સુરતમાં આમ આદમી પાર્ટી (આપ)ના કોર્પોરેટરની દાદાગીરી સામે આવી છે. મળતી જાણકારી અનુસાર, આપના કોર્પોરેટર વિપુલ સુહાગીયા પર સ્મીમેર હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા વ્યક્તિને તમાચો મારવાનો આરોપ લાગ્યો છે. કોર્પોરેટર વિપુલ સુહાગીયા વિરૂદ્ધ કર્મચારીએ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ બાદ પોલીસે વિપુલ સુહાગીયાની ધરપકડ કરતા આપ કાર્યકર્તાઓએ વિરોધ નોંધાવ્યો હતો. સમગ્ર ઘટનાને લઈ જાણ થતા આપના કાર્યકર્તાઓએ વરાછા પોલીસ સ્ટેશન બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. સાથે જ રામધૂન બોલાવી કોર્પોરેટરને છોડવાની માંગ કરી હતી. જાે કે પોલીસે કેટલાક વિરોધ કર્તાઓની અટકાયત કરી હતી. આ સમયે કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે બોલાચાલી પણ થઈ હતી. વરાછા પોલીસ સ્ટેશન બહાર વિરોધ કરનારા તમામ…
Author: Shukhabar Desk
નવરાત્રિનું કાઉન્ટડાઉન શરૂ થતા જ ગરબા આયોજકો માટે અમદાવાદ પોલીસે ગાઈડલાઈન્સ જાહેર કરી હતી. આ ગાઇડલાઇન્સ અનુસાર, ગરબા આયોજકોએ હવે ખેલૈયાઓ માટે વીમા પોલિસી લેવી પડશે. સાથે જ ગરબા આયોજન સ્થળે ઝ્રઝ્ર્ફ અને પાર્કિંગની માહિતી પોલીસને ફરજીયાત આપવી પડશે. અમદાવાદમાં ૫૦થી વધુ પાર્ટીપ્લોટ અને ક્લબોમાં ગરબાનું આયોજન કરાયું છે. ત્યારે ગરબા આયોજકો માટે પોલીસે ૧૨ મુદ્દાની ગાઈડલાઈન્સ બહાર પાડી હતી. જેમાં પોલીસ પરમિશન લેવા માટે ફાયર સેફ્ટી, ગર્વમેન્ટ ઓથોરાઈડ્ઝ ઈલેક્ટ્રિશનનું પ્રમાણપત્ર, આર્ટિસ્ટનું સંમતિ પત્ર, મહિલા અને પુરુષ સિક્યોરિટી ગાર્ડની સંખ્યા સાથેની વિગતો ફરજીયાત આપવી પડશે. સાથે જ આયોજનના સ્થળે ટ્રાફિક જામ ન થાય તે માટે ૧૦૦ મીટર દૂર પાર્કિંગની વ્યવસ્થા…
શહેર સહિત રાજ્યભરમાં વધી રહેલી હાર્ટ એટેકની ઘટનાઓ આરોગ્ય તંત્ર માટે ચિંતાનો વિષય બન્યા છે. અમદાવાદની વાત કરવામાં આવે તો શહેરમાં કાર્ડિયાક ઈમરજન્સી ઘટનાઓમાં ચિંતાજનક વધારો નોંધાયો છે. તેમાંય નાની વયે હાર્ટ એટેકના પ્રમાણમાં પણ ચિંતાજનક વધારો થયો છે. ગત સપ્ટેમ્બર માસમાં જ કાર્ડિયાક ઈમરજન્સી ઘટનાઓના ૧૯૦૦થી વધુ કોલ્સ ૧૦૮ ઈમરજન્સીમાં નોંધાયા હોવાનું સામે આવ્યું છે. જે મુજબ સરેરાશ જાેવા જઈએ તો સપ્ટેમબર માસમાં રોજના ૬૦ જેટલા કોલ્સ ૧૦૮ ઈમરજન્સીમાં કાર્ડિયાક ઈમરજન્સીમાં નોંધાયા હોવાનું જાેવા મળી રહ્યું છે. દિન પ્રતિદિન હાર્ટ એટકેની ઘટનાઓને પગલે ૧૦૮ ઈમસર્જન્સી સર્વિસમાં કાર્ડયાક ઈમરજન્સી કોલ્સમાં વધારો નોંધાયો છે. ગત સપ્ટેમ્બર માસમાં જ ૧૦૮ ઈમરજન્સી સર્વિસને…
