Author: Shukhabar Desk

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ઉમેશ પાલ હત્યાકાંડમાં બોમ્બબાજી કરીને હાહાકાર મચાવનારા ગુડ્ડુ મુસ્લિમ અને ઘટનાનું ષડયંત્ર રચવામાં સામેલ અતીક અહેમદની પત્ની શાઈસ્તા પરવીન હાલ યુપી પોલીસ માટે એક કોયડો બની ચૂકી છે. બંને આરોપી પર પોલીસે ઈનામ પણ જાહેર કર્યું છે અને બંને પોલીસને વારંવાર ચકમો આપીને મહિનાથી ફરાર છે. ત્યારે પ્રયાગરાજ પોલીસને ગુડ્ડુ મુસ્લિમની કેટલીક ચોંકવાનારી માહિતી મળી છે. આ જાણકારી એક તરફ ગુડ્ડુ મુસ્લિમના એકતરફી પ્રેમનો ખુલાસો કરી રહી છે, તો બીજી તરફ અતીકના ઘરમાં બધુ બરાબર નહોતું ચાલી રહ્યુ હોવાનો પણ ખુલાસો કરે છે. ઉમેશ પાલ મર્ડર કેસ દરમિયાન ગુડ્ડુ મુસ્લિમ પ્રયાગરાજમાંથી લક્ઝરી કારમાં બેસીને ફરાર થઈ ગયો…

Read More

આજથી મુંબઈમાં ચોમાસાનું આગમન થઇ ચૂક્યું છે. આજે અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગે મુંબઈમાં ચોમાસુ ૨૪મી સુધીમાં પહોંચે તેવી આગાહી કરી હતી. મહારાષ્ટ્રમાં જે વરુણ રાજાની સૌને રહ્યાં હતા તે આખરે સક્રિય થઈ ગયા છે. કોંકણ બાદ આજે મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં ચોમાસાનું આગમન થઇ ચૂક્યું છે. ચોમાસુ હવે વધુ તીવ્ર બને તેવી શક્યતા છે. હવામાન વિભાગે માહિતી આપી હતી કે આગામી ૨ દિવસમાં ચોમાસું રાજ્યમાં પ્રવેશ કરશે. કેરળમાં મોનસૂનના મોડા આગમને કારણે દરેક જગ્યાએ મોનસૂનના આગમને વિલંબ થયો છે. હવામાન વિભાગે માહિતી આપી છે કે, ચોમાસાએ હવે વેગ પકડ્યો છે. છેલ્લા ૧૫ દિવસથી…

Read More

સાંજ પડતાની સાથે જ સાબરમતી રિવરફ્રન્ટ લાઈટ્‌સથી ઝળહળી ઉઠે છે અને તેનો પડછાયો જ્યારે નદીમાં પડે ત્યારે સુંદર દ્રશ્ય સર્જાતું હોય છે. ત્યારે નવાઈની વાત એ છે કે, હવે અહીં પણ ચોરીઓ થવા લાગી છે. ૩૮૩ સિક્યુરિટી ગાર્ડસ અને ૮ કરોડનું વાર્ષિક સુરક્ષા બજેટ હોવા છતાં પણ બદમાશોએ તેમના નાક નીચેથી જ ડેકોરેટિવ લાઈટ્‌સ ચોરી કરી છે. આ ચાલાક ચોરોએ ૨૦૧૪થી અત્યાર સુધીમાં કુલ ૫૮ લાખ રુપિયાની લાઈટ્‌સ અને કોપર કેબલની ચોરી કરી છે. આમાની મોટાભાગની ચોરીઓ આંબેડકર અને સરદાર પુલ વચ્ચેના પટ પર સાંજના સમયે અથવા રાત્રે થાય છે. એટલે હવે કોર્પોરેશન દ્વારા સિક્યુરિટી ગાર્ડ્‌સ અને સુરક્ષા બજેટ ફાળવવામાં…

