રાજ્યના ૧૫૪ તાલુકામાં વરસાદ, ૩૦ જૂન સુધી દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી ગુજરાતમાં ચોમાસાનું વિધિવત આગમન થઈ ચૂક્યું છે. રાજ્યમાં મંગળવારે પણ વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જાેવા મળ્યું હતું. રાજ્યના ૧૫૪ તાલુકાઓમાં સાવર્ત્રિક વરસાદ જાેવા મળી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગની આગાહી છે કે, ગુજરાતમાં આગામી ૩૦ જૂન સુધી ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. કેટલાંક વિસ્તારોમાં છૂટોછવાયો તો કેટલાંક વિસ્તારોમાં જાેરદાર વરસાદ પડી શકે છે. દેશના ઉત્તરના ભાગમાં સતત વરસાદ પડવાનો સિલસિલો યથાવત છે. મોનસૂનની દસ્તક બાદ દિલ્હી, યુપી, બિહાર સહિત અનેક રાજ્યોમાં વાતાવરણ બદલાયું છે. આકાશમાં વાદળો જાેવા મળી રહ્યાં છે. ત્યારે ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગે વરસાદને…
Author: Shukhabar Desk
બોલિવુડ ઈન્ડસ્ટ્રીની દુનિયામાં લગ્ન થયા બાદ તરત જ એક્ટ્રેસિસની પ્રેગ્નેન્સીની ખબરો વહેતી થવી તેમાં કોઈ નવી વાત નથી. અગાઉ કેટરીના કૈફ અથવા નેહા કક્કડ સાથે આમ થઈ ચૂક્યું છે અને આ વાત અફવા સાબિત થઈ છે. હવે આ લિસ્ટમાં વધુ એકનું નામ ઉમેરાયું છે અને તે છે કિયારા અડવાણી. વાત એમ છે કે, હાલ તે કાર્તિક આર્યન સાથે આગામી ફિલ્મ ‘સત્યપ્રેમ કી કથા’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ માટે તે અલગ-અલગ શહેરની મુલાકાત લઈ રહી છે અને એરપોર્ટ પર સ્પોટ થઈ રહી છે. એક દિવસ પહેલા જ તે રાજસ્થાન ગઈ હતી અને ત્યાંથી તેના કેટલાક વીડિયો અને તસવીરો વાયરલ થયા હતા.…
સીરિયલ નવ્યાથી પોપ્યુલર થયેલી સૌમ્યા સેઠ માટે છેલ્લા કેટલાક વર્ષો ઘણા કપરા રહ્યા છે. ૨૦૧૭માં યુએસના અર્જુન કપૂર સાથે લગ્ન કર્યા બાદ તે તેના માટે એક્ટિંગ ઈન્ડસ્ટ્રી છોડી વિદેશમાં સ્થાયી થઈ ગઈ હતી. આ દરમિયાન તેણે દીકરા એડનને જન્મ આપ્યો હતો. જાે કે, ત્યારબાદ જીવનમાં તકલીફો શરૂ થઈ હતી, પતિ તેના પર શારીરિક અને માસનિક ત્રાસ ગુજારતો હતો. જે બાદ તેણે ૨૦૧૯માં ડિવોર્સ લીધા હતા અને આ ઝંઝાળમાંથી કાયમ માટે મુક્તિ મેળવી હતી. જાે કે, તેના જીવનમાં ફરીથી ખુશીઓ આવી છે અને તેણે બોયફ્રેન્ડ શુભમ ચુહડિયા સાથે હાલમાં જ વ્હાઈટ વેડિંગ કરી લીધા છે. અમે બંનેએ અમારા પેરેન્ટ્સને ૨૧ જૂનનો…
