ભાજપના પ્રદેશ અધ્યક્ષ સમ્રાટ ચૌધરીએ શુક્રવારે કહ્યું કે, બિહારમાં ભાજપની સરકાર બની તો એક પણ મુગલોનો ઈતિહાસ જાેવા નહીં મળે. યુપીમાં બની રહેલા ભઆગવના શ્રીરામના મંદિરની જેમ જ સીતામઢીમાં માતા સીતાનું ભવ્ય મંદિર બનાવવામાં આવશે. બીજી તરફ પટનામાં વિપક્ષી પાર્ટીઓની બેઠકને દેશને વેચનારાની બેઠક ગણાવતા સમ્રાટ ચૌધરીએ કહ્યું કે, આ લોકો પીએમ ઉમેદવારના નામનું એલાન નહીં કરશે. ૩ મહિના નીતીશ કુમાર, ૩ મહિના મમતા દીદી, ૬ મહિના કેજરીવાલ અને ૬ મહિના રાહુલ ગાંધી પીએમ બનવા માંગે છે. આ તમામ લોકો લૂંટેરા છે. જે દેશને વેચવા માંગે છે. શિવહરની મુલાકાતે પહોંચેલા પ્રદેશ અધ્યક્ષે સંસદમાં આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે જાે નીતિશ…
Author: Shukhabar Desk
આ વર્ષના અંતમાં ચીનના હાંગઝોઉમાં એશિયન ગેમ્સ ૨૦૨૩નું આયોજન થવાનુ છે. આ માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે મોટો ર્નિણય લીધો છે. આ વખતે બીસીસીઆઈ પોતાની પુરૂષ અને મહિલા બંને ટીમોને એશિયન ગેમ્સમાં મોકલશે. એશિયન ગેમ્સમાં ક્રિકેટ ઈવેન્ટ ટી૨૦ ફોર્મેટમાં યોજવામાં આવે છે. એશિયન ગેમ્સ જે સમયે યોજાવાની છે તે જ સમયે ભારતમાં વનડે વર્લ્ડ કપનું પણ આયોજન કરવામાં આવશે. આવી સ્થિતિમાં પુરુષોની બી ટીમને એશિયન ગેમ્સમાં મોકલવામાં આવશે. સુત્રોના અહેવાલ મુજબ બીસીસીઆઈ આ ઈવેન્ટમાં અગ્રણી મહિલા ખેલાડીઓ સાથે મજબૂત ટીમ મોકલશે. આ વખતે એશિયન ગેમ્સનું આયોજન ૨૩ સપ્ટેમ્બરથી ૮ ઓક્ટોબર સુધી થવાનું છે. જ્યારે ૫થી ૨૩ ઓક્ટોબર દરમિયાન વર્લ્ડ કપનું…
લોકસભા ચૂંટણી ૨૦૨૪ અને વિપક્ષી એકતાને લઈને દેશભરમાં ચાલી રહેલા રાજકીય ઘમાસાણ વચ્ચે તેમણે કહ્યું કે, તમારે ઈડી અને સીબીઆઈની ચિંતા કરવાની જરૂર નથી. સત્ય સામે સખત લડત આપો. ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની હાર નિશ્ચિત છે. આગામી ચૂંટણીમાં ભાજપ સરકાર ટકી શકશે નહીં. પછી મોદીજી અને તેમના સહયોગીઓની તપાસ કરાવી લેજાે. પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકે આગળ કહ્યું કે, કેન્દ્ર સરકારની આ એજન્સીઓનો તમે હમણા બહાદુરીથી સામનો કરો. ૬ મહિના બાદ તેમની હાર નક્કી છે. ત્યારબાદ સત્તામાં બેઠેલા બીજેપી વાળાની જ તપાસ થશે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, કોની તપાસ થશે ત્યારે તેમણે જવાબ આપ્યો કે, નરેન્દ્ર મોદી અને…
