એક સમય હતો કે જ્યારે મા-બાપ પોતાના સંતાનને હોસ્ટેલમાં મોકલતા પણ અચકાતા હતા, પણ ધીરે-ધીરે ગ્રેજ્યુએટ થઈ ગયેલા પોતાના સંતાનને વિદેશમાં મોકલવાનું ચલણ શરૂ થયું અને છેલ્લા ચાર-પાંચ વર્ષમાં તો બાળક બારમું ધોરણ પાસ કરે તે સાથે જ તેને વિદેશ મોકલવાનો જાણે એક નવો જ ટ્રેન્ડ ગુજરાતમાં શરૂ થયો છે. પહેલા ધનવાન કુટુંબના સંતાનો જ વિદેશ ભણવા જતા હતા, પરંતુ એજ્યુકેશન લોન લેવાનું જેમ-જેમ દિવસેને દિવસે સરળ થતું ગયું તેમ-તેમ મધ્યમ વર્ગના મા-બાપ પણ પોતાના સંતાનોને વગર કંઈ લાંબુ વિચાર્યે વિદેશ મોકલવા લાગ્યા અને લોકોનું જાેઈને બાાળકો પર પણ વિદેશ જવાનું પ્રેશર વધવા લાગ્યું. જાેકે, સવાલ એ છે કે પોતાના…
Author: Shukhabar Desk
ભારત અને પાકિસ્તાન વચ્ચે શનિવારે અમદાવાદમાં મેચ રમાશે. વર્લ્ડ કપ ૨૦૨૩ની આ મેચની ચાહકો આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે. ટીમ ઈન્ડિયાનો ઓપનર શુભમન ગિલ પ્રથમ બે મેચમાં રમી શક્યો નહોતો. ડેન્ગ્યુના કારણે તે બહાર રહ્યો હતો. પરંતુ હવે તેઓ અમદાવાદ પહોંચી ગયો છે. જાેકે, હાલમાં શુભમનના રમવા અંગે કોઈ માહિતી સામે આવી નથી. શુભમન ગિલ બુધવારે રાત્રે ચેન્નઈથી અમદાવાદ પહોંચ્યો હતો. પરંતુ ભારત-પાકિસ્તાન મેચમાં તેના રમવા અંગે કોઈ માહિતી બહાર આવી નથી. જાે ગિલ ફિટ થશે તો તેને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળી શકે છે. ભારતીય ટીમે વર્લ્ડ કપ ૨૦૨૩ની પોતાની પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયા સામે ચેન્નઈમાં રમી હતી. તમિલનાડુ ક્રિકેટ એસોસિએશનના…
પાકિસ્તાનની ટીમ અમદાવાદ આવી ચુકી છે. અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી હોટલ હયાત રેજન્સીમાં ટીમ રોકાઈ છે. સૌ પ્રથમ તો આપને જણાવી દઈએ કે, જાે તમે ૧૧ ઓકટોબરથી ૧૫ ઓકટોબર સુધી અમદાવાદના આશ્રમ રોડ વિસ્તારની આ હોટલમાં રોકાવાના હોવ તો તમારે પ્રવેશ લેતી વખતે લાયસન્સ અને આધારકાર્ડ હાથ પર રાખવું પડશે. હોટલ પ્રવેશ પર દરેક વ્યક્તિનું આધાર કાર્ડ અને ડ્રાઇવરનું લાયસન્સ ચેકીંગ આજથી શરુ કરવામાં આવ્યું છે. સિક્યોરીટી એજન્સીની તમામ વ્યવસ્થાની સાથે દરરોજ હોટલનું ફુલ ચેકિંગ થશે.અમદાવાદના હોટલ હયાત રેજન્સીમાં જે ભોજન બને છે તેમાં શાકભાજી અને ફળો સીધા જ ખેતરમાંથી આવે છે. આ સાથે ઓર્ગેનિંક ખેતીથી પકવેલાં શાકભાજીનો ઉપયોગ…
