Author: Shukhabar Desk

બિહારના પટનામાં પ્રસાસનની ઘોર બેદરકારી સામે આવી છે. આજે મુખ્યમંત્રી નીતીશ કુમારનો કાફલો નીકળવાનો હતો જેને કારણે રસ્તો બ્લોક કરવામાં આવ્યો હતો. જેમાં એક દર્દનાક કિસ્સો સામે આવ્યો હતો. નીતીશ કુમારના કાફલાના કારણે મોત સામે લડી રહેલા માસૂમ બાળકની એમ્બ્યુલન્સ લગભગ એક કલાક સુધી ઉભી રખાય હતી. માસુમ બાળકના પરિવારજનોએ આજીજી કરી કે બાળક બેભાન છે અને જાે તેને સમયસર સારવાર નહીં મળે તો તેનું મોત થશે. પરંતુ, પોલીસકર્મીઓએ તેમની વાત ન સાંભળી અને એમ્બ્યુલન્સને રોકી દીધી. માસૂમ બાળકના પરિવારજનોનું કહેવું છે કે તેઓ બાળકોને ફતુહાની ખાનગી હોસ્પિટલમાંથી પટનાની હોસ્પિટલમાં લઈ જઈ રહ્યા હતા, પરંતુ પોલીસે મુખ્યમંત્રીના કાફલાને રસ્તો આપવા…

Read More

એશિયન ગેમ્સ ૨૦૨૩ના સાતમાં દિવસે ભારતીય એથ્લીટોનું શાનદાર પ્રદર્શન યથાવત છે. સાતમાં દિવસની શરૂઆતમાં ભારતને શૂટિંગમાં સિલ્વર મળ્યો હતો. ત્યારબાદ ભારતીય ટેનિસ જાેડી રોહન બોપન્ના અને રુતુજા ભોસલેએ ભારતને સાતમાં દિવસનો પ્રથમ ગોલ્ડ અપાવ્યો હતો. હવે ભારતીય મેન્સ ટીમે સ્ક્વોશમાં પાકિસ્તાનને ૨-૧થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. મેન્સ સ્ક્વોશ ઇવેન્ટમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે જબરદસ્ત ટક્કર જાેવા મળી હતી. પાકિસ્તાને પ્રથમ મેચ જીતી હતી જાે કે બીજી મેચમાં ભારતે વાપસી કરી જીત નોંધાવી હતી. અભયે ત્રીજા સેટમાં પાછળ હોવા છતાં જબરદસ્ત વાપસી કરી અને ૪ પોઈન્ટ્‌સ લઇ સેટ પોતાના નામે કર્યો હતો. છેલ્લી મેચમાં અભય સિંહે પાકિસ્તાનના નૂરને હરાવીને ભારતને…

Read More

ભારતને રોહન બોપન્ના અને રુતુજા ભોસલેની જાેડીએ એશિયન ગેમ્સ ૨૦૨૩ના ૭માં દિવસનો પ્રથમ ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. ટેનિસ મિક્સ ડબલ્સ ઇવેન્ટમાં આ ભારતીય જાેડીએ ચાઈનીઝ તાઈપેઈની જાેડીને ૨-૧થી હરાવી હતી. આ અગાઉ સરબજાેત સિંહ અને દિવ્યા થડીગોલની જાેડી ૧૦ મીટર એર પિસ્ટલ મિક્સ ટીમ ઇવેન્ટમાં ભારતને સિલ્વર મેડલ અપાવ્યો હતો. રોહન બોપન્ના અને રુતુજા ભોસલેએ ચાઈનીઝ તાઈપેઈના એન-શુઓ લિયાંગ અને ત્સુંગ-હાઓ હુઆંગ સામે ત્રીજાે સેટ ટાઈ-બ્રેકર જીતીને એશિયન ગેમ્સ ૨૦૨૩માં મિક્સ્ડ ડબલ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. રોહન બોપન્ના અને રુતુજા ભોસલેએ મિક્સ ડબલ્સની ફાઇનલમાં શાનદાર પ્રદર્શન કરીને તાઈપેઈની જાેડીને ૨-૬, ૬-૩ અને ૧૦-૪થી હરાવી હતી. આમ ભારત પાસે કુલ ૩૫…

