આજે દિલ્હી હાઈકોર્ટે બાટલા હાઉસ એન્કાઉન્ટર કેસમાં પોતાનો ચુકાદો સંભળાવતા આરિઝ ખાનને આપવામાં આવેલી ફાંસીની સજા ને આજીવન કેદમાં ફેરવી દીધી હતી. અગાઉ દિલ્હી પોલીસ ઈન્સ્પેકટર મોહન ચંદ શર્માની હત્યા માટે ટ્રાયલ કોર્ટે આરિઝ ખાનને ફાંસીની સજા સંભળાવી હતી. દિલ્હીમાં ૧૩મી સપ્ટેમ્બર ૨૦૦૮ના રોજ શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટ થયા હતા જેમાં ૨૬ લોકોના મોત થયા હતા જ્યારે ૧૩૩ લોકો ઘાયલ થયા હતા. દિલ્હી પોલીસને તપાસમાં જાણવા મળ્યું હતું કે બોમ્બ વિસ્ફોટ આતંકવાદી સંગઠન ઈન્ડિયન મુજાહિદ્દીન દ્વારા કરવામાં આવ્યો હતો. આ કેસની તપાસ કરી રહેલી દિલ્હી પોલીસને ૧૯મી સપ્ટેમ્બરે જામિયા નગરના બાટલા હાઉસમાં ઈન્ડિયન મુજાહિદ્દીનના આતંકવાદી હોવાની માહિતી મળી હતી અને દિલ્હી…
Author: Shukhabar Desk
કોંગ્રેસે ગંગાજળ પર કથિત રીતે ૧૮ ટકા જીએસટી લગાવવાના મોદી સરકારના ર્નિણયની આકરી ટીકા કરી હતી અને તેને લૂંટ તથા પાખંડની પરાકાષ્ઠા ગણાવી હતી. વડાપ્રધાન મોદીએ ગુરુવારે ઉત્તરાખંડની એક દિવસની મુલાકાત લીધી હતી જેના પર કોંગ્રેસે સવાલો ઊઠાવ્યા હતા. કોંગ્રેસે પૂછ્યું કે પીએમ મોદી એ પણ જણાવી દો કે તમે મણિપુર ક્યારે જશો? કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાઅર્જુન ખડગેએ ટિ્વટર પર કહ્યું કે મોદીજી મોક્ષ આપનાર મા ગંગાનું મહત્ત્વ એક આમ ભારતીય માટે જન્મથી લઇને જીવનના અંત સુધી અત્યંત વધારે છે. આ સારું છે કે તમે આજે ઉત્તરાખંડમાં છો પણ તમારી જ સરકારે પવિત્ર ગંગાજળ પર જીએસટી લાદી દીધો છે એ પણ…
ગઈકાલે બિહારના બક્સરમાં ભયંકર ટ્રેન દુર્ઘટના સર્જાય હતી. આ દુર્ઘટનામાં મૃતકો અને ઘાયલ થયેલા લોકો માટે રેલવે દ્વારા એક્સ-ગ્રેશિયા આપવાની જાહેરાત કરવામાં આવી છે. મૃતકોના પરિવારને ૧૦-૧૦ લાખ રૂપિયા અને ઘાયલોના પરિવારને ૫૦-૫૦ હજાર રૂપિયા આપવામાં આવશે. આ સિવાય બિહાર સરકારે દ્વારા પણ ટ્રેન દુર્ઘટનામાં માર્યા ગયેલા દરેકને ૪ લાખ રૂપિયાની એક્સ-ગ્રેશિયા રકમ આપવામાં આવશે. ગઈકાલે નોર્થ ઈસ્ટ એક્સપ્રેસ ટ્રેન નંબર ૧૨૫૦૬ માં દુર્ઘટના સર્જાઈ હતી. ગઈકાલે લગભગ રાતે ૯.૪૫ વાગ્યે દાનાપુર-બક્સર રેલ્વે સેક્શન પર રઘુનાથપુર રેલ્વે સ્ટેશન નજીક ટ્રેન પાટા પરથી ઉતારી જતા દુર્ઘટના સર્જાઈ હતી. દુર્ઘટનાની માહિતી મળતાં જ ડુમરાઓના જીર્ડ્ઢં કુમાર પંકજ અને બ્રહ્મપુર પોલીસ સ્ટેશન રાહત…
