શહેરનો ડાયમંડનો બિઝનેસ મંદીમાં સપડાયો છે. યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધના કારણે હજુ પણ આ ઉદ્યોગ મંદીના મારથી ઊભો થઈ શક્યો નથી. યુદ્ધની અસરના કારણે રશિયાથી હીરાનો ૭૦ ટકા કાચોમાલ આવવાનો બંધ થઈ ગયો હતો. જેથી જ્યાં સુધી સંપૂર્ણ યુદ્ધ વિરામ નહિ થાય ત્યાં સુધી મંદીની અસર વર્તાશે. જાેકે દિવાળી બાદ ડાયમંડ ઉદ્યોગમાં અચ્છે દિન આવે તેવી આશા વેપારીઓ સેવી રહ્યા છે. છેલ્લા ૨૦ વર્ષથી અમદાવાદના બાપુનગર વિસ્તારમાં હીરા ઘસવાનું કામ કરતા સુમિતભાઈ ગળધરીયા હાલ મુશ્કેલીમાં મુકાયા છે. કારણ કે, હીરા ઉદ્યોગ મંદિરમાં સપડાયો છે સુમિતભાઈનું કહેવું છે કે, મંદીના કારણે પરિવારનું બીજદાન ચલાવવું પણ ખૂબ મુશ્કેલ પડી રહ્યું છે.…
Author: Shukhabar Desk
મહિલા સશક્તિકરણની વાતો કરવામાં આવી રહી છે. મહિલાઓની સુરક્ષા માટે પોલીસ દ્વારા અનેક પ્રયત્નો શરૂ કરવામાં આવ્યાં છે. પોલીસ સ્ટેશન દીઠ શી ટીમની પણ રચના કરવામાં આવી છે. છતાં પણ મહિલાઓ સાથે થઇ રહેલા અત્યાચારના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. શહેરના ઠક્કરનગરમાં છેડતીનો બનાવ સામે આવ્યો છે. કપડા સુકવતી યુવતી સાથે અચાનક જ આ ઘટના બની હતી. પાડોશીએ આવીને યુવતીનો હાથ પકડી લીધો હતો અને કહેવા લાગ્યો હતો કે, ચાલ મારી સાથે. યુવતીએ તેનો હાથ છોડાવતા જ નરાધમ કપડા ઉતારવા લાગ્યો હતો. સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતાં પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.…
લક્ઝમબર્ગ અમેરિકાના સૌથી નાના રાજ્ય રોડ આઇલેન્ડ કરતાં નાનું છે. અહીં માત્ર ૬.૬૦ લાખ લોકો રહે છે. પરંતુ લગભગ દરેક વ્યક્તિ કરોડપતિ છે. દરેક વ્યક્તિ પાસે પુષ્કળ પૈસા છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં અહીંનું જીવનધોરણ એટલું વધી ગયું છે કે લોકો માટે આ દેશમાં ટકી રહેવું ખૂબ મુશ્કેલ બની ગયું છે. પૈસા બચાવવા માટે આ લોકો બીજા દેશોમાં જઈને રહે છે. લક્ઝમબર્ગમાં ઘર ખરીદવા અથવા ભાડે આપવા માટે લોકોએ ઘણા પૈસા ખર્ચવા પડે છે. એપીના અહેવાલ મુજબ, પાસ્કેલ જૌરો નામના એક શિક્ષકને મકાન ભાડે લેવા માટે પાંચ વર્ષ સુધી રાહ જાેવી પડી હતી. અહીં ૨ રૂમનો ફ્લેટ મેળવવા માટે દર…
