફ પોલીસ મથક હદ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. જે દરમિયાન પોલીસે મળેલ બાતમીના…

Read More

વલસાડ જિલ્લાના વાપીમાં વાડ જ જીભડા ગળે…તે કહેવત સંપૂર્ણ સાચી ઠરી છે. વાપીમાં આવેલ એક જાણીતી બેન્કના મેનેજર દ્વારા બેંકનું લાખો રૂપિયાનું કરી નાખ્યું છે. જેમ એકવાર ઉધઈ લાગે તો પછી ગમે તેવું મોંઘુ ફર્નિચર રાખ બની જાય છે. તેમ બેંકના મેનેજર ને બેંકના એટીએમમાંથી મફતના રૂપિયા મળવાની શરૂઆત થઈ ગઈ પછી તો આ બેંકનો મેનેજર તક મળતા જ ટુકડે ટુકડે બેન્કના ૧૫ લાખ વધુની રકમ ચાઉં કરી ગયો હતો. વાપી જીઆઇડીસી પોલીસ સ્ટેશનની હદમાં આવેલ ઇન્ડિયન બેંકનો આસિસ્ટન્ટ મેનેજર આલોકકુમાર છે. આલોક કુમાર ને બેંક મોટો પગાર આપતી અને સમાજમાં તેની ઈજ્જત પણ ખૂબ હતી. પણ તાત્કાલિક અમીર થવા…

Read More

સુરેન્દ્રનગર જિલ્લામાં બેફામ રીતે કોલસાની ખાણો ધમધમી રહી છે. ખાણ ખનીજ વિભાગ અને સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર ચર્ચામાં આવ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા પાંચ દિવસમાં ચાર યુવકોના આ ખનીજ માફિયાઓએ જાણે જીવ લઈ લીધા હોય તેવા પ્રકારના કિસ્સાઓ સામે આવ્યા છે. સુરેન્દ્રનગરના થાન પંથકમાં ચાલતી ખનીજ ચોરી મુદ્દે ખાણમાં દટાઈ જવાના કારણે છેલ્લા પાંચ દિવસમાં ચાર યુવકો મોતને ભેટ્યા છે. આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, થાન તાલુકાના ખાખરાળી ગામની સીમમાં આવેલ ગેરકાયદેસર કોલસાની ખાણમાં વધુ એક મજૂરના મોતથી ચકચાર મચી ગઈ છે. સાયલાના ધારાડુંગરી ગામના મજૂરનું કોલસાની ખાણમાં ભેખડ ધસી પડતા મોત નિપજ્યું છે. આ ઘટના બાદ કોંગ્રેસના પૂર્વ…

Read More

અંબાજીમાં એક વ્યક્તિને હાર્ટ એટેક આવતા પોલીસે CPR આપી જીવન બચાવ્યુ હોવાની ઘટના સામે આવી છે.ત્રીશૂળીયા ઘાટ પાસે રવિન્દ્રસિંહ વાઘેલા નામના વ્યક્તિને લોહીની ઉલટી થયા બાદ અચાનક હાર્ટ અટેક આવ્યો હતો. જયાં સ્થળ પર હાજર જિલ્લા ટ્રાફિકના PI કે પી ગઢવી અને ASI સહિતના લોકો દોડી આવ્યા હતા. અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો જામ્યો છે. ત્યાં લાખોની સંખ્યામાં ભક્તો પગપાળા અંબાજી દર્શન કરવા પહોંચે છે. પગપાળા દર્શન કરવા આવતા ભક્તોને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ત્યાં અંબાજીમાં એક વ્યક્તિને હાર્ટ એટેક આવતા પોલીસે CPR આપી જીવન બચાવ્યુ હોવાની ઘટના સામે આવી છે. ત્રીશૂળીયા ઘાટ પાસે રવિન્દ્રસિંહ વાઘેલા નામના વ્યક્તિને લોહીની…

Read More

શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ઘરફોડ ચોરીના બનાવોમાં સતત વધારો થતો હોય શહેર પોલીસ સતત આવા ચોરોને પકડવા પોલીસ કમિશનરની સૂચનાથી પ્રયત્નશીલ છે. ત્યારે આ શખ્સને રાજકોટ એલસીબી ઝોન ૨ની ટીમે ઝડપી પાડયો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઘરફોડ ચોરી તેમજ વાહન ચોરીમાં આરોપી અજય નાયકા નડિયાદની જિલ્લા જેલમાંથી પેરોલ પર છૂટીને ફરાર થઈને મજૂરી કામ કરવા માટે રાજકોટ આવીને રહેતો હતો અને નહેરુનગર ઇન્ડસ્ટ્રીયલ એરિયાની પાછળના વિસ્તારમાં ભાડે ઓરડી રાખીને રહેતો અને ઘરફોડ ચોરીઓના ગુનાઓને અંજામ આપતો હતો. મૂળ વલસાડના આરોપીએ પેરોલ પર ફરાર થઈને ૨ વર્ષની અંદર રાજકોટ શહેરના ૧૫ સહિત અલગ અલગ જિલ્લામાં મળીને કુલ ૨૯…

