નવસારીમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. પ્રેમ સંબંધ રાખવાનું દબાણ કરતા યુવકે પોતાની પ્રેમીકાનો ફૂટ ઓવર બ્રીજ પરથી ધક્કો મારી દીધો હતો. ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવતીનું સારવાર દરમિયાન મોત થયું છે. પોલીસે આરોપીની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત વિગત અનુસાર જલાલપોર તાલુકાના ડાલકી ગામે રહેતી ૨૦ વર્ષીય રોઝીના ઇમરાન પઠાણ અને તેના જ ગામમાં રહેતા બાસીત અબ્દુલ મલેક સાથે પ્રેમ સંબંધ હતો. છેલ્લા થોડા સમયથી રોઝીનાએ બાસીત સાથે બોલવાનું બંધ કર્યું હતું અને તેની સાથેના તમામ સંબંધોને તોડીને આગળ વધવા માંગતી હતી. દરમિયાન ગત ૩ ઓકટોબર, ૨૦૨૩ ના રોજ બપોરના સમયે બાસીત મરોલી સ્થિત કસ્તુરબા આશ્રમમાં સીવણ…
Author: Shukhabar Desk
બનાસકાંઠા જિલ્લાના થરાદ નજીક બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. થરાદના ખોડા ચેકપોસ્ટ નજીક આ ઘટના સર્જાઈ હતી. બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયા બાદ બંને ટ્રક આગમાં લપેટાઈ ગઈ હતી. આગમાં બે વ્યક્તિઓના મોત નિપજ્યા હોવાના સમાચાર છે. ઘટનાને પગલે સ્થાનિક થરાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. બનાસકાંઠા જિલ્લાના થરાદ નજીક બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. થરાદના ખોડા ચેકપોસ્ટ નજીક આ ઘટના સર્જાઈ હતી. બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયા બાદ બંને ટ્રક આગમાં લપેટાઈ ગઈ હતી. આગમાં બે વ્યક્તિઓના મોત નિપજ્યા હોવાના સમાચાર છે. ઘટનાને પગલે સ્થાનિક થરાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને…
પાટણ જિલ્લામાં નર્મદાની કેનાલમાં ઠેર ઠેર ગાબડા પડ્યા છે. કચ્છ બ્રાન્ચ કેનાલમાં માત્ર એકાદ બે નહીં અનેક ગાબડાઓ જાેવા મળી રહ્યા છે. નર્મદા કેનાલમાં કેટલી હદે ભ્રષ્ટાચાર થયો છે તેના બોલતા પૂરાવા સામે આવ્યા છે. એક બે નહીં પરંતુ ૧૫૦ ફુટ લાંબા ગાબડા પડ્યા હોવાના દ્રશ્યો જાેવા મળી રહ્યા છે. હાલ તો નર્મદા કેનાલની સ્થિતિ જાેવામાં આવે તો, નર્મદામાંથી વધારે પાણી છોડવામાં આવે તો આસપાસના ગામની સ્થિતિ કપરી બની જાય એવી ભીતી જાેવા મળી રહી છે. રાજ્ય સરકારે કરોડો અબજાે રુપિયા ખર્ચીને કેનાલના મોટા નેટવર્ક સ્થાપ્યા છે. પરંતુ આશિર્વાદ રુપ સાબિત થવાને બદલે કેનાલ ખેડૂતોને માટે વધારે ચિંતા ઉપજાવી રહી…