Read More

વડોદરામાં તથા આસપાસના વિસ્તારોમાં નદીનું જળસ્તર વરસાદમાં ઉપર આવતા મગર રહેણાક વિસ્તારોમાં પહોંચી જતા હોય છે. આવામાં વધુ એક ઘટના બની છે કે જેમાં વિશાળ મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. ૧૦ ફૂટથી લાંબો મગર પકડાઈ જતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. મગર પોતાના વિસ્તારમાં હોવાની વાત જાણીને લોકો ચિંતિત બન્યા હતા. શહેરની ગોલ્ડન ચોકડી પાસે સુકલીપુરા ગામમાં મગર દેખાવાની ઘટના બની છે. ૧૨ ફૂટ લાંબો વિશાળ મગર પોતાના વિસ્તારમાં દેખાતા સ્થાનિકો ચિંતિત થઈ ગયા હતા. મગર દેખાયા બાદ વાલીઓને પોતાના બાળકો તથા પરિવારની ચિંતા થઈ રહી હતી. વિશાળ મગર દેખાયા બાદ સ્થાનિકોએ આ અંગે જીવદયા સંસ્થાને ફોન કર્યો હતો. ટીમે…

Read More

ભરૂચઃ જિલ્લાના ઝનોર ગામ નજીક અમદાવાદના એક જ્વેલર પાસેથી ગન પોઈન્ટ પર રૂ. ૧ કરોડની કિંમતનું બે કિલો સોનું અને રૂ. ૫ લાખની રોકડની લૂંટ કરવામાં આવી હતી. જ્વેલર મુકેશ સોની ઝનોર ખાતે ઘરેણાની ડિલિવરી કરવા માટે પોતાની કારમાં જઈ રહ્યા હતા ત્યારે બે કારે તેમને અડફેટે લીધા હતા. ત્યારપછી તેમને લૂંટી આ શખસો ફરાર થઈ ગયા હતા. જાેકે આ પાંચમાંથી ત્રણ લૂંટારુઓને લગભગ ૭૦ કિમી દૂર સેગવા ગામ નજીક મોડી રાત્રે પકડવામાં આવ્યા હતા, કારણ કે પોલીસે તેમને શોધી કાઢવા માટે ઘણા રસ્તાઓ અને સ્ટાર ટેડ પેટ્રોલિંગને બેરિકેડ કર્યા હતા. નાયબ પોલીસ અધિક્ષક, એમએમ ગાંગુલીએ કહ્યું કે મુકેશ સોની…

Read More

આજે વહેલી સવારથી જ રાજ્યના કેટલાક ભાગોના વાતાવરણમાં પલટો આવ્યો છે. ખાસ કરીને મધ્ય ગુજરાતમાં વરસાદી માહોલ જાેવા મળી રહ્યો છે. વડોદરા, પંચમહાલ, આણંદ, ખેડા, ડભોઇ, છોટાઉદેપુરમાં વરસાદ ખાબક્યો છે. પંચમહાલ જિલ્લામાં વરસાદી માહોલ સર્જાયો છે. જિલ્લાના અનેક વિસ્તારોમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જાેવા મળી છે. ગોધરા,જાંબુઘોડા, કાલોલ, ઘોઘંબા સહિત અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. જાંબુઘોડામાં અઢી ઈંચ વરસાદ નોંધાયો છે. હાલમાં પણ અમુક વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત છે. વરસાદને કારણે રોડ-રસ્તાઓ પર નદી જેવા દ્રશ્યો સર્જાયા છે, તો બીજી તરફ ખેતરો પાણીમાં તરબોળ થયા છે. વડોદરામાં વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે મેઘરાજાની એન્ટ્રી થઇ છે. સતત બે દિવસ ભારે…

Read More

ભાતીગળ પ્રદેશ કચ્છ પર આ વર્ષે અષાઢી બીજ પૂર્વે જ ત્રાટકેલા બિપોરજાેય વાવાઝોડાને કારણે વહેલા વરસાદનું આગમન થઇ ચૂક્યું છે ત્યારે બીજી તરફ, ભારત-પાકિસ્તાનની ભૂમિસીમા નજીકના કચ્છના મોટા રણમાં રા’લાખે જા જાની તરીકે ઓળખાતાં રૂપકડાં સુરખાબ પક્ષીઓનું સમયસર આગમન થયું છે. મળતી વિગતો પ્રમાણે આ સુરખાબ પંખીઓ છેલ્લા બે દિવસથી હડપીયન વસાહત ધોળાવીરાથી ૧૦ કિલોમીટર દૂર ભાંજડા ડુંગર આસપાસના વિસ્તારો,ભાંજડા દાદાના સ્થાનકની આસપાસ તેમજ શીરાનીવાંઢ વિસ્તારમાં એક પછી એક ઉતરાણ કરી રહ્યા છે અને સારી એવી સંખ્યામાં સુરખાબ જાેવા મળી રહ્યા હોવાનું ધોળાવીરાના સરપંચ જીલુભા સોઢાએ જણાવ્યું હતું. જાે પર્યાવરણીય સંજાેગો અનુકૂળ હોય તો આ સુરખાબ જુલાઈ મહિનાના પ્રારંભથી કચ્છમાં…

