વોટ્સએપપર અજાણ્યા નંબરો પરથી આવતા સ્પેમ કોલ્સે ગત દિવસોમાં લોકોને ખૂબ પરેશાન કર્યા. સોશિયલ મીડિયા પર મામલો ગરમાયો. લોકોએ ફરિયાદ કરી. તે બાદ સરકાર પણ એક્ટિવ થઈ અને વ્હોટ્સએપને જરૂરી એક્શન લેવા માટે કહેવામાં આવ્યુ. હવે લાગે છે કે મેસેજિંગ પ્લેટફોર્મે અજાણ્યા કોલ્સથી યુઝર્સને બચાવવાનો તોડ કાઢી લીધો છે. મંગળવારે વ્હોટ્સએપે જણાવ્યુ કે તે ૨ નવા અપડેટ લઈને આવી રહ્યુ છે. યુઝર્સ હવે અજાણ્યા લોકોના કોલ મ્યૂટ કરી શકે છે. વ્હોટ્સએપ સેટિંગમાં જઈને આ ફીચરને ઓન કરી શકાય છે. એક બ્લોગ પોસ્ટમાં વ્હોટ્સએપે જણાવ્યુ કે અજાણ્યા લોકોના કોલ મ્યૂટ કરીને અને પ્રાઈવસી ચેકઅપ નામથી બે અપડેટ યુઝર્સ માટે લઈને આવ્યુ…
Author: Shukhabar Desk
આતંરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે યોગ કરતી વખતે કેન્દ્રીય મંત્રી પશુપતિ કુમાર પારસની તબિયત અચાનક લથડી હતી. કેન્દ્રીય મંત્રી મંચ પર જ ઢળી પડ્યા હતા. જેના કારણે અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. ઘટના સ્થળ પર હાજર અધિકારીઓ અને તેમના પીએ એ પશુપતિ કુમાર પારસને ઉઠાડીને સોફા પર બેસાડ્યા હતા. પશુપતિ કુમાર પારસે જણાવ્યું કે, ગત દિવસોમાં તેમની ગાડી ખાડામાં ખાબકી ગઈ હતી જેના કારણે તેમને કેટલીક શારિરીક સમસ્યાઓ થઈ હતી. ત્યારબાદ યોગ કરતી વખતે તેમની તબિયત લથડી હતી. તેમણે જણાવ્યું કે, અહીંથી જઈને તેઓ દિલ્હી એઈમ્સમાં સારવાર કરાવશે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે હાજીપુરના કોનહારા નજીક આયોજિત યોગ શિબિરમાં યોગ કરવા માટે કેન્દ્રીય…
ખાલિસ્તાની આતંકીઓની એક પછી એક થઈ રહેલી હત્યાઓ વચ્ચે અમેરિકામાં રહેતો ખાલિસ્તાની આતંકવાદી અને સિખ ફોર જસ્ટિસ સંગઠન ચલાવતો ગુરૂપતવંત સિંહ પન્નુ ત્રણ દિવસથી ગાયબ થઈ જતા તરેહ તરેહની અટકલો થઈ રહી છે. તાજેતરમાં જ ખાલિસ્તાની નેતા હરદીપસિંહ નજ્જરની કેનેડામાં થયેલી હત્યા બાદ વિદેશોમાં રહીને ભારત સામે ઝેર ઓકી રહેલા ખાલિસ્તાનીઓમાં ભયનો માહોલ છે. આ સંજાેગોમાં અમેરિકામાં ખાલિસ્તાન માટે જનમત સંગ્રહ કરાવવા માટેનુ અભિયાન ચલાવતો પન્નુ ગાયબ થઈ ગયો છે. પન્નુ અને નિજ્જર એક સાથે કામ કરી રહ્યા હતા. નિજ્જરે ૨૦૧૯માં પન્નુ સાથે હાથ મિલાવી લીધો હતો અને નિજ્જરે પન્નુના કહેવા પર કેનેડામાં ખાલિસ્તાન માટે જનમત સંગ્રહનુ કામ શરૂ કર્યુ…