ODI વર્લ્ડ કપ ૨૦૨૩ ની ૯મી મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમાઈ હતી. ભારતીય ટીમે આ મેચ ૮ વિકેટે જીતી લીધી હતી. આ દરમિયાન અરુણ જેટલી સ્ટેડિયમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં સ્ટેન્ડ પર બેઠેલા પ્રશંસકો વચ્ચે જાેરદાર અથડામણ જાેવા મળી રહી છે. વીડિયોમાં જાેઈ શકાય છે કે મામલો માત્ર અથડામણ સુધી સીમિત નથી પરંતુ કેટલાક લોકો એકબીજાને મારવા લાગે છે. વાયરલ વીડિયોની વાત કરીએ તો એ જાણી શકાયું નથી કે ચાહકો વચ્ચે આ લડાઈ શા માટે થઈ. પરંતુ જાે વીડિયોની વાત કરીએ તો સ્ટેન્ડ પર બેઠેલા ચાહકો અચાનક એકબીજાને મારતા…
ભારત અને પાકિસ્તાન વચ્ચે ૧૪ ઓક્ટોબર, શનિવારના રોજ રમાનારી મેચને લઇને કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. ભારતીય ટીમ આજે અમદાવાદ પહોંચશે જ્યારે પાકિસ્તાનની ટીમ બુધવારે અમદાવાદ પહોંચી હતી. અગાઉ ભારતીય ઓપનર શુભમન ગિલ પણ અમદાવાદ પહોંચી ચૂક્યો છે. ભારતીય ટીમ ITC નર્મદા હોટેલમાં રોકાશે. ભારત-પાકિસ્તાન મેચના દિવસે અમદાવાદમાં સચિન તેંડુલકર, રજનીકાંત અને અમિતાભ બચ્ચન જેવા દિગ્ગજાે હાજર રહેશે. મેચ પહેલા બૉલિવૂડના સિંગર અરિજીત સિંહ પરફોર્મ કરશે. પાકિસ્તાનની ટીમ હયાત હોટલમાં રોકાઇ છે. અહીં પોલીસનો સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. હોટલમાં આવનાર દરેક મુલાકાતીઓની નોંધણી કરવામાં આવી રહી છે. બુધવારે રાતે પોલીસ કમિશનરે પણ હોટલની મુલાકાત લીધી હતી. પાકિસ્તાનની ટીમ આજે…
સમાચાર એજન્સી એએફપીના અહેવાલ મુજબ ઈઝરાયેલ-ગાઝા યુદ્ધના પાંચમા દિવસે (બુધવાર, ૧૧ ઓક્ટોબર) મૃત્યુઆંક લગભગ ૩,૬૦૦ પર પહોંચી ગયો છે. દરમિયાન, ઇઝરાયેલના સૈન્યએ દાવો કર્યો હતો કે લેબનોનથી દેશના એરસ્પેસમાં શંકાસ્પદ ઘૂસણખોરી થઈ છે. સેનાના હોમ ફ્રન્ટ કમાન્ડે લેબનોનની સરહદ નજીક દેશના ઉત્તર ભાગમાં આવેલા બીટ શીન, સફેદ અને તિબરિયાસ શહેરોના રહેવાસીઓને મોટા પાયે હુમલાના ભયને કારણે આગામી સૂચના સુધી ઘરમાં જ રહેવાની સલાહ આપી છે. આ ઉપરાંત, ઉત્તરીય સરહદ નજીકના ઘણા શહેરોમાં રોકેટ સાયરન પણ સતત વાગતા રહ્યા હતા. એએફપીના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે અગાઉ લેબનોનના આતંકવાદી જૂથ હિઝબુલ્લાહે કહ્યું હતું કે વધતા સરહદી તણાવ વચ્ચે આ સપ્તાહની…
IT નિયમો ૨૦૨૧ હેઠળ, તમામ મોટી સોશિયલ મીડિયા કંપનીઓએ દર મહિને વપરાશકર્તા સુરક્ષા રિપોર્ટ જાહેર કરવો પડશે. આ નિયમ હેઠળ, ટિ્વટરએ સપ્ટેમ્બર મહિના માટે રિપોર્ટ જાહેર કર્યો છે અને કંપનીએ મોટી સંખ્યામાં ભારતીય એકાઉન્ટ્સ પર કાર્યવાહી કરી છે. ઈલોન મસ્કના ટિ્વટરે ૨૬ ઓગસ્ટથી ૨૫ સપ્ટેમ્બર વચ્ચે ૫,૫૭,૭૬૪ ભારતીય એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. આમાંના મોટાભાગના એકાઉન્ટ્સ કંપનીના નિયમોની વિરુદ્ધ જઈને બાળ જાતીય દુર્વ્યવહાર અને બિન-સહમતિયુક્ત નગ્નતાને પ્રોત્સાહન આપતા હતા. એટલે કે, પ્લેટફોર્મ પર નગ્નતા પોસ્ટ કરવામાં આવી રહી હતી. આ સમયગાળા દરમિયાન, કંપનીએ આતંકવાદને પ્રોત્સાહન આપતા આવા ૧,૬૭૫ એકાઉન્ટ્સ પણ કાયમી ધોરણે બંધ કરી દીધા છે. એકંદરે, કંપનીએ ૨૬ ઓગસ્ટથી…