Read More

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાની મુલાકાતે છે. ત્યારે તેમની પ્રથમ રાજ્ય મુલાકાત દરમિયાન અમેરિકન કોંગ્રેસના સંયુક્ત સત્રને બપોરે સંબોધન કર્યું હતું. યુએસ કોંગ્રેસમાં પીએમ મોદીએ બીજી વખત સંબોધન કર્યું હતું . આ પહેલા વડાપ્રધાન મોદીએ ૨૦૧૬માં યુએસ સંસદમાં ભાષણ આપ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે અમેરિકી સંસદને સંબોધિત કરી હતી. પીએમએ સંબોધન દરમિયાન તેમણે ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસની પણ પ્રશંસા કરી હતી. આ ઉપરાંત તેમણે કહ્યું કે અમેરિકી સંસદને સંબોધન કરવું હંમેશા ગર્વની વાત છે. આ એક અસાધારણ સન્માન છે. પીએમ મોદીએ ગઈકાલે ભારતીય સમય અનુસાર ગઈકાલે મોડી રાત્રે અમેરિકન કોંગ્રેસના સંયુક્ત સત્રને સંબોધન કર્યું હતું. અમેરિકી સંસદમાં પીએમ મોદી બોલ્યા હતા…

Read More

વ્હાઇટ હાઉસ ખાતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના માનમાં ભવ્ય સ્ટેટ ડિનરનું આયોજન કરવામાં આવ્યું હતું. પીએમ મોદી સાથેના આ શાહી રાત્રિભોજનમાં ઘણા મહેમાનોએ હાજરી આપી હતી. ગેસ્ટ લિસ્ટમાં એપલના સીઈઓ ટિમ કૂક, ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ, માઈક્રોસોફ્ટના સીઈઓ સત્ય નડેલા અને ઈન્દ્રા નૂયીનો સમાવેશ થાય છે. વ્હાઇટ હાઉસ ખાતે સ્ટેટ ડિનરમાં ઉપસ્થિત સરકારી પ્રતિનિધિમંડળમાં વિદેશ પ્રધાન એસ જયશંકર, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ હાજર હતા. આ ઉપરાંત ભારતીય ઉદ્યોગપતિ મુકેશ અંબાણી, તેમના પત્ની નીતા અંબાણી, આનંદ મહિન્દ્રા સહિત અનેક હસ્તીઓએ સ્ટેટ ડિનરમાં હાજરી આપી હતી. રાજ્ય રાત્રિભોજનમાં લગભગ ૨૦૦ મહેમાનોએ હાજરી આપી હતી. રાત્રિભોજનનું મેનુ ખૂબ જ ખાસ હતું. તેમાં…

Read More

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ બીજી વખત યુએસ કોંગ્રેસને સંબોધન કર્યું હતું. તેમનું ભાષણ લગભગ એક કલાક લાંબું હતું, અને તેમાં ઘણા ધારાશાસ્ત્રીઓ અને ભારતીય-અમેરિકન સમુદાયે હાજરી આપી હતી. યુએસ કોંગ્રેસના સંયુક્ત સત્રને સંબોધન દરમિયાન મોદી વિવિધ મુખ્ય મુદ્દાઓ પર વાત કરી હતી. જાણકારી માટે કે ૨૦૧૬માં તેમણે લગભગ ૪૫ મિનિટનું ભાષણ આપ્યું હતું. પીએમ મોદીએ પોતાનું સંબોધન પૂરું કરતાની સાથે જ અમેરિકાના કેટલાક ધારાસભ્યો તેમની સાથે વાતચીત કરવા, તેમનો ઓટોગ્રાફ લેવા અને સેલ્ફી લેવા દોડતા જાેવા મળ્યા હતા. આ દરમિયાન કેમ્પસ ‘ભારત માતા કી જય’ અને ‘વંદે માતરમ’ના નારાથી ગુંજી ઉઠ્‌યું હતું. પીએમ મોદી પાસેથી ઓટોગ્રાફ માંગનારાઓમાં યુએસ હાઉસ ઓફ…

Read More