દિલ્હીના બ્રિજપુરીમાં ચાકુબાજીની ઘટના સામે આવી છે જ્યાં એક યુવક અને તેના ભાઈને ચાકુ મારીને ઈજાગ્રસ્ત કરી દેવાયા છે. મોહમ્મદ જૈદ નામના એક વ્યક્તિએ ૨૦ વર્ષીય રાહુલને ચાકુ મારી દીધુ. બંનેની વચ્ચે કોઈ સામાન્ય વાતને લઈને વિવાદ થઈ ગયો હતો. રાહુલનો ૧૯ વર્ષીય પિતરાઈ ભાઈ સોનુ પણ આ દરમિયાન ઈજાગ્રસ્ત થઈ ગયો. આરોપી અને પીડિત એક જ વિસ્તારમાં રહે છે. પોલીસ અનુસાર ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી ફરાર છે. તેમના ધરપકડના પ્રયાસ ચાલુ છે. ઘટના સ્થળે સુરક્ષા વધારી દેવાઈ છે. વિસ્તારમાં તણાવ ફેલાવવાની આશંકાના કારણે અર્ધસૈનિક દળને પણ તૈનાત કરી દેવાયુ છે. પોલીસ અનુસાર ૨૩ જૂને રાતે લગભગ ૧૦ વાગે…
દેશમાં સામાનની ખરીદીમાં અને ખાસ કરીને ઈલેક્ટ્રોનિક્સની ખરીદીમાં મોટો ફેરફાર થશે. કારણ કે ઈલેક્ટ્રોનિક સામાનના પેકિંગ પર ક્યુઆર કોડની સિસ્ટમ આજથી લાગુ થઈ ગઈ છે. જાગો ગ્રાહક જાગો, આ માટે એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જે આજથી જ લાગુ થઈ ગયું છે. તેની જાણકારી મિનિસ્ટ્રી ઓફ કંજ્યુમર્સ અફેયર્સ તરફ આની જાણકારી એક નોટિફિકેશનના રૂપમાં જારી કરવામાં આવી છે. આના દ્વારા ઈલેક્ટ્રોનિક્સના નાના પેકની માહિતી મેળવવી સરળ બનશે, જે કંજ્યુમરના હિતોનું રક્ષણ કરશે. ઉત્પાદન, ઉત્પાદ, આયાત, ઉપયોગ, પેકમાંની વસ્તુ, ફરિયાદ નંબર વગેરેની વિગતો પણ પેકિંગ પરના ક્યુઆર કોડમાં એકસાથે જાેવા મળશે. આ સાથે, ઉપભોક્તા સમાન ક્યુઆર કોડને સ્કેન કરીને તેના…
રાજ્યમાં હવામાન વિભાગે અનેક જિલ્લાઓમાં વરસાદની પાંચ દિવસની આગાહી કરી હતી જેને પગલે આજે અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. આજે વહેલી સવારથી જ અનેક જગ્યાએ મુશળધાર વરસાદ પડ્યો છે. આજે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વરસાદી માહોલ જામ્યો હતો. વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. અનરાધાર વરસાદથી વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. રાજ્યમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ જ આજે ખેડા, નડિયાદ, ડાકોર, વડોદરા, સાબરકાંઠ, આણંદ, દાહોદ સહિતના વિસ્તારોમાં અનરાધાર વરસાદ વરસ્યો છે. વરસાદને પગલે અનેક નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય ગયા હતા. આ ઉપરાંત વીજ કરંટથી ૪ પશુઓના મોત થયાના પણ સમાચાર…
રાજ્યમાં ચોમાસાના વિધિવત આગમન પહેલા વરસાદ શરૂ થયો છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૨ જિલ્લાના ૩૯ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. સવારના બે કલાકમાં ૨૬ તાલુકામાં વરસાદ વરસ્યો છે. ૩ તાલુકામાં બેથી ચાર ઈંચ વરસાદ પડ્યો છે, જ્યારે દાહોદમાં ૪ ઈંચ વરસાદ ખાબક્યો છે. વડોદરાના વાઘોડીયા પંથકમાં વહેલી સવારે જ ગાજવીજ સાથે વરસાદ થયો હતો. ઉપરાંત ડભોઈના ઝારોલા, વાગા, શિનોર ચાર રસ્તા, એસટી ડોપો, સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે. છેલ્લા ૨૪ કલાકમાં દાહોદ જિલ્લામાં સાવર્ત્રિક વરસાદ પડ્યો છે. દેવગઢ બારીયામાં ૪ ઈંચ વરસાદ, ધાનપુરમાં સવા ઈંચ વરસાદ નોંધાયો છે. મોડી…