બનાસકાંઠા જિલ્લાના પાલનપુર વિસ્તારમાં બેચરપુરા વિસ્તારના અનિરુદ્ધ પંચાલને વિદેશમાં નોંકરીની લાલચ આપીને છેતરપિંડી આચરવામાં આવી હતી. વિદેશમાં ઉંચા પગારે એટલે કે ૩૫ થી ૪૦ લાખ રુપિયાની નોકરી અપાવવાની વાત કરીને પોતાની જાળમાં કલોલના મનીષ હરગોવિંદ પટેલે ફસાવ્યા હતા. આ માટે ૯ લાખ ૬૦ હજાર રુપિયાની રકમ મેળવી લીધી હતી. ત્યાર બાદ મહિનાઓ વિતવા છતાં વિદેશ જવા માટે કોઈ અણસાર નહીં જાેવા મળતા છેતરપિંડી થયાનો અહેસાસ થતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. વિદેશમાં નોકરીની લાલચ આપીને છેતરપિંડી આચર્યાનો કિસ્સો સામે આવ્યો છે. બનાસકાંઠા જિલ્લાના પાલનપુર વિસ્તારમાં બેચરપુરા વિસ્તારના અનિરુદ્ધ પંચાલને વિદેશમાં નોંકરીની લાલચ આપીને છેતરપિંડી આચરવામાં આવી હતી. વિદેશમાં ઉંચા પગારે એટલે…
ગીરસોમનાથના તાલાળામાં આવેલી વાડલા સેવા સહકારી મંડળીમાં ૬ કરોડનું કૌભાંડ સામે આવ્યુ છે. આ કૌભાંડમાં મંડળીના જ સદસ્યો સામેલ હોવાનુ સામે આવ્યુ છે. જેમા મંડળીના ત્રણેય સંચાલકોએ કૌભાંડ આચર્યુ છે. સભાસદોની જાણ બહાર રેકોર્ડમાં છેડછાડ કરી ૬ કરોડની ઉચાપત કરી હોવાનુ સામે આવ્યુ છે. ગીર સોમનાથના તાલાલામાં આવેલી વાડલા સેવા સહકારી મંડળીમાં ૬ કરોડનું કૌભાંડ સામે આવ્યું છે. સહકારી મંડળીના સંચાલકોએ જ આ કૌભાંડ આચર્યું છે. જેમાં મંડળીના પ્રમુખ ભીખા અજુડિયા, મડળીના મંત્રી પ્રફુલ અજુડિયા અને ત્નડ્ઢઝ્ર બેંકના મેનેજર મેરામણ બામરોટિયા સામેલ છે. ત્રણેય સંચાલકોએ મંડળીના અનેક સભાસદોની જાણ બહાર રેકોર્ડમાં છેડછાડ કરી. અને ૬ કરોડ રૂપિયાની ઉઠાંતરી કરી લીધી.વાડલા…
સુરતના કીમ-કોસંબા રેલ્વે ટ્રેક નજીક અકસ્માતે મોતની ઘટનામાં વધારો થયો છે. અહીં છેલ્લા ૨૪ કલાકમાં ટ્રેનની અડફેટે ૨ લોકોના કરૂણ મોત નિપજ્યાં છે. કીમ રેલ્વે ફાટક પર ઓવરબ્રિજના નિર્માણની કામગીરી ચાલી રહી છે. જેને લઈને રાહદારીઓ રેલ્વે ક્રોસિંગનો ઉપયોગ કરી રહ્યા છે. આ કારણે અકસ્માતની ઘટનામાં વધારો થયો છે. મળતી માહિતી અનુસાર, કીમ-કોસંબા રેલવે ટ્રેક વચ્ચે અવારનવાર ટ્રેન અડફેટે મોત થતા રહે છે. ત્યારે છેલ્લા ૨૪ કલાકમાં ટ્રેનની અડફેટે બે લોકોના મોતથી ચકચાર મચી ગયો છે. કીમ રેલ્વે ટ્રેક નજીક પૂરી-ગાંધીધામ એક્સપ્રેસ ટ્રેનની એડફેટે કીમ પરભુનગરના વ્યક્તિનું મોત થયું છે. પરભુનગરના યુવકે ટ્રેન સામે પડતું મુક્યાની આશંકા છે. યુવકના મૃતદેહને…
અમદાવાદની રાજસ્થાન હોસ્પિટલ ફરી વિવાદમાં આવવા પામી છે. હોસ્પિટલનાં બેઝમેન્ટમાં આગ લાગ્યા બાદ ફાયર વિભાગ દ્વારા હોસ્પિટલને સૂચના પ્રમાણે સાઘનો લગાવવા નોટિસ ફટકારી હતી. જેને આજે બે મહિનાં જેટલો લાંબો સમય વીતી જવા છતાં પણ હોસ્પિટલ દ્વારા કોઈ પણ જાતની સૂચનાનું પાલન ન કરી બેઝમેન્ટમાં કોઈ સેફ્ટી સાઘનો ન લગાવાતા ફાયર વિભાગ દ્વારા નોટીસ ફટકારી હતી. તેમજ હોસ્પિટલની ૪૫ દિવસની ફાયર NOC પૂર્ણ થયા બાદ પણ હોસ્પિટલ દ્વારા ફાયર NOC લેવાઈ નથી. ત્યારે હોસ્પિટલની બેદરકારીને લઈ ફાયર વિભાગ દ્વારા હોસ્પિટલ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી શકે તેવી શક્યતાઓ છે. અમદાવાદનાં શાહીબાગ ખાતે આવેલી રાજસ્થાન હોસ્પિટલનાં બેઝમેન્ટમાં શોર્ટ સર્કીટનાં કારણે…