દીપિકા કક્કર અને શોએબ ઈબ્રાહિમ પેરેન્ટ્સ બની ગયા છે. ‘સસુરાલ સિમર કા’ ફેમ એક્ટ્રેસે ૨૧ જૂને વહેલી સવારે દીકરાને જન્મ આપ્યો. જાે કે, તેની પ્રીમેચ્યોર ડિલિવરી થઈ હોવાથી તેના બાળકને હાલ દ્ગૈંઝ્રેંમાં ડોક્ટરના ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યો છે તો ન્યૂ મોમને પણ હજી સુધી ડિસ્ચાર્જ કરવામાં આવી નથી. યૂટ્યૂબ ચેનલ પર લાખો ફોલોઅર્સ ધરાવતા આ કપલે પ્રેગ્નેન્સીની જર્નીની એક-એક ડિટેઈલ્સ શેર કરી હતી. દીપિકાની તબિયત હાલ સારી છે ત્યારે બંનેએ હાલમાં હોસ્પિટલમાંથી એક વ્લોગ શેર કર્યો હતો. જેમાં હેલ્થ અપડેટ આપી હતી અને દીકરાના જન્મના કનેક્શનની સાથે-સાથે તેનો ચહેરો કોને મળતો આવે છે તે વિશે પણ જણાવ્યું હતું. શોએબે જણાવ્યું…
અર્જુન કપૂર અને મલાઈકા અરોરાએ ૨૦૧૯માં રિલેશનશિપ ઓફિશિયલ કર્યા ત્યારથી તેઓ ફેન્સને કપલ ગોલ્સ આપતાં આવ્યા છે. પાર્ટી હોય કે લંચ-ડિનર ડેટ… હેન્ગઆઉટ હોય કે વેકેશન… આ કપલ હંમેશા એકબીજા સાથે યંગ લવબર્ડ્સની જેમ વર્તે છે. અર્જુનનો આજે (૨૬ જૂન) બર્થ ડે છે ત્યારે મલાઈકા તેના સેલિબ્રેશનમાં સામેલ ન થાય તેવું ક્યારેય બની શકે? એક્ટરે મોડી રાતે પોતાના ઘરે સેલિબ્રેશન કર્યું હતું, જેમાં ખાસ મિત્રો સામેલ થયા હતા. આ દરમિયાન બધાએ સાથે મળીને ખૂબ મસ્તી કરી હતી અને ડાન્સ પણ કર્યો હતો. કિલર મૂવ્ઝ માટે જાણીતી મલાઈકાએ તેના ઓલ ટાઈમ હિટ સોન્ગ ‘છૈયા છૈયા’ પર ઠુમકાં લગાવ્યા હતા. તેનો વીડિયો…
એક્ટર રજત બેદીએ બોલીવુડમાં ઘણી ફિલ્મોમાં કામ કર્યું, પરંતુ લોકો તેને ‘કોઈ મિલ ગયા’થી યાદ કરે છે. રિતિક રોશન અને પ્રીતિ ઝિંટા સ્ટારર આ ફિલ્મમાં રજત બેદીને નેગેટિવ શેડમાં ઘણો પસંદ કરવામાં આવ્યો હતો. પરંતુ, આ ફિલ્મની છેલ્લી કટ જાેઈ રજત બેદીને ઘણું દુઃખ થયું હતું. તાજેતરમાં જ એક્ટરે એક ઈન્ટર્વ્યુમાં ખુલાસો કર્યો કે, ફિલ્મમાંથી તેના ઘણા બધા સીન્સ પર કાતર ફેરવી દેવાઈ હતી. રજત બેદીએ ‘કોઈ મિલ ગયા’માં રાજ સક્સેનાનો રોલ કર્યો હતો. તો રિતિક રોશને રોહન મેહરા અને પ્રીતિ ઝિંટાએ નિશાનું પાત્ર ભજવ્યું હતું. રજદ બેદીએ મુકેશ ખન્ના સાથે વાતચીતમાં જણાવ્યું કે, ફિલ્મમાં તેના રિતિક અને પ્રીતિ સાથે…
અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. નિકોલ વિસ્તારમાં ૬૫ વર્ષીય સિનિયર સિટીઝનની હત્યા નીપજાવામાં આવી છે. તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી સિનિયર સિટીઝનની હત્યા મામલે નિકોલ પોલીસે તપાસ હાથ ધરી છે. આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, નિકોલ વિસ્તારમાં રહેતા મૃતક સિનિયર સિટીઝન શ્યામ સુંદર ચોરસિયાનો છે. મૃતક અને તેના પરિવારજનો છેલ્લા ઘણા વર્ષોથી ટિફિન સેવાનું કામ કરી રહ્યા છે. ગુનાની વિગત વાર વાત કરીએ તો રવિવારે રાત્રે ૯ વાગે મૃતક શ્યામ સુંદર ચોરસિયા ટિફિન આપવા માટે નીકળ્યા હતા. રાત્રે ૧૦.૩૦ વાગ્યા સુધી ઘરે પરત ન ફરતા શોધખોળ હાથ ધરી હતી. હજુ તો પરિવારજન પોલીસને જાણ કરે…