એક જંતુ છે, જે જાપાનમાં જાેવા મળે છે, તેનું નામ મેન્ટિસ છે. માદા મેન્ટીસ પુરૂષ મેન્ટીસ કરતા ઘણી મોટી અને મજબૂત હોય છે. સ્ત્રીઓ પુરુષોને આકર્ષવા માટે ફેરોમોન્સ નામના રાસાયણિક સંકેતો મોકલે છે. જ્યારે કોઈ પુરુષ સ્ત્રી સાથે સમાગમ કરવાનો પ્રયાસ કરે છે, ત્યારે તેના પર હુમલો થવાનું જાેખમ રહેલું છે. શિરચ્છેદ કર્યા પછી પણ પુરુષ જાતીય સંભોગ માટે સક્ષમ છે. કારણ કે તેના પેટની ચેતા શરીરને નિયંત્રિત કરે છે. માદાને બાળકને જન્મ આપવા માટે ઘણી શક્તિની જરૂર પડે છે, કારણ કે તે લગભગ ૧૦૦ ઇંડા મૂકી શકે છે. તેથી, તે પુરુષને ખાવાથી જરૂરી પોષણ અને ઊર્જા મેળવે છે. આ…
હિટલરથી લઈને ગદ્દાફી સુધી… દુનિયામાં ઘણા એવા તાનાશાહ રહ્યા, જેનો આજે પણ ઉલ્લેખ થાય છે. મુઘલોના શાસનકાળમાં પણ ઘણાં તાનાશાહનો ઉલ્લેખ થાય છે. જેને જાેઈને જ લોકો થરથર કાંપવા લાગતા હતા. ૬૦ના દાયકામાં રોમાનિયામાં પણ એવો જ એક શાસક હતો, જેનાથી લોકો ડરતા હતાં. નિકોલસ ચાચેસ્કુ નામના આ તાનાશાહની એવી ઘણી આદતો હતી, જેનો ઉલ્લેખ આજે પણ થાય છે. તેની આદતોમાં એક હતી કે, દારુથી ઘણીવાર હાથ ધોવા. ચાચેસ્કૂ દિવસમાં ૨૦ વાર આલ્કોહોલથી હાથ ધોતા હતાં. નિકોલસ ચાચેસ્કૂ એક ક્રૂર શાસક હતા, જે લોકોને તે જ હુકમ આપતા જે તેના મનમાં આવી જતાં, પછી ભલે તે કંઈપણ કેમ ન હોય.…
શું તમે એવા દેશની કલ્પના કરી શકો છો જ્યાં રસ્તાઓ નથી? ત્યાં કોઈ રેલ્વે નથી અને લોકો કૂતરાઓ પર સવારી કરે છે. દુનિયામાં એવા ઘણા દેશો છે જ્યાં રેલ્વે નથી, પરંતુ પરિવહન માટે રસ્તાઓ છે. આસપાસ મેળવવા માટે અન્ય માર્ગો છે. પણ આ દેશમાં એવું કંઈ નથી. અહીં પરિવહનના મુખ્ય માધ્યમો એવી વસ્તુઓ છે, જેના વિશે જાણીને તમને આશ્ચર્ય થશે. અમે ગ્રીનલેન્ડ વિશે વાત કરી રહ્યા છીએ. આર્કટિકનો તે વિસ્તાર જ્યાં ચારે બાજુ બરફ છે. ગ્રીનલેન્ડ એક સ્વ-શાસિત દેશ છે પરંતુ મોટાભાગે ડેનમાર્ક દ્વારા નિયંત્રિત છે. ગ્રીનલેન્ડ ક્ષેત્રફળની દૃષ્ટિએ વિશ્વનો ૧૨મો સૌથી મોટો દેશ છે અને બ્રિટન કરતાં ૧૦ ગણો…
ભારતે પુરૂષ ક્રિકેટની પ્રથમ સેમિફાઇનલમાં બાંગ્લાદેશને હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. હવે ભારત ગોલ્ડ મેડલથી એક પગલું દૂર છે. ભારતે જીત માટે ૯૭ રનનો ટાર્ગેટ ૧ વિકેટ ગુમાવીને હાંસલ કર્યો હતો. લક્ષ્યનો પીછો કરતી વખતે ભારતની શરૂઆત સારી રહી ન હતી. ક્વાર્ટર ફાઇનલમાં સદી ફટકારનાર ઓપનર યશસ્વી જયસ્વાલ પોતાનું ખાતું પણ ખોલાવી શક્યો નહોતો. જાે કે, કેપ્ટન રુતુરાજ ગાયકવાડે તિલક વર્મા સાથે મળીને ભારતીય દાવને સંભાળ્યો એટલું જ નહીં પણ શાનદાર બેટિંગ પણ કરી. બંનેએ પ્રથમ ૩ ઓવરમાં સ્કોરને ૩૫ રનથી આગળ કરી દીધો હતો અને તે પછી પણ બંને રોકાયા નહોતા અને ૧૦મી ઓવરમાં જ ભારતને જીત અપાવી…
