મુંબઈના પશ્ચિમ ગોરેગાંવમાં રહેણાંક બિલ્ડિંગમાં ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. સ્ય્ રોડ પરની સાત માળની ભવાની બિલ્ડિંગમાં આગ લાગતાં સાત લોકોના મોત થયા છે. આગમાં અત્યાર સુધીમાં ૩૯ લોકો ઈજાગ્રસ્ત થયા છે જ્યારે ૩૧ લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. દસથી વધુ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. આગ ગઇકાલે રાત્રે લગભગ ૩ વાગ્યાની આસપાસ ફાટી નીકળી હતી. લગભગ દસથી બાર ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી અને ૩૧ લોકોને સલામત રીતે બહાર કાઢ્યા હતા જ્યારે ૩૯ ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. હાલ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે અને કૂલિંગની પ્રક્રિયા ચાલી રહી છે. આ આગ…
Author: Shukhabar Desk
ગુજરાત ડ્રગ્સની હેરાફેરી માટેની એપિ સેન્ટર બની ગયું છે. બે દિવસ અગાઉ જ કચ્છમાંથી ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો હતો. પૂર્વ કચ્છ પોલીસે દરિયાકિનારેથી ૮૦૦ કરોડની કિંમતનું ૮૦ કિલોથી વધુ ડ્રગ્સ જપ્ત કર્યું હતું. આ વખતે ડ્રગ્સનું કન્સાઇન્મેન્ટ કેનેડાથી અમદાવાદ એરપોર્ટ પર આવ્યું હતું. અમદાવાદ સાયબર ક્રાઈમ અને કસ્ટમના જાેઈન્ટ ઓપરેશનમાં લાખોની કિંમતનું કોકેઈન તથા તેનું મટીરિયલ મળી આવ્યું છે. હવે કેનેડાથી આવેલા આ કોકેઈનની પાછળ ખાલિસ્તાની કનેક્શન છે કે નહીં તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. અન્ય એજન્સીઓ પણ આ તપાસમાં જાેડાઈ છે. ગુજરાતમાં આ વખતે ડ્રગ્સ ઘૂસાડવાની મોડસ ઓપરેન્ડી પણ જબરદસ્ત હતી. ડ્રગ્સનું લિક્વિડ ફોર્મ બનાવીને પુસ્તકના પેજ…
રાજ્યમાં યુવાનોમાં હાર્ટ એટેકનું પ્રમાણ સતત વધી રહ્યું છે અને છેલ્લા ઘણા દિવસથી હાર્ટ એટેકથી મૃત્યુ થવાના કિસ્સાઓ વધી રહ્યા છે ત્યારે હવે હિંમતનગરમાં ૨૧ વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મૃત્યું થયું છે. ગુજરાતમાં હાર્ટ એટેકથી થતા મૃત્યુના કિસ્સાઓ સતત વધી રહ્યા છે ત્યારે આજે વધુ એક યુવાનનું હાર્ટ એટેકથી મોત થયું છે. હિંમતનગરમાં ૨૧ વર્ષીય યુવાન કેવિન રાવલનું હાર્ટ એટેકથી મોત થયું છે. ગઈકાલે મોડી રાત્રે કેવિન રાવલ તેના ઘરમાં ઢળી પડ્યો હતો જેથી તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યા તબીબોએ યુવકને મૃત જાહેર કર્યો હતો. કેવિન રાવલે રોબોટિક્સ સાયન્સનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. અચાનક યુવાન પુત્રના અકાળે…