ગુજરાતના માથેથી સફેદ કલંક હટવાનું નામ જ લેતું નથી. છાશવારે ડ્રગ્સ સહિતના પદાર્થો ઝડપાતા પોલીસની કામગીરી સામે સવાલો ઉભા થઇ રહ્યા છે. આવી સ્થિતિ વચ્ચે વડોદરાના કારેલીબાગ વિસ્તારમાંથી વધુ એક વખત ડ્રગ્સ ઝડપાતા ચકચાર જાગી છે. પોલીસે રોશન નગરમાંથી સ્ડ્ઢ ડ્રગ્સના જથ્થા સાથે એક આરોપીને દબોચી લીધો હતો. જેની વધુ પૂછપરછ હાથ ધરી છે. આ મામલે જાણવા મળતી વિગત અનુસાર વડોદરા જિલ્લામાં વકરતા ડ્રગ્સના દુષણને નાથવા પોલીસ દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે ર્જીંય્ પોલીસ પેટ્રોલિંગમાં હતી. આ વેળા ડ્રગ્સ મામલે પોલીસને કાને વાત પડી હતી. જેને લઈને કારેલીબાગ વિસ્તારમાં દરોડો પાડ્યો હતો. આ વેળાએ સાજીદ અલી…
મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા શહેરમાં સતત પ્રતિબંધિત પ્લાસ્ટિક સામે ઝુંબેશ ચાલી રહી છે. આ ઝુંબેેશ હેઠળ તંત્ર દરરોજ પ્રતિબંધિત પ્લાસ્ટિકના વપરાશ, વેચાણ, સંગ્રહ અને ઉત્પાદન કરતા એકમો સામે આકરાં પગલાં ભરી રહ્યું છે. આ ઉપરાંત જાહેરમાં ગંદકી ફેલાવતા એકમો વિરુદ્ધ સીલિંગ સહિતની કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગઈ કાલે ઉત્તર-પશ્ચિમ ઝોનના ગોતા વોર્ડમાં સત્તાવાળાઓએ ટાઈલ્સ-પ્લાયવુડની એક દુકાનને તાળાં મારતાં જાહેરમાં ગંદકી કરતા એકમોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે. ઉત્તર-પશ્ચિમ ઝોનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા ઝોનના તમામ વોર્ડમાં આવેલા જાહેર રોડ પર ગંદકી-ન્યૂસન્સ કરતા ધંધાકીય એકમોનું રોજેરોજ સઘન ચેકિંગ હાથ ધરાયું છે, જે દરમિયાન સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સનું ઉલ્લંઘન…
ગુજરાતનાં નવસારી જિલ્લાનાં બિલિમોરાની પાસે ૨૬ વર્ષીય યુવકે સગીર લિવ-ઈન પાર્ટનરનું ગળું દબાવીને હત્યા કરી દીધી હતી અને પછી પોતે પણ આત્મહત્યા કરી લીધી. બિલિમોરા પોલીસ સ્ટેશનનાં એક અધિકારીએ જણાવ્યું કે યુવક લગભગ એક વર્ષથી આ છોકરી સાથે લિવ-ઈનમાં રહેતો હતો. તે કારખાનામાં મજૂરી કરતો હતો.અધિકારીએ જણાવ્યું કે બુધવારે બંનેની વચ્ચે ઝઘડો થઈ ગયો જે બાદ બિહારનાં નિવાસી આ યુવકે છોકરીનું ગળું દબાવીને મર્ડર કર્યું. હત્યા બાદ આરોપીએ પોતે પણ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. યુવકનાં એક સંબંધીએ પોલીસને માહિતી આપી હતી કે યુવક તેની સગીરા લિવ-ઈન પાર્ટનર પુખ્ત થાય ત્યારબાદ તેની સાથે લગ્ન કરવાની યોજના બનાવી રહ્યો…