વિશ્વની દરેક માતા તેના બાળક માટે ખુશીઓ ઈચ્છે છે. હંમેશા તે ઈચ્છે છે કે તેનું બાળક સ્વસ્થ રહે. તેને દુનિયાની તમામ સુવિધાઓ મળે, તેને કોઈ વસ્તુની કમી ન હોવી જાેઈએ. માનવ હોય કે પશુ, તમામ માતાઓ આ જ પ્રયાસમાં રહે છે. પરંતુ શું તમે ઓક્ટોપસના જીવન સાથે જાેડાયેલી એક આશ્ચર્યજનક હકીકત જાણો છો? વિશ્વમાં લગભગ દરેક ઓક્ટોપસ અનાથ જન્મે છે. તે ક્યારેય તેની માતાનો ચહેરો જાેઈ શકતો નથી. તેની પાછળ એક કારણ પણ છે. માદા ઓક્ટોપસ એક સાથે અનેક ઈંડાં મૂકે છે. આ પછી તે તેના ઇંડાનું સેવન અને રક્ષણ કરવાનું શરૂ કરે છે. આ જ પ્રયાસમાં માદા ઓક્ટોપસ પોતાનો…
ભારતીય ટીમ પોતાના મિશન વર્લ્ડ કપ ૨૦૨૩ની શરુઆતમાં ૮ ઓક્ટોબર ૨૦૨૩એ ઓસ્ટ્રેલિયા સામે જીતી ગયું હતું. ઓપનર શુભમન ગિલની બિમારીને લઈને મોટા સમાચાર સામે આવ્યા હતા , જેમાં ગિલ ડેન્ગ્યુથી ગ્રસિત હોવાનો ખુલાસો કરવામાં આવ્યો હતો, જેના કારણે તે હવે ઓસ્ટ્રેલિયા સામે નથી રમી શકયો. શુભમનની ગેરહાજરીમાં ભારતનો ટોપ ઓર્ડરનો ધબડકો થયો હતો. શરૂઆતની ત્રણ વિકેટો ધડાધડ પડી ગઇ હતી જેનાં કારણે ટીમ મુશ્કેલીમાં મુકાઇ ગઇ હતી. એવામાં ખબર આવી રહી છે કે ગિલની માંદગીને લઈને ૮ ઓક્ટોબર રવિવારે ચેન્નાઈમાં યોજાનાર ભારત દૃજ. ઓસ્ટ્રેલિયાની મુકાબલામાં ઓપનિંગમાં કેપ્ટન રોહિત શર્માની સાથે કીપર અને બેટર ઈશાન કિશન ઓપનિંગમાં ઉતર્યો હતો. ગિલના સાજા…
કેનેડાને લઈને ભારતીય સ્ટુડન્ટ્સની ચિંતાઓ સતત વધતી જાય છે. એક તરફ ભારત અને કેનેડા વચ્ચે ડિપ્લોમેટિક તણાવ ચાલે છે, બીજી તરફ ભારતીય વિદ્યાર્થીઓ માટે કેનેડામાં જાેબની પણ અછત છે. તેના કારણે કેનેડામાં સેટલ થવાના ઈરાદાથી ત્યાંની કોલેજાેમાં એડમિશન લેવું કે નહીં તે વિશે વિદ્યાર્થીઓમાં ગૂંચવણ છે. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડોએ ભારતીય એજન્ટો પર કેનેડામાં ખાલિસ્તાન તરફી ઉગ્રવાદીની હત્યા કરવાનો આરોપ લાગ્યો ત્યારથી બંને દેશો વચ્ચે તણાવ પેદા થયો છે. આ ઉપરાંત કેનેડામાં જાેબની તક પણ બહુ લિમિટેડ હોય તેવું ભારતીય વિદ્યાર્થીઓને લાગે છે. વર્ષ ૨૦૨૨માં કુલ ૨.૨૬ લાખ ભારતીય વિદ્યાર્થીઓ ભણવા માટે કેનેડા આવ્યા હતા. તેના કારણે કેનેડિયન એજ્યુકેશન સંસ્થાઓમાં…
૭મી ઓક્ટોબરના રોજ પેલિસ્ટાઈન્ટના મિલિટન્ટ ગ્રુપ હમાસ દ્વારા અચાનક ગાઝા સ્ટ્રીપ પાસે ઈઝરાયેલ પર હુમલો કરી દીધો હતો, આવામાં ઈઝરાયેલમાં રહેલા ભારતીય વિદ્યાર્થીઓમાં ‘ચિંતા અને ડર’નો માહોલ છવાઈ ગયો છે. વિદ્યાર્થી પરદેશમાં હોય અને આવી ગંભીર સ્થિતિનું નિર્માણ થાય ત્યારે તેમના પર કેટલીક મુશ્કેલીઓ આવી પડતી હોય છે. પરંતુ અગાઉ જે રીતે રશિયા અને યુક્રેન દરમિયાન થયું ત્યારે ભારતીય વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે ભારત લાવવામાં આવ્યા હતા તે બાદ હવે આ સ્થિતિમાં ભારતીય વિદ્યાર્થીઓ ભારતની એમ્બેસીના સંપર્કમાં હોવાનું જણાવી રહ્યા છે. ગોકુ માનાવલણે જણાવ્યું કે, તેમનામાં ચિંતા અને ડરનો માહોલ છે પરંતુ તેઓ ઈન્ડિયન એમ્બેસીના સંપર્કમાં છે. વિદ્યાર્થ ગોકુએ વધુમાં જણાવ્યું…