રાજકોટમાં ૮ વર્ષની બાળકીની હત્યા કેસમાં ૩ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ત્રણેય આરોપીઓએ બાળકી સાથે સામુહિક દુષ્કર્મ આચર્યું હતું. આરોપીઓએ નશાની હાલતમાં દુષ્કર્મ આચર્યું હોવાનું ખુલ્યું છે, બાળકીએ બૂમાબૂમ કરતા આરોપીઓએ બાળકીની પથ્થરના ઘા મારી હત્યા કરી હોવાનું કબૂલ્યું છે. જે સી પી વિધિએ જણાવ્યું કે, પોલીસે આરોપી મિતલેશ રામનારાયણ, ભરત મીણા, અમરેશ કુલદીપની ધરપકડ કરી છે. આ તમામ આરોપીઓ વિરુદ્ધ સામૂહિક દુષ્કર્મની પણ કલમો ઉમેરાશે. રાજસ્થાન, વિરમગામ અને રાજકોટથી ૩ આરોપીઓ ઝડપાયા છે. જેમાં એક આરોપી બાળકીના પિતાનો મિત્ર હોવાનું પણ ખૂલ્યું છે. અત્રે જણાવીએ કે, આરોપીઓ રાજકોટના કારખાનામાં કામ કરી છૂટક મજૂરી કરતા હતા. જે સી પીએ…
લોકસભાની ચૂંટણી પહેલાં રાહુલ ગાંધીનો નવો દાવ. ભાજપની પછાડવા રાહુલ ગાંધીએ ખેલ્યું જાતિ ગણતરીનું કાર્ડ. દિલ્લી ખાતે મળેલી કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક બાદ રાહુલ ગાંધીએ કરી મોટી જાહેરાત. હવે તમામ કોંગ્રેસ શાસિત રાજ્યોમાં જાતિ જનગણના કરવામાં આવશે. ઉલ્લેખનીય છેકે, આગામી વર્ષે દેશમાં લોકસભાની ચૂંટણીઓ આવી રહી છે. ત્યારે અત્યાર સુધી કોંગ્રેસ વિવિધ મુદ્દાઓ પર ભાર મુકીને જન માનસ પર અસર છોડવાનો પ્રયાસ કરી રહી હતી. ત્યારે CWC એટલેકે, કોંગ્રેસ વર્કિંગ કમિટિની બેઠક બાદ આખરે કોંગ્રેસને લોકસભાનો મુદ્દો મળી ગયો છે. ખુદ રાહુલ ગાંધીએ આ અંગેની જાહેરાત કરી દીધી છે. લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસે જાતિ ગણતરીના મુદ્દા પર આગળ વધવાનું નક્કી…
જયારથી સીએમ ભૂપેન્દ્ર પટેલ નુ સૌથી નાનુ મંત્રી મંડળ બન્યું છે ત્યારથી ભાજપના બાકીના ધારાસભ્યોને વિસ્તરણની આશા છે. જ્યારે જ્યારે સીએમ દિલ્હીની મુલાકાત લે અથવા તો પીએમ મોદી કે અમિત શાહ ગુજરાત વિઝિટ કરે છે ત્યારે ત્યારે મંત્રી મંડળ વિસ્તરણની વાતો જાેર પકડે છે. ભાજપના દર બીજાે ધારાસભ્ય અન્યોને વિસ્તરણ મુદ્દે પૂછતો જાેવા મળે છે, લોબિંગ કરતો જાેવા મળે છે. સૌથી વધુ આશાવાદ એક સમયે વિવિધ આંદોલનો થકી ગુજરાતને ધમરોળી નાંખનાર અને બાદમાં ભાજપનો ભગવો ધારણ કરનાર ધારાસભ્યોમાં છે. જેઓ પોતાને કેન્દ્રના ટોચના નેતૃત્વના વફાદાર અને નજીકનાં માને છે. તેઓનો આશાવાદ તો વળી ચરમ સીમાએ છે. જાેકે આ તમામના સપના…