ભારતની જેમ ફિલિપાઈન્સે પણ ચીનની દાદાગીરી સામે નહીં ઝુકવાનુ વલણ અપનાવ્યું છે. સાઉથ ચાઈના સીમાં વિવાદિત વિસ્તારોમાં ચીન દ્વારા લગાવવામાં આવેલા બેરિયર ફિલિપાઈન્સ કોસ્ટ ગાર્ડ દ્વારા હટાવવામાં આવ્યા બાદ દેશના રાષ્ટ્રપતિ ફર્ડિનાન્ડ માર્કોસ જુનિયરે કહ્યુ હતુ કે, અમે ચીન સાથે કોઈ જાતનો ઝઘડો કરવા નથી માંગતા પણ અમારી દરિયાઈ સીમાની અને અમારા માછીમારોના અધિકારીઓની રક્ષા કરવા માટે અમે મક્કમ છે. ચીન સામે ફિલિપાઈન્સે આ પ્રકારે જાહેરમાં વિરોધ કર્યો હતો તેવુ પહેલી વખત બન્યુ છે. આ નિવેદનના મૂળમાં ચીનની એક ઉશ્કેરણી જનક હરતક છે. ચીને સાઉથ ચાઈના સીમાં સ્કારબોરો શોલ નામના વિસ્તારની આગળ એક મોટુ બેરિયર ઉભુ કર્યુ હતુ અને માર્કોસના…
ભારત અને કેનેડા વિવાદ પર વિદેશ મંત્રી એસ. જયશંકરે ફરી એકવાર પ્રતિક્રિયા આપી છે. વોશિંગ્ટન ડીસીમાં હડસન ઈન્સ્ટીટ્યૂટમાં વાત કરતા વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું કે, કેનેડિયન પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોએ જે આરોપ લગાવ્યા છે, તે પાયાવિહોણા છે. તેમણે એમ પણ કહ્યું કે, ‘અમે અમેરિકન નેતાઓ જેક સુલિવન અને એન્ટની બ્લિંકનને કહ્યું કે, કેનેડા ઉગ્રવાદી તત્વોને આશરો આપે છે અને અમારા રાજદૂતો અસુરક્ષિત છે. કેનેડાની રાજનીતિની મજબૂરીઓના કારણે તેમને કેનેડામાં સંચાલનની જગ્યા આપવામાં આવી છે. જયશંકરે ભારત-કેનેડા વિવાદ પર કહ્યું કે, કેનેડિયન વડાપ્રધાને પહેલા ખાનગી રીતે કેટલાક આરોપ લગાવ્યા અને અમે તેમને બંને રીતે ખાનગી અને જાહેર રીતે પ્રતિક્રિયા આપી. તેઓ…
વનડે વર્લ્ડ કપ ૨૦૨૩ ભારતની યજમાનીમાં ૫ ઓક્ટોબરથી શરુ થશે. વર્લ્ડ કપ પહેલા ભારતીય ક્રિકેટ ટીમ શાનદાર ફોર્મમાં દેખાઈ રહી છે. ક્રિકેટ ફેન્સ ભારતીય ટીમ પાસેથી વર્લ્ડ કપ ૨૦૨૩માં આવા જ પ્રદર્શનની આશા કરી રહ્યા છે. ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ વર્લ્ડ કપ ૨૦૧૯માં ૫ સદી ફટકારી હતી, જે એક સિઝનમાં સૌથી વધુ હતી. રસપ્રદ વાત તો એ છે કે વર્લ્ડ કપમાં અત્યાર સુધી ભારતીય બેટ્સમેનોએ સૌથી વધુ સદી ફટકારી છે. ભારતીય બેટ્સમેનો અત્યાર સુધી વનડે વર્લ્ડ કપમાં ૩૨ સદી ફટકારી ચુક્યા છે. જયારે ૫ વખતની ચેમ્પિયન ટીમ ઓસ્ટ્રેલિયા ૩૧ સદી સાથે બીજા નંબરે છે. શ્રીલંકાની ટીમ ૨૫ સદી સાથે…
એક્ટ્રેસ અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે જે સાંભળીને તેમના ચાહકો ખૂબ જ ખુશ થઈ જશે. ભારતીય સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી અને બોલીવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા બીજી વખત પેરેન્ટ્સ બનવા જઈ રહ્યા હોવાની અટકળોએ જાેર પકડ્યું છે. બંનેની ફેમિલી ૩ માંથી ૪ થવા જઈ રહી છે. એક અહેવાલ પ્રમાણે અનુષ્કા શર્મા પ્રેગ્નેન્ટ છે. બંનેનું બીજું બેબી આવવાનું છે. અહેવાલ પ્રમાણે અનુષ્કાનો સેકેન્ડ ટ્રાઈમેસ્ટર ચાલી રહ્યો છે. બંને ટાઈમ આવતા ઓફિશિયલી આ ન્યૂઝને ચાહકો સાથે શેર કરશે. અહેવાલ પ્રમાણે અનુષ્કા શર્મા લાંબા સમયથી કોઈ પબ્લિક ઈવેન્ટમાં નજર નથી આવી રહી. આ એટલા માટે કે તે…