Read More

મહિલાઓનો આક્ષેપ છે કે છેલ્લા બે માસથી પીવાના પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે. ગ્રામ પંચાયતમાં જઈને વારંવાર રજૂઆતો કરવા છતાં પણ સરપંચ, ડેપ્યુટી સરપંચ અને તલાટી યોગ્ય જવાબ ન આપતા હોવાના પણ આક્ષેપ મહિલાઓએ કર્યા છે. રોષે ભરાયેલી મહિલાઓએ સરપંચ અને ઉપસરપંચના રાજીનામાની પણ માગણી કરી છે. પાલનપુર તાલુકાના ભાગળ ગામની મહિલાઓએ ગ્રામ પંચાયતનો ઘેરાવો કર્યો છે. નિયમિત પાણી મળતું ન હોવાથી ગામની તમામ મહિલાઓએ ગ્રામ પંચાયતમાં ધામા નાખ્યા છે. વારંવારની રજૂઆતો અને ફરિયાદો છતાં પાણી નહીં મળતા આખરે મહિલાઓએ ગ્રામ પંચાયતમાં તાળાબંધી પણ કરી છે.મહિલાઓનો આક્ષેપ છે કે છેલ્લા બે માસથી પીવાના પાણી માટે વલખા મારવા પડી…

Read More

ભારત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા જામનગરના ખીજડીયા ગામને બેસ્ટ ટુરીઝમ વિલેજનો સિલ્વર એવોર્ડ આપવામાં આવ્યો છે. ખીજડીયા ગામને સિલ્વર કેટેગરીમાં બેસ્ટ ટુરીઝમ વિલેજ-૨૦૨૩નો એવોર્ડ એનાયત થતાં જામનગર જિલ્લાના અને ગુજરાતના ગૌરવમાં વધારો થયો છે. મહત્વનું છે કે પ્રવાસન વિભાગ દ્વારા દેશના ૨૮ રાજ્યોના ૩૫ ગામડાઓને વિવિધ કેટેગરીમાં વિજેતા જાહેર કરીને એવોર્ડ આપવામાં આવ્યા છે. ભારત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા બેસ્ટ ટુરીઝમ વિલેજ એવોર્ડ એનાયત કરવામાં આવે છે. જે માટે આ વર્ષે કુલ દેશના ૮૫૦ કરતા વધુ ગામડાઓના સર્વે કરવામાં આવ્યા હતા. જે બાદ ૩૫ જેટલા ગામડાઓની પસંદગી કરવામાં આવી હતી. ત્યારે હવે આ ૩૫ જેટલા ગામડાઓને વિવિધ કેટેગરીના એવોર્ડ આપવામાં…

Read More

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સમુદ્રમાર્ગે થતી ગેરકાયદેસર પ્રવૃતી અટકાવવા કોસ્ટલ સિક્યુરીટીને ગંભીરતા પુર્વક ધ્યાને લઇ દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ હંમેશા પ્રયત્નશીલ છે. આવી સ્થિતિ વચ્ચે ઓખા મરીન પોલીસને સફળતા મળી છે. જેમાં ઓખા પાસે આવેલ સીગ્નેચર બ્રીજ નજીક શંકાસ્પદ બોટ આવતી હોવાની પોલીસના કાને વાત પડી હતી. જેને લઈને પોલીસે દોડી જઇ કાર્યવાહી હાથ ધરી હતી. જ્યા અંધારામાં એક શંકાસ્પદ બોટ ઝડપાઇ હતી. જ્યા તપાસ કરતા બોટમાંથી ત્રણ ઇરાની નાગરીક તથા એક ભારતીય નાગરીક મળી આવ્યા હતા. વધુમાં તપાસ દરમિયાન આરોપી મુસ્તુંફા મહંમદ સઇદ, (ઉં.વ.૩૮, ધંધો.માછીમારી, રહેલુરાન મોહલ્લા, જસ્ક શહેર, દેશ ઇરાન) પાસેથી ૧૦,૦૨ ગ્રામ હેરોઇન મળી આવ્યું હતું. જેની આંતરરાષ્ટ્રીય…

Read More

શહેરની જાણીતી સર ટી જનરલ હોસ્પિટલમાં બુધવારે મોડી રાત્રે એક વ્યક્તિએ અન્ય વ્યક્તિ પર ફાયરિંગ કર્યું હતું. સદનસીબે ફાયરિંગમાં કોઈને ઈજા પહોચી નહોતી. હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં કરાયેલા ફાયરિંગને કારણે ભયનો માહોલ છવાઈ ગયો હતો. આ ઘટનામાં એક વ્યક્તિે હાથમાં સામાન્ય ઇજા થઇ હતી. બનાવ અંગે એ ડિવિઝનનાં પી.આઇ તથા એલ.સી.બી પી.આઇ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ, યુવતી સાથે શારીરિક સંબંધ અંગે આ ફાયરિંગ કરવામાં આવ્યું હતુ. પીન્ટુ ઉર્ફે સરકાર નામનાં વ્યક્તિ દ્વારા હોસ્પિટલમાં આ ગોળી કરવામાં આવ્યો હતો. માહિતી એવી પણ મળી રહી છે કે, જાવેદભાઈ સૈયદ નામના…

Read More