ઉત્તર પ્રદેશના સીતાપુરમાં એક દુલ્હને પોતાની જાન પાછી મોકલી દીધી. હકીકતમાં ઘરેણાં લઈને વર-વધુ પક્ષમાં વિવાદ થવાના કારણે દુલ્હને આવો ર્નિણય લીધો હતો. આ મામલામાં વર પક્ષે પોલીસ સ્ટેશનમાં પહોંચીને અરજી આપી અને કાર્યવાહી કરવાની માગ કરી છે. સીતાપુરના એક ગામમાં ગત શુક્રવારે અટરિયા પોલીસ સ્ટેશન હદ વિસ્તારના શાહજહાંપુર ગામથી કરણની જાન આવી હતી. લગ્નમાં સામેલ થયેલા જાનૈયા મન મુકીને ડાંસ કરી રહ્યા હતા. લગ્નને લઈને વરરાજાે કરણ ખૂબ જ ઉત્સાહી દેખાઈ રહી હતી. હાથમાં પત્નીના નામની મહેંદી પણ લગાવી હતી. આ દરમ્યાન ફેરા વખતે દુલ્હન માટે લાવેલા ઘરેણાંને લઈને મોટો ડખો થયો. વધુ પક્ષનો આરોપ હતો કે, વર પક્ષ…
ઉત્તર પ્રેદશના મૈનપુરીમાંથી એક હચમચાવી નાખતો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક યુવકે લગ્નના બીજા જ દિવસે ભાઈ, ભાભી અને બનેવી સહિત પાંચ સંબંધીઓને ફરસી લઈને કાપી નાખ્યા હતા. આ હુમલામાં આરોપીની પત્ની અને મામી પણ ઘાયલ થઈ ગઈ છે. ઘટનાને અંજામ આપ્યા બાદ માથાફરેલ આ સખ્સે પોતાની જાતને પણ ગોળી મારી દીધી હતી. એક સાથે પરિવારમાં પાંચ લોકોની હત્યા બાદ લગ્નવાળા ઘરમાં માતમ છવાઈ ગયો હતો. પરિવારની રોઈ રોઈને હાલત ખરાબ થઈ ગઈ હતી. પોલીસે જણાવ્યુ કે, સમગ્ર ઘટના શનિવારે સવારે ૪થી ૫ વાગ્યાની છે. પોલીસ સ્ટેશન કિશની અંતર્ગત આવતા ગોકુલપુર અરસારાને સૂચના મળી કે, આરોપી શિવવીર યાદવ પુત્ર…
એક ચોંકાવનારી ઘટનામાં, કાર ડ્રાઈવરે ૩૫ વર્ષના શખ્સને કચડી નાખ્યો હતો અને બાદમાં સ્વેચ્છાએ તેને હોસ્પિટલ લઈ ગયો હતો પરંતુ જ્યારે પીડિતનું રસ્તામાં મોત થયું તો તે કલાકો સુધી તેને લઈને ફરતો રહ્યો હતો અને બાદમાં લાશને કેનાલમાં ફેંકી દીધી હતી. માહિતી મળ્યા બાદ પોલીસે શોધખોળ શરૂ કરી હતી અને આરોપીની ધરપકડ કરી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે, ઘટના ગુરુવારે બપોરે મુઝફ્ફરનગરના છાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. શ્રમિક તરીકે કામ કરતો મનોજ કુમાર જ્યારે મુઝફ્ફનગર જિલ્લાના બસેરા ગામમાં આવેલા ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે પૂર ઝડપે આવી રહેલી કારે તેને અડફેટે લીધો હતો. વિસ્તારના સીસીટીવી કેમેરા ચેક કર્યા…