યુપીના બુંદેલખંડને દેશની પહેલી વોટર યુનિવર્સીટીની ભેટ મળવા જઈ રહી છે. આ વિસ્તારના હમીરપુર જીલ્લામાં ૨૫ એકર જમીન વિસ્તારમાં દુનિયાની પહેલી વોટર યુનિવર્સીટી બનવા જઈ રહી છે. જેમાં દેશ અને દુનિયાના લોકો અહીં જળ સંરક્ષણના પાઠ શીખવા માટે આવશે. આ યુનિવર્સીટીમાં વિદ્યાર્થી અને રિસર્ચર પાણીની અછતથી ઉત્પન્ન થતી સમસ્યાઓ માટે પ્રાચીન તેમજ આધુનિક ટેકનીકની મદદથી સમાધાન શોધવામાં આવશે. અહીં, યુજીસીના ધોરણો અનુસાર અંડરગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ અભ્યાસક્રમો હાથ ધરવામાં આવશે, જેમાં સંરક્ષણ અને જળ સંકટનો અભ્યાસક્રમો તરીકે સમાવેશ કરવામાં આવશે. આ વોટર યુનિવર્સીટીની પહેલ હમીરપુર જીલ્લામાં રહેનાર અને સ્વીડનમાં પર્યવરણ વૈજ્ઞાનિક પ્રો. રવિકાંત પાઠક અને પદ્મશ્રીથી સન્માનિત જળયોદ્ધા ઉમાશંકર પાંડે…
દિલ્હીમાં આઈએસઆઈએસના આતંકવાદીઓ છુપાયા હોવાની આશંકા છે. એનઆઈએ દ્વારા ફરાર આતંકવાદીઓની શોધમાં અનેક જગ્યાએ દિલ્હીમાં દરોડા પાડવામાં આવ્યા છે. આ વોન્ટેડ આતંકવાદીઓ પર એનઆઈએએ ૩ લાખ રૂપિયાનું ઈનામ રાખ્યું છે. જેમાં મોહમ્મદ શાહનવાઝ આલમ ઉર્ફે શફી ઉઝામા ઉર્ફે અબ્દુલ્લા, રિઝવાન અબ્દુલ હાજી અલી અને અબ્દુલ્લા ફયાઝ શેખનો સમાવેશ થાય છે. પુણે પોલીસ અને એનઆઈએની સંયુક્ત ટીમ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. એનઆઈએની આ કાર્યવાહી ખાલિસ્તાનીઓ વિરુદ્ધ એજન્સીની કાર્યવાહી વચ્ચે થઈ રહી છે. થોડા દિવસ પહેલા જ એનઆઈએએ ગેંગસ્ટરો અને ખાલિસ્તાની આતંકવાદીઓ સામે મોટી કાર્યવાહી હાથ ધરી હતી.જેમાં દેશના ઘણા રાજ્યોમાં દરોડા પાડ્યા હતા. ગેંગસ્ટર્સની શોધમાં એનઆઈએએ દિલ્હી એનસીઆર,…
કેનેડામાં હાજર મણિપુરના કુકી-જે આદિવાસી જૂથના એક નેતા છે તેમણે ઉત્તર-પૂર્વ રાજ્યમાં થઈ રહેલી હિંસા પર ભાષણ આપ્યું હતું. તેના કારણે હવે એક નવો વળાંક આવ્યો છે. ઓગષ્ટ મહિનાની શરૂઆતમાં કેનેડાના સર્રે શહેરના ગુરુદ્વારામાં આયોજિત એક ઈવેન્ટમાં મણિપુર હિંસા પર ભાષણ આપવામાં આવ્યું હતું. જેનો ચીફ ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જર હતો. આવી સ્થિતિમાં હવે મણિપુર હિંસા અને ખાલિસ્તાની ગતિવિધિઓ વચ્ચે લિંક હોવાની વાત થઈ રહી છે. ‘નોર્થ અમેરિકન મણિપુર ટ્રાઈબલ એસોસિએશન’ (એનએએમટીએ)ના કેનેડા ચીફ લીન ગાંગટેએ પોતાના ભાષણમાં ભારતમાં લઘુમતીઓ પર થઈ રહેલા હુમલાની નિંદા કરી હતી. તેમણે કેનેડાથી શક્ય તમામ મદદ કરવાની વિનંતી પણ કરી હતી. એનએએમટીએએ ફેસબુક…