દિલ્હીના આનંદ વિહાર ટર્મિનલથી કામાખ્યા જતી નોર્થ ઈસ્ટ એક્સપ્રેસ દુર્ઘટના થયા બાદ તપાસ શરૂ થઈ ચૂકી છે. રેલવે બોર્ડે દુર્ઘટનાના તાત્કાલિક બાદ હાઈ લેવલની તપાસના આદેશ કર્યા હતા. તપાસ દરમિયાન રેલવેના પાટા અનેક જગ્યાએ તૂટી આવેલાં મળ્યા હતા. પાટા સાથે છેડછાડ કરાઈ હોવાની આશંકા વ્યક્ત કરાઈ છે. આ મામલે અધિકારીઓ અત્યાર સુધી કોઈપણ ટિપ્પણી કરતાં બચી રહ્યા છે. પણ શું આ દુર્ઘટનાનું કારણ કોઈ ટેક્નિકલ ખામી હતી? કે પાટા પર અવરોધ હતો કે ટ્રેન પસાર થાય તે પહેલાં જ પાટા તૂટેલાં હતા એ તમામ પોઈન્ટ પર તપાસ શરૂ કરી દેવામાં આવી છે. અત્યાર સુધીની તપાસમાં એ જાણવા મળ્યું કે બક્સરથી…
ભારત પર ચીનની જેમ જ ભારે ભરખમ દેવું થઈ ગયું છે. તેમ છતાં પાડોશી દેશોની સરખામણીમાં ભારત સામે દેવા સંબંધિત જાેખમો ઓછા છે. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઈએમએફ) એ જણાવ્યું હતું કે ભારતે દેવા સંબંધિત જાેખમોને ઘટાડવા માટે મધ્યમગાળામાં ખાધ ઘટાડવા માટે મહત્વાકાંક્ષી રાજકોષીય સશક્તિકરણ યોજના બનાવવી જાેઈએ. આઈએમએફખાતે રાજકોષીય બાબતોના ડેપ્યુટી ડાયરેક્ટર રૂડ ડી મોઈઝે જણાવ્યું હતું કે ભારતનું વર્તમાન દેવું જીડીપીના ૮૧.૯ ટકા છે. ચીનના કિસ્સામાં આ પ્રમાણ ૮૩ ટકા છે. આ રીતે, બંને દેશો લગભગ સમાન સ્થિતિમાં છે. જાે કે કોરોના મહામારી પહેલા ભારતનું દેવું ૨૦૧૯ માં જીડીપીના ૭૫ ટકા હતું. મોઇઝે કહ્યું કે, ભવિષ્યમાં ભારતનું દેવું ચીનની…
વૈશ્વિક સકારાત્મક સંકેતોને કારણે ગુરુવારે ઉછાળા સાથે ખુલેલા બેન્ચમાર્ક સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટીએ તેમનો લાભ ગુમાવ્યો અને ઘટાડા સાથે બંધ થયા. બીએસઈસેન્સેક્સ ૬૪.૬૬ પોઈન્ટ અથવા ૦.૦૯૭% ના ઘટાડા સાથે ૬૬,૪૦૮.૩૯ પર બંધ થયો. એનએસઈનિફ્ટી ૨૭.૫૦ પોઈન્ટ અથવા ૦.૧૪% ઘટીને ૧૯,૭૮૩.૮૫ પર બંધ થયો. આઈટી, એફએમસીજી સેક્ટોરલ ઈન્ડેક્સમાં ઘટાડો જાેવા મળ્યો હતો. જ્યારે, નિફ્ટી બેન્ક, નિફ્ટી મિડકેપ, નિફ્ટી ઓટો અને ફાર્મામાં વધારો નોંધાયો હતો. ગુરુવારે, જાપાન, ચીન અને હોંગકોંગ સહિતના એશિયન બજારોમાં હકારાત્મક ટ્રેડિંગને કારણે ભારતીય સ્થાનિક શેરબજાર સવારે મજબૂત નોંધ પર ખુલ્યું હતું, પરંતુ તે વધારો સાંજ સુધી ટકી શક્યો ન હતો. સેન્સેક્સ અને નિફ્ટી લાલ નિશાન સાથે બંધ થયા…
ફોર્બ્સે ઇન્ડિયા દર વર્ષે ભારતના અમીરોની યાદી જાહેર કરે છે. આ યાદીમાં ભારતના મુકેશ અંબાણી ફરી એકવાર એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે જેમની કુલ સંપત્તિ ૯૨ અબજ ડૉલર છે. દરમિયાન ગૌતમ અદાણી ૬૮ અબજ ડૉલરની સંપત્તિ સાથે ભારતની યાદીમાં બીજા ક્રમે છે. ફોર્બ્સ અનુસાર, આ તમામ ૧૦૦ લોકોની સંયુક્ત સંપત્તિ ૭૯૯ ડોલર બિલિયન છે. ગયા વર્ષે અદાણીએ આ યાદીમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. તાજેતરમાં હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટ પણ બહાર પાડવામાં આવ્યું હતું. આ યાદીમાં પણ મુકેશ અંબાણીએ પ્રથમ સ્થાન મેળવ્યું હતું. મુકેશ અંબાણીની સંપત્તિ દર વર્ષે ચાર ગણી વધી છે. ૨૦૧૪માં અંબાણીની સંપત્તિ ૧,૬૫,૧૦૦ કરોડ રૂપિયા હતી,…