રોહિત શર્માની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયા ૮ ઓક્ટોબરથી વર્લ્ડ કપ ૨૦૨૩માં પોતાના મિશનની શરૂઆત કરવા જઈ રહી છે. ચેન્નાઈમાં રમાનાર મેચમાં ભારતનો સામનો ઓસ્ટ્રેલિયા સામે થશે. પરંતુ મેચ પહેલા ટીમ માટે ખરાબ સમાચાર આવી રહ્યા છે. આ સમાચારનાં કારણે ટીમનાં ખેલાડીઓ સહિત સ્ટાફ ચિંતામાં મુકાઇ ગયા છે. ટીમનો ઓપનર બેટ્સમેન શુભમન ગિલ ડેન્ગ્યુ પોઝીટીવ આવ્યો છે અને તેના માટે કાંગારુ ટીમ સામે ભારતની પ્રથમ મેચમાં રમવું મુશ્કેલ છે. ટીમ મેનેજમેન્ટ ગિલ પર નજર રાખી રહ્યું છે અને તેના રમવા અંગેનો ર્નિણય શુક્રવારે બીજા એક ટેસ્ટ બાદ લેવામાં આવશે. જાે ગિલ આ મેચ નહીં રમે તો ડાબોડી બેટર ઈશાન કિશન રોહિત શર્મા…
રિઝર્વ બેંકએ ૧ ઓક્ટોબરથી ક્રેડિટ અને ડેબિટ કાર્ડ સંબંધિત નિયમોમાં ફેરફાર કર્યો છે. જાે તમે પણ નવું ક્રેડિટ કે ડેબિટ કાર્ડ લેવા ઈચ્છો છો તો આ નિયમનું ધ્યાન રાખવું જરૂરી છે. આરબીઆઈએ આ અંગે તમામ બેંકોને સૂચનાઓ પણ મોકલી છે. નવા નિયમ મુજબ હવે કોઈ પણ બેંક પોતાની ઈચ્છા ગ્રાહકો પર લાદી શકશે નહીં અને ગ્રાહકો તેમની ઈચ્છા મુજબ કાર્ડ મેળવી શકશે. આરબીઆઈએ કહ્યું છે કે, ૧ ઓક્ટોબર, ૨૦૨૩ થી ગ્રાહકો ડેબિટ, ક્રેડિટ અથવા પ્રીપેડ કાર્ડ બનાવતી વખતે પોતાના સર્વિસ પ્રોવાઈડરની પસંદ પોતાની મરજી મુજબ કરી શકશે. બેંકોએ ગ્રાહકની સૂચના મુજબ સર્વિસ પ્રોવાઈડરનો ઓપ્શન આપવો પડશે. બેંકો તેમની ઈચ્છા મુજબ…
ભારતીય રિઝર્વ બેંકની ત્રણ દિવસીય મોનેટરી પોલિસી કમિટી મીટિંગ ૪ ઓક્ટોબરના રોજ શરૂ થઈ હતી.આજે સતત ચોથી વખત કેન્દ્રીય બેંક RBI એ રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. આ પહેલા, તે છેલ્લે ફેબ્રુઆરી ૨૦૨૩ માં બદલાયું હતું અને ત્યારથી તે ૬.૫૦ ટકા પર રહ્યું છે. RBI ગવર્નર શક્તિકાંત દાસના આ ર્નિણયથી હોમ લોન EMI પર કોઈ ફરક પડ્યો નથી. બજારને પણ એવી જ અપેક્ષા હતી કે RBI આ વખતે પણ દરો યથાવત રાખશે. સેન્ટ્રલ બેંક આરબીઆઈએ મે ૨૦૨૨ થી ફેબ્રુઆરી ૨૦૨૩ વચ્ચે રેપો રેટમાં સતત ૬ વખત વધારો કર્યો હતો. મે ૨૦૨૨ માં, તે ૪ ટકાથી વધારીને ૪.૯૦ ટકા કરવામાં…