Author: Shukhabar Desk

સુરતમાં બન્યો છે મોદીએ ફર્સ્ટ લેડી જિલ બાઈડનને આપેલો ગ્રીન ડાયમંડ પીએમ મોદી હાલ અમેરિકાના પ્રવાસે છે, ત્યાં કેટલાક કાર્યક્રમોમાં ભાગ લીધા બાદ બુધવારે તેઓ વ્હાઈટ હાઉસ પહોંચ્યા હતા. અહીં પ્રેસિડેન્ટ જાે બાઈડન દ્વારા તેમનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન તેમની વચ્ચે ખૂબ વાતચીત થઈ હતી તેમજ એકબીજાને ઘણી બધી ગિફ્ટ પણ આપી હતી. તેમાંથી એક ગિફ્ટ ફર્સ્ટ લેડી જિલ બાઈડન માટે હતી, જેની ખૂબ જ ચર્ચા થઈ રહી છે. મોદીએ જિલને ૭.૫ કેરેટનો લેબમાં બનેલો ગ્રીન કલરનો ડાયમંડ આપ્યો હતો. આ ડાયમંડ જાેઈ તેમના ચહેરા પર એક અલગ જ સ્મિત હતું. આવું જ કંઈક સ્મિત હાલ સુરતના…

Read More

કોવિડ જંબો સેન્ટર કૌભાંડ કેસમાં ઈડીની ટીમે બુધવારે મુંબઈમાં કેટલીક જગ્યાએ દરોડા પાડ્યા હતા. જે ગુરુવારે પણ ચાલ્યા હતા. આ દરોડામાં ઈડીની ટીમને ૧૫૦ કરોડ રુપિયાથી વધુ કિંમતની ૫૦ સંપતિઓના દસ્તાવેજ મળ્યા છે. આ પ્રોપર્ટી સિવાય ૧૫ કરોડ રુપિયાનું કેટલીક જગ્યાએ રોકાણ મળ્યું છે. ઈડીએ આરોપીના ત્યાંથી કેટલીક એફડી અને રુપિયા ૨.૪૬ કરોડ રુપિયાની કિંમતના દાગીના પણ કબજે કર્યા છે. આ સિવાય ઈડીએ રુપિયા ૬૮.૬૫ લાખની કેજ પણ કબજે કરી છે. ગુરુવારે ઈડીની ટીમે ભાયખલામાં બીએમસીના સેન્ટ્ર પરચેઝ ડિપાર્ટમેન્ટની મુલાકાત પણ લીધી હતી, જેથી કોવિડ દરમિયાન આ મામલે થયેલી ખરીદીની તપાસ કરી શકાય. ઈડીએ સંજય રાઉતના નજીકના સુજીત પાટકરની પાર્ટનરશિપ…

Read More

મોદીની પંચ લાઈન સાંભળીને USની સંસદમાં ગૂંજ્યો તાળીનો ગળગળાટ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસે ગયા છે અહીં પહોંચતાની સાથે જાણે અમેરિકામાં ભારત છવાયું હોય તેવો માહોલ જાેવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીંના નેતાઓને મળ્યા ભારતીય મૂળના લોકોને મળ્યા જાેકે, ત્યાંની સંસદમાં પીએમ મોદીએ કરેલા સંબોધની ઘણી ચર્ચા છે. વડાપ્રધાને અમેરિકાની સંસદમાં સંબોધનને ગર્વની વાત ગણાવીને એક એવા શબ્દનો પ્રયોગ કર્યો કે તમામ નેતાઓ ઉભા થઈને તાળી પાડવા લાગ્યા હતા. આ સમયે આખું સંસદ ભવન ગુંજી ઉઠ્‌યું હતું. PM મોદીએ પોતાની સ્પીચ દરમિયાન કહ્યું કે પોતાના સંબોધન દરમિયાન અમેરિકાની સંસદમાં સંબોધન દરમિયાન વડાપ્રધાન મોદીએ AIનો નવો અર્થ જણાવ્યો અને…

