હાયર એજ્યુકેશન માટે કેનેડા પહોંચેલા ભારતીય વિદ્યાર્થીઓ હાલમાં ઘણી મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યા છે તેને ધ્યાનમાં રાખીને વિઝાના નિયમો બદલાય તેવી શક્યતા છે. મોટા ભાગના ભારતીય વિદ્યાર્થીઓને કેનેડાના કાયદાની જાણકારી ન હોવાથી તેઓ એડમિશન લે ત્યારે જ કેનેડાના કાયદાઓ વિશે જાણકારી આપવા વિચારવામાં આવ્યું છે. ઈન્ડો-કેનેડા ચેમ્બર ઓફ કોમર્સ (ૈંઝ્રઝ્રઝ્ર) એ આ સમસ્યાના ઉકેલ માટે ઈમિગ્રેશન મંત્રી સમક્ષ મુદ્દો ઉઠાવ્યો છે. હવેથી ભારતીય સ્ટુડન્ટે કેનેડાના વિઝા મેળવતા અગાઉ એક ફરજિયાત ક્લોઝ પર સહી કરવી પડે તેવી શક્યતા છે. તાજેતરમાં કેનેડામાં ૭૦૦થી વધારે પંજાબી વિદ્યાર્થીઓને લગતો વિવાદ થયો હતો જેમાં આ વિદ્યાર્થીઓને ડિપોર્ટ કરવા પડે તેવી નોબત આવી હતી. હાલ પૂરતું…
Author: Shukhabar Desk
વિશ્વના સૌથી ધનિક મંદિર ટ્રસ્ટ તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (્્ડ્ઢ)એ આગામી થોડા વર્ષોમાં દેશના તમામ રાજ્યોમાં ભગવાન વેંકટેશ્વર મંદિરો સ્થાપવાનું નક્કી કર્યું છે. આંધ્ર પ્રદેશના ચિત્તૂર જિલ્લામાં સ્થિત તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ દ્વારા દેશના તમામ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશમાં તિરુપતિ મંદિરની ઓછામાં ઓછી એક પ્રતિકૃતિ બનાવવામાં આવશે. જે ભગવાન બાલાજીની સમગ્ર ભારતમાં હાજરી સુનિશ્ચિત કરવાની મહત્વાકાંક્ષી યોજનાનો એક ભાગ છે. ્્ડ્ઢ ટ્રસ્ટની સ્થાપના ૧૯૩૩માં કરવામાં આવી હતી. ત્યારપછી ટ્રસ્ટે તિરુમાલા ખાતે પ્રતિષ્ઠિત ભગવાન વેંકટેશ્વર સ્વામી મંદિર, તિરુચાનુર ખાતે શ્રી પદ્માવતી અમ્માવરી મંદિર અને તિરુપતિ ખાતે શ્રી ગોવિંદરાજા સ્વામી મંદિર સહિતના મંદિરોનું સંચાલન કર્યું હતું. પાછળથી આ ટ્રસ્ટે તેની સ્થાપનાના નવ દાયકામાં સમગ્ર…
ઉત્તરાખંડમાં હાલમાં ભારે વરસાદ પડી રહ્યો હોવાના કારણે કેદારનાથ યાત્રા હાલ પૂરતી અટકાવવા ર્નિણય લેવાયો છે. ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લામાં ભારે વરસાદ પડી રહ્યો છે. તેથી આગામી ઓર્ડર ન મળે ત્યાં સુધી સોનપ્રયાગ ખાતે યાત્રા અટકાવી દેવાઈ છે તેમ સત્તાવાળાઓએ જણાવ્યું હતું. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર ધામીએ ડિઝાસ્ટર કન્ટ્રોલ રૂમની મુલાકાત લીધી છે. આગળનો નવો ઓર્ડર ન મળે ત્યાં સુધી યાત્રા થંભાવી દેવામાં આવી છે. જિલ્લાના ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના અધિકારીએ જણાવ્યું કે ગૌરીકુંડ અને કેદારનાથ વચ્ચે આવેલા એરિયામાં સવારથી સતત વરસાદ ચાલુ છે જેના કારણે યાત્રાળુઓને આગળ જવા દેવામાં નથી. છેલ્લા આંકડા પ્રમાણે લગભગ ૫૮૨૮ યાત્રાળુઓએ સોનપ્રયાગથી કેદારનાથની યાત્રા સવારે શરૂ કરી…