Read More

મધ્યપ્રદેશમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે રાજકીય પક્ષોનો પ્રચાર તેજ થઈ ગયો છે ત્યારે આજે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી મધ્યપ્રદેશના કાલાપીપલ વિધાનસભા મતવિસ્તારના પોલાઈકલાનમાં કોંગ્રેસની જન આક્રોશ યાત્રામાં ભાગ લીધો હતો. શાજાપુરમાં જાહેરસભાને સંબોધતા તેમણે સરકાર પે ઘણા આક્રમક પ્રહારો કર્યા હતા. રાહુલ ગાંધીએ તેના સંબોધનની શરૂઆત સાથે જ કહ્યું કે, આ વિચારધારાની લડાઈ છે. એક બાજુ ગાંધીની વિચારધારા છે તો બીજી બાજુ ગોડસેની વિચારધારા છે. એક તરફ નફરત, હિંસા અને અહંકાર છે તો બીજી બાજુ પ્રેમ અને ભાઈચારો છે. સરકાર અને મોદી સરકારને ટાર્ગેટ કરતા તેમણે કહ્યું કે, તેઓ જ્યાં જાય છે ત્યાં નફરત ફેલાવે છે. હવે તો સરકારથી મધ્યપ્રદેશના…

Read More

બેબાક નિવેદનો માટે જાણીતા પ્રસિદ્ધ ભાજપ નેતા અને કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી તથા વરિષ્ઠ ભાજપ નેતા નિતિન ગડકરીએ કહ્યું કે તે ચૂંટણી પ્રચાર દરમિયાન તેમના લોકસભા ક્ષેત્ર નાગપુરમાં કોઈ બેનર કે પોસ્ટર નહીં લગાવે. સાથે જ તેમણે એમ પણ કહ્યું કે લોકોને ચા પણ નહીં પીવડાવે. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રના વાશિમમાં ત્રણ રાષ્ટ્રીય રાજમાર્ગ પરિયોજનાઓના ઉદઘાટન દરમિયાન નિતિન ગડકરીએ આ વાત કહી હતી. સાથે જ તેમણે વડાપ્રધાન મોદીના એ નિવેદનને પણ દોહરાવ્યું કે જેમાં તેઓ કહે છે કે ના ખાઈશ અને ન તો ખાવા દઈશ. ગડકરીએ કહ્યું કે આ લોકસભા ચૂંટણી માટે મેં ર્નિણય કર્યો છે કે કોઈ…

Read More

રાજસ્થાનની રાજધાની જયપુરમાં ગઈકાલે બે બાઈકના અકસ્માત થયા બાદ બે જૂથો વચ્ચે ઉગ્ર બોલાચાલી થયા બાદ મારામારી થઈ હતી જેમાં એક ચોક્કસ સમુદાયના યુવકનું મોત થયુ હતું. આ ઘટના બાદ આજે સાંપ્રદાયિક હિંસા ભડકી હતી, જેના પગલે મોટી સંખ્યામાં ફોર્સ તૈનાત કરવામાં આવી હતી. ગઈકાલે બે બાઈક વચ્ચેની ટક્કર સુભાષ ચોક પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. અકસ્માતની ઘટના સાંપ્રદાયિક હિંસામાં પરિવર્તિત થઈ હતી. બે જૂથો વચ્ચે આજે પણ શહેરમાં તંગદિલી ભર્યું વાતાવરણ સર્જાયું હતું અને ઘટનાને પગલે આજે બજારો બંધ રાખવામાં આવી હતી. જાે કે હજારો લોકો આજે રસ્તા પર ઉતરી જતા પરિસ્થિતિ વણસતી જાેઈને પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો…

Read More

કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી.ચિદમ્બરમે શનિવારે ચૂંટણી બોન્ડને કાયદેસરની લાંચ ગણાવી હતી અને મોટો દાવો કરતાં કહ્યું કે ચાર ઓક્ટોબરે તેનો નવો ઈશ્યૂ જારી થશે જે ભાજપ માટે એક સોનેરી પાક સમાન બની ગયો છે. સરકારે શુક્રવારે ચૂંટણી બોન્ડનો ૨૮મો ઈશ્યૂ જારી કરવા માટે મંજૂરી આપી દીધી હતી. તે ચાર ઓક્ટોબરથી ૧૦ દિવસ વેચાણ માટે ઉપલબ્ધ રહેશે. આ ર્નિણય રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમમાં આ વર્ષે પ્રસ્તાવિત વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને લેવાયો છે. આ રાજ્યોમાં ચૂંટણીની તારીખો ગમે ત્યારે જાહેર થઈ શકે છે. ચિદમ્બરમે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર કહ્યું કે ચૂંટણી બોન્ડનો ૨૮મો ઈશ્યૂ ચાર ઓક્ટોબરે આવશે. તેમણે કહ્યું…