Read More

જાેવા જઈએ તો, લોકો પાસે જ્યારે અઢળક રૂપિયા આવી જાય છે, તો તેમનું લિવિંગ સ્ટાડર્ડ અચાનક એટલું હાઈ થઈ જાય છે કે, તેઓ પોતાની રીતે કોઈ કામ નથી કરતા. પણ આજના સમયમાં એક એવી પણ છોકરી છે, જે કરોડપતિ હોવા છતાં પણ પોતાની જાતે વાસણ ધોવે છે, કપડા ગોઠવે છે અને ઘરના બાકીના કામ પણ કરે છે. અમે વાત કરી રહ્યા છીએ અમેરિકાની સૌથી નાની ઉંમરની સેલ્ફમેડ કરોડપતિ છોકરી ઈસાબેલા બેરેટની. બેલાના નામથી પ્રખ્યાત ઈસાબેલ ફક્ત ૧૭ વર્ષની છે અને તેની કમાણી દર મહિન ૮ લાખ રૂપિયાથી પણ વધારે છે. તે ફેશન અને એક્ટિંગ ઈંડસ્ટ્રીમાં કામ કરે છે અને ફેશન…

Read More

ભારતીય અવકાશ સંશોધન સંસ્થાના અધ્યક્ષ એસ. સોમનાથે કહ્યું કે ગગનયાન માટે સૌથી પહેલું અને સૌથી મહત્ત્વનું એ છે કે અધૂરા મિશનને પાર પાડવું. તેના માટે અમે પરિક્ષા વાહન નામનું નવું રોકેટ બનાવ્યું છે જે શ્રીહરિકોટામાં તૈયાર છે. ક્રૂ મોડ્યુલ અને ક્રૂ એસ્કેપ સિસ્ટમની એસેમ્બલી હાલમાં તૈયારી હેઠળ છે. બીજું મિશન આવતા વર્ષે એટલે કે ૨૦૨૪માં લોન્ચ કરવામાં આવશે. ભારતની પ્રથમ માનવરહિત અવકાશ ઉડાન ગગનયાન માટેનું મિશન આ વર્ષના ઓગસ્ટના અંતમાં થશે જ્યારે માનવરહિત મિશન આવતા વર્ષે ભ્રમણકક્ષામાં મોકલવામાં આવશે. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)ના અધ્યક્ષ એસ. સોમનાથે ગુરુવારે આ માહિતી આપી હતી. અહીં ફિઝિકલ રિસર્ચ લેબોરેટરીમાં એક ઈવેન્ટ દરમિયાન તેમણે…

Read More

ટાઈટેનિકના કાટમાળની સફર માટે ગયેલી સ્મોલ સબમરિન મિસિંગ હતી. આ અંગે ઘડિયાળના કાંટે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું હતું. તેવામાં ેંજી કોસ્ટ ગાર્ડે ગુરુવારે જણાવ્યું કે ૫ ટૂરિસ્ટ સાથે જે સબમરિન ગુમ થઈ ગઈ હતી એની તપાસ દરમિયાન ટાઈટેનિક પાસે અમને કાટમાળ મળી આવ્યો છે. જાેકે આ અંગે હજુ સુધી પુષ્ટિ નથી થઈ કે આ વ્રેકેજ જે છે એ ્‌ૈંટ્ઠહનો છે. જાેકે ઓફિશિયલ્સ એવી ધારણા કરી રહ્યા છે કે આ કાટમાળ ટાઈટનનો હોઈ શકે છે. ગુરુવારે સતત ચાલતા સર્ચ ઓપરશેનને ૯૬ કલાક પસાર થઈ ગયા હતા. જેમાં સંભવિત રીતે અનુમાન લગાવાઈ રહ્યું હતું કે સ્મોલ સબમરિનની અંદરથી ઓક્સિજન પૂરો થઈ ગયો…

Read More

સુરતનાં એક વિસ્તારમાં મોડી રાત્રે શ્રમિક પરિવાર સૂઈ રહ્યો હતો. તે દરમ્યાન નરાધમ યુવક પરિવાર સાથે સૂતેલી ૪ વર્ષીય બાળકીને ઉપાડી લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. સવારે અચાનક બાળકીનો રડવાનો અવાજ આવતા પરિવારજનોએ બાળકીને પૂછતા સમગ્ર હકીકત જણાવી હતી. જે બાદ બાળકીને સારવાર અર્થે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. જ્યાં હાલ બાળકીની સારવાર ચાલી રહી છે. ત્યારે પોલીસે પરિવારનાં નિવેદનનાં આધારે દુષ્કર્મની ફરિયાદ નોંધી છે. તેમજ પોલીસે આરોપીની ધરપકડ કરવા ઝ્રઝ્ર્‌ફ નાં આધારે તપાસ હાથ ધરી છે. આ સમગ્ર કેસની તપાસ સુરત ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવતા સુરત ક્રાઈમ બ્રાન્ચે સીસીટીવીનાં આધારે આરોપીને શોધી કાઢ્યો…