સુરત જીલ્લામાં છેડતી અને દુષ્કર્મની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલીક ઘટનાઓમાં ગણતરીના સમયમાં જ પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી છે આરોપી સામે કડકમાં કડક કાર્યવાહી પણ કરવામાં આવી છે. સુરતમાં ફરી આવો જ બનાવ બન્યો છે. સુરતની આવી ઘટના રાંદેર વિસ્તારમાં સામે આવી છે. જેમાં એક રીક્ષા ચાલકે વિદ્યાર્થીનીને ઉઠાવી લઈ જઇ તેની સાથે શારીરિક અડપલા કર્યા હતા. મહત્વનુ છે કે આ ઘટનાના ઝ્રઝ્ર્ફ ફૂટેજ સામે આવ્યા બાદ રાંદેર પોલીસ એક્શનમાં આવી હતી. પોલીસે રિક્ષાચાલકની ગણતરીના સમયમાં ધરપકડ પણ કરી હતી. રાંદેરના સંતનામ સર્કલ નજીક આઠ વર્ષની વિદ્યાર્થીની ટ્યુશન ક્લાસ બાદ ઘરે પરત ફરી રહી હતી.…
સુરતમાં મોબાઇલ સ્નેચર બેફામ બન્યા હોય તેવા છાશવારે કિસ્સાઓ સામે આવી રહ્યા છે. આવી સ્થિતિ વચ્ચે સબ સલામતીના દાવા કરતા સુરતમાં પોલીસના અસ્તિત્વ સામે સવાલો કરતો કિસ્સો સામેં આવ્યો છે. જેમાં ધારાસભ્યની પત્નીનો મોબાઇલ ઝુંટવી આરોપી ફરાર થઇ ગયો હતો. બાદમાં આ મામલે ધારાસભ્ય ડો.તુષાર ચૌધરીએ ફરિયાદ નોંધાવતા પોલીસ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. સુરતમાં બેફામ બનેલા ફોન સ્નેચરોએ ખેડબ્રહ્માનાં ધારાસભ્યની સ્ન્છ ડો.તુષાર ચૌધરીનાં પત્ની ડો.દીપ્તિબેન ચૌધરીનો ફોન ઝૂંટવી લીધો હોવાની ઘટના બહાર આવતા ચકચાર મચી છે. જાેગર્સ પાર્ક પાસેથી દીપ્તિબેન ચૌધરી પસાર થઈ રહ્યા હતા આ વેળાએ સ્નેચરો મોબાઈલ ઝુંટવી હવામાં ઓગળી ગયા હતા. બાદમાં ધારાસભ્ય તુષાર ચૌધરીએ ઉમરા…
સાબરકાંઠા જિલ્લામાં બપોર બાદ વરસાદી માહોલ સર્જાયો હતો. હિંમતનગર શહેર અને પશ્વિમ પટ્ટાના ગ્રામ્ય વિસ્તારોમાં બપોર બાદ ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. હિંમતનગર શહેરમાં ધોધમાર વરસાદ વરસવાને લઈ અનેક રસ્તાઓ પર પાણી ભરાઈ જવા પામ્યા હતા. શહેરના અનેક રસ્તાઓ પર પાણી ભરાઈ જવાને લઈ સ્થાનિક લોકો પરેશાન બન્યા હતા. લોકોને વરસાદી પાણીમાંથી વાહન પસાર કરવા મુશ્કેલ થયા હતા. જિલ્લામાં હિંમતનગર ઉપરાંત પ્રાંતિજ અને તલોદ તાલુકામાં પણ વરસાદ વરસ્યો હતો. આમ જિલ્લામાં ત્રણ તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. જિલ્લામાં વહેલી સવારથી જ વાદળછાયુ વાતાવરણ જાેવા મળી રહ્યુ હતુ અને દિવસે વરસાદ વરસવાની સંભાવના જાેવામાં આવી રહી…