Read More

૨,૦૦૦ રૂપિયાની નોટો બદલવાની અંતિમ તારીખ ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૩ નક્કી કરવામાં આવી હતી જેમાં હવે આરબીઆઈ લોકોને થોડી રાહત આપી સમયગાળાને વધાર્યો છે. આરબીઆઈએ ૨,૦૦૦ રૂપિયાની નોટો બદલવાની અંતિમ તારીખ ૦૭ ઑક્ટોબર ૨૦૨૩ સુધી લંબાવવાનો ર્નિણય કર્યો છે. તમારી પાસે પડેલી ૨૦૦૦ રૂપિયાની નોટો શક્ય તેટલી વહેલી તકે નજીકની બેંકમાં બદલો. આરબીઆઈએ ૧૯ મે, ૨૦૨૩ માં ૨૦૦૦ રૂપિયાની નોટને સર્ક્‌યુલેશનથી બહાર કરી હતી. તેમજ માર્કેટમાં ફરતી આ નોટને ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૩ પહેલા બેંકમાં જમા કરાવવાની સુચના આપી હતી. જેમાં હવે સાત દિવસનો વધારો કર્યો છે. વર્ષ ૨૦૧૭-૧૮ દરમિયાન દેશમાં ૨૦૦૦ની નોટ સૌથી વધુ પ્રચલિત હતી. આ દરમિયાન બજારમાં ૨૦૦૦ની ૩૩,૬૩૦…

Read More

જમ્મુ કાશ્મીરના કુપવાડા સેક્ટરમાં ફરી એક વખત સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ છે. અહીં સેના અને પોલીસે જાેઈન્ટ એપરેશનમાં ઘૂસણખોરીનો પ્રયત્ન કરી રહેલા બે આતંકવાદીઓને ઠાર કર્યા છે. ભારતીય સેવાના સૂત્રોએ જણાવ્યું કે, કુપવાડાના માછિલ સેક્ટરના કુમકરી હ્યહામામાં ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ કરી દેવામાં આવ્યો છે. ગુરૂવાર અને શુક્રવારની રાત્રિ દરમિયાન બે આતંકવાદીઓ પાકિસ્તાન સરહદ પરથી ભારતીય સરહદમાં ઘૂસણખોરીનો પ્રયત્ન કરી રહ્યા હતા. ત્યારે ત્યાં તૈનાત સૈનિકોએ ઘૂસણખોરોને પડકાર ફેંક્યો હતો અને ત્યારબાદ એન્કાઉન્ટર શરૂ થઈ ગયું હતું. આ ગોળીબારમાં બે આતંકવાદીઓ માર્યા ગયા છે. ઈન્ડિયન આર્મીને કોઈપણ પ્રકારની જાનહાનિના સમાચાર નથી. જમ્મુ કાશ્મીર પોલીસના ઈનપુટ પર હજુ પણ સર્ચ…

Read More

એક તરફ ખેડા જિલ્લાના યાત્રાધામ ડાકોરમાં ભાદરવી પૂનમના પગલે ભક્તોનું ઘોડાપૂર ઉમટી રહ્યુ છે. ત્યારે બીજી તરફ ખેડા જિલ્લામાં વિદાય લઇ રહેલા ચોમાસા વચ્ચે ધોધમાર વરસાદ વરસ્યો છે. ખાસ કરીને યાત્રાધામ ડાકોરમાં ભારે વરસાદ વરસતા ભક્તો મુશ્કેલીમાં મુકાઇ ગયા. ધોધમાર વરસાદ ખાબકતા ડાકોર મંદિરના પગથિયા સુધી પાણી ભરાઇ ગયા હતા. જેના પગલે ભક્તોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. ભાદરવી પૂનમના પગલે દર વર્ષે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ડાકોર મંદિરમાં ભગવાન રણછોડરાયજીના દર્શન માટે આવતા હોય છે. જાે કે ડાકોરમાં પડેલા અનરાધાર વરસાદે ડાકોરમાં શ્રદ્ધાળુઓ માટે હાલાકીનું સર્જન કર્યુ. મોડીરાત્રે પડેલા વરસાદમાં ડાકોર પાણી પાણી થયું છે. ડાકોર મંદિરના પગથિયા સુધી ભરાયા…

Read More