Read More

પશુપાલકો માટે સારા સમાચાર આવ્યા છે. આજે ગાંધીનગર ખાતે પશુપાલન મંત્રી રાઘવજી પટેલના હસ્તે પશુ જૈવિક સંસ્થા દ્વારા જી.એમ.પી.ના આધુનિક ધારાધોરણો મુજબ ઉત્પાદન કરાયેલી ગળસૂંઢાની રસીના પ્રથમ જથ્થાનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. પશુપાલન ખાતા હેઠળની ગાંધીનગર સ્થિત પશુ જૈવિક સંસ્થાએ પશુઓમાં થતા જીવલેણ રોગો સામે રક્ષણ આપવા માટે રસી ઉત્પાદન કરતી રાજ્યની એકમાત્ર સંસ્થા છે. રાજ્યના પશુઓને સુરક્ષિત કરવા રસી ક્ષેત્રે હવે ગુજરાત ર્સ્વનિભર બન્યું છે. પશુ જૈવિક સંસ્થા દ્વારા ગળસૂંઢાની રસીની પ્રથમ બેચમાં કુલ ૨,૭૯,૦૦૦ ડોઝનું ઉત્પાદન કરવામાં આવ્યું છે. પશુઓને થતા ગળસૂંઢા જેવા જીવલેણ રોગ સામે રક્ષણ આપવા માટે રાજ્ય સરકાર દ્વારા આ પશુઓને આ રસી વિનામૂલ્યે આપવામાં…

Read More

ન્યૂડ વીડિયો બનાવી બ્લેકમેઈલ કરતી ટોળકીના ચક્કરમાં ફસાયેલા જૂનાગઢના દળવા ગામના યુવકે મોતને વ્હાલું કરી લેતા ચકચાર મચી જવા પામી છે. ઠગ ટોળકીએ જે રીતે યુવકને ફસાવ્યો તે જાણીને પોલીસ પણ ચોંકી ગઈ છે. હાલ પોલીસે અજાણ્યા ૫ લોકો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સોશિયલ મીડિયામાં અજાણી વ્યક્તિ સાથે મિત્રતા કરનારા લોકો માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. આ મામલે વિગતવાર વાત કરીએ તો જૂનાગઢના દડવા ગામના અમિત રાઠોડ નામના યુવકનો સોશિયલ મીડિયા પર એક યુવતી સાથે સંપર્ક થયો હતો. જે બાદ બંને વચ્ચે વાતચીત થઈ હતી. યુવતીએ વીડિયોકોલ કરી અમિતને પોતાની વાતોમાં ફસાવ્યો હતો. વીડિયો કોલ કરીને…

Read More

જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના રંગપર ગામ પાસેથી બે દિવસ પહેલાં એક યુવાનને લૂટી લેવામાં આવ્યો હોવાનું પ્રકરણ સામે આવ્યું હતું, જેના પરથી પોલીસે પડદો ઉચકી નાખ્યો છે અને ફરિયાદી ખુદ લૂંટારૂ હોવાનું સાબિત થયું છે પોતાના ઉપર દેણું વધી ગયું હોવાથી આ પ્લાન બનાવ્યો હોવાની કબૂલાત કરી છે. આ મામલે જામનગર એસપી પ્રેમસુખ ડેલુએ જણાવ્યું કે, જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના રંગપર ગામમાં રહેતો અને ખેત ઉત્પાદનની વસ્તુઓનું લે-વેચનું કમિશનથી કામ કરતો અવેશ ખીરા નામનો યુવાન કે જેણે પોતાની આંખમાં બે લૂંટારોએ આવીને મરચાની ભૂકી નાખી ૨૦ લાખની રકમ લઈને ભાગી છૂટ્યા હોવાની ફરિયાદ મેઘપર-પડાણાં પોલીસ મથકમાં નોંધાવી હતી. તેમણે જણાવ્યું…

Read More