ગઇકાલે રાત્રે એક મોટા સમાચાર બિહારના બક્સરથી સામે આવ્યા છે, જ્યાં નવી દિલ્હીના આનંદ વિહાર સ્ટેશનથી કામાખ્યા ધામ જતી નોર્થ એક્સપ્રેસના અકસ્માતમાં ઓછામાં ઓછા ૪ લોકોના મોત થયા છે. આ અકસ્માતમાં લગભગ ૮૦ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. બક્સરના ડીએમ અંશુલ અગ્રવાલે મૃતકોની સંખ્યાની પુષ્ટિ કરી છે. સવાર સુધીમાં મળતી માહિતી મુજબ, ટ્રેનના ૨૧ બોગી ખરાબ રીતે પાટા પરથી ઉતરી ગયા હતા. આ કોચમાં હજુ પણ ઘણા મુસાફરો પણ અટવાયા છે. જેના કારણે મુસાફરોની હાલત નાજુક હોવાનું કહેવાય છે. અકસ્માત બાદ ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. ઘટના સ્થળે રાહત કાર્યમાં લાગેલા લોકોએ જણાવ્યું કે અત્યાર સુધીમાં…
સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાની કેશરપુરા દુધ મંડળીના સેક્રેટરીએ ઉચાપત આચરી છે. દુધ ઉત્પાદક મંડળીના ચેરમેન સાલેજી હાફીજભાઈ ઈસ્માઈલભાઈએ જાદર પોલીસ સ્ટેશને આ અંગેની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ દાંત્રોલીયા યાકુબ સાબીરભાઈએ પોતાની સેક્રેટરી તરીકેની ફરજ દરમિયાન હંગામી ઉચાપત આચરી હતી. જેને લઈ તેઓના વિરુદ્ધમાં ઉચાપતનો ગુનો નોંધવામાં આવ્યો છે. મંડળીમાં સેક્રેટરીની ફરજ દરમિયાન યાકુબ દાંત્રોલીયાએ સિલકમાંથી બારોબાર જ રકમ ઉધારી લીધી હતી.સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાની કેશરપુરા દુધ મંડળીના સેક્રેટરીએ ઉચાપત આચરી છે. દુધ ઉત્પાદક મંડળીના ચેરમેન સાલેજી હાફીજભાઈ ઈસ્માઈલભાઈએ જાદર પોલીસ સ્ટેશને આ અંગેની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ દાંત્રોલીયા યાકુબ સાબીરભાઈએ પોતાની સેક્રેટરી તરીકેની ફરજ દરમિયાન હંગામી ઉચાપત આચરી…
વાપીમાં ધોળા દિવસે ચાર ઈસમોએ મોબાઈલની દુકાનમાં દાદાગીરી કરી લૂંટ ચલાવી. રિપેર માટે આપેલો મોબાઈલ રિપેર ન હોવાથી ચાર શખ્સોએ દુકાનદાર સાથે માથાકુટ કરી અને અન્ય ગ્રાહકનો ફોન ઝૂંટવી લઈ ફરાર થઈ ગયા હતા. સમગ્ર ઘટનાના સીસીટીવી ફુટેજ સામે આવ્યા છે. શહેરમાં ધોળા દિવસે ચાર શખ્સોએ મોબાઈલની દુકાનમાં દાદાગીરી કરીને લૂંટ ચલાવી. સમગ્ર ઘટનાની વાત કરીએ તો, શખ્સોએ મોબાઈલ રિપેર કરાવવા માટે દુકાનમાં આપ્યો હતો. જ્યારે શખ્સો પોતાનો ફોન પાછો લેવા આવ્યા ત્યારે તેમનો ફોન રિપેર નહોતો થયો. જેને લઈ શખ્સો ઉશ્કેરાયા. જે બાદ શખ્સોએ અન્ય ગ્રાહકનો ફોન ઝૂંટવી લીધો. ઘટનાના CCTV દૃશ્યમાં જાેઈ શકાય છે કે ચાર શખ્સ દુકાનમાં…