મધ્યપ્રદેશના છતરપુર સ્થિત બાગેશ્વર ધામમાંથી વધુ એક ચોંકાવનારી ખબર સામે આવી છે. બાગેશ્વર ધામમાં અરજી લગાવવા આવેલા એક શખ્સનો મૃતદેહ બાયપાસ રોડ પરથી મળી આવ્યો છે. છેલ્લા એક મહિનામાં બાગેશ્વર ધામમાંથી કુલ ૪ લોકોના મૃતદેહ મળી આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જે આધેડનો મૃતદેહ મંગળવારે મોડી રાત્રે મળી આવ્યો તે બાગેશ્વર ધામમાં પૂજા અને દર્શન કરવાની સાથે સાથે બાગેશ્વર ધામ સરકારના દરબારમાં અરજી કરવા માટે આવ્યો હતો. એક મહિનામાં ૪ મૃતદેહ મળતા પોલીસ પણ એક્શનમાં છે. આ સાથે જ આ ઘટનાઓ બાદ બાગેશ્વર ધામમાં આવતા શ્રદ્ધાળુઓની ચિંતામાં વધારો થાય તે પણ સ્વાભાવિક છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે બાગેશ્વર…
સ્થાનિક શેરબજારો આજે તેજી સાથે બંધ થયા છે. બીએસઈસેન્સેક્સ ૧૯૫.૪૫ પોઈન્ટ એટલે કે ૦.૩૧ ટકાના વધારા સાથે બંધ થયો હતો. આજે દિવસના કારોબાર દરમિયાન સેન્સેક્સ એક સમયે ૬૩,૫૮૮.૩૧ પોઈન્ટની સપાટીએ પહોંચી ગયો હતો. આ આ સ્ટોકનો ઓલટાઇમ હાઈ છે. એ જ રીતે, એનએસઈનિફ્ટી ૩૭.૧૦ પોઈન્ટ અથવા ૦.૨ ટકાના વધારા સાથે ૧૮,૮૫૩.૮૦ પોઈન્ટના સ્તરે બંધ થયો હતો. આજે બ્લુડાર્ટનો શેર સાત ટકાના ઉછાળા સાથે બંધ રહ્યો હતો. મેટલ ઇન્ડેક્સ એક ટકાના ઘટાડા સાથે બંધ રહ્યો હતો. એ જ રીતે એફએમસીજી ઇન્ડેક્સ ૦.૪ ટકા અને રિયલ એસ્ટેટ ઇન્ડેક્સ ૦.૩ ટકા ઘટીને બંધ થયા છે. તે જ સમયે, પાવર ઈન્ડેક્સમાં એક ટકા અને…
પોલીસના જણાવ્યા મુજબ, એક વ્યક્તિએ પીએમ મોદી અને ગૃહ મંત્રી અમિત શાહને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અધિકારીઓએ જણાવ્યું કે, દિલ્હી પોલીસને એક શખસે બે ફોન કોલ કર્યા હતા. જેણે પીએમ મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. એટલું જ નહીં બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારને પણ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારે આ ફોન કરનારો શખસ કોણ છે અને શા માટે તેણે આવી ધમકી આપી હતી, એ જાણવા માટે પોલીસ દોડતી થઈ છે. આરોપીને ઝડપી પાડવા માટે પોલીસે એક ટીમની રચના પણ કરી છે. દિલ્હી પોલીસના જણાવ્યા મુજબ, જે શખસે ફોન કર્યો…
શિલ્પા-મલાઇકા જ નહીં! બોલિવૂડની ૯ હસીનાઓ પણ યોગથી રહે છે ફિટ જ્યારે પણ યોગની વાત આવે છે ત્યારે અવારનવાર શિલ્પા શેટ્ટી અને મલાઈકા અરોરાનું નામ સામે આવે છે. આ બંને એક્ટ્રેસીસ યોગ કરે છે અને પોતાની ફિટનેસથી બધાને પ્રભાવિત કરે છે. પરંતુ આ સિવાય પણ ઘણી એક્ટ્રેસીસ છે, જેમના રૂટીનમાં યોગ પણ સામેલ છે. બોલિવૂડ અને સાઉથ ઈન્ડસ્ટ્રીની મોટાભાગની એક્ટ્રેસીસ ફિટનેસ માટે યોગ કરવાનું પસંદ કરે છે. આ લિસ્ટમાં સૈફ અલી ખાનની પત્ની કરીના કપૂરનું નામ પણ સામેલ છે. પ્રેગ્નન્સી બાદ પોતાનું વજન ઓછું કરવા માટે બેબોએ યોગનો સહારો લીધો હતો. જેકલીન ફર્નાન્ડીઝ છેલ્લા કેટલાક સમયથી સિલ્વર સ્ક્રીન પર દેખાઈ…