સુરતના ઉધના વિસ્તારમાં પીવાના પાણીની ટાંકીસાફ સફાઈ કરવા ઉતરેલા બે વ્યક્તિઓ ગૂંગળાઈ ગયા હતા. બીજી તરફ બનાવની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર વિભાગની ટીમે બંને વ્યક્તિઓને બહાર કાઢીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યા છે જ્યાં હાલ તેઓની સારવાર ચાલી રહી છે. જેમાં મળતી માહિતી મુજબ સુરતના ઉધના સ્થિત સીટી ઇન્ડસ્ટ્રીયલમાં પીવાના પાણીની ટાંકીમાં સાફ સફાઈ કરવા માટે બે વ્યક્તિઓ અંદર ઉતર્યા હતા આ દરમ્યાન બંને વ્યક્તિઓને ગુંગણામણ થતા તેઓ બેભાન થઇ ગયા હતા. આ ઘટનાને લઈને ત્યાં ચકચાર મચી ગયી હતી બીજી તરફ બનાવની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી જેથી માન દરવાજા અને ભેસ્તાન ફાયર વિભાગની ટીમ ઘટના…
ગુજરાત ખેડા, પંચમહાલ, છોટાઉદેપુર, વડોદરા સહિતના જિલ્લાઓમાં વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ખેડાના નડિયાદમાં પહેલા જ વરસાદે પાલિકાની પ્રિમોનસુન કામગીરીની પોલ ખોલી નીખી છે. પાલિકાની બેદરકારીને કારણે આજે નડિયાદમાં કેટલાક વિદ્યાર્થીઓના જીવ જાેખમમાં મુકાયા હતા. જાેકે, સ્થાનિકો દ્વારા તમામને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા હતા. નડિયાદમાં ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. ભારે વરસાદના કારણે નડિયાદના શ્રેયસ ગરનાળામાં પણ પાણી ભરાઈ ગયું છે. આ ગરનાળામાં આજે સવારે કોલેજની બસ ફસાઈ ગઈ હતી. કોલેજની બસ પાણી ભરેલા ગરનાળામાંથી પસાર થતાં અધવચ્ચે ખોટકાઈ હતી. બસ અધવચ્ચે બસ બંધ પડી…
રેલવે સ્ટેશન પેસેન્જર્સ માટે અસુરક્ષિત હોય તેમ કહેવું એકદમ યોગ્ય હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે રોજબરોજ ચોરી તેમજ ચેઇન સ્નેચિંગના બનાવો બની રહ્યા છે. હાઇ સિક્યોરીટીથી સજ્જ કાલુપુર રેલવે સ્ટેશન ગુજરાતનું સૌથી મોટું રેલવે સ્ટેશન છે, જ્યાં રોજ લાખોની સંખ્યામાં પેસેન્જર્સની અવરજવર થતી હોય છે. આવી સ્થિતિમાં કેટલાક ગઠિયા પેસેન્જરના સ્વાંગમાં આવે છે અને મોબાઇલ ફોન, પર્સ, સોનાની ચેઇન સહિતની કીમતી ચીજવસ્તુઓની ચોરીની ઘટનાને અંજામ આપીને નાસી જાય છે. ગઇ કાલે કાલુપુર રેલવે પોલીસ સ્ટેશનમાં ચાર મોબાઇલ ફોનની ચોરી તેમજ એક સોનાની ચેઇન ચોરીની ફરિયાદ નોંધાઇ છે. આ તમામ ઘટના અલગ અલગ સમય પર બની છે, જેમાં પોલીસે…
‘મેં ત્રણ મર્ડર કર્યાં છે, તું છૂટાછેડા નહીં આપે તો હું તારું પણ મર્ડર કરી નાખીશ!’ તેમ કહીને યુવતી પર તેના પતિ અને પરિવાર દ્વારા અમાનુષી અત્યાચાર ગુજારવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. યુવકનાં અગાઉ લગ્ન થઇ ગયાં હોવા છતાંય તેણે પીડિત યુવતી સાથે બીજાં લગ્ન કરી લીધાં હતાં. લગ્ન જીવન દરમિયાન પતિ તેને કેબલથી મારતો હતો અને જ્યારે તેની પહેલી પત્ની પણ યુવતીને માર મારીને ધમકી આપતી હતી. સતત મળતી ધમકી અને ત્રાસથી કંટાળીને આખરે આ યુવતીએ ઉંદર મારવાની દવા પીધા બાદ ગળે ફાંસો ખાઈ આત્મહત્યાની કોશિશ કરી હતી. હાલ હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં તેની હાલત ખૂબ ગંભીર હોવાનું જાણવા…