ઈઝરાયેલ-હમાસ યુદ્ધના બીજા દિવસે રવિવારે (૮ ઓક્ટોબર) ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સએ કહ્યું કે ઈઝરાયેલ પર હમાસનો હુમલો ૯/૧૧ જેવો છે, પરંતુ તેનાથી પણ મોટો છે. ઓછામાં ઓછા ૨૨ મોરચે હમાસના લડવૈયાઓ સામે લડી રહેલી ઈઝરાયેલી સેનાએ કહ્યું છે કે છેલ્લા ૨૪ કલાક ખૂબ જ મુશ્કેલ હતા કારણ કે શનિવારે (૭ ઓક્ટોબર)ના રોજ હમાસના હુમલા બાદ અભૂતપૂર્વ ઘટનાઓ પ્રકાશમાં આવી હતી. રિચાર્ડ હેચટે કહ્યું કે આ ઇઝરાયેલ પર ૯/૧૧નો હુમલો છે અથવા તો તેનાથી પણ મોટો હુમલો છે. પ્રવક્તાએ કહ્યું, “એક રીતે, આ અમારા માટે ૯/૧૧ અને તેથી વધુ છે. આ કોઈ બિલ્ડિંગને અથડાવાની ઘટના નથી, પરંતુ ગાઝા પટ્ટીના વિનાશની, બાળકોની, તેમના…
આતંકવાદી જૂથ હમાસ દ્વારા અચાનક હુમલા બાદ ઈઝરાયેલમાં મૃત્યુઆંક ૬૦૦ને પાર કરી ગયો છે. ઘણા ઇઝરાયેલ મીડિયા આઉટલેટ્સે આ અપડેટ આપ્યું છે. કોન પબ્લિક બ્રોડકાસ્ટર, ચેનલ ૧૨, હારેટ્ઝ અને ટાઇમ્સ ઑફ ઇઝરાયેલ દ્વારા રવિવારે મૃત્યુની આ સંખ્યાની જાણ કરવામાં આવી હતી. તે જાણીતું છે કે શનિવારે વહેલી શરૂ થયેલી લડાઈ પછી, મૃત્યુની સંખ્યા પર ઇઝરાયેલ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. પેલેસ્ટિનિયન અધિકારીઓનું કહેવું છે કે ગાઝામાં ૩૦૦ થી વધુ લોકો માર્યા ગયા છે. જાે કે, તેમાં લડવૈયાઓ અને નાગરિકો વચ્ચે ભેદનો ભેદ સામે આવ્યો નથી. અહેવાલ મુજબ ઈઝરાયલે પણ જવાબી કાર્યવાહીમાં હમાસના આતંકવાદીઓ પર તબાહી મચાવી દીધી છે. એવું…
પેલેસ્ટાઈનના ઉગ્રવાદી સંગઠન હમાસ અને ઈઝરાયેલ વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે. ૭ ઓક્ટોબરની સવારે હમાસે ઇઝરાયેલ તરફ લગભગ ૫,૦૦૦ રોકેટ છોડ્યા હતા. આ પછી ઈઝરાયલે હમાસ વિરુદ્ધ યુદ્ધની જાહેરાત કરી છે. ત્યારે ઈઝરાયલમાં સ્થાયી થયેલા ગુજરાતીએ ત્યાંની હાલની સ્થિતિ વર્ણવી છે. રાજકોટના સોનલબહેન ગેડિયાએ સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરીને જણાવ્યું કે હાલમાં બધા નાગરિકો સુરક્ષિત છે. હમાસના આતંકીઓ રસ્તા પર લોકો પર હુમલો કરે છે. ઈઝરાયલમાં સ્થાયી થયેલા ગુજરાતીએ યુદ્ધની હાલની સ્થિતિ વર્ણવી છે. રાજકોટના સોનલબહેન ગેડિયા ઈઝરાયલમાં સ્થાયી થયા છે. સોનલબેન ગેડિયાએ સોશ્યલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં તેઓએ જણાવ્યું છે કે હમાસના આતંકીઓ…