ઇઝરાયલ અને પેલેસ્ટિનિયન યુદ્ધને લઈ વધુ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ઈઝરાયેલે સીરિયાના દમાસ્કસ અને અલેપ્પોના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર હવાઈ હુમલા શરૂ કર્યો છે. એવી સંભાવનાઓ છે કે, હુમલાઓમાં ઈરાનથી આવતા હથિયારોને નિશાન બનાવવામાં આવ્યા છે. સ્થાનિક મીડિયા અહેવાલ અનુસાર, સીરિયન આર્મીએ આ બંને હુમલાની જવાબી કાર્યવાહી શરૂ કરી દીધી છે. એવું પણ સામે આવી રહ્યું છે કે, અલેપ્પો એરપોર્ટ પર ઈઝરાયેલના હુમલામાં નુકસાન થયું છે પરંતુ કોઈ જાનહાનિ થઈ નથી. સીરિયાના મીડિયા અહેવાલ અનુસાર, સૈન્ય સૂત્રોના આધારે આ હુમલો આજે ઇઝરાયેલની સેના દ્વારા અલેપ્પો અને દમાસ્કસ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર રોકેટ છોડી કરવામાં આવ્યો હતો. જેના કારણે એરપોર્ટના…
ખેલૈયાઓ માટે ચિંતાજનક સમાચાર આવ્યા છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે નવરાત્રિમાં વરસાદ વરસશે. રાજ્યના હવામાન વિભાગના મતે ૧૫ અને ૧૬ ઓક્ટોબરના રોજ સૌરાષ્ટ્ર, ઉત્તર અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદ વરસી શકે છે. ૧૫ ઓક્ટોબરના રોજ સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમદાવાદ, મહેસાણા, ગાંધીનગર, ખેડા અને આણંદમાં છૂટ્ટા છવાયા વરસાદની આગાહી કરાઇ છે જ્યારે ૧૬ ઓક્ટોબરના રોજ સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, બનાસકાંઠા અને સાબરકાંઠામાં છૂટ્ટા છવાયા વરસાદની આગાહી કરાઇ છે. રાજ્યમાંથી ચોમાસાએ વિદાય લીધી છે અને હવે વાતાવરણ પણ સૂકું બની ગયું છે. રાજ્યમાં દક્ષિણ પશ્ચિમના પવન ફૂંકાય રહ્યા છે અને અત્યારે બેવડી ઋતુનો અહેસાસ થઇ રહ્યો છે. વહેલી સવારે…
૧૭થી ૩૦ વર્ષની અજાણી સ્ત્રીની લાશ સળગેલી હાલતમાં ૯ ઓક્ટોબર ૨૦૨૩ ના રોજ સવારના ૧૧ઃ૦૦ વાગ્યાના અરસામાં ખામટા ગામ પાસેથી મળી આવી હતી. સમગ્ર મામલાની જાણ પડધરી પોલીસને થતા પડધરી પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે ઘટના સ્થળ પર જરૂરી પંચનામાની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ સળગેલા માનવ કંકાલને ફોરેન્સિક પીએમ અર્થે મોકલ્યા હતા. ત્યારે ફોરેન્સિક પીએમના પ્રાથમિક રિપોર્ટમાં મરણ જનનારની ઉંમર ૧૭ વર્ષથી ૩૦ વર્ષની વયની હોવાનું સામે આવ્યું હતું. ત્યારે સમગ્ર મામલે પડધરી પોલીસ દ્વારા આઇપીસી ૩૦૨ (હત્યા) અને ૨૦૧ (પુરાવાનો નાશ કરવો ) સહિતની કલમ હેઠળ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. ઇન્વેસ્ટીગેશન ઓફિસર જી જે ઝાલાના…