હોટ એન્ડ બ્યૂટીફુલ દિશા પટની સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને ફરી એકવાર તેણે પોતાના ટ્રેડિશનલ લુકની સાથે હોટનેસનો જલવો બતાવીને ફેન્સને દિવાના બનાવી દીધા છે. આ ફોટોઝમાં દિશા પટની સિલ્વર કલરની સાડીમાં એકદમ હોટ લાગી રહી છે. જેના પર ફેન્સનો જબરજસ્ત રિસ્પોન્સ મળી રહ્યો છે. સાડી સાથે દિશા પટનીએ મેચિંગ ડીપ નેક બ્લાઉઝ પહેર્યો છે, જે તેના લુકને એક બોલ્ડ ટચ આપી રહ્યો છે. આ બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોમાં દિશા પટની પોતાની પાતળી કમરને ફ્લોન્ટ કરતી જાેવા મળી રહી છે. સાડીમાં દિશા પટનીનું પરફેક્ટ ફિગર જાેવા મળે છે. આ ઉપરાંત તે એકથી એક કિલર પોઝ પણ…
સુષ્મિતા સેન અને તેનો એક્સ બોયફ્રેન્ડ રોહમન શૉલ ડિસેમ્બર ૨૦૨૧માં અલગ થઈ ગયા. તેઓ ઘણીવાર પરિવાર સાથે રજાઓમાં સમય પસાર કરતાં હતા. બ્રેકઅપ થઈ ગયું હોવા છતાં, તેમણે મળવાનું અને ડિનર ડેટ પર જવાનું ચાલુ રાખ્યું. જાે કે, ગયા વર્ષે ચાહકોને આશ્ચર્ય થયું હતું જ્યારે ઉદ્યોગપતિ લલિત મોદીએ સુષ્મિતા સેન સાથે વેકેશનનો ફોટો શેર કર્યો હતો અને કહ્યું હતું કે તે ભૂતપૂર્વ મિસ યુનિવર્સ સાથે ડેટ કરી રહ્યો છે. સુષ્મિતા સેન લલિત મોદી સાથે હોલિડે પર જતા પહેલા તેના એક્સ બોયફ્રેન્ડ રોહમન શૉલ સાથેના બ્રેકઅપને કારણે ચર્ચામાં હતી, પરંતુ હવે બંને ફરીથી સાથે જાેવા મળ્યા છે, જેના કારણે તેમના અફેરની…
અભિનેત્રીઓ જ્યારે ઘરની બહાર નિકળે ત્યારે હટકે લુકમાં જાેવા મળતી હોય છે. ખાસ કરીને ફેન્સનું ધ્યાન આઉટફિટ્સ પર હંમેશા જતુ હોય છે. આમ, ક્રિતી સેનને મુંબઇમાં ફિલ્મ આદિપુરુષના સ્ક્રીનિંગમાં હાજરી આપવા મોંઘીદાટ સાડી પહેરીને ગઇ હતી. દર્શકોનું ધ્યાન સાડી પર ગયુ અને લોકોની નજરમાં હોટ બની ગઇ. મુવીના પ્રમોશન દરમિયાન ક્રિતીએ પહેરેલી સાડીએ લોકોનું ધ્યાન ખેંચ્યુ હતુ. આ સાડી સાથે ક્રિતીએ ફૂલ સ્લીવનો બ્લાઉઝ પહેર્યો હતો. સુંદર ગ્રે સાડીમાં ક્રિતી મસ્ત લાગી રહી હતી. ક્રિતીની સ્ટાઇલિશે ઇન્સ્ટાગ્રામ પર અભિનેત્રીની તસવીરો શેર કરી છે. આ તસવીરો લોકોને ખૂબ પસંદ પડી. આ તસવીરો એક નજરે લોકોને ગમી જાય છે. તસવીરમાં